________________
તા. ૧-૧-૧૭
રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણા
(ગતાંકથી ચાલુ)
વણીક તેહનું નામ, જેહ
જૂઠું
ઓછું
બાલ્યું
વણીક તેહનું નામ, તાલે વણિક તેહનું નામ, બાપે વણિક તેહનું નામ, વ્યાજ સહિત ધન વિવેક તાલ એ વેપાર ચૂકે જો
વણિકનું, સુલતાન તોલે એ વાણિયા, દુ:ખ દાવાનળ
નવ બોલે,
નવ તાલે
તે પાળે,
વાળે,
શાખ છે; થાય છે. શામળ ભટ્ટ
બુર છગન
સામાન્ય માન્યતા એવી હોય છે કે વ્યવહાર કે વેપાર અને પરમાર્થ અથવા ધર્મ એ બે નાખી ને વિરોધી વસ્તુ છે. વેપારમાં ધર્મ દાખલ કરવા એ ગાંડપણ છે. એમ કરવા જતાં બન્ને બગડે.' આ માન્યતા જો ખોટી ન હોય તો આપણે કપાળે કેવળ નિરાશા જ લખેલી હોય. એવી એક પણ વસ્તુ નથી, એવા એક પણ વ્યવહાર નથી કે જેમાંથી આપણે ધર્મને દૂર રાખી શકીએ.
ધાર્મિક મનુષ્યનો ધર્મ તેના પ્રત્યેક કાર્યમાં જણાવા જ જોઈએ એમ રાયચંદભાઈએ પોતાના જીવનમાં બતાવી આપ્યું હતું. ધર્મ કંઈ એકાદશીને દહાડે જ, પજુસણમાં જ, ઈદને દહાડે કે રવિવારે જ પાળવાનો, અથવા તો મંદિરોમાં, દેરાઓમાં, દેવળામાં ને મસ્જિદોમાં જ પાળવાનો, પણ દુકાનમાં' કે દરબારમાં નહિ, એવા કોઈ નિયમ નથી, એટલું જ નહિ પણ, એમ કહેવું એ ધર્મને ન ઓળખવા બરાબર છે એમ રાયચંદભાઈ કહેતા, માનતા, ને પેાતાના આચારમાં બતાવી આપતા.
તેમના વેપાર હીરામોતીનેા હતો. શ્રી રેવાશંકર જગજીવન ઝવેરીની સાથે ભાગીદારી હતી. સાથે કાપડની દુકાન પણ ચલાવતા. પેાતાના વ્યવહારમાં સંપૂર્ણ રીતે પ્રામાણિકપણું જાળવતાં એવી મારી ઉપર તેમણે છાપ પાડી હતી. તેઓ સાદા કરતા તે વખતે હું કોઈવાર અનાયાસે હાજર રહેતા. તેમની વાત સ્પષ્ટ અને એક જ હતી.
‘ચાલાકી’ જેવું હું કાંઈ જોતા નહિ, સામેનાની ચાલાકી પોતે તરત કળી જતા. તે તેમને અસહ્ય લાગતી એવે વખતે તેમની બન્ને ભ્રકુટી પણ ચડતી, ને આંખોમાં લાલાશ હું જોઈ શકતો હતો.
ધર્મકુશળ એ વ્યવહારકુશળ ન હોય એ વહેમ રાયચંદભાઈએ ખાટો સિદ્ધ કરી બતાવ્યો હતો. પોતાના વેપારમાં પૂરી કાળજી ને હોંશિયારી બતાવતા. હીરામેાતીની પરીક્ષા ઘણી ઝીણવટથી કરી શકતા. જો કે અંગ્રેજી જ્ઞાન તેમને નહોતું, છતાં પારિસ વગેરેના તેમના આતિયા તરફથી આવેલા કાગળા, તારોના મર્મી તરત સમજી જતા, અને તેઓની કળા વર્તતાં વાર ન લાગતી. તેમણે કરેલા તર્કો ઘણે ભાગે સાચા પડતા.
આટલી કાળજી ને હોંશિયારી છતાં તેઓ વેપારીની તાલાવેલી કે ચિંતા ન રાખતા. દુકાનમાં બેઠા પણ જ્યારે પેાતાનું કામ પૂરું થઈ રહે એટલે ધર્મપુસ્તક તા પાસે પડયું જ હોય તે ઉઘડે અથવા પેલી પાથી કે જેમાં પેાતાના ઉદ્ગારો લખતા તે ઉઘડે. મારા જેવા જિજ્ઞાસુ તેમની પાસે રોજ આવ્યા જ હોય તેમની સાથે રોજ ધર્મચર્ચા કરતાં આંચકો ન ખાય. વેપારને ટાણે વેપાર, ધર્મને ટાણે ધર્મ, અથવા એક જ વખતે એક જ કામ એ સામાન્ય અને સુંદર નિયમનું તેઓ પાલન ન કરતાં. પોતે શતાવધાની હોઈ તેનું પાલન ન કરે તે ચાલે. બીજાએ તેમના વાદ કરવા જાય તો બે ધોડે ચડનાર જેમ પડે તેમ પડે જ. સંપૂર્ણ રીતે ધાર્મિક અને વીતરાગી પુરુષ પણ જે ક્રિયા જે કાળે કરતા હોય તેમાં જ તે લીન થાય એ યોગ્ય છે, એટલું જ નહિ પણ, તેને તો એ જ શોભે. એ તેના યોગની નિશાની છે, એમાં ધર્મ છે. વેપાર અથવા એવી કોઈ પણ ક્રિયા જો કર્તવ્ય હાય તે તેમાં પણ પૂરી એકાગ્રતા હોવી જ જોઈએ. અંતરમાં આત્મચિંતવન તે તે મુમુક્ષુને તેના શ્વાસની પેઠે ચાલવું જ જોઈએ, તેથી એક
૧૭૩
ક્ષણભર પણ તે વંચિત ન રહે. પણ આત્માને ચિતવતા છતાં જે બાહ્ય કાર્ય કરતા હોય તેમાંય તે તન્મય રહે જ.
આમ કિવ નહોતા કરતા એમ હું કહેવા નથી ઈચ્છતો. ઉપર જ મે કહ્યું છે કે પોતે તેમના વેપારમાં પૂરી કાળજી રાખતા. એમ છતાં મારી ઉપર એવી છાપ પાડી છે ખરી કે કવિએ પોતાના શરીરની પાસેથી જોઈએ તે કરતાં વધારે કામ લીધું. એ યોગની અપૂર્ણતા તો ન હોય ? કર્તવ્ય કરતાં શરીર પણ જવા દેવું જોઈએ એ નીતિ છે, પણ શકિત ઉપરવટ કંઈ વહારી લઈ તેને કર્તવ્ય માનવું એ રાગ છે. એવા અતિ સૂક્ષ્મ રાગ કિવને હશે એમ મને લાગ્યા કર્યું છે.
ઘણી વખત પરમાર્થ દષ્ટિએ માણસ શકિત ઉપરાંત કામ લે છે ને પછી એને પહોંચી વળતાં તણાવું પડે છે. એને આપણે ગુણ માનીએ છીએ ને તેની પ્રશંસા કરીએ છીએ. પણ પરમાર્થ એટલે ધર્મદષ્ટિએ જોતાં એમ ઉપાડેલાં કામમાં સૂક્ષ્મ મૂર્છા હોવાના બહુ સંભવ છે.
જો આપણે આ જગતમાં કેવળ નિમિત્ત માત્ર જ હોઈએ, આ શરીર આપણને ભાડે મળ્યું છે તે આપણે તે વાટે તુરત મેક્ષ સાધવા એ જ પરમ કર્તવ્ય હોય, તો એ માર્ગમાં જે વિઘ્નકર્તા હોય તેના ત્યાગ અવશ્ય કરવા જ જોઈએ એ જ પારમાર્થિક દષ્ટિ, બીજી નહિ.
જે દલીલો હું ઉપર કરી ગયો છું તે પણ બીજે રૂપે ને પેાતાની જ ચમત્કારી ભાષામાં રાયચંદભાઈ મને સંભળાવી ગયા હતા. એમ છતાં તેમણે કેટલીક ઉપાધીઓ એવી કેવી વહારી કે પરિણામે તેમને સખત માંદગી ભાગવવી પડી.
જો રાયચંદભાઈને પણ પરોપકાર નિમિત્ત માહે ક્ષણવાર ઘેરી લીધા એ મારી માન્યતા ખરી હોય તો પ્રવૃત્તિ યાન્તિ ભૂતાનિ નિન્દ્રદ્ઃ વિવરિષ્યતિ ' એ શ્લાકાર્ય અહીં બરાબર બંધ બેસે છે; ને તેનો અર્થ એટલા જ છે. ઈચ્છાપૂર્વક વર્તવાને સારૂ ઉપરના કૃષ્ણવચનનો ઉપયોગ કોઈ કરતા જણાય છે તે તો કેવળ દુરુપયોગ છે. રાયચંદભાઈની પ્રકૃત્તિ તેમને બળાત્કારે ઊંડા પાણીમાં લઈ ગઈ. એવા કાર્યને દોષરૂપે પણ લગભગ સંપૂર્ણ આત્માને વિષે જ કલ્પી શકાય. આપણે સામાન્ય માણસો તે પરોપકારી કાર્ય પાછળ ગાંડા બનીએ ત્યારે જ તેને કદાચ પહોંચી વળીએ. આ વિષયને એટલેથી સમાપ્ત કરીએ.
એવી પણ માન્યતા જોવામાં આવે છે કે ધાર્મિક માણસે તે એવા ભાળા હોય કે તેને બધા છેતરે. તેને દુનિયાની બાબતોની કશી ખબર ન પડે. આ બરોબર હોય તો કૃષ્ણચંદ્ર અને રામચંદ્ર બે અવતારો કેવળ સંસારી મનુષ્યોમાં ગણાવા જોઈએ. કવિ કહેતા કે જેને શુદ્ધ જ્ઞાન છે તેને છેતરવા અશકય હોવું જોઈએ. માણસ ધાર્મિક એટલે નીતિમાન હોય છતાં તે જ્ઞાની ન હોય. પણ માક્ષને સારુ નીતિ અને અનુભવજ્ઞાનના સુસંગમ હોવા જોઈએ. જેને અનુભવજ્ઞાન થયું છે તેની પાસે પાખંડ નભી જ ન શકે. સત્યની સમીપમાં અસત્ય ન નભી શકે. અહિંસાના સાન્નિધ્યમાં હિંસા બંધ થાય. સરળતા જયાં પ્રકાશે છે ત્યાં છળ રૂપી અંધકાર નાશ પામે છે. જ્ઞાનવાન અને ધર્મવાન કપટીને જુએ કે તરત તેને ઓળખે અને તેનું હૃદય દયાથી ભીનું થઈ જાય. ણે આત્માને પ્રત્યક્ષ જોયો છે તે બીજાને ઓળખ્યા વિના કેમ રહે ? કવિના સંબંધમાં આ નિયમ હંમેશાં ખરો પડતો એમ હું નથી કહી શકતા. કોઈ કોઈ ધર્મને નામે તેમને છેતરી જતા. એવા દાખલા નિયમની અપૂર્ણતા નથી સિદ્ધ કરી શકતાં. પણ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન કેવું દુર્લભ છે એ સૂચવે છે.
આમ અપવાદો છતાં વ્યવહારકુશળતા અને ધર્મપરાયણતાનો સુંદર મેળ જેટલે મેં કવિને વિષે જોયો એટલે બીજામાં નથી અનુભવ્યો.
*
રાયચંદભાઈના ધર્મના વિચાર આપણે કરીએ. તેના પહેલા ધર્મનું સ્વરૂપ જે તેમણે આલેખ્યું હતું તે જોઈ જવું અગત્યનું છે.
ધર્મ એટલે અમુક મતમતાંતર નહિ, ધર્મ એટલે શાસ્ત્રોને નામે