________________
૧૭૪.
ગબુ
જીવન
તા. ૧-૧-૧૭
ઓળખાતાં પુસ્તકોને વાંચી જવા કે ગોખી જવા અથવા તેમાં કહેલું બધું માનવું જ એ પણ નહિ. ધર્મ એ આત્માને ગુણ છે અને માનવજાતિને વિષે દશ્ય કે અદશ્ય રૂપે રહેલે છે. ધર્મ વડે આપણે મનુષ્યજીવનનું કર્તવ્ય જાણી શકીએ છીએ. ધર્મ વડે આપણે બીજા જીવો પ્રત્યેને આપણે ખરે સંબંધ ઓળખી શકીએ. આ બધું જયાં સુધી આપણે પોતાને ન ઓળખીએ ત્યાં સુધી ન જ બની શકે એ તે. દેખીતું છે. તેથી ધર્મ એટલે જે વડે આપણે પોતાને ઓળખી શકીએ તે સાધન.
આ સાધન આપણે જ્યાંથી મળે ત્યાંથી લઈએ. પછી તે ભારતવર્ષમાં મળે કે યુરોપથી આવો કે અરબસ્તાનથી, આ સાધનનું. સામાન્ય સ્વરૂપ બધાં ધર્મશાસ્ત્રોમાં એક જ છે એમ જેણે જુદાં જુદાં શાસ્ત્રોને અભ્યાસ કર્યો છે તે કહી શકશે. અસત્ય બોલવું કે આચરવું એમ કોઈ શાસ્ત્ર નથી કહેતું. હિંસા કરવી એમ પણ કોઈ શાસ્ત્ર નથી કહેતું. સર્વ શાસ્ત્રોનું દહન કરતાં શંકરાચાર્યે ‘બ સરહ્યું નચ્છિા ' કહ્યું. કુરાને શરીફે તેને બીજી રીતે ઈશ્વર એક છે ને તેજ છે, તેના વિના બીજું કશું નથી એમ કહ્યું. બાઈબલે કહ્યું, હું ને મારા પિતા એક જ છીએ. એ બધાં એક જ વસ્તુના રૂપાંતર છે. પણ આ એક જ સત્યને ખીલવવામાં અપૂર્ણ મનુષ્યોએ પિતાનાં જુદાં જુદાં દૃષ્ટિબિંદુ વાપરી આપણે સારું હજાળ રચી છે. તેમાંથી આપણે નીકળવું રહ્યું છે. આપણે અપૂર્ણ તે આપણાથી ઓછા અપૂર્ણની મદદ લઈ આગળ જઈએ છીએ અને છેવટે કેમ જાણે અમુક હદ લગી જતાં આગળ રસ્તો જ નથી એમ માનીએ છીએ. હકીકતમાં એવું કાંઈ જ નથી. અમુક હદ પછી શાસ્ત્રો મદદ નથી કરતાં, અનુભવ મદદ કરે છે. તેથી રાયચંદભાઈએ ગાયું છે:
જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શકયા નહિ તે પદ શ્રી ભગવંત છે, એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં,
ગજા વગર પણ હાલ મનોરથ રૂપ જો. એટલે છેવટે તો આત્માને મેક્ષ દેનાર આત્મા જ છે.
આ શુદ્ધ સત્યનું નિરૂપણ રાયચંદભાઈએ ઘણી રીતે પિતાનાં લખાણમાં કર્યું છે. રાયચંદભાઈએ ઘણાં ધર્મપુસ્તકોને સરસ અભ્યાસ કર્યો હતો. તેમને સંસ્કૃત અને માગધી ભાષા સમજતાં જરાયે મુશ્કેલી નહોતી આવતી. વેદાંતને અભ્યાસ તેમણે કરેલે, તેમજ ભાગવતને અને ગીતાજીને. જૈન પુસ્તકો તે જેટલાં તેમને હાથ આવતાં તે વાંચી જતા, તેમની તે ગ્રહણ કરવાની શકિત અગાધ હતી. એક વખતનું વાંચન તે તે પુસ્તકોનું રહસ્ય જાણી લેવાને સારુ તેમને પુરતું હતું. કુરાન, છંદ અવસ્તા ઈત્યાદિનું વાંચન પણ અનુવાદો મારફતે તેમણે કરી લીધું હતું.
તેમને પક્ષપાત જૈન દર્શન તરફ હતે એમ તેઓ મને કહેતા. તેમની માન્યતા હતી કે જિનાગમમાં આત્મજ્ઞાનની પરાકાષ્ટા છે. આ તેમને અભિપ્રાય મારે આપી જ આવશ્યક છે. તેને વિશે હું મત આપવા મને તદૃન અનધિકારી ગણું છું. પણ રાયચંદભાઈને બીજા ધર્મ પ્રત્યે અનાદર નહોતે. વેદાંત પ્રત્યે પક્ષપાત પણ હતો. વેદાંતીને તે કવિ વેદાંતી જ જણાય. મારી સાથે ચર્ચા કરતાં મને કોઈ દિવસ તેમણે એવું તે કહ્યું જ નહિ કે મારે મેક્ષ મેળવવા સારુ અમુક ધર્મને અવલંબ જોઈએ. મારા આચાર વિચારનું જ તેમણે મને કહ્યું. પુસ્તકો કયા વાંચવા એ પ્રશ્ન ઊઠતાં મારું વલણ ને મારા. બચપણના સંસ્કાર વિચારી તેમણે મને ગીતાજી વાંચતે તેમાં ઉત્તરજન આપેલું, અને બીજાં પુસ્તકોમાં પંચીકરણ, મણિરત્નમાલા,
ગવાષ્ઠિનું વૈરાગ્યપ્રકરણ, કાવ્યદેહને પહેલે ભાગ, અને પોતાની “મોક્ષમાળા’ વાંચવાનું સૂચવ્યું હતું.
રાયચંદભાઈ ઘણી વેળા કહેતા કે જુદા જુદા ધર્મો એ તે વાડાઓ છે, તેમાં મનુષ્ય પુરાઈ જાય છે. જેણે મેક્ષ મેળવો એ જ
પુરૂષાર્થ માન્યો છે. તેને કોઈ ધર્મનું તિલક પિતાને કપાળે લગાવવાની આવશ્યકતા નથી.
સૂતર આવે ત્યાં તું રહે, જ્યમ ત્યમ કરીને હરિને લહે.”
એ જેમ અખાનું તેમ રામચંદભાઈનું પણ સૂત્ર હતું. ધર્મના ઝઘડાથી તેમને હમેશાં કંટાળો આવતો. તેમાં ભાગ્યે જ પડતા. બધા ધર્મોની ખૂબીઓ પૂરી જોઈ જતા ને તે તે ધર્મીની પાસે મૂકતા, દક્ષિણ આફ્રિકાના મારા પત્રવ્યવહારમાં પણ મેં તેમની પાસેથી એ જ વસ્તુ મેળવી હતી.
હું પોતે એમ માનનારો છું કે સર્વ ધર્મ તે તે ભકતની દષ્ટિએ સંપૂર્ણ જ છે ને સર્વ ધર્મ અન્ય દષ્ટિએ અપૂર્ણ છે. સ્વતંત્ર રીતે વિચારતાં સર્વ ધર્મ પૂર્ણપૂર્ણ છે. અમુક હદ પછી બધાં શાસ્ત્રો બંધનરૂપે લાગે છે પણ એ તે ગુણાતીતની સ્થિતિ થઈ. રાયચંદભાઈની દષ્ટિએ તે કોઈને પિતાને ધર્મ છોડવાની આવશ્યકતા નથી, સહુ પિતાના ધર્મમાં રહી પોતાની સ્વતંત્રતા એટલે મોક્ષ મેળવી શકે છે. કેમ કે મોક્ષ મેળવવો એટલે સવશે રાગદ્વેષ રહિત થવું. અપૂર્ણ.
: ગાંધીજી શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ
(ગતાંકથી ચાલુ) પ્રશ્નો ઉકેલવાના બે અભિગમ છે. એક સંતને અભિગમ, બીજે મુત્સદ્દીને અભિગમ. બેમાંને એકકેય અભિગમ તત્કાળમાં જ કે મર્યાદિત સમયમાં પણ અસરકારક બને તેમ લાગતું નથી. લાંબા ગાળે, સંતને અભિગમ સર્વોત્તમ અભિગમ છે એમ કદાચ આપણે કહી શકીએ. પણ આજના યુગમાં કોઈપણ રાજનીતિજ્ઞ દેશની જાહેર સમસ્યાઓને કે રાજકારણને કે લાંબા ગાળે ફાયદો આપનારા માર્ગ તરફ દોરી જઈ શકશે નહિ. જો કે ભવિષ્યની પેઢી તે માર્ગ ખરો હતો એમ સ્વીકારશે, પણ આજને સમય એ છે કે જો કોઈ નેતા એ માર્ગે ચાલવા જાય તે તેને સંભી જ જવું પડે. સંતને અભિગમ કલ્પના અને તર્કથી સર્વશ્રેષ્ઠ હોય, પણ એ અભિગમ સાચે છે એમ તેની પોતાની હયાતીમાં જનતાને ગળે ઉતારવું તેના માટે પણ મુશ્કેલ હોય છે. બીજી બાજુથી મુત્સદ્દી કે રાજદ્વારી પુરુષે ગ્રહણ કરેલી નીતિ ગમે તેટલા શુભ હેતુથી અમલમાં મૂકી હોય તે એ અંતે એક પછી એક બાંધછોડ કરવા તરફ લઈ જનારી નીવડે છે. તે એક લ૫સણો માર્ગ છે. એક વખતે તમે તે તરફ વળ્યા એટલે પછી એ બાંધછોડ સત્યથી દૂર ને દૂર ખેંચી લઈ જનારી થઈ પડે. કોઈ વ્યક્તિ કે જે સત્યને જ વળગી રહેવા ઈચ્છતી હોય તેની અવજ્ઞા પણ થાય. ત્યારે શું કરવું? જે સાચું લાગે તેને વળગી રહેવું કે વર્તમાન સંયોગને એટલી હદે વિચાર કરો કે જેથી મૂળ સત્ય જ ભૂલાઈ જાય ? આ એક મોટો પ્રશ્ન છે કે જેને માનવજાતને અને લોકજીવનની ધુરા વહન કરનારા લોકોને હંમેશાં સામનો કરવો પડે છે. ખરેખર, આ એક બહુ મોટો પ્રશ્ન છે. આપણે એટલું જ કહી શકીએ કે સંચાલંકેએ શક્ય હોય ત્યાં સુધી, કામચલાઉ બાંધછોડ કરવા છતાં, એ સત્યને વળગી રહેવું જોઈએ. ઓછામાં ઓછું સત્ય તરફ તેની દષ્ટિ તે રહેવી જ જોઈએ. જે એક વખત આ દષ્ટિ ભૂલાઈ ગઈ તો પછી ખટે માર્ગે તે કયાં સુધી દૂર ચાલ્યો જશે તે કંઈ કહી શકાય નહિ. જનતાની લાગણી અને તેની સમજશકિતને વિચાર કર્યા વિના ચાલીએ તે કોઈ પણ કામ પાર પાડવું મુશ્કેલ છે. પ્રજા વિચાર અને વર્તનમાં ક્યાં સુધી પોતાની સાથે ચાલી શકશે તે સમજીને આગળ પગલું ભરવું જરૂરનું છે. રાજકારણી નેતા જો આ લેકમાનસ સમજ્યા વિના ચાલે, અને તેના શબ્દ લેકોને સ્પર્શે જ નહિ તે એવા લોકોની આગળ સાક્ષાત ભગવાન પોતે આવીને કંઈ કહે તે પણ તે નકામું જાય છે. એટલે રાજકારણી નેતાએ સત્યને પણ પ્રજા