SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ પ્રબુદ્ધ જીવન પૂર્વક ૭૮ વર્ષ જેટલું લાંબુ જીવન વ્યતીત કર્યું અને કશી પણ વ્યથા કે વેદના વિના ઉપરથી નિયંત્રણ આવવા સાથે પોતાની જીવન જ્યોત આંખના પલકારામાં સંકેલી લીધી. આવી વ્યકિતના જીવનમૃત્યુનો એક સાથે વિચાર કરતાં ‘ધન્ય જીવન, ધન્ય મૃત્યુ' એવા ઉદ્ગાર અન્તરમાંથી સહજ નીકળી પડે છે. સૌ, શારદાબહેન પરીખનું દુ:ખદ અવસાન વર્ષોજૂના કોંગ્રેસી કાર્યકર અને દેશને આઝાદી પ્રાપ્ત થઈ તે પહેલાં લીંબડી અને રાજકોટની લડતના અગ્રગણ્ય સેનાની, આઝાદી બાદ સૌરાષ્ટ્રના એમની રચના થઈ અને જે સરકાર ઊભી કરવામાં આવી તેમાં પ્રારંભમાં પ્રધાન અને ત્યાર બાદ સૌરાષ્ટ્રનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થતાં સુધી સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને ત્યાર બાદ મુંબઈના દ્વિભાષી રાજ્યમાં અને પછી ગુજરાત રાજ્યમાં એમ અનુક્રમે ૧૯૬૩ના સપ્ટેમ્બર માસ સુધી પ્રધાન—આવી ઉજજવળ જેમની રાજકારણી કારકીર્દી છે એવા શ્રી રસિકલાલ પરીખનાં ધર્મપત્ની સૌ, શારદાબહેન પરીખનું લાંબી માંદગીના પરિણામે ફેબ્રુઆરી માસની ૭મી તારીખે મુંબઈ ખાતે અવસાન મું. આ અવસાને કચ્છ, સૌરાષ્ટ્ર તથા ગુજરાતના પ્રજાજને ના દિલમાં ઊંડા શોકની લાગણી પેદા કરી છે. શ્રી રસિકભાઈ પ્રત્યે તેમના ઉપર આવી પડેલી આ આપત્તિના કારણે સૌ કોઈ તીવ્ર સહાનુભૂતિ અનુભવી રહ્યું છે. શારદાબહેન ભાવનગરનાં; શ્રી રસિકભાઈ લીંબડીના. તેમનું ૧૮૩૭ની સાલમાં લગ્ન થયું. આજે શારદાબહેનની ઉંમર ૫૦ વર્ષની; રસિકભાઈની ઉંમર ૫૭ વર્ષની, ૧૯૩૭ના સમય એ દેશી રાજ્યો સાથેના તીવ્ર સંઘર્ષને કાળ હતે. લગ્ન થયું ત્યારથી તે આજ સુધી શારદાબહેન અતૂટપણે રસિકભાઈ સાથે રહ્યા છે અને તેમને પૂરા અર્થમાં સાથ આપ્યો છે. શારદાબહેન વિનાના રસિકભાઈ કલ્પી જ ન શકાય - એવું તેમનું સાહચર્ય હતું. રસિકભાઈના જીવનમાં અનેક ઝંઝાવાતોથી ભરેલી આજ સુધીની તેમની કારકીર્દીમાં-શારદાબહેનના ઘણા મહત્ત્વનો ફાળો રહ્યો છે. રાજકારણમાં પડેલા પુરુષની પ્રવૃત્તિને નામના અને જાહેરાત મળે છે પણ તેને ટેકો આપનાર, બળ આપનાર અને ઘર ચલાવવાની અને બાળકોની ઉછેરવાની ચિન્તા અને જવાબદારીથી મુકત રાખનાર પત્નીની મુંગી તપસ્યા એટલી જ નોંધપાત્ર લેખાવી ઘટે છે. મ ૩૦ વર્ષ સુધી ચાલેલા સુખરૂપ અને સંવાદી સહજીવનનો આ દુર્ઘટનાથી અન્ય આવ્યો છે. રસિકભાઈના માળા ગુંથાયો છે. શારદાબહેનને ઝુંટવી લઈને વિધાતાએ રસિકભાઈ ઉપર ઘણા મોટો કુઠારાઘાત કર્યો છે. શારદાબહેનના પવિત્ર આત્માને પરમ શાન્તિ ઈચ્છીએ! રસિકભાઈને એકલા જીવન ખેડવા પરમાત્મા બળ આપે એમ આપણે પ્રાર્થીએ ! ચૂંટણી વિષે સંક્ષેપમાં (જાન્યુઆરી માસના ‘અભ્યાસ’માંથી ઉદ્ધૃત) “ચાથી ચૂંટણી આપણા દેશમાં યોજાઈ રહી છે એને ભાવપૂર્વક આપણે વધાવીએ અને આપણા આચાર-વિચાર વડે ચૂંટણીને ક્રમ સતત ચાલુ રાખીએ અને લાકશાહીને વધારીએ ! ઈ. સ. ૧૯૫૨, ઈ. સ. ૧૯૫૭, અને ઈ. સ. ૧૯૬૨ પછી હવે (ઈ. સ. ૧૯૬૭) ફેબ્રુઆરીમાં તા. ૧૫થી ૨૧ સુધી થનારી ચોથી ચૂંટણીમાં ૫૨૧ પાર્લામેન્ટરી બેઠકો તથા ૩૪૮૮ વિધાનસભાની (ઘટક—રાજ્યની) બેઠકો માટે તીવ્ર અને તરવરાટવાળી હરીફાઈ થશે. આશરે સાડી બાવીસ કરોડ મતદારો એમાં ભાગ લઈ શકશે, અને ૫૫થી ૬૫ ટકા મતદારો જો મતદાન કરશે તે! તે નોંધપાત્ર સિદ્ધિ બનશે. મતદાન માટે બે લાખ પચાસ હજાર કેન્દ્રો હશે અને પંદર લાખ કર્મચારી ભાઈ બહેનો ચૂંટણી કાર્યની જવાબદારી સંભાળશે. પહેલી ચૂંટણી ચાર માસ ચાલેલી, બીજી ૨૦ દિવસમાં પૂરી થઈ, ત્રીજી માટે ૧૦ દિવસ લાગ્યા અને હવે ચાથી ચૂંટણી માટે ૭ દિવસ જ મુકરર કરેલા છે. કારોબારી તંત્રથી સ્વતંત્ર એવું અખિલ ભારતીય ચૂંટણીપંચ આખું તંત્ર સંભાળી રહ્યું છે અને મુક્ત તથા તેની ચૂંટણી માટે એણે જરૂરી ગાઠવણા કરી છે.” પરમાનંદ 40 તા. ૧૬-૨-૬૭ ધર્મગુરુઓ ! રાજકારણ તમારા માટે અધમ છે. રાજકારણ માટે શિખાના ધર્મગુરુ સંત ફત્તેહસિંહે ઉપવાસે શાદર્યા અને અગ્નિસ્નાનની ધમકી આપી અને આ હેતુ માટે ધર્મસ્થાનક સુવર્ણ મંદિરના મંજીસાહેબ ગુરુદૃારાને ઉપયોગમાં લીધું ત્યારે અમે એને સખ્ત વિરોધ કર્યો હતો. કેમકે અમારી દૃઢ માન્યતા છે કે ધર્મ અને ધર્મસ્થાનકને રાજકારણથી અભડાવવાનો કોઈને ય, ધર્મગુરુનેય, અધિકાર નથી. અને એથી જ પુરીના જગદ્ગુરુ શંકરાચાર્યે ગોવધ – પ્રતિબંધ દાનમાં આદરેલા ઉપવાસાના જ્યારે રાજકીય ઉપયોગ હિત ધરાવતા પક્ષા કરવા લાગ્યા ત્યારે અમે જગદ્ગુરુને પારણાં કરવાની વિનંતીઓની ઝુંબેશ આદરી હતી. ભારતની પ્રાચીનકાળથી ચાલતી આવતી ધર્મ અને ધર્મગુરુ સંસ્થાની પરંપરા હંમેશ રાજકારણથી દૂર રહેવાની છે. બૌદ્ધ ધર્મ રાજય અને રાજકારણનો આશ્રય શોધતા થયા ત્યારથી એની પડતી થઈ. ત્યારે આદિ શંકરાચાર્ય તેમ જ અન્ય હિંદુ આચાર્યવર્ટીએ ધર્મની પુન: પ્રાણપ્રતિષ્ઠા કરવામાં અને ધર્મનું સંવર્ધન કરવામાં રાજ્ય કે રાજકારણના જરા પણ સહારો લીધા ન હતા. રાજકારણથી દૂર અને અલિપ્ત રહેવાની આ પ્રાચીન પરંપરાને લીધે જ ધર્મ અને ધર્મગુરુઓની સંસ્થાએ લોકોમાં ઊંડાં મૂળ નાંખી શકી હતી. કમનસીબે ભારતમાં ઘેરા બનેલા મિલન રાજકારણના કિન્ન વાતાવરણે ધર્મગુરુઓની સંસ્થાને સ્પર્શ કરવા માંડયા છે એ જેટલું આઘાતજનક છે. એથી ય વધુ । ભયાવહ છે. રાજકારણ કે રાજ નીતિનો ધર્મ એ અલગ વાત છે અને ધર્મનું રાજકારણ એ અલગ વાત છે. રાજનીતિનો ધર્મ રાજપુરુષો પાળે – કૌટિલ્યે દાખવ્યો હતો તે પ્રમાણે જમાનાને અનુરૂપ રીતે પાળે તે હિતાવહ છે. પણ ધર્મનું રાજકારણ કેટલું ભયાવહ છે એ ભારતના ભાગલા અને પાકિસ્તાનની સ્થાપનાથી સાબિત થયું છે અને પંજાબી સુબાની સ્થાપના તેમ જ શિખીસ્તાનની સંભાવનાથી દેખાઈ આવે છે. આથી જ જ્યારે જ્યોતિર્મઠના જગદ્ગુરુ શંકરાચાર્ય કોને મત ન આપવા અને કોને આપવા એનાં પ્રવચનમાં ઉતરે છેત્યારે એ રાજકારણમાંના ભયાવહ પ્રવેશ બનીં જાય છે. ગાવધ પ્રતિબંધના આંદોલનના ચાનુસંધાનમાં તાંતેર દિવસેાના ઉપવાસ કરનારા પૂરીના જગદ્ગુરુ શંકરાચાર્ય થોડા જ દિવસમાં મુંબઈ આવનારા છે અને ત્યારે જનસંઘ પેાતાના રાજકારણ માટે એમના ઉપયોગ કરનાર છે એવા પ્રગટ થયેલા સમાચાર જે સાચા હોય તે! તે રાજકારણથી ધર્મગુરુઓ દૂર રહે એવી પરંપરાને ફટકો મારનાર ઘટના જ બની રહે. ચૂંટણી વખતે રાજકારણના ગંદામાં ગંદા મેલની અંદર ખરડાવું એ કોઈ પણ સાધુ, સંત, ગુરુ માટે ઉચિત નથી જ. કમનસીબે ગુજરાતમાં અને અન્યત્ર કેટલાક સંતો મહામહારાજે અને ગાસ્વામીએ ચૂંટણીના રાજકાણમાં સરી પડયા છે એ ખેદજનક છે. ધર્મથી સમાજને ધારણ આપવાનું કાર્ય લોકોની ધર્મભાવના જાગૃત કરવામાં અને તેએને ધર્મનીતિના માર્ગે વાળવામાં જ સાર્થક બન્ને એ દીવા જેવું સ્પષ્ટ છે. હકીકતમાં, જગદ્ગુરુઓ, ધર્મગુરુઓ અને મહંત સમક્ષ સમાજની ધર્મસેવાનું અત્યાર સુધી ઉપેક્ષા પામેલું, વિરાટ કાર્ય વાટ જોવું ઘણા સમયથી ઊભું છે. રાજકારણ કરતાં એના તરફ ધ્યાન આપવું સવિશેષ જરૂરી છે. માત્ર ધાર્મિક પ્રવચનો આપવાથી જ ધર્મ -- પ્રતિષ્ઠાનો હેતુ સચવાતો નથી. આજે દુનિયા જે રીતે ગતિ કરે છે તેના સંદર્ભમાં ભારતની જે સ્થિતિ છે તે જોતાં આ વિષે સર્વ પંથેના ધર્મગુરુઓએ સંક
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy