SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ ૩૦૬૭ પ્રબુદ્ધ અસ્પષ્ટ છે. પણ એ બધામાંથી દેશે પસાર થયા વગર છૂટકો જ નથી. કેન્દ્રમાં એકંદર સ્થિરતા રહે તે નિરાશાને કારણ નથી. બીજા પણ કેટલાક પ્રશ્નો ઊભા થશે. રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સંઘર્ષ ઊભા થશે. કેરળે તો નિશ્ચય કરી લીધા છે. મદ્રાસના મુખ્ય પ્રધાન હજી સુધી શાણપણ ભરેલી સહકારની વાતો કરે છે. બંગાળના શ્રી જ્યેાતિ બસુ શું કરશે? સરકારને કર્યાં લઈ જશે? આમ દેશની એકતા અને સમગ્ર રાજ્યતંત્ર, બંધારણ કરતાં ય કૉંગ્રેસને કારણે ટકી રહ્યાં હતાં. તેમ હવે નહીં રહે. જાણે હાઈકમાન્ડ–મોવડીમંડળ જેવું રહ્યું નથી. હવે શું કરવું ઘટે? કોંગ્રેસે પુન: લેકસસંપર્ક સાધવા પડશે. ગઈકાલની સિદ્ધિઓ પર રાચતાં નહીં પણ આજની હાડમારીને ઉપાય શું!ધતાં શીખવું પડશે. શ્રી અશોક મહેતાની ભાવિ સુખની વાત કોઈને નથી સાંભળવી, વર્તમાન થિંક મુશીબતે ઓછી ન થાય તેા ભાવિ માટેની મોટી યોજનાઓ માટે આકર્ષણ નહિ રહે. આ ચૂંટણીમાં રાજી'દી આર્થિક મુસીબતો ઉપર જ પ્રજાનું લક્ષ મુખ્યત્વે રહ્યું છે. કોમવદ, ભાષાવાદ, પ્રતવાદ આ તત્ત્વા કરતાં આર્થિક પ્રશ્ન ઉપર મતદાન વધારે વલંબિત થયું છે. કોંગ્રેસના નેતાઓએ આત્મનિરીક્ષણ કરવું પડૉ. સંસ્થાને ચેતનવંતી ને નિષ્ઠાવાન બનાવવી પડશે. પણ જર્જરિત દેહમાં નવા પ્રાણસંચાર થઈ શકશે ? (New wine in the old bottle) લોકોએ જે તક આપી છે તેનો લાભ ઉઠાવીને પાંચ વરસમાં ઘર સાફ કરવું પડશે. કેટલાક લોકો તા એમ જ માને છે કોંગ્રેસે સ્વેચ્છાએ વિસર્જન સ્વીકારી લઈને નવી નીતિ, નવા પક્ષો અને નવી નેતાગીરીના આવિર્ભાવ થવા દેવા જોઈએ. કોંગ્રેસની વર્તમાન નેતાગીરી કાયાકલ્પ કરી શકે કે કેમ તે એક પ્રશ્ન છે. વર્તમાન કૉંગ્રેસ કેટલાય વિરેધી તત્ત્વાન શંભૂમેળે છે. ત્યાગ, ભાવના, નિડરતા ને તાકાતનો ભાવ છે. એમાં હવે બહુ જીવ રહ્યો હોય તેમ કેટલાકને લાગતું નથી. It is a disintergration of the congress. જો મિશ્ર સરકારો સફળ થશે તે – એક કાંઈ કરી બતાવશે તે – લોકોમાં નવું જોમ આવશે. નહીંતર હિંસક ક્રાંન્તિ પણ આવે. નેતાગીરીમાં જો યુવાન પેઢીને યોગ્ય સ્થાન નહીં મળે તે પરિણામે ઘેરાં આવે તે સંભવ છે. સત્તાની સાઠમારી પણ જવી જોઈએ. નેતાગીરીની સ્પર્ધાનું ગમે તે પરિણ'મહાય પણ પછી, બ્રિટનમાં જેમ વિલસન અને બ્રાઉને કરી બતાવ્યું તેમ અહીં પણ સહકારની ભાવનાથી દેશનું કામ કરવું જોઈએ. બાકી વડા પ્રધાન ગમે તે આવે તેને માટે પરિસ્થિતિ તો અતિ વિકટ જ હશે. એ તે કાંટાળા તાજ છે. ગમે તેવા નેતા કામયાબ નિવડશે. જ એમ કહી ન શકાય એવા મેટા, ગંભીર, જટિલ આજના આપણા પ્રશ્નો છે. આમ આ ચૂંટણીએ દેશના તખ્તાને પલટાવીને એક નવા જ યુગના આરંભ કર્યો છે. * * આ પ્રમાણે શ્રી ચીમનભાઈનું ભાષણ પુરૂ થયા બાદ તેમના આભાર માનતાં શ્રી પરમાનંદભાઈએ જણાવ્યું કે, “ તાજેતરમાં દેશભરમાં થઈ ગયેલી સામાન્ય ચૂંટણીનાં પરિણામેાની શ્રી ચીમનભાઈએ કરેલી સમીક્ષાથી આપણાં દિલ એટલાં બધાં પ્રભાવિત થયાં છે કે આ સમીક્ષા બદલ તેમના કયા શબ્દોમાં આભાર માનવા તે સૂઝતું નથી. આજ સુધીમાં દેશની તેમ જ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ઉપર તેમનાં પણ અનેક વ્યાખ્યાનો સાંભળ્યાં છે, પણ આગળનાં વ્યાખ્યાન કરતાં આ વ્યાખ્યાન એ રીતે જુદું પડે છે કે આગળનાં વ્યાખ્યાનો સામાન્યત: તટસ્થ એમ છતાં કૉંગ્રેસતરફી હતાં એવી છાપ આપણા મન ઉપર રહી છે, જ્યારે આ વ્યાખ્યાન સંપૂર્ણપણે તટસ્થ છે એવી છાપ આપણા સર્વના મન ઉપર ઊઠે છે. આજ સુધી તેઓ જે સ્તરઉપરથી બાલતા હતા તે સ્તર ઉપરથી ઊંચે ઊઠીને તેમણે આજનું (૪) જીવન ૨૨૭ પ્રવચન કર્યું છે. તેમની સ્પષ્ટ, સચોટ અને વિશદ એવી આ સમીક્ષાએ આપણા મનમાં ધાળાતા વિચારોને નવો આકાર અને સંસ્કાર આપ્યો છે. આ માટે તેમના આપણે ઘણા ઋણી છીએ, મારા તરફથી તેમ જ આપ સર્વ તરફથી તેમનો હું હાર્દિક આભાર માનું છું. આ પ્રકારના આભારનિવેદન તથા અલ્પાહાર બાદ સભા વિસર્જન કરવામાં આવી. પૂરક નોંધ (ઉપરનું વ્યાખ્યાન તા. ૪-૩-૬૭ ના રોજ અપાયા બાદ બનેલા બનાવા અંગે નીચે મુજબની એક પૂરક નોંધ શ્રી ચીમનભાઈ તરફથી મળી છે. તંત્રી ) મેટો સવાલ વડા પ્રધાનપદનો હતો. શ્રીમતી ઈન્દિરા ગાંધી અને મેરારજીભાઈ દેસાઈ વચ્ચે તીવ્ર સ્પર્ધા થશે એ હકીકત જાણીતી હતી. સામાન્ય સંજોગોમાં, જરૂરી હોય તો, નેતાપદની ચૂંટણી થાય એમાં કોઈ વાંધાભર્યું ન ગણાય. વર્તમાન સંજોગામાં કૉંગ્રેસને જે મોટો ફટકો લાગ્યો છે તેમાં કોંગ્રેસ વ્યકિતગત સંઘર્ષો જતા કરી એકતા જાળવી શકશે કે નહિ તે પ્રશ્ન હતો. પણ મારારજીભાઈએ કહ્યું તેમ, દેશહિતમાં એકતા એમના ભાગે જ શા માટે? સર્વઘુમતિ કરવા શ્રી કામરાજના અવિરત પ્રયત્નો ચાલુ રહ્યા. અનેક બળા અને તત્ત્વો, સ્વાર્થે અને અન્યથા, કામ કરી રહ્યાં હતાં. છેવટ મેારારજીભાઈએ તા. ૧૦-૩-૬૭ ને બપારે જાહેર કર્યું કે તેઓ ચૂંટણી માટે ઊભા રહેશે. ત્યાર પછી પણ પ્રયત્નો ચાલુ રહ્યા અને છેવટ શનિવાર, તા. ૧૧-૩-૬૭ ની વહેલી પરોઢે સમજુતી થઈ છે તેમ જાહેર થયું. મેારાજીભાઈ ઉપ - વડા પ્રધાન થશે અને અગત્યનું ખાતું કદાચ–નાણાખાતું તેમને સોંપાશે. ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરની કામગીરી અથવા અધિકાર શું રહેશે તેની કોઈ સ્પષ્ટતા થઈ નથી. પ્રધાન મંડળની રચનામાં અને ખાતાઓની વહેંચણીમાં વડાપ્રધાનના અબાધિત હક્ક સ્વીકારાયા છે. ગૃહખાતું શ્રી મારાજીભાઈને મળે તેવા આગ્રહ રખાયો, પણ શ્રી ચવ્હાણને લીધે છોડવા પડયા. શ્રી મોરારજીભાઈને ઘણું નમનું મૂકવું પડયું. એમ લાગતું હતું કે મતદાન થાય તો શ્રીમતી ઇ-ગાંધી ચૂંટાઈ આવે. આ કારણે જ શ્રી મેરારજીભાઈએ સમાધાન સ્વીકાર્યું તેમ કહેવું તેમને અન્યાય કરવા જેવું છે. પોતે નિર્ણય કર્યો હોય પછી, પરિણામની પરવા કર્યા વિના, પોતાના નિર્ણયને વળગી રહેવાની તેમની શકિત છે. આ સમાધાન સ્વીકારવામાં તેમણે દેશહિતના પણ વિચાર કર્યો છે એમ કહેવું જોઈએ. બીજું પણ એક કારણ હોવાનો સંભવ છે. જુના આગેવાના – કામરાજ, પાટિલ, અતુલ્ય ઘોષ વિગેરે – ને એમ લાગ્યું હશે કે નવા પ્રધાન મંડળમાં મેવડી મંડળના પ્રતિનિધિ તરીકે પણ શ્રી મોરારજીભાઈ હોય તે ઈષ્ટ અને જરૂરી છે. નવી પેઢીના આગેવાના—શ્રીમતી ઈન્દિરા ગાંધી, શ્રી ચવ્હાણ અને તેમના અન્ય સલાહકારો-પેાતાના જ પક્ષ કરી જાય તેમાં દેશનું કલ્યાણ નથી. આ સલાહકારોમાં શ્રી અશોક મહેતા, શ્રી સુબ્રમણ્યમ તથા શ્રી ફખરૂદ્દીન અહમદ પણ છે, અને શ્રી અશોક મહેતાની સલાહ કેટલી ખતરનાક નીવડી છે તે સુવિદિત છે. શ્રી મોરારજીભાઈ સમતુલા જાળવશે અને કાંઈક અંકુશ રૂપ રહેશે એમ તેમને લાગ્યું હશે અને આ સમાધાન સ્વીકારવા તેમના ઉપર દબાણ પણ થયું હશે. આ સમાધાનથી પ્રજા રાહતની લાગણી અનુભવશે. આ અવસરે કૉંગ્રેસના ઉચ્ચ નેતાઓમાં ઉઘાડી તાત્કાલિક ફાટફ ટ પડી હોત તે દેશમાં નિરાશા ફેલાત. ભારે વિકટ પરિસ્થિતિને સામન કરવાના છે તેમાં આ એક સાચી દિશાનું પગલું છે. આ સમાધાન બન્ને પક્ષે અનિચ્છાએ થયું છે. તે પણ, હવે બન્ને પક્ષ સાથે મનમેળ સ્થાપવા પ્રયત્ન કરશે એવી આશા રાખીએ. આ સમાધાન જો વધારે સંઘર્ષ જન્માવે તે દુર્ભાગ્ય લેખાશે.
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy