SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૨-૧૭ લિત વિચારવિનિમય કરવા જોઈએ. અમને લાગે છે કે હિંદુઓના સર્વ પંથેાના વડા ધર્મગુરુઓની વરિષ્ઠ ધર્માભા રીતસરના બંધારણ અને ધારાધારણ સાથે સ્થપાય અને એ સર્વ સાધુસંતાને એક જ ધર્મસમાજમાં સાંકળી લે એ જરૂરી છે. એવી ધર્મસભા પોતાનામાંથી જ કોઈ વિદ્નાન, સુજ્ઞ, વિશાળદષ્ટિવાળા ધર્મગુરુને સર્વોપરીપદે પાંચ વર્ષ માટે ચૂંટી કાઢે અને એના માર્ગદર્શન નીચે સમગ્ર સમાજની ધાર્મિક – નૈતિક ઉન્નતિ માટેના કાર્યક્રમ અમલમાં મૂકે તે આખા સમાજને ખૂબ જ ધર્મલાભ થવાનો સંભવ છે. અનેક ધર્મગુરુઓ, મઠાધીશે, ગાસ્વામીઓ, સાધુસંતો પાસે અઢળક સંપત્તિ છે. એ સંપત્તિના ઉપયોગ, સંસ્કૃતના પ્રચાર અને પ્રસારની, લાખ્ખોની સંખ્યામાં વસતા આદિવાસીઓની તેમ જ પછાત લોકોની વસતિમાં શિક્ષણ, વૈદ્યકીય ઉપચાર, ધર્મભાવનાનું સિંચન, 'નાનાં મેટાં કાર્યો પૂરા પાડતા વ્યવસાયા ઈત્યાદિની જોગવાઈ કરીને સમગ્ર સમાજનું સંગઠન વધુ એકરાગ બનાવી શકાય. વિદેશનાં ખ્રિસ્તી મિશને, ભારતના આદિવાસીઓ અને પછાત લેકમાં ધૂમ પૈસા વેરીને શાળાઓ, દવાખાનાઓ, દેવળા, અને અન્ય સગવડો આપીને તેઓને પોતાના તરફ વાળે છે અને એમાંથી નાગભૂમિ કે મા વિસ્તાર અથવા સાંતાલ પરગણામાં જે અલગતાવાદી અને રાષ્ટ્રની અખંડિતતા – ઘાતક સ્થિતિ સર્જાય છે, તો ઉપર જણાવ્યા પ્રમાણેની ધર્મસભા રચાય, ધર્મગુરુ સમાજ રચાય અને એ સર્વ મઠો, મંદિરોની સંપત્તિની તાકાતથી પછાત વિસ્તારોમાં કામ કરે તે કેટલું સારું પરિણામ ધર્મ માટે, સમાજ માટે, અને દેશ માટે આવી શકે એને ધર્મગુરુઓએ ખ્યાલ રાખવા જોઈએ. આ ધર્મ – પ્રવૃત્તિ છે, રાજકારણ ધર્મહાનિની પ્રવૃત્તિ છે. ધર્મની પ્રતિષ્ઠા અને ધર્માધારિત સમાજની એકતા આ રીતે સ્થાપી અને વિસ્તારી શકાય. પણ રાજકારણના ગંદવાડમાં જો જગદ્ગુરુ સરી પડે તે તેમાં તે મિલનતામાં ખરડાવાનું જ આવે અને ધર્મહાનિ જ થાય. ધર્મગુરુઓને, મઠોને, મંદિરોને ભેટ, સાગાદો અને દાન આપતા ભકતજનોએ પણ ધર્મગુરુઓને આવા ધર્મના રસ્તે જવાના અને ભકતની ભેટને ઉપયોગ સમાજમાં ઉપરોકત રીતે ધર્મપ્રતિષ્ઠા માટે કરવાના જોરદાર આગ્રહ કરવા જોઈએ. આશા રાખીએ કે જગદ્ ગુરુઓ તેમજ અન્ય ધાર્મિક વડાઓ આ વાતનું મહત્ત્વ સમજશે અને રાજકારણમાં રહેલી હિનતાને પિછાનીને એનાથી અળગા રહેશે. ધર્મના નામે સત્તાવાર્થ સાધવા માગતા રાજકીય પક્ષાનાં દબાણા અને ખેંચાણાના જગદ્ગુરુઓએ દઢતાથી પ્રતિકાર કરવા જોઈએ અને રાજકારણથી દૂર રહેવું જોઈએ. ( તા. ૧૦-૨-૬૭ના ‘જનશકિત’ ને અગ્રલેખ સાભાર ઉધૃત્ત). વિષયસૂચિ મતપ્રદાન સમસ્યા પ્રકીર્ણનોંધ: આજે આપણે કર્યો જઈ રહ્યા છીએ? અહિંસાને નામે થતી હિંસા, ધન્ય જીવન, ધન્ય મૃત્યુ, સૌ. શારદાબહેન પરીખનું દુ:ખદ અવસાન, ચૂંટણી વિષે સંક્ષેપમાં. ધર્મગુરૂઓ! રાજકારણ માટે અધર્મ છે. લોકોત્તર પુરૂષની જીવનચર્યા શકિતસ્વરૂપા સિન્ધુબહેન શ્રી. જે. કૃષ્ણમૂર્તિ મહાપ્રસ્થાનના પથ પર ૨૧ તમારા ભુર્વે જીવન પરમાનંદ પૃષ્ઠ ૨૦૩ ૨૦૫ ૨૦૬ ૨૦૭ ૨૦૯ સિકલાલ છે.. પરીખ પૂર્ણિમા પકવાસા શ્રીમતી એની માર્શલ ૨૧૦ પ્રબોધકુમાર સન્યાલ ૨૧૩ લેાકેાત્તર પુરુષની જીવનચર્યા लोकोत्तराणां चेतांसि को हि विज्ञातुमर्हति । ૨૦૭ (શ્રીમદ્ રાજચંદ્ર જન્મ – શતાબ્દી મંડળ તરફથી પ્રગટ થયેલ શ્રીમદ્ રાજચંદ્ર જીવન સાધના : (લેખક : શ્રી મુકુલભાઈ કલાર્થી) ના પુરોવચન તરીકે ગુજરાત વિદ્યાસભાના ડિરેકટર શ્રી રસિકલાલ છોટાલાલ પરીખને અત્યન્ત મનનીય લેખ તે પુસ્તકમાંથી ઉદ્ધૃત કરીને નીચે આપવામાં આવે છે. એ લેખમાં શ્રીમદ ્ રાજચંદ્ર જેવા લોકોત્તર પુરુષોના જીવનચરિત્રમાં બનેલી અને ઈન્દ્રિય દર્શનાવલંબી આપણી બુદ્ધિને સહજ સ્વીકાર્ય ન બને એવી – પુનર્ભવ અંગેની અલૌકિક બાબતનેા નિર્દેશ કરતી ~ ઘટ ના સંબંધમાં આપણું કેવું વલણ હોવું જોઈએ તે મુદ્દા અંગે માર્મિક આલેાચના કરવામાં આવી છે. પ્રબુદ્ધ જીવનના આગળના અંકોમાં ગાંધીજીએ નિરૂપેલા ‘શ્રી રાયચંદભાઈનાં સંસ્મરણા ’ પ્રગટ કરવામાં આવ્યા છે તેના અનુસંધાનમાં શ્રીમદ્ રાજચંદ્રની જીવનપ્રતિભાને સમજવામાં આ લેખ યોગ્ય પરિપૂતિની ગરજ સારશે એવી આશા છે. પરમાનંદ) શ્રીમદ ્ રાજચંદ્ર જેવા પુરુષવિશેષની ચરિતકથા લખવી દુષ્કર છે. ઇન્દ્રિયદર્શનાવલંબી આપણી બુદ્ધિ ખ્યાલ કરી શકે, સમજી શકે અને સ્વીકારી શકે એવી મહત્તા – વિશેષતા – એમના ચરિતમાં નથી એમ નથી : જેમકે એમની અસાધારણ સ્મૃતિ, લઘુવયમાં પ્રજ્ઞાપરિપાક, વ્યવહારનીતિના આગ્રહ, કાર્યકુશળતા, શાસ્ત્રનિપુણતા, ગુજરાતી ગદ્યમાં મૌલિક પ્રભુત્વ, સદાચારનિષ્ટા, સત્યશેાધકતા, વૈરાગ્ય, આત્માનાં મનન, શ્રાવણ અને નિદિધ્યાસન, તદર્થ નિવૃત્તિઉત્સુકતા, નિર્ભયતા ઇત્યાદિ. આ બધા ગુણા વ્યકત કરતા પ્રસંગો, ઘટનાઓ, સમાગમાનાં પણ પ્રામાણિક વર્ણન કરવા, સહેલાં નહિ પણ શક્ય તો છે જ. પણ શ્રીમદ્ . બધા આવિર્ભાવા ઉપરાંત બીજા કેટલાક આવિર્ભાવાને – જે અપેક્ષાએ બાહ્ય કહેવાય એવા આવિર્ભાવાની મૂલ શકિત જેવા છે અને જેમનું વર્ણન તેમના પોતાના શબ્દોમાં થયેલું છે તેમને – સમજવા એ દુષ્કર, અત્યન્ત દુષ્કર છે. તેમને સ્વીકારવાનો પ્રશ્ન તે તેમને સમજ્યા પછી આવે અથવા તે બુદ્ધિતર્કને શાંત કરી કેવળ શ્રદ્ધાને વિષય બને, ઉ. ત., ગુને ર્જન્મ છે- જરૂર છે, એ માટે ‘હું’ અનુભવથી હા કહેવામાં અચળ છું.” એ વાકય પૂર્વભવના કોઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને – પુનર્જન્માદિભાવ કહ્યા છે. તે પદાર્થને કોઈ પ્રકારે જાણીને તે વાકય લખાયું છે.’૧ શ્રીમદના આ અનુભવને શી રીતે સમજવા? મનેાવિજ્ઞાનના ચોકઠામાં એ કઈ રીતે બેસે? અથવા ર ધન્યરે દિવસ આ અહે, જાગી ૐ શાંતિ અપૂર્વ દશ વર્ષે રૂ ધારા ઉલસી, મટયા ઉદય કર્મના ગર્વ રે. ઓગણીસે’ને એકત્રીસે આવ્યો અપૂર્વ અનુસાર રે, ઓગણીસેને બે તાલિસે, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ઓગણીસ ને સુડતાલિસે, સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે, શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. * આવી અપૂર્વ વૃત્તિ અહીં, થશે અપ્રમત્ત યોગ હૈં, કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે. આમાં ‘દશ વર્ષે ધારા ઉલસી' એના શો અર્થ અને એ કઈ મનેાવસ્તુને સૂચવે છે? ‘અપૂર્વ અનુસાર’ આવ્યા એટલે શું આવ્યું? વૈરાગ્ય તે સમજીએ પણ ‘અદ ભુત ’ એટલે શું? — ‘શુદ્ધ સમકિત પ્રકાશ્યું ' એટલે શું થયું? જડ અને ચેતન બે ભિન્ન છે
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy