SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૩-૧૭ મશીનો કામે લાગી ગયાં છે. પાતાળ કૂવા ખોદવાનો પુરુષાર્થ પણ હાથ ધરાયા છે, પરંતુ અહીંના પથ્થર કાળમીંઢ પથ્થર છે... ક્યાંયથી સરવાણી ફ્રૂટતી નથી. ...... ટ્રેકટરો, ટૂકો અને બીજાં સાધના દ્વારા પાણી પહોંચાડવાનું આવી પડવાનું એમ સ્પષ્ટ દેખાય છે. પ્રમુખ જીવન સૂકાયેલ નદીના ઉંડાણમાં છે.કરાનું ટોળુ બેઠું હતું. અમને થયું કે શું કરે છે આ છેાઓ? ચાલાને જોઈએ ! છેકરાઓ પાણી પીતાં હતાં. છાલિયાં અને ખોબેથી પાણી પીતાં છેાકરાંને જોઈને કોઈનું પણ હૈયું ભરાઈ આવે એવી વાત હતી. જેમાં પગનો અંગૂઠો અડાડતાંય સૂગ ચડે એવા છૈયા અને સેવાળથી સડેલ અને ગંધાતાં પાણી એ બાળકો પીતાં હતાં ....... અમારૂં બીજું કેન્દ્ર સલ] ચાલે છે. આ કેન્દ્રમાં નેવું ટકા અર્ધ ઢાંકેલાં બાળકો અને સ્ત્રીઓ આવે છે. જરૂર છે આજે પ્રમાણિક કાર્યકરોની ... તનતોડ મહેનત કરનારા કાર્યકરોની, ઘણા ... વધુ ઘણા માણસાની તન મન ધનની મદદની, અનાજ મેળવવાની, ટાણાસર પહોંચાડવાની ... વિશાળ સમુદાય મદદ કરે તેની ... આ વિશાળ સમુદાયની મદદ વિપુલ પ્રમાણમાં હોય તેની, અનાજ, ધાબળા, રજાઈ, સુતરાઉ અને ગરમ કપડાં...પગરખાં શું ને શું નથી જોઈતું? આવું બધું આવે પણ છે. ... પણ પ્રજાના વિરાટ વગે જે મહેનત કરવી જોઈએ તે ચક્ર ઉપડયું હેય તેવું દેખાતું નથી. અહીં ટાઢ ભીંસ છે. ભૂખ ભરડો લે છે. ...... આ દુ:ખનો ચિતાર પ્રજા સમક્ષ પહોંચ્યા નથી .... વર્તમાનપત્ર, સીનેમાગૃહે', નાટયસંસ્થાએ, યુવક અને મહિલા મંડળા, સુપર બજા, વેપારી ભવને, જાહેર ખબર કરનારી મૅટી પેઢીઓ અને સંસ્થાએ, ચિત્રકાર અને સંગીતકારે—સૌ કોઈએ ટૂંકા અને લાંબા ગાળાની મદદ માટે હજુ ઘણું કરવાનું બાકી છે. વાવ કૂવા નદી તીર તળાવે, શે!ધી જૂનાં ફરી સઘ સુધારો, તે ધનના ધણી ધર્મ તમારો ....' ', પણી અને અનાજ માટે આ ઉક્તિ કેટલી ઉચિત છે? હજુ ભારતની મોટા ભાગની પ્રજા આ સ્થિતિ પ્રત્યે ઉદાસીન છે. વર્ત માન પત્રામાં બિહારના સમાચારો આવે છે. પરતુ દર્દ ભરી ‘“અપીલ” દેખાતી નથી. પ્રજાના આગેવાને અને બીજાને બીજા કામમાં પરાવાઈ રહે તે ન પરવડે તેવું છે. બિહારની પ્રજાને—પલામુ જીલ્લાની આ આદિવાસી પ્રજાને ટાણાસર અન્ન મળે ... ‘તનીમની' ... થોડુંકેય ... મળતું રહે તે પણ એ પાર ઉતરી જાય ... આપણે સૌ ભારતમાતાના સંતાનો છીએ ... આપણાં ૩ ટંકના ભાજનમાં એના એક ટકા ય ભાગ નથી? આપણાં ધન અને ધાન્યમાંથી એને મુઠી પણ ન મળે? અનાજ, કપડાં અને પાણીની વ્યવસ્થા એ જરૂરિયાત છે. એને માટે સહિયારો પુરુષાર્થ કરવા રહ્યો. ... ચૂંટણીનાં પરિણામેાની સમીક્ષા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તથા જૈન સોશિયલ ગ્રૂપના સંયુકત ઉપક્રમે માર્ચ માસની તારીખ ૪, શનિવાર સાંજના ૬-૧૫ વાગ્યે ગ્રેન એન્ડ સીડઝ મરચન્ટસ એસોસીએશનના ğાલમાં (મસ્જીદ બંદર ઉપર આવેલી બૅન્ક ઓફ બરોડાની માંડવી શાખા સામે) શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ ચૂં ટણીનાં પરિણામેાની સમીક્ષા” એ વિષય ઉપર વ્યાખ્યાન આપશે. સર્વે સભ્યોને વખતસર પધારવા વિનંતિ છે. “તા. ક.: આ પ્રસંગે મહારાષ્ટ્ર રાજયની વિધાન સભા માટે, ચુંટાયલા શ્રી લીલાધર પસૂનું શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સન્માન કરવામાં આવશે.” મુબઇ જૈન યુવક સ‘ઘ: જૈન સેશિયલ ગ્રુપ શ્રી મુંબઇ જૈન યુવક સંધ તરફથી શ્રી શાંતિલાલ હ. શાહનું સન્માન શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૯-૩-૧૯૬૭ ને ગુરુવાર સાંજના ૬-૦૦ વાગે સંઘના કાર્યાલયમાં (૪૫—૪૭ ધનજી સ્ટ્રીટ) તાજેતરમાં લોકસભા માટે ચુંટાયેલા શ્રી શાંતિલાલ હ. શાહનું શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે જાહેર સન્માન કરવામાં આવશે. સંઘના સભ્યોને વખતસર પધારવા વિનંતિ છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુયક સંઘ. સાભાર સ્વીકાર પ્રાણીમૈત્રીની વાતો : મૂળ અંગ્રેજી : લેખક : શ્રી જેઈસ લેમ્બર્ટ; અનુવાદક : શ્રી જમુભાઈ ઘણી; પ્રકાશક : સુંદર સર્વોદય પ્રકાશન, ૫એ,/૫૧, સોનાવાલા બિલ્ડીંગ, તારદેવ, મુંબઈ - ૭. કિંમત રૂ. ૧-૪૦. ફલ અને ફોરમ :સંચયન : શ્રી જમુભાઈ દાણી; પ્રકાશક: ઉપર મુજબ કિંમત : ૮૦ પૈસા. પુષ્પ અને પરાગ : સંચયન : શ્રી જમુભાઈ દાણી; પ્રકાશક : શ્રી છેટુભાઈ છ. મારફતિયા, મંત્રી, ખાર ઍજ્યુકેશન સેાસાયટી. મારાં જીવનસંસ્મરણે : લેખક : શ્રી જગજીવન નારાયણ મહેતા; પ્રકાશક : શ્રી રસિકલાલ મૂળજી ગાંધી, ટ્રસ્ટી : જગજીવન મહેતા ટ્રસ્ટ, ૨૭૮, દાદાભાઈ નવરોજી રોડ, મુંબઈ, કિંમત રૂ. ૩-૦૦. કાકાજીની વાતો : લેખક : શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણી, પ્રકાશક : પ્રગતિ સાહિત્ય મંદિર, ખપાટિયા ચકલા, સુરત – ૧. કિંમત : રૂ. ૪-૦૦. પ્રગતિને પંથે : પૂ. અનસૂયા બહેનનાં પ્રેરક પ્રવચન : સંપાદક : શ્રી શિવશંકર શુકલ; પ્રકાશક : ગાંધી મજૂર સ્મારક ટ્રસ્ટ, અમદાવાદ; કિંમત : રૂ. ૧-૦૦. ૨૧૭ શૂન્યશેષ : ( ત્રિઅંકી નાટક): લેખક: શ્રી ચુનીલાલ મડિયા, પ્રકાશક : સાહિત્ય સંગમ, બાવાસીદી, ગોપીપુરા, સૂરત – ૨. કિંમત: રૂ. ૩-૦૦, ગુજરાતી સામયિકોનું પ્રદર્શન : સ્મારક અંક: પ્રકાશક: એમચ્યાક્રિટિક્ સ, ૧ એ, મહેન્દ્ર રોડ, કલકત્તા – ૨૫, જ્ઞાનઝરણાં : શ્રી ડોંગરે મહારાજનાં વચનામૃત: પ્રકાશક : જગજીવન મહેતા ટ્રસ્ટ, શ્રીમદ્ રાજચંદ્ર જીવન – સાધના : લેખક : શ્રી મુકુલભાઈ કલાર્થી; પ્રકાશક : શ્રીમદ્ રાજચં જન્મશતાબ્દી મંડળ, ઠે. શ્રી રાજચંદ્રે પાઠશાળા, પંચભાઈની પાળ, અમદાવાદ. કિંમત રૂા. ૧-૨૫. કર વિચાર તો પામ : શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત: પ્રકાશક ઉપર મુજબ, કિંમત : ૬૦ પૈસા. રાજપદ : પ્રકાશક : ઉપર મુજબ, કિંમત : ૫૦ પૈસા. રજીસ્ટ્રેશન ફ ન્યુસપેપર્સ (સેન્ટ્રલ) રૂલ્સ ૧૯૫૬ના અન્વયે ‘પ્રબુદ્ધ જીવન ’સંબંધમાં નીચેની વિગતો પ્રગટ કરવામાં આવે છે. ૧. ૨. ૩. પ્રસિદ્ધિ સ્થળ : ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩ પ્રસિદ્ધિ ક્રમ: દરેક મહિનાની પહેલી અને સેાળમી તારીખે. મુદ્રકનું નામ કયા દેશના : ભારતીય ઠેકાણું. ૪. પ્રકાશકનું નામ કયા દેશના ઠેકાણુ ૫. તંત્રીનું નામ કયા દેશના ઠેકાણુ : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા. ૬. સામયિકના માલિકનું નામ : ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩. ઉપર મુજબ ઉપર મુજબ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩. હું પરમાનંદ કુંવરજી કાપડિયા આથી જાહેર કરૂ છું કે ઉપર આપેલી વિગતો મારી જાણ અને માન્યતા મુજબ બરોબર છે. પરમાનંદ કુંવરજી કાપડિયા – તંત્રી તા. ૧-૩-૬૭ 3
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy