________________
૨૧૬
બતાવી ખાવા માંગ્યું. અને ખાવા આપ્યું. ધરાઈને ખાધા પછી એ ધીરે ધીરે ચાલવા માંડી ... ડગમગતી એ હરિજનવાસમાં જતી હતી. પણ થાકીને બેસી ગઈ ને સૂતી ... પણ પાછી ઊઠી ન શકી. એના પેટમાં પડેલ અનાજ ન પચ્યું. ટાઢે એને થીજવી દીધી. એ મરી ગઈ.
સાર્જ કાર્યકરોને ખબર પડી, જે જોવા ગયા .. એને અવલમંજલ પહેોંચાડવા એ માંહેના ભાઈઓને કહ્યું. સૌ એક બીજા સામું જોઈ રહ્યા. પણ કોઈએ જવાબ ન દીધા.
પ્રભુનું જીવન
“શું કરશે ?” પ્રશ્ન કર્યો
“કા કરે?” : “શું કરીએ?”
“આને અગ્નિદાહ દેવા પડશેને?”
કોઈ બાલ્યા નહીં, લાકડાં નહીં, કન નહીં, લાકડાં આપ્યાં... કપડું આપ્યું અને કહ્યું કે હવે તો આને અગ્નિદાહ દો. સવારે જોયું તો બાઈ ત્યાંને ત્યાં પડી હતી. રાત્રે અસાધારણ ટાઢમાં કોઈએ એના છેડાછૂટકો નહોતા કર્યો ... ગરીબી અને દુષ્કાળનું આ ચિત્ર... પોતે ઠરતા હોય ત્યાં બીજાને માટે અગ્નિની પણ ચિન્તા આધી ઠેલાય છે.
આટલા હાથેાને કામ કોણ આપે ? કેટલું અપાય ? એની ખરીદશકિત કેમ વધારાય? એને ભાવ- વધારો શું ન નડે? આટલાં ભુખ્યાં, દુ:ખમાં ટળવળતાં ભાંડુઓને પૅટપુરતું અનાજ મળે, એ ખરીદી શકે તેટલી મજુરી મળે અને અનાજના ભાવ તેને પરવડે તેવા નીચા હાય —આ બધું કેમ બને? આ કોયડો છે.
પોતાની મિલ્કત વેચીને, બહારથી મદદ મેળવીને, લેન લઈને, કામ કરીને અને સરકારી રાહતનાં કામે મજુરી કરીને, ખરીદશકિત વધારવા પ્રયત્નો થાય છે. પણ ચારેકોરની ભીડમાં મિલ્કત વેચવા જાય તે। પણ ખરીદે કોણ? એના પૂરા ભાવ ન આવે. માણસનું પેટ ભરાતું નથી, ત્યાં પશુધનનું શું? ઢોર કતલખાને જાય છે. જનાવર જેવી દશામાં માનવી રહે છે.
એક કવિએ ચિત્ર દોર્યું છે. “આ ભૂખનાં દુ:ખે...
“મારા ઘરની ઉંદરડી, ઢેઢગરોળી જેવડી થઈ ગઈ છે. મીંદડી ઉંદરડી જેવડી છે. મોટી કુતરી મીંદડી જેવડી થઈ ગઈ છે. અને પત્ની... કુતરી જેવી બની ગઈ છે. પછી બીજાનું તે પૂછવું જ શું? એવી આપત્તિમાં છેકરાનું પેટ ભરાઈ શકે તેવું નથી અને મારા ઘરને ચૂલે! દિવસ રાત અવાજ કાઢી રોયા કરે છે. કારણ ચૂલામાં જીવડાનાં જાળાં બાઝયાં છે?”
બિહાર રીલિફ કમિટી અને માનવપ્રેમી સંસ્થાઓએ જે યોજના કરી છે તે પ્રમાણે સસ્તી રોટી અને મફત રસેડાં ચાલે છે.ચારેકોરથી મદદ મળતી રહે છે, પણ આ બધું ભુખ્યાંને ‘‘સરખું” અને ‘ટાણાસર’ પહોંચાડવાની જરૂર છે. સમિતિનું પહેલું રસાડું ચૈનપુરમાં શરૂ કર્યું છે. ટોળેટોળાં લોકો આવે છે. સવારથી ભુખ્યાં ભુખ્યાં એ અનાજની આરાધના કરે છે. નથી તોફાન, નથી કોઈ ગરબડ કે નથી વ્યવસ્થા... ... બાળકો અશકત, વૃદ્ધો અને ગર્ભવતી માતાઓના આ રસેડે આવતા લાકોને આશાનું બારણું ઉઘડેલું દેખાય છે. એના ચહેરા પર જીવનની રેખા ઊઠે છે.
માનવી માંગે છે પેટ ભરીને ખાવાનું ... પણ કેટલું દેવાય? મફ્ત દેશનનાં લાલ કાર્ડ ધરાવતાઓને પણ ચોક્કસ માત્રામાં મળે અને અમારા મનમાં પ્રશ્ન ઊઠે છે કે આટલામાં પૂરું થશે? અને અનાજ લેનારના મનના ભાવ સ્પષ્ટ દેખાય છે અને મેાંમાંથી શબ્દો સરી પડે છે.
“કા કરે? ખઈલબા” (શું કરીએ? ખાઈ લેશું)
બિહારમાં બાંધકામે શરૂ થયાં છે. ગયાથી દુર ૧૫ કિલે!મીટર ઉપર મગધ વિશ્વ વિદ્યાલય બંધાઈ રહ્યું છે. ખાસ્સા ૩૦૦ એકર જમીન ઉપર તે આકાર લઈ રહ્યું છે. રોજ ૬૦૦ મજૂરોને કામ આપે છે. આમ રસ્તા તૈયાર કરવાનાં અને પલામુ જીલ્લામાં જંગલના ઝાડ પાડવાનાં કામેા શરૂ થયાં છે. ૫૦૦૦૦ મજૂરો કામ
તા. ૧-૩૬૭
ઉપર આવે છે. બહારથી આવતા મજૂરો સ્થાનિક માણસે ને કામથી વંચિત રાખે તેવું પણ બને છે. સરકારની “ભારે કામ” અને “હળવા કામની” યોજના ચાલુ થઈ છે. પણ ...
“અમારું કાંઈ થશે?” મધ્યમ વર્ગના લોકો પૂછે છે. “રસેડે આવે, બાળકોને ખવડાવશું.”
“એ કેમ બને? જીંદગીમાં માંગ્યું નથી, માગતાં જીવ કેમ ચાલે ?'
“લંગરમાં બેસતાં જીવ ચાલતો નથી. પણ ઘરમાં અન્ન નથી. શું કરીએ ?”
“શું કરવું જોઈએ ?”
કંઈક એવું કામ આપે કે અમે એ કામ મારફત અમારૂ ગુજરાન ચલાવીએ.”
“શું કામ કરશો?”
“જે આપે તે .......
“એક વાત કહીએ છીએ કે ગરીબ માણસે રસ્તે મરશે એને સૌ જોશે અને જીવાડવા કંઈ ને કંઈ કરશે, પણ અમે સૌ ઘરમાં મરશું ... કોણ એ જોશે ?”
પલામુ જીલ્લાના માનવીએ પાંદડાં, મૂળિયાં, અને અરે ! છેવટે ઉંદરડાં ખાઈને જ્વે છે એવી વાતે આવ્યા કરે છે. “મેાગર" નાં ઝાડનાં પાદડાં ખાઈને જીવનારાં ઘણાં છે. એ પાનની ચટણી પણ બનાવાય છે. બટેટાના પાદડાં ... સામાન્ય રીતે આ ઢોરના ખોરાક
પરંતુ હવે તે માણસાના ખારાક બની ગયેલ છે. અને તેની ચારી થાય છે! કાંઈ ખાવા ન મળે ત્યારે કેટલાક લોકોએ એક પ્રકારને થૅાર' ખાવાનું શરૂ કર્યાના અહેવાલા પણ મળે છે. ખેતરનાં ઉંદરડાનું ભાજન કેટલાક કરી લેતા હૈવાનું જાણવા મળે છે. આ ઉંદરડાંનું ૧ ૧/૨ કીલો વજન હોય છે. અરેરાટી ઉપજાવે તેવી આ વાત છે, પણ એ હકીકત છે!
નાખી નજર ન પડે ત્યારે માણસ તરણાંને બાઝે છે. મા એનાં ભુખ્યાં જણ્યાંને જીવાડવા વલખાં મારે છે. કમાડ વિનાનાં ઝુંપડાએમાં ફરતાં એક ઝૂંપડે એક બાઈ મુઠી મકાઈ દળીને જતી હતી. નિસ્તેજ ચહેરા પર નિરાશાની રેખાઓ ઊઠી હતી. પૂછવું:
“કેટલાં માણસા ખાશે?’’
“રંગવા ખાયગાબા” છે!કરાં ખાશે.” “અને તમે ?”
“કા ખાઈલ ?” : “શું ખાઈએ ?’’
અમે જોયું કે ઘણાં લોકોએ બારડીના આશરો લીધે છે. ભૂખ્યાં છેરુનાં પેટ ભરવા એની મા બારડી ઝૂડીને બેટર પાડી આપે છે. પછી બેરના ઠળિયા ચાવીને ભૂકકો કરીને એ ખાતાં રહે છે, જીવતાં રહે છે. આવી 'ગાલિયત અહીં ઘર કરી બેઠી છે.
એક ફળિયામાં જતાં થોડો વિચાર થય ફળિયામાં કુતરૂં સુતેલું પડયું હતું. મનને થયું કે હમણાં ભસશે, કરડશે, એ ન હાલ્યું . ન ચાલ્યું. ઊંડા શ્વાસ લેતું પડયું હતું. અમે એને ઘેરીને ઊભા... પણ એણે આખા ય ન ઉઘાડી. અમે એના ધણીને પૂછયું “મરી જશેને ?’
“અમે સૌ સાથે જ મરશું” સામેા જવાબ મળ્યો.
આ વિસ્તારમાં જોયું કે જંગલમાં, ફળિયામાં અને ઘરમાં બેરડીનાં બેડર અને ઠળિયા પડયાં હતાં. મરઘાં અને માનવી બન્ને માટે એક જ આહાર હતા. માણસ અને જાનવરનું જીવન જાણે આ એક તરણાને આધારે કઈ ટકવાનું ન હાય !
ભાગલપુર માંઘીર જીલ્લાના ભાગા, ગયાના દક્ષિણ પશ્ચિમ વિભાગ, હઝારીબાગ જીલ્લાના ભાગ, પલામુ જીલ્લાને બહુ મેટા ભાગ, અને રાંચી ધનબાદના વિસ્તારોમાં પાણીની ખૂબ તંગી છે. અત્યારથી જ નવાણનાં નીર છૂટયાં છે. પાણી વિના ટળવળીને માનવીને હિજરત કરવી પડે તેવા દેશે પણ રહે છે.
પત્થર ફોડીને પાણી કાઢવા ભારત સરકારના ભૂસ્તર વિભાગનાં
2