________________
૧૭૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧–૧–૧૭
તેમના ખરા સ્વરૂપમાં ઉઘાડા પડશે કે તેમના સામ્યવાદીએ મિત્રો તેમને પુરો ટેકો આપી તેમનું ખરું સ્વરૂપ ઉઘાડું પાડશે? કેંગ્રેસ વિરોધી તત્ત્વોને શંભુ મેળે છે તે દેખાઈ આવશે? કેંગ્રેસમાં ઘૂસણ- ખારી કરવાના સામ્યવાદીઓના પ્રયાસે હવે ઉઘાડા પડશે? શ્રી મેનનના બીજા મિત્રો - શ્રી માલવીયા, અરોરા, સુભદ્રા જોશી – વિગેરે કેંગ્રેસમાં રહેશે કે તે પણ છુટા પડશે?
- એમ કહેવાય છે કે શ્રી મેનનના જવાથી કેંગ્રેસમાંના પ્રગતિશીલ તોની રૂકાવટ થશે અને પ્રત્યાઘાતી અને જમણેરી તત્ત્વોનું જોર વધશે. આમ કહેવામાં શ્રી મેનનને વધારે પડતું મહત્ત્વ અપાય છે. કેંગ્રેસમાં જમણેરી, ડાબેરી કોણ છે તે કોણ કહી શકે તેમ છે. શ્રી મેરારજી દેસાઈ પણ લેકશાહી સમાજવાદના સમર્થ હિમાયતી લેખાય. છે અને હવે એમ કહેવાય છે કે શ્રીમતી ઈન્દિરા ગાંધી અમેરિકાતરફી થયા છે. દેશની અસ્તવ્યસ્ત હાલતના આ બધાં એધાણ છે.
ચીમનલાલ ચકુભાઈ સંત ફત્તેસિંગનું ત્રાગું
સંત ફત્તેસિંગના આગ્રહથી અને શીખેને રાજી રાખવા પંજાબનું વિભાજન કરવું પડયું. ખરી રીતે એક શીખીસ્તાન જ ઊભું થયું છે પણ શી !રતાનની માંગા દ્રવિડસ્તાનની માંગણી પેઠે અસ્વીકાર્ય થાય એટલે ભાષાના ધોરણે વિભાજન થાય છે એવો દેખાવ કરવા પડે. આવી ભાષાકીય પ્રાન્તરચનામાં એક જ ભાષાભાષી લોકોનાં રાજ રચાય તે અશકય છે. ભારત અને પાકિસ્તાન થયા તે પણ હિન્દુ-મુસ્લિમ પ્રશ્નને કોયડો તે અણઉકેલ્યો જ રહ્યો. ભાષાીય પ્રાન્તરચનામાં પણ અનેક ગૂંચવણભર્યા પ્રશ્ન રહેવાના જ અને સરહદી માંગણીઓ પૂરી સંતોષાય નહિ.
પંજાબના વિભાજનમાં પણ આવું જ બન્યું. બે રાજયની રચના કરવા, સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશના અધ્યક્ષપદે કમીશન નીમાયું. આ કમીશને સરહદ નક્કી કરી. પણ રાજધાનીના પ્રશ્ન પરત્વે મતભેદ થયે. બહુમતી સભ્યોએ રાંડીગઢ હરિયાણામાં જાય એમ નક્કી કર્યું. સંત ફ્રોસિંગ અને શીએ આ સ્વીકાર્યું નહિ. છેવટે લાંબી વાટાઘાટોને પરિણામે, બન્ને રાજની રાજધાની ચંડીગઢમાં રહે એવું નક્કી થયું. અને તે પ્રમાણે પાર્લામેટે કાયદો કર્યો. એ મુજબ બન્ને રાજયો શરૂ થયાં. | સરહદો સંબંધે તે મતભેદ રહે જ. બન્ને રાજને એમ લાગે કે અમુક વિભાગ તેમના રાજયમાં સમાવવા જોઈતા હતા. ભાખરાબંધ-દેશને મોટામાં માટે બંધ–સારા પંજાબ અને બીજા રાજયના લાભ માટે છે. તેના વહીવટ માટે કાંઈક સંયુકત જોગવાઈ જે ઈએ જ અને તેમ કરવામાં આવ્યું. પંજાબના વિભાજનમાં, એક નવું તત્ત્વ ઉમેરાયું. બને રાજ માટે એક ગવર્નર અને એક હાઈકોર્ટ રાખવામાં આવી. ભાષાકીય પ્રાન્તરચના થઈ ત્યારે આવી દરખાસ્ત કેટ-ક રાજ માટે પાર્લામેન્ટ સમક્ષ આવી હતી. પણ કોઈને સ્વીકાર્ય ન હતી. દરેકને પોતાના રાજયના ગવર્નર અને પોતાની જ હાઈકોર્ટ જોઈતી હતી. પંજાબમ' એવું કેમ કર્યું તે સમજાતું નથી.
પણ જે રચના થઈ તે બન્ને રાજ અને બન્ને રાજયના પ્રધાનમંડળોએ સ્વીકારી અને તેને અમલ શરૂ થશે. સંત ફત્તેસિંગ કૂદી પડયા, જાણે કે પંજાબ રાજયના તે જ એક પ્રતિનિધિ હોય અને ત્યાંનું પ્રધાનમંડળ જે મુખ્યત્વે શીખેનું બનેલું છે, જેના મુખ્ય મંત્રી શ્રી ગુરૂમુખસીંગ મુસાફીર શીખ છે તેની કોઈ ગણના ન હોય. કોઈ અકળ કારણોથી, સંત ફત્તેસિંગે નિર્ણય કર્યો કે ચંડીગઢને સમાવેશ પંજાબમાં જ થવો જોઈએ, જે વિસ્તારો તેમના મત મુજબ પંજાબમાં આવવા જોઈતા હતા, તે હરિયાણામાંથી કાઢી પંજાબમાં ઉમેરવા જોઈએ.
બે રાજને સાંકળતી કોઈ કડી–એક ગવર્નર, એક હાઈકોર્ટ, ભાંખરા બંધને સંયુકત વહીવટ–એવું કાંઈ રહેવું ન જોઈએ. આ બે રાજયોને થયા હજી બે મહિના પણ થયા નહિ ત્યાં આ માંગણીઓ
તેમણે રજુ કરી. બે રાજની સરહદો કમીશને નક્કી કરી, ચંડીગઢ સંયુકત રાજધાની રહે અને બીજી કેટલીક સંયુકત રચના રહે એ કાંઈ અચાનક બન્યું ન હતું. પાર્લામેંટમાં તેનું બીલ આવ્યું, તેના ઉપર પૂરી છણાવટ અને બન્ને રાજના આગેવાનોની લગભગ
સંમતિથી આ બધી રચના નક્કી થઈ હતી. ચંડીગઢને પ્રશ્ન વિકટ . હતે. તેને સંયુકત રાજધાની બનાવી નિકાલ આણવાને ઉકેલ શોધ્યો.
સંત ફતેસિંગે જાહેર કર્યું કે આ બધામાં તેમની માંગણી મુજબ ફેરફાર કરવામાં નહિ આવે તો તેઓ ઉપવાસ ઉપર ઊતરશે, એટલું જ નહિ પણ, ૧૦ દિવસમાં માંગણી નહિ સંતોષાય તો તેઓ અગિસ્તાન કરશે. આપણા દેશમાં ઉપવાસે તે થાય છે, અગ્નિસ્નાનનું તત્ત્વ નવું ઉમેરાયું. અમૃતસરના અકાલતન્તમાં ૫૦૦ ભાલાધારી શીખેથી ઘેરાઈને તેમણે પોતાનું આ ત્રાગું શરૂ કર્યું. બીજા છ શીખોએ તેમની સાથે - પછી તે એક દિવસ પહેલાં - અગ્નિસ્નાન કરવાનું જાહેર કર્યું. આવી બળજબરી અને ધાકધમકી આપણાં જાહેર જીવનનું અંગ થતું જાય છે અને સરકાર તેને વશ થતી જાય છે. ગોવધપ્રતિબંધ માટે શંકરાચાર્ય અને અન્યના ઉપવાસે હજી ઊભા છે. સંત ફતેસિંગની આ માંગણીઓ એટલી ગેરવ્યાજબી હતી કે સરકાર તેને વશ નહિ થાય એમ લાગતું હતું અને સરકારે તેમ જાહેર પણ કર્યું હતું. રાજકીય હેતુઓ સિદ્ધ કરવા, આવા પ્રકારના અનુચિત પગલાંએને કોઈપણ ઉોજન નહિ આપવામાં આવે તેમ લાગતું હતું. અલબત્ત, અત્યારે પ્રજામાનસની અસ્થિરતા અને ધર્મને નામે થતી ઘેલછાનો વિચાર કરીએ તે ઉપર જણાવેલ પગલાના ગંભીર પરિણામે અટકાવવા કંઈક કરવું જોઈએ તેમ લાગે, પણ પરિસ્થિતિ વધારે વણસતી અટકાવવી હોય તે કોઈક સમયે જોખમ ખેડવું પડશે અને આવી ધાકધમકીને સામને વ્યાજબી રીતે કર્યો છે તેમ સરકારે પ્રજાને સમજાવી, ઉત્પન્ન થતી પરિસ્થિતિને પહોંચી વળવા પ્રજાનો સાથ મેળવો રહેશે એવી આ તક હતી. આથી વિશેષ અગ્ય વર્તન કલ્પવું મુશ્કેલ છે. પણ સરકારની અત્યારની નબળાઈ, માથે ચૂંટણી વગેરે અનેક કારણે સંત ફત્તેસિંગને મનાવવા દોડાદોડી થઈ પડી. અંતે આ બધા પ્રશ્ન પરત્વે શ્રીમતી ઈન્દિરા ગાંધીની લવાદી સહુએ સ્વીકારી, સંતે પોતાના ઉપવાસનું પારાણું કર્યું. ધાકધમકીથી આટલું મેળવી શકાય છે તેટલું જ સંતને માટે તે પુરતું છે. લવાદીને નિર્ણય પિતાને મનગમતો નહિ આવે તે ફરીથી આવું કરતાં તેમને કોણ અટકાવનાર છે?
પણ વધારે ભયંકર વસ્તુ તે એક બીજી પણ છે, લોકસભાના અધ્યક્ષ શ્રી હુકમસિંગ જેમણે આ દરમ્યાનગીરી કરી તેમણે અમૃત સર સુવર્ણમંદિરમાં જામે મેદની સમક્ષ જાહેર ક–
I feel and I assure you that chandigadh belongs to the Punjab and will go to the Punjab.
તેમના જેવી જવાબદાર વ્યકિતએ શું સમજીને આવી ખાત્રી આપી? શું આવી ખાત્રી ઉપર તેમણે સંત ફતેસિંગને સમજાવી લીધા છે? તેમ હોય અને તેમ ન બને તે શું? અથવા શું કંઈ અંદરની સમજુતી છે?
સંત અને તેમના સાથીદારે અગ્નિસનાન કરત (3) તે જરૂર એક કરૂણ ઘટના બનત. પણ આવા દુરાગ્રહને ઉપાય શું? નમતું મૂકવું તે જ? તો આ કયાં અટકશે? આવા સમાધાનથી નથી શીખોનું હિત થયું, નથી સંત ફત્તેહસિંહને અથવા સરકારને કોઈ પ્રતિષ્ઠા મળી. સંત ફતેહસિંહે ગંગાનગર જીલ્લામાં પ્રજાની સારી સેવા કરી છે, શીખેમાં તેમની માટી પ્રતિષ્ઠા છે, હિન્દુ-શીખ એકતાના પણ તેઓ હીમાયતી ગણાય છે. પણ તેમના આ પગલાથી તેમણે . શીખકોમની કે દેશની સેવા કરી છે એમ નહિ કહેવાય. ધર્મગુરૂઓ રાજકારણમાં પડે તે કોઈ વખત કેટલું અનિષ્ટ થઈ શકે છે તેનું આ એક દાંત છે. .
ચીમનલાલ ચકુભાઈ