________________
૧૭૨
.
ભુજ જીવન
તા. ૧-૧-૬૭
લેતા નથી, એટલે તેને તમે નાયર હોસ્પિટલમાં લઈ જાઓ. આ જવાબથી મારી મુંઝવણને પાર ન રહ્યો. નાયર હૅસ્પીટલમાં હું તેને શી રીતે લઈ જાઉં? ત્યાં મને કોઈ ઓળખે નહિ અને એમ છતાં તેને ત્યાં દાખલ કરવામાં આવે તો તેના ઉપચારની બધી જવાબદારી માત્ર મારી રહે અને તેની ખાતર મારા ઘેરથી તેને ત્યાં હાલતાં ચાલતાં આંટા ખાવા પડે ને મારી જેવાં ટાંચા સાધનવાળાથી કેમ બને ? આ મુંઝવણમાં મેં પ્રશ્ન કર્યો કે આ ઘાટીને જૈન કલીનીકમાં દાખલ કરે કે નહિ? ત્યાંના સુપ્રીન્ટેન્ડન્ટ ડૅ. કે. એમ. સાંગાણીને પૂછતાં તેમણે સરળપણે જણાવ્યું કે ફ્રી પેશન્ટને એક ખાટલે ખાલી છે તે તમે તેને જરૂર લઈ આવો. આ જવાબથી મેં પારવિનાની રાહત અનુભવી અi હું મારા ઘેર પહોંચ્યા અને ઘાટીને મારી સાથે
જૈન કલીનીકમાં આવવા કહ્યું. તે કહે કે “હું ત્યાં નહિ આવું. વ્હસ્પીટલમાં મને મારી નાખે” આવી સમજણવાળાને માટે કેમ સમજાવવો? આસપાસને બીજા લોકોએ અને ઘાટીઓએ તેને માંડ માંડ સમજાવ્યું અને ટેક્સી કરીને તેને હું જૈન ક્લીનીક ઉપર લઈ ગયો અને ત્યાં દાખલ કરાવ્યો. ત્યાં તેના ઉપચાર શરૂ થયા. પાકેલા હાથ ઉપર ઑપરેશન કરવામાં આવ્યું અને જરૂરી સર્વ ઉપચારના પરિણામે વીસ દિવસ બાદ ઘેર લઈ જઈ શકાય તેટલી તેની તબીયત સુધરી અને પછી લગભગ એક મહિને, પાટો બંધાવવા માટે તેને જૈન કલીનીક ઉપર લઈ જવો અથવા મક્લ પડેલ. આ રીતે તે સાવ સાર થઈ ગયો અને એક ગરીબ બુઠ્ઠા ઘાટીને નવું જીવતર મળવામાં નિમિત્તભૂત થયાને મેં સંતોષ અનુભવ્યું. તે ઘાટી જૈન કલીનીકમાં દર્દી તરીકે હતા તે દરમિયાન તેની સાથે જે પૂરી માનવતાભર્યો વર્તાવ દાખલવવામાં આવ્યો હતો, તેના ખાવાપીવા, દવાદારૂ અંગે જે સારસંભાળ લેવામાં આવી હતી તે ઉપરથી મને સુમધુર પ્રતીતિ થઈ કે સારવાર માટે તેમાં દાખલ કરવામાં આવતા દરેક દર્દીને જૈન - જૈનેતરના કશા પણ ભેદભાવ સિવાય એક્સરખી અને જરૂરી એવી બધી રાહત મળે છે અને આ જૈન કલીનીક સૌ કોઈને સમાનભાવે નિહાળે છે. વસ્તુત: આ જૈન કલીનીકને લાભ જૈન કરતાં જૈનેતર ઘણા વધારે મેટા પ્રમાણમાં લે છે. આમાં જ જૈન કલીનીકમાં રહેલા “જૈન” શબ્દની સફળતા અને સાર્થકતા છે.
તે. ક–જણાવતાં અત્યંત દિલગીરી થાય છે કે ઉપરની નોંધમાં જેમની ઉદારતાને ઉલ્લેખ કરવામાં આવ્યું છે તે ઉદાર ચરિત, શેઠ રસિકલાલ પ્રભાશંકરનું ૧૩મી ડિસેંબરના રોજ એકાએક અવસાન થયું છે. બેટાદમાં આર્ટસ એન્ડ કોમર્સ કૅલેજનું નવનિર્માણ
બૃહદ મુંબઈમાં વસતા બોટાદ શહેર અને તાલુકાના નાગરિકોનું એક સંગઠ્ઠન કરીને ઈ. સ. ૧૯૪૭માં બટાદ પ્રજામંડળ નામની સંસ્થા શરૂ કરવામાં આવી હતી. આ સંસ્થા તરફથી બેટાદ તાલુકાના પ્રજાજનોના કલ્યાણ અર્થે હોસ્પિટલ, કન્યાશાળા, પ્રાથમિક શાળા, પાંજરાયેળ, એસ. એસ. સી. કેન્દ્ર અને એવી બીજી અનેક કલ્યાણકારી પ્રવૃત્તિઓનું છેલ્લાં વીસ વર્ષ દરમિયાન નિર્માણ તેમ જ સંચાલન કરવામાં આવ્યું છે. આ સંસ્થા તરફથી ઉચ્ચ શિક્ષણને કેન્દ્રમાં રાખીને ૧૯૬૬માં ‘વિદ્યા- ભારતી’ એ નામની સંસ્થા ઊભી કરવામાં આવી. આ સંસ્થાને લગતી સમિતિએ ૧૯૬૭ના જૂનથી આર્ટસ એન્ડ કોમર્સ કૅલેજ શરૂ કરવાના લક્ષ્મપૂર્વક ફાળે એકઠો કરવાને અને આ કૅલેજ સાથે બોટાદના સુપ્રસિદ્ધ કવિ સ્વ. દામોદર ખુશાલદાસ બોટાદકરનું નામ જોડવાનો નિર્ણય કર્યો. સમિતિના આ નિર્ણયથી પ્રેરિત બનીને સ્વ. બટાદકરના સુપુત્ર શ્રી કાન્તિલાલ બોટાદકરે વિદ્યા-ભારતીને રૂા. ૧,૨૫,૦૦૦ નું દાન આપવાની ઈચ્છા પ્રદર્શિત કરી.. આના અનુસંધાનમાં શ્રી કાન્તિલાલ ન્યાલચંદ કોઠારીએ છાત્રાલય બાંધવા માટે રૂા. ૫૧,૦૦૦નું દાન જાહેર કર્યું, સભાગૃહ માટે સ્વ. રાંપકલાલ છગનલાલ દોશીના સ્મરણમાં તેમના સુપુત્રો
તરફથી રૂ. ૨૫,૦૦૦ નું દાન જાહેર કરવામાં આવ્યું. તથા શ્રી. રમેશ હિંમતલાલ ગાંધી તરફથી રૂા. ૨૫૦૦૦ ની રકમ અર્પણ કરવામાં આવી. આ ફાળામાં પાંચ લાખની રકમ એકઠી કરવાનું લક્ષ્ય વિચારવામાં આવ્યું હતું તેના સ્થાને આજ સુધીમાં દાને તેમ જ સ્મરણિકાસેવેનીરની જાહેરાતો દ્વારા સવાપાંચ લાખ રૂપિયા ઉપરની રકમ એકઠી કરવામાં આવી છે. આ સફળ પ્રયત્નની જાહેરાત કરવા નિમિત્તે ૧૮ મી ડીસેમ્બરના રેજ સનમુખાનંદ હાલમાં શ્રી ઢેબરભાઈના પ્રમુખપણા નીચે ‘મહેરામણનાં મેતી’ ની નૃત્યનાટિકા ભેજવામાં આવી હતી. આવા સુભગ પુરષાર્થ માટે બટાદ પ્રજામંડળ તેમ જ ‘વિદ્યા ભારતી’ ના કાર્યવાહકોને અનેક ધન્યવાદ ઘટે છે.
આ પ્રસંગના સંદર્ભમાં ખાસ ધ્યાન ખેંચે એવી એક બાબતનો ઉલ્લેખ કરવાનું મન થાય છે. સ્વ. કવિ બોટાદકર જેમનું ૫૪ વર્ષની વયે ૧૯૨૪ ની સાલમાં અવસાન થયું હતું, તેમણે આખી જિંદગી એકસરખી કપરી ગરીબાઈમાં વ્યતીત કરી હતી. વર્ષો પહેલાંની વાત છે. બાદમાં તેઓ શિક્ષક તરીકે કામ કરતા હતાં. તે નેકરી કોઈ સંયોગમાં છૂટી ગઈ. તેમને કોઈ વ્યવસાય શોધી આપવો જોઈએ એવા હેતુથી શ્રી જમુભાઈ દાણીના મોટા ભાઈ સ્વ. અમૃતલાલ દાણી મને ભાવનગરમાં મળ્યા. એ દિવસે માં અમારા કુટુંબ તરફથી શ્રાવિકા ઉદ્યોગશાળા ચલાવવામાં આવતી હતી અને તેને વહીવટ મારા પિતાશ્રીના મોટા ભાઈ ગીરધરદાદા સંભાળતા હતા. એ ઉદ્યોગગૃહ માટે એક સંચાલકની અમને જરૂર હતી અને મારા દાદાને કહીને મેં તે સ્થાન ઉપર બહુ નજીવા પગારે—ધાણું ખરૂં રૂા. ૫૦ ના માસિક પગારે—તેમની નિમણુંક કરાવેલી. થડે સમય કામ કર્યા બાદ તેમની તબિયત નાદુરસ્ત રહેવાથી તેમને બાટાદ પાછા જવું પડેલું. એ જ પિતાના પુત્રના ભાગ્યચક્રમાં પલટો આવ્યો. એક પછી એક વ્યવસાય બદલતાં બદલતાં કેટલાક સમયથી તેઓ હેર પીન બનાવવાની એક ફેકટરી ચલાવી રહ્યા છે. તે દ્વારા તેમને આર્થિક ઉત્કર્ષ વધતાં વધતાં આજે તેઓ એ કક્ષાએ પહોંચ્યા છે કે પોતાના પિતાના નામ સાથે જોડવામાં આવતી કૅલેજને તેઓ સવા લાખની રકમ ભેટ ધરી શકયા છે. ભાગ્યચક્રના પરિવર્તનદ્રારા ફલિત બનેલી આવી ભવ્ય ઉદારતા માટે શ્રી કાન્તિલાલ બેટાદકરને અનેક અભિનન્દન ઘટે છે. શ્રી મણિલાલ મેહનલાલ ઝવેરીને સ્વર્ગવાસ
મુંબઈને જૈન વે. મૂ. વિભાગના એક આગેવાન વ્યાપારી અને કાર્યકર શ્રી મણિલાલ મોહનલાલ ઝવેરીનું લાંબા સમયની માંદગી બાદ ૮૩ વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમના પિતાશ્રી મોહનલાલ હેમચંદ ઝવેરી પણ જૈન સમાજની એક અગ્રગણ્ય વ્યકિત હતા. શ્રી મણિભાઈના જીવનની શરૂઆત બહુ સામાન્ય સ્થિતિથી થયેલી, પણ સમય જતાં તેમની સ્થિતિ સુધરતી આવી. પેરીસના જાણીતા ઝવેરી મેસર્સ રેઝેન્થાલ સાથે તેમણે ૪૦ વર્ષ સુધી ઝવેરાતનેવિશેષે કરીને મોતીનો - મોટા પાયા પર વ્યાપાર કરેલૈ. મુંબઈના શેર બજારમાં પણ તેમણે ઘણો મોટો વ્યવસાય ખેડેલો. વ્યાપાર વ્યવસાય નિમિત્તે તેમણે પરદેશના અનેક પ્રવાસે કરેલા. દ્રવ્યોપાર્જક પ્રવૃત્તિ સાથે સામાજિક ક્ષેત્રે પણ તેમની અનેકવિધ પ્રવૃત્તિઓ હતી. ૧૯૩૦માં ખેતવાડીમાં આવેલાં તેમના પિતાનાં માનમાં કેંગ્રેસ હૈસ્પિટલ ઊભી કરવામાં આવેલી અને તેના સંચાલનમાં તેમણે ખૂબ સહયોગ આપેલ. અમદાવાદના વાડીલાલ સારાભાઈ હૌસ્પિટલનું નિર્માણ તેમની દેખરેખ નીચે કરવામાં આવેલું. તેના તેઓ આજ સુધી ટ્રસ્ટી હતા. આ ઉપરાંત પંચગનીમાં આવેલું વાડીલાલ સારાભાઈ સેનેટોરીયમ પણ તેમના થકી ઊભું કરવામાં આવેલું. તદુપરાન્ત લાલબાગના, ભાયખલાને તથા પ્રાર્થનાસમાજ પાસે આવેલા જૈન મંદિરના ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી તેમણે સેવા આપેલી. આણંદજી કલ્યાણજીની પેઢીના તેઓ એક પ્રતિનિધિ હતા. મુંબઈની ફેલોશીપ સ્કુલના પણ તેઓ વર્ષોથી ટ્રસ્ટી હતા. આમ જીવનના અન્ત સુધી તેઓ સામાજિક જીવનના અનેક ક્ષેત્રે સેવા આપી રહ્યા હતા. તેઓ , ચારિત્ર્યવાન–શીલસંપન્ને ગૃહસ્થ હતા. તેમને સ્વભાવ પ્રેમાળ, મીલનસાર અને અન્યને ઉપયોગી થવામાં સદા તત્પર હતો. પિતાની પાછળ પત્ની તથા બહોળે કુટુંબ પરિવાર મૂકીને તેમણે પરિપકવ ઉમ્મરે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. તેમને સુપરિચિત એવા વિશાળ વર્તુલ ઉપર પિતાની ઉદારચરિત વ્યકિતત્વની અનેક મધુર
સ્મરણ તેઓ મૂકી ગયા છે. તેમના કુટુંબીજનોને આપણી સહાનુભૂતિ હ! તેમના પવિત્ર આત્માને શાશ્વત શાન્તિ પ્રાપ્ત થાઓ !
પરમાનંદ
પ્રજાના
એસ. વર્ષ દરમિયાન અને શાન કરવામાં