________________
તા. ૧૬-૨-૧૭
બુદ્ધ જીવન
શક્તિસ્વરૂપા સિન્ધુબહેન
(‘શકિત દલ પત્રિકા ’ માંથી સાભાર ઉદ્ભુત )
ડિસેમ્બર માસમાં શકિતદળે યાજેલાં પ્રવાસમાં અમને રંગ, દવા, કાગળ તથા ખાંડના કારખાનાંઓ સારી રીતે જોવાની તક મળી. પરંતુ સાથે સાથે એક એવી પણ અનેાખી તક સાંપડી જેથી અમારો પ્રવાસ ધન્ય બન્યો.
પ્રવાસને બીજે દિવસે અમે ચાંગા ગામમાં ગયાં હતાં. શકિતદળની જુની કેડેટ શ્રીમતી હેમલતાબેન મહેતાનાં માતાજી શ્રીમતી સિન્ધુબહેનની આ કર્મભૂમિ હતી, જેમણે ખૂબ પ્રેમપૂર્વક અમને આમંત્રણ આપ્યું હતું. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે બાગના નાના દરવાજામાં એક પાતળી શ્યામ, સુંદર ને સ્મિતભરી મૂર્તિ આદિવાસી ઢબે ખાદીની સાડીના કચ્છ મારીને અમને આવકારવા માટે ઉભી હતી. તેની આંખામાં આકર્ષક તેજ હતું. ૬૩ વર્ષની આ પ્રૌઢ સ્ત્રીમાં એક નવયુવતીને પણ શરમાવે તેવી ચપળતા હતી. તેમણે આગળ આવીને અમારું સૌનું સ્વાગત કર્યું.
બહારના આંગણામાં આસેાપાલવના મેટાં ઘટાદાર વૃક્ષો હતાં. અંદરના ભાગમાં સુગંધી ગુલાબ મ્હેંકી રહ્યાં હતાં. બહારના વરંડામાં બેસીને આજુબાજુનું નિરીક્ષણ કરતાં કરતાં સિન્ધુબહેનની વાતો સાંભળવામાં અમને બહુ જ આનંદ આવ્યો. એમને સંગીત તથા ભજનામાં ખૂબ રસ હતો. રોજ પરોઢિયે ૪ થી ૫ ભજન ગાતાં હતાં. અમને પણ દેશપ્રેમથી ભરેલું એક ગીત તેમણે સંભળાવ્યું. આ સાદા દેહાતી ઘરમાં તેમણે જે કલાત્મક સજાવટ કરી હતી અને આધુનિક સગવડતા ઊભી કરી હતી, તે પરથી એમની કલાદષ્ટિ, શાખ તથા નવી પેઢીની જરૂરિયાતો પ્રત્યેની એમની ઉદાર દષ્ટિ સાફ દેખાઈ આવતી હતી, દીવાનખાનામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી પુસ્તકો તથા માસિકો, હારમેોનિયમ, રેડીઓ વગેરે દરેક વસ્તુઓ વ્યવસ્થિત રીતે ગેાઠવેલી હતી.
એમની વાતમાં જવલંત દેશપ્રેમ ઉભરાતા હતા. એમણે કહ્યું કે “૨૫ વર્ષથી હું આ ગામમાં વસું છું ને હવે તો આ જ મારી સ્વર્ગ છે” અમને લાગ્યું કે એ સ્વર્ગ બનાવવામાં એમણે પોતાના પ્રાણ રેડયો છે. એમણે આગળ કહ્યું કે, “મારે ત્રણ બાળકો છે. ત્રણેને ભણાવ્યાં ગણાવ્યાં છે ને દરેક પોતપાતાની રીતે પોતાનાં જીવનમાં સ્થિર થયાં છે. એક પુત્ર જે અમેરિકાથી ભણીને હમણાં જ આવ્યો છે, તે મારી સાથે રહીને મારા કામમાં મદદ કરે છે. હું તો બધાંને એમ જ કહું છુંકે “આપણે આપણા દેશને આગળ વધારવા માટે કઈ રીતે ઉપયોગી થઈ શકીએ તેના જ સૌપ્રથમ વિચાર કરો.” મારાં પુત્રને હું રોજ યાદ આપું છું કે જે માટીમાંથી આપણે પેદાં થયાં છીએ તેનાં માટે કામ કરવું એ આપણી ફરજ છે. ઓછામાં ઓછા અઠવાડિયે એક દિવસ તે દેશસેવા માટે ફાજલ પાડવા જ જોઈએ. દેશના એકેએક જુવાન જો આવા નિશ્ચય કરે તેા કેટલું મોટું કામ થાય? ”
ઘરની આજુબાજુના મેટા વિસ્તારમાં બગીચા ઉપરાંત ખેતીપણ હતી. પાતાનાં સેવકોની સાથે સિન્ધુબહેન પોતે પણ ખેતીના કામમાં મદદ કરે છે. ખેતીમાં વધારે તથા ઊંચી જાતનું અનાજ પેદા કરવા માટે તે હંમેશા જુદાજુદા પ્રકારના પ્રયોગો કરે છે અને કેટલાક પ્રયોગો વિષે તો જાણીને અમને આશ્ચર્ય થયું છે કે એક સીધી સાદી શ્રી ખેતી – વિજ્ઞાન વિષે કેવું ઊંડું ચિંતન ધરાવે છે. અમે એમને પૂછ્યું કે, “તમે આટલું અનાજ પેદા કરો છે! તેમાંથી સરકાર મોટા ભાગનું લઈ જાય છે તે તેમાં તમને શે। ફાયદો થાય? એમણે સરળ સ્મિતપૂર્વક કહ્યું : “ ભલે સરકાર અમારું ઉત્પન્ન કરેલું ઘણુંખરું અનાજ લઈ જાય, તો પણ એમાંથી અમને બે પ્રકારના ફાયદા થાય છે. એક, અમે સરકારને ઉત્તમ પ્રકારનું અનાજ
•
T
૨૦૯
આપીએ છીએ. મેં બીજું, સરકાર બધું અનાજ તો ઉઠાવી જતી નથી, અમને ખાવા પૂરતું તૉ રાખે જ છે. પરિણામે હું તથા મારાં બાળકો અને મારી સાથે કામ કરતાં આદિવાસી ભાઈબહેના પોતાની મહેનતનું ઊંચી જાતનું અનાજ ખાઈ શકે છે. આ રીતે લગભગ ૨૫ માણસનું સરકારી રૅશન પણ બચે છે. હવે તમે જ કહા, આમ દેશને એક જાતની મદદ થઈ કે નહીં?” એક દુબળી શ્રી ત્યાં કામ કરતી હતી તેને બતાવી સિન્ધુબહેને કહ્યું કે, “ તમે શહેરમાં અમેરિકાથી આવેલા સડેલા ઘઉં તથા બીજું અનાજ ખાઓ છે તેના કરતાં મારી આ દુબળીબાઈ ઘણું વધારે સારું અનાજ ખાઈ શકે છે. અહીં તેને રહેવા માટે ઘર, ચાખ્ખાં હવાપાણી તથા પેાતાની મહેનતનું સારૂં તથા સ્વચ્છ અને પેષક અનાજ ખાવા મળે છે. આ લોકો આનંદપૂર્વક મહેનત કરે છે. હું પણ તેમને સાથ આપું છું. અમે સૌ એકરૂપ થઈને પોતાનું સમજીને કામ કરીએ છીએ, જેથી પેદાશ પણ સારી થાય છે. કોઈ કારણ નથી કે આપણે દેશ ભૂખે મરે અથવા પરદેશથી અનાજ મંગાવવું પડે. જે આપણા દેશની જમીનનો પૂરેપૂરો ઉપયોગ થાય અને માણસા બુદ્ધિપૂર્વક ખેતીનાં વિકાસની બધી બાજુ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે તે આપણે આપણા દેશમાં પૂરતું અનાજ તો પેદા કરી જ શકીએ ને ઉપરાંત બીજાં દેશમાં પણ અનાજ નિકાસ કરી શકીએ.’ જે શ્રાદ્ધાપૂર્વક એમણે આ વાત કહી તે અમને પણ સાચી લાગી. કારણ કે એમની શ્રાદ્ધાને એમના પોતાના ઉદાહરણનું પીઠબળ હતું. ખેતરમાં ફરતાં ફરતાં એમણે પેાતાનાં જુદાં જુદાં પ્રમેગેની વાત કરી. આપણાં પોતાનાં મળ –– મૂત્ર તથા આપણાં ઢોરોનાં છાણમાંથી ખાતર બનાવવાની રીત તથા ‘ગોબર ગેસ પ્લાન્ટ' કે જેનાં વડે બત્તીઓ તથા રસેાડામાં ગૅસનાં ચુલાં બળી શકે છે તે બધું બતાવતાં કહ્યું કે “છાણમાંથી ગૅસ નીકળી જવાથી ખાતર જલ્દી બને છે. આ ખાતરમાં નાઈટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે. ઓછી મહેનતમાં કેટલા બચાવ થાય છેતે જુઓ. વીજળી તથા રસેઢાનું બળતણ તા મફત જ મળી જાય છે. ને સારું ખાતર મળે તે તે। નફામાં. હું તો એમ માનું છુ કે જે લોકો છાણમાંથી છાણાં બનાવીને બાળે છે, વેચે છે અથવા ઘરનાં ગાય ભેંસનું દૂધ વેચે છે તે લોકો સાચેસાચ પેાતાનું નસીબ જ વેચતાં હેાય છે. છાણાં તે બળી જાય છે જેમાંથી ન તા ગૅસ પેદા થાય છે, ન તો ખાતર મળે છે. ને એમ ચાપણી અમૂલ્ય સંપત્તિ ખાક થઈ જાય છે, જે લુકો પે!તાના ગાય ભેંસનું દૂધ વેચે છે તેઓ પોતાનાં બાળકોને દુધથી વંચિત રાખે છે. બાળકે પોષણના અભાવે બિમાર પડે છે ને દૂધ વેચવાથી થયેરી આમદાની દવાદારૂમાં વેડફાઈ જાય છે.’સિન્ધુબહેનની આ સાદી પરંતુ પાયાની વાતેથી અમે ઘણાં પ્રભાવિત થયાં.
ઘરની પાસેનાં પાતાળકૂવા પર એક પંપ ધમધમ ાલી રહ્યો હતું. જેમાંથી ોશભેર વહીને આખા ખેતરને પાણી પૂરું પડતું હતું. આ કૂવાનું પાણી આખું વરસ ચાલતું હતું. વૈજ્ઞાનિક રીતે જુદા જુદા પ્રયોગા દ્રારા જુદી જુદી જાતનાં કયારા બનાવીને તથા જુદી જુદી ાતનું ખાતર વાપરીને, કયા કયારામાંથી વધારે અને ઉત્તમ પ્રકારનું ઉત્પન્ન આવે છે તેનું નિરીક્ષણ સિન્ધુબહેન કરે છે અને તેમાંથી માર્ગદર્શન મેળવીને પોતાના ખેતરમાં મોટા પાયા પર પ્રયાગ કરે છે. એમણે પોતાની ગ્રામ્યશૈલીમાં કહ્યું, “આજે લેકોને જાતમહેનત કરવી નથી. તેથી જ અમેરિકાનાં સડેલાં ઘઉં ખાઈને આનંદ માણવો પડે છે. ’
એમની વાતમાં ક્યાંય નકારાત્મક દષ્ટિ ન હતી. તેમના વિચારો આશાથી પરિપૂર્ણ અને વિધાયક હતાં, એટલે એમની વાતમાં કર્યાંય સરકારને વાંક જોવાની દૃષ્ટિ કે સરકાર તરફી શી મદદ નથી
સંતાપ એ પ્ર