________________
(
૨૨૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૬૭
શ્રી મોરારજીભાઈ જેવા પીઢ, અનુભવી, વવૃદ્ધ નેતા શ્રીમતી ગાંધીની આગેવાની નીચે કામ કરવા તૈયાર થાય ત્યારે શ્રીમતી ગાંધીએ ઘણા વિવેકથી કામ લેવું પડશે. શ્રીમતી ઈન્દિરા ગાંધીની ખુમારી પણ ઓછી નથી. આજ સુધીની તેમની કામગીરી બહુ સફળતાની નથી રહી. શ્રી મોરારજીભાઈએ પણ ઘણી ધીરજ અને શાંતિથી કામ લેવાનું રહેશે.
પણ આ આશા એવી ભૂમિકા ઉપર રચાય છે કે બન્નેમાં ભાવિ નીતિ (Future Policy ) અંગે એકતા છે અથવા મેટું અંતર નથી. અંતે તે દેશની સમક્ષ જે વિકટ સમશ્યાઓ પડી છે તેના ઉકેલ માટે આ પ્રધાન મંડળ પાસે શું નીતિ છે અને તેને અસરકારક બનાવવા કેટલી કાર્યક્ષમતા છે. તેના ઉપર ભાવિનો આધાર છે. જે બન્નેની મૂળભૂત નીતિમાં પાયાને મતભેદ હોય તે આ માત્ર Coalition ગણાય અને તે લાંબા વખત ન ટકે. આ સવાલ સમસ્ત કેંગ્રેસને લાગુ પડે છે. કેંગ્રેસે પોતાની નીતિ સ્પષ્ટ કરવી રહેશે અને આજે જે અનિશ્ચિતતા છે તે ટાળવી પડશે અને મક્કમ પગલાં લેવાનાં રહેશે.
મધ્યસ્થ સરકાર અને રાજ્ય વચ્ચેના સંબંધ પણ જટિલ બનતા જશે. નાણાવિષયક પ્રશ્ન અને દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી–આ બાબતમાં મધ્યસ્થ સરકાર અને રાજ્યો વચ્ચે વધારે સંઘર્ષને ભય છે. વિષમ આર્થિક સંજોગોમાં રાજ્યની સ્થિતિ અત્યંત કથળેલી છે અને તેમાં પણ લોકપ્રિય થવા રાજય સરકારો-કેંગ્રેસી અને બિનઝેંગ્રેસી-એવાં પગલાં લેશે કે જેથી રાજની આર્થિક સ્થિતિ વધારે વિષમ થાય અને મધ્યસ્થ સરકાર પાસે ગેરવ્યાજબી માગણીઓ કરી મધ્યસ્થ સરકારને અળખામણી બનવું પડે અને લક્લાગણી ઉશ્કેરાય. આ બધામાં key position શ્રી ચવ્હાણની હોમ મિનિસ્ટર તરીકે અને શ્રી મોરારજીભાઈની નાણાપ્રધાન તરીકે રહેશે. એ બન્ને વચ્ચે રાજય સરકારો સાથે કામ લેવા સંબંધે એકસૂત્રતા નહિ રહે તે મુસીબત ઊભી થવા સંભવ છે.
વિરોધ પક્ષની સાથે કામ લેવામાં પણ કુશળતા જોઈશે. શ્રી. મોરારજીભાઈ નવા કેન્દ્રસ્થ પ્રધાન મંડળમાં આવ્યા તેને વિરોધ પક્ષને એક વર્ગ આવકારશે જયારે બીજો એટલા જ જોરથી વિરોધ કરશે. આવી પરિસ્થિતિ ટાળવા માટે પણ પ્રધાન મંડળની નીતિ મક્કમ અને સ્પષ્ટ જોઈશે અને એવી નીતિ માટે સંયુકત જવાબદારી સ્વીકારવા દરેકની તૈયારી જોઈશે. એક બીજા ઉપર દોષનો ટોપલો ઢોળવા અને પતે સારા દેખાવા પ્રયત્ન થાય તે વર્તમાન સંજોગોમાં સરકાર સ્થિર અને સબળ ન થઈ શકે. ટૂંકમાં પ્રધાન મંડળમાં એકરાગ અને સહકાર કેટલે રહે છે તેના ઉપર તે કેટલું ટકશે તેને આધાર છે. એ જ રીતે કેંગ્રેસ સંસદીય પક્ષ તરફથી પણ પ્રધાન મંડળને પૂરો ટેકે અને સાથ મળે તે જ સબળ વિરોધ પક્ષને પહોંચી શકાશે. વિરોધ પક્ષના આક્રમણને પહોંચી વળવા કેંગ્રેસના સંસદીય પક્ષમાં કેટલી વ્યકિતઓ છે તે જોવાનું રહે છે.
શ્રી લીલાધરભાઈ પાસૂનું સન્માન
ઉપર જણાવેલી સભાના અનુસંધાનમાં મુંબઈના માટુંગા વિભાગ તરફથી કેંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવેલા
શ્રી લીલાધરભાઈ પાસૂ શાહનું શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સન્માન કરવાનું રાખવામાં આવ્યું હતું. આ સન્માનકાર્ય હાથ ધરતાં સંધના ઉપ પ્રમુખ શ્રી પરમાનંદભાઈએ જણાવ્યું કે “આવતા અઠવાડિયામાં લીલાધરભાઈ બહારગામ જવાના હોવાથી આજના પ્રસંગ સાથે શ્રી લીલાધરભાઈનું સન્માનકાર્ય જોડવામાં આવ્યું છે. લીલાધરભાઈ મુંબઈ જૈન યુવક સંઘના વર્ષોજૂના સભ્ય છે અને આપણામાંના ઘણા ખરાને તેઓ સુપરિચિત છે. વર્ષોજની તેમની કેંગ્રેસનિષ્ઠા છે. મુંબઈની કેંગ્રેસ સમિતિના તેઓ માજી રાભ્ય છે. ૧૯૬૨ ની સાલથી તેઓ મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભાના સભ્ય છે અને આ વખતની તીવ્ર હરીફાઈમાં પણ તેઓ કેંગ્રેસના પ્રતિનિધિ તરીકે યશસ્વી રીતે ચૂંટાઈ આવ્યા છે. આપણા માટે તેમની આ સફળતા આનંદ અને ગૌરવને વિષય છે. તેમનું સંધ તરફથી હું હાર્દિક અભિનંદન કરું છું.
તેમના વિશાળ જાહેર જીવનને ટૂંકાણમાં ખ્યાલ આપ મુશ્કેલ છે. ૧૯૫૭ ની સાલથી તેઓ જે. પી. ને હોદો ધરાવે છે. મહારાષ્ટ્ર રાજ્યના મેલ સેવિંગ્ઝ એડવાઈઝરી બંૉર્ડના, ભારત સરકારની બૉમ્બે સીટી પિસ્ટલ ઍડવાઈઝરી કમિટીના, મહારાષ્ટ્ર રાજ્યની ધારાભાને લગતી સેલરીઝ ઍન્ડ એલાયન્સ કમિટીના તથા મહારાષ્ટ્ર રાજ્યની ફેરપ્રાઈસ કૅર્ડીનેટીંગ કમિટીના તેઓ સભ્ય છે; માટુંગાની સીટીઝન્સ ડિફેન્સ કમિટીના તેઓ ચેરમેન છે; ગુજરાતી કેળવણી મંડળ અને શ્રી અમુલખ અમીચંદ વિવિધલક્ષી વિદ્યાલયના ટ્રસ્ટી અને ઉપ પ્રમુખ છે; માટુંગા ગુજરાતી સેવામંડળ અને એમ. જી. એસ. એમ. કૅલેજના તેમ જ માનવ સેવા સંધ, ભાઈદાસ સખીદાસ ચેરીટી ટ્રસ્ટ, બી. એન. મહિલા વિદ્યાલય, શ્રી હીરજી ભેજરાજ ઍન્ડ સન્સ કરછી વિશ ઓશવાળ જૈન વિદ્યાલય, શ્રી હીરજી ઘેલાભાઈ સાવલ વિદ્યાલય, કચ્છી વીશા ઓશવાળ જૈન સર્વોદય કેન્દ્ર- આ બધી સંસ્થાના તેઓ ક તે ઉપ - પ્રમુખ અથવા ટ્રસ્ટી છે. માટુંગા ગુજરાતી કલબ લિમિટેડના પ્રમુખ છે. કચ્છી વિકાસ મંડળના મંત્રી છે અને ઈન્ડિયન મરચ ચેમ્બરના કમિટી મેમ્બર છે; ઈન્ડિયન મરચન્ટ સ મરીન ઈસ્યોરન્સ કંપનીના ડિરેક્ટર છે. કરછમાંથી પ્રગટ થતા “કચ્છ મિત્ર’ ના તેઓ આદ્ય સંસ્થાપક છે. આ ઉપરાંત પ્રાઈમ મિનિસ્ટર બિહાર દુષ્કાળ રાહત ફંડની મુંબઈની શાખાના લીલાધરભાઈ માનદ મંત્રી છે. આવી વિવિધલક્ષી જેમની સામાજિક પ્રવૃત્તિઓ છે અને આવી ઉજજવળ જેમની જીવન કારકીર્દિ છે તેવા લીલાધરભાઈ મહારાષ્ટ્રની વિધાનસભા દ્વારા મુંબઈની અને દેશની અધિકાધિક સેવા કરતા રહે અને તેમને આરોગ્યયુકત દી આયુષ્ય પ્રાપ્ત થાય એવી તેમના વિશે શુભેચ્છા અને અંતરની પ્રાર્થના આ પ્રસંગે હું વ્યકત કરું છું.” ત્યાર બાદ સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે પ્રસંગોચિત બે શબ્દો કહીને લીલાધરભાઈ ચંદનહારથી સ્વાગત કર્યું. લીલાધરભાઈએ તેમનું સ્વાગત કરવા બદલ સંઘને આભાર માનતાં આ વખતની ચૂંટણીનું સ્વરૂપ સૌના માનીતા અને લાડીલા શ્રી એસ. કે. પાટિલને ચૂંટણીમાં મળેલા પરાજ્ય અને તેનાં દૂર અને નજીકનાં પરિણામે, મુંબઈની પ્રદેશ કેંગ્રેસ સમિતિનું ડગમગતું ભાવી–વગેરે પ્રાસંગિક તેમ પ્રસ્તુત બાબતોને ઉલ્લેખ કર્યો. આ પ્રસંગે જૈન સેશિયલ ગૃપના પ્રમુખ શ્રી કાંતિલાલભાઈએ પણ ગ્રુપ તરફથી રાંદનહાર વડે લીલાધર ભાઈનું સન્માન કર્યું હતું.
ઉપરનું લખાણ છપાઈ રહ્યું છે તેવામાં શ્રીમતી ઈન્દિરા ગાંધીના નવા પ્રધાન મંડળની જાહેરાત થઈ ગઈ છે. નેતા તરીકે ચૂંટણી થયા પછી અત્યંત ઝડપથી ચેડા કલાકોમાં જ, જાણે પૂર્વતૈયારી કરી રાખી હોય તેમ, તેમણે પોતાના પ્રધાન મંડળની જાહેરાત કરી છે. પ્રધાન મંડળની રચનામાં નવો પ્રયોગ અને સાહસ દેખાઈ આવે છે. સંજીવ રેડીને પડતા મૂકી સીન્ડીકેટને પૂરી કરી. નવી પેઢીના, યુવાન આગંતુક સારા પ્રમાણમાં છે. પ્રધાન મંડળની રચનામાં શ્રી કામરાજની સલાહ લીધી હોય તેમ જણાતું નથી. સત્તાને દોર બરાબર પિતાના હાથમાં લેવાનો શ્રીમતી ઈન્દિરા ગાંધીએ નિર્ણય કર્યો છે. શ્રીમતી ઈન્દિરા ગાંધીના આ નવા પ્રસ્થાનને આપણે સફળતા ઈચ્છીએ. આ નવા પ્રધાન મંડળની કામગીરી પ્રજા આતુરતાથી નીહાળશે. ૧૪-૩-૬૭
ચીમનલાલ ચકુભાઈ શાહ