SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૧૯૭ સંત ફોર્સિંગનો પરિચય જે સંત ફત્તેસિંગના ઉપવાસ અને આત્મવિલોપનનની જાહેરાતે દેશભરમાં મહાન સંક્ષાભ પેદા કર્યો હતો તેના પરિચય પ્રબુદ્ધ જીવન'ના વાચકોને હોવા જરૂરી છે. આ હેતુથી 'સાહમ'ની લખેલી નોંધ ‘જન્મભૂમિ—પ્રવાસી’માંથી નીચે ઉદ્ભુત કરવામાં આવે છે: સંત કૃતેહસિંહ પાસેથી તે! આપણે એવી આશા રાખતા હતા કે, પંજાબી સૂબા મેળવ્યા પછી તેઓ કૉમી ઐકય અને પ્રજાની સામાજિક સેવામાં પેાતાની શકિત કેન્દ્રિત કરશે. ખરેખર તે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો તે પહેલાં એ ક્ષેત્રમાં તેમણે પોતાના ભૂતકાળ ગાળ્યા હતા. ગંગાનગર (રાજસ્થાન) અને ભાઈંડા જિલ્લામાં મિશનરીની એકાગ્રતા અને નિષ્ઠાથી તેમણે શીખ સંપ્રદાયની સેવા કરી છે. ૧૯૩૦માં માસ્તર તારાસિંહ તેમને પંજાબી સૂબાના આંદોલનમાં પોતાના હથિયાર તરીકે વાપરવા રાજકારણમાં લઈ આવ્યા અને તેમની પાસે ઉપવાસ કરાવ્યા. પરંતુ પંજાબી સૂબા વિશે માસ્તરજીના વિચારો રાષ્ટ્રહિતના વિદ્યાતક હોવાથી રાંત તેમનાથી જુદા પડયા અને શિરોમણી અકાલી દળના નેતાપદેથી તેમને ખસેડી પોતે તેમનું સ્થાન સંભાળી લીધું. સુપ્ત જીવન માસ્તર તારાસિંહ જન્મથી બ્રાહ્મણ છે અને સંત ફત્તેહસિંહ જન્મથી ગુજર મુસ્લિમ છે. બંનેએ શીખ સંપ્રદાય સ્વીકાર્યો. શીખ સંપ્રદાય બધા ધર્માના સંગમ રૂપે શરૂ થયા હતા. આથી પંજાબ શીખાનું જ વતન હોવું જોઈએ એવો તારાસિંહના દુરાગ્રહ શીખ સંપ્રદાયની ભાવનાથી વિરુદ્ધ છે, અને ચંડીગઢ ન મળે તે આત્મવિલાપન કરવાનો અંતનો દુરાગ્રહ દેશના હિતની પણ વિરુદ્ધ છે. નાનકથી માંડીને બધા ગુરુઓએ સહિષ્ણુતા અને સર્વધર્મની સમાનતાના બોધ આપ્યો છે. મેાગલાના જુલ્મના પ્રતિકાર કરવા માટે અને એ રીતે બિનમુસ્લિમાની રક્ષા કરવા માટે શીખ સંપ્રદાયનો જન્મ થયો હતો. ત્રણે કાલથી પર એવા અકાલ પરમાત્માને માનતા અકાલી શીખા હિંદુ નથી એમ શીખો અને હિંદુએ બંને માને એ આપણા વર્તમાન રાજકારણની બહુ મોટી કરુણતા છે, દેશનું એ બહુ મોટું દુભાગ્ય છે. શીખ સ્વતંત્ર ધર્મ નથી પણ હિંદુ ધર્મના એક સુધારક સંપ્રદાય છે. તેમ છતાં પંજાબી સૂબાની વિરુદ્ધમાં અને તરફેણમાં શીખો અને ખાસ કરીને અસહિષ્ણુ આર્યસમાજીએ જે રીતે લડયા તે દેશ માટે શરમની વાત છે. સંત ફતેહસિંહ મેાગલ જમાનામાં જન્મ્યા હોત તો કદાચ એક ગુરુ તરીકે અમર થઈ ગયા હાત. ૧૯૬૬ ના રાજકારણમાં તેઓ જરા ય બંધબેસતા નથી. માસ્તરજીએ તેમને ગંગાનગરથી પંજાબના રાજકારણમાં લાવીને સૌની કુસેવા કરી છે અને ગંગાનગરને બહુ મોટી ખોટ ગઈ છે. ગંગાનગરમાં રાજસ્થાનના રણ પર વિજય મેળવતા રહીને સંત આદર્શ ખેતી અને આદર્શ શીખ સમાજના ક્ષેત્રે કેળવણી અને સમાજ સુધારણાનું જે મુંશું કામ કરી રહ્યા હતા તેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. સંત ફતેહસિંહ પોતાને હિંદુ-શીખ એકતાના હિમાયતી તરીકે ઓળખાવતા થાકતા નથી. તેમ છતાં “શોખ” પંજાબ અને “હિંદુ” હરિયાણા વચ્ચે સમાન કડીઓ રહે તેની સામે તેઓ વિરોધમાં અગ્નિસ્નાન કરવા તૈયાર થયા! પંજાબી સૂબાના આંદોલનને તેમણે કોમી નહિ પણ ભાષાકીય રાજય રચનાના આંદોલન તરીકે ઓળખાવ્યું. તેમ છતાં તેમણે પોતાની લડત શીખાના સર્વોચ્ચ સુવર્ણ મંદિરમાંથી જ ચલાવી અને અગ્નિસ્નાન માટેની વેદીએ પણ સુવર્ણમંદિરની અગાસી પર રચી! પોતાની દલીલોને આ પરસ્પર વિરોધ તેઓ સમજાવી શકતા નથી. જો સંત રાજકારણને શુદ્ધ અને શાંત કરવાને બદલે તેને સંક્ષુબ્ધ કરીને ડહોળી નાખે તો આપણે કહેવું પડે કે આવા ધર્મગુરુઓથી ભગવાન દેશને બચાવે ! ૧૭૧ જૈન કલીનીક : એક અનુભવ તા. ૧૨-૧૨-૬૬ ગુરૂવારના રોજ શ્રી પ્રભાશંકર પેાપટભાઈ જનરલ હાસ્પિટલના શ્રી રસિકલાલ પ્રભાશંકર શેઠના શુભહસ્તે શિલારોપણવિધિ કરવામાં આવ્યા હતા. આ હાસ્પિટલ માટે શ્રી રસિકલાલ પ્રભાશંકરે ૧૯૫૯ ની સાલમાં પોતાના પિતાશ્રીની યાદગીરીમાં રૂા. ૫૦૦૦૦નું દાન કર્યું હતું. તદુપરાંત શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે કાંદાવાડીમાં આવેલા શેઠ મેઘજી થોભણ સ્થાનકના ચોગાનમાં યોજવામાં આવેલ પ્રસ્તુત સમારંભ પ્રસંગે શ્રી રસિકલાલ શેઠે બીજી રૂા. ૪૧૦૦૦ ની રકમનું આ જ હૉસ્પિટલ માટે વિશેષ દાન કર્યું હતું. આવી ઉદારતા ખરેખર ધન્યવાદને પાત્ર છે. ૧૯૪૮માં એક નાના સરખા દવાખાનાથી શરૂ કરવામાં આવેલ જૈન ક્લીનીકના આજ સુધીમાં ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે અને ગાળે ગાળે નવા નવા વૈદ્યકીય ઘટકોની આ જૈન કલીનીકમાં પુરવણી થતી રહી છે. ૧૯૫૦માં પેથાલાજી વિભાગ, તથા ફ઼ી કનસલ્ટેશન વિભાગ, ૧૯૫૧માં ઈલેકટ્ર થેરપી વિભાગ, ૧૯૫૨માં ક્ષયનિવારણ કેન્દ્રની શરૂઆત, ૧૯૫૭માં ચક્ષુ વિભાગ તથા દંત વિભાગ, ૧૯૫૯માં શ્રી પ્રભાશંકર પાપટભાઈ હાસ્પિટલની જૈન કલીનીકના મકાનમાં શરૂઆત, ૧૯૬૦માં ડાયાબીટીક ક્લીનીક તથા બી. સી, જી. વેકસીનેશન સેન્ટર, ૧૯૬૩માં પેથાલાજી વિભાગમાં વિશેષ પુરવણી, ૧૯૬૪માં ફીઝીયોથેરેપી વિભાગ, ૧૯૬૫માં ક્ષયનિવારણ વિભાગ, તથા ચાઈલ્ડ વેલફેર સેન્ટર–આમ ગાળે ગાળે એક એક પ્રવૃત્તિ જૈન ક્લીનીકમાં ઉમેરાતી રહી છે. ઉપર જણાવેલ દિવસે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે હોસ્પીટલ ૧૦૦ બિછાનાનું હશે અને એકસ-રે તથા આપરેશનની તેમાં બધી સગવડ હશે. આ જૈન કલીનીકના આવા વિકાસ તેના ટ્રસ્ટીમંડળની જાગૃત દેખરેખ અને તેના કાર્યક્ષેત્રને ખીલવતા રહેવાની તમન્ના, અનેક કુશળ ડાકટરોને સહકાર અને જૈન કલીનીકના સુપ્રીન્ટેન્ડન્ટ ડૉ. કે. એમ. સાંગાણીની અપૂર્વ કાર્યનિષ્ઠા અને આયોજનશકિતને આભારી છે. આ જૈન કલીનીકના નામ સાથે ‘જૈન' શબ્દ જોડાયેલા છે તેના એટલા જ અર્થ છે કે આ સંસ્થાની આર્થિક જવાબદારીનું મુંબઈના જૈન સ્થાનકવાસી સંઘ વહન કરે છે અને તેને પ્રાપ્ત થયેલાં દાનો જૈન શ્રીમાના તરફથી—વિશેષ કરીને સ્થાનકવાસી શ્રીમાન તરફથી મળેલાં છે. પણ આ જૈન ક્લીનીકના લાભ સર્વ કોમના લોકોને કશાપણ ભેદભાવ સિવાય આપવામાં આવે છે. આને લગતા મારો એક અંગત અનુભવ અહિં જણાવું તે અસ્થાને નહિ ગણાય. ચોડા સમય પહેલાં મારે ત્યાં પરચુરણ કામ કરતા એક ઘરડો ઘાટી માંદો પડયા. તે બીજાનું પણ કામ કરતા હતા અને રાત્રીના બાબુલનાથની ચાલમાં પડી રહેતા હતા. માંદગી દરમિયાન કે તે પહેલાં તેના જમણા હાથે કાંઈ વાગ્યું હશે તે પાકવા લાગ્યું. છ સાત દિવસ તાવ ચાલુ રહ્યો. તાવ થોડો હળવો પડયો એટલે તેને નજીકના એક ડોકટર પાસે હું લઈ ગયા. તેમણે કહ્યું કે તેના હાથ પાક્યો છે, તાવ પણ છે અને તેને હાસ્પીટલની ટ્રીટમેન્ટની જરૂર છે. એટલે તેના ઉપચાર કરવાની જવાબદારી પોતે લઈ શકે એમ નથી. આ ઘાટી માત્ર મારૂં જ કામ કરતા નહોતા અને તેથી તેની કોઈ જવાબદારી મારા શિરે નથી એમ હું વિચારી શકતા હતા, પણ જો હું તેની સંભાળ ન લઉં તે તેની આવી જવાબદારી લે એવા તેના કોઈ સગાંવહાલાં દેખાતા નહતાં. તેથી તેના માટે મારાથી થઈ શકે તે કરી છૂટવું એવા મે મનથી નિર્ણય કર્યો. આમ વિચારીને હું સર હરકીસનદાસ હૅસ્પિટલમાં ગયા અને ત્યાંના મુખ્ય ડૅાકટર પી. એમ. સાંગાણીને મળ્યો અને આ ઘાટી માટે કઈ ગાઠવણ કરી આપવા તેમને મેં વિનંતિ કરી. તેમણે જવાબ આપ્યો કે આપણા આ હોસ્પીટલમાં ગુજરાતી ન હોય એને ફ્રી પેશન્ટ તરીકે આપણે
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy