________________
તા. ૧૬૧૨-૬ાણ્
ܕ܀
પ્રમુખ જીવન
પ્રકીર્ણ નોંધ
આજે આપણે કર્યાં જઈ રહ્યા છીએ?
આજે આપણે ભારતવ્યાપી સામાન્ય ચૂંટણીને લગતા ઘટ્ટ વાતાવરણમાં દાખલ થઈ ચૂકયા છીએ. આજના વાતાવરણમાં માત્ર વાદવિવાદ નથી; માત્ર ગાળાગાળી નથી; પણ ચૂંટણીને લગતી પ્રચારસભાએમાં હવે' તે ''પથ્થરબાજીએ પ્રવેશ કર્યો છે. દેશના રાજકારણી આગેવાનો અને પ્રચારકો આજે ચોતરફ વ્યાપી રહેલી પથ્થરબાજીના ભાગ બની રહ્યા છે; મુંબઈ ખાતે ગયા અઠવાડિએ જાહેર સભાના અંતે તોફાની લોકોના હાથે શ્રી બાબુભાઈ ચીનાઈના પગે મોટી ઈજા થઈ; કોંગ્રેસ પ્રમુખ શ્રી કામરાજને વાગ્યું; ગઈ આઠમી તારીખે ભુવનેશ્વરમાં ભરાયેલી જાહેર સભામાં ઉપસ્થિત થયેલા ભારતનાં મહાઅમાત્ય શ્રીમતી ઈન્દિરા ગાંધીને નાકે કોઈને પથ્થર વાગ્યા અને આપરેશન કરાવવું પડે એ હદ સુધીની યાતનાના તેમને ભાગ થવું પડયું. સંયુકત સમાજવાદી પક્ષના નેતા શ્રી મધુલિમયે પણ ઘાયલ થયા.
આ વખતની ચૂંટણીનું આવું સ્વરૂપ સૌ કોઈના દિલમાં ભારે ચિંતા પેદા કરી રહેલ છે. આ પતિ લોકશાહીને ખતમ કરને વાની છે. ભારતનું જાહેર જીવન આજ સુધી આવા હિંસક આક્રમણથી લગભગ મુકત હતું. આજે જે ચાલી રહ્યું છે તેનું પરિણામ તન્દુરસ્ત અને સ્વસ્થ જાહેર જીવનને ખતમ કરવામાં આવશે.
આ સંબંધમાં કોને અપીલ કરવી તે સમજાનું નથી. જેને આ લખાણ પહોંચશે તે મોટા ભાગે પથ્થર ફેંકનાર નહિ હેય; જે પથ્થર ફેંકનાર છે તેને મોટા ભાગે આ લખાણ. પહોંચવાનું નથી. હિંસા તરફ ઢળતા જતા લોક્માનસના આ નવા પરિપાક છે. આ રસ્તે આખા દેશના ભાવિ માટે ભારે ખતરનાક છે. આ માર્ગ અરાજકતાને નેતરવાના છે. . દેશમાં જેમ શારીરિક બીમારીના-એપીડેમીકના ઉપદ્રવ આવે અને અનેક માનવીઓના પ્રાણ હરી જાય તેમ આજે આખા દેશ એક પ્રકારની માનસિક આંધીને ભાગ થઈ પડયો છે અને તેના પરિણામે પ્રજાજીવનનું સ્વાસ્થ્ય અને તન્દુરસ્તી નષ્ટ થઈ રહેલ છે. એપીડેમીક કુદરતના કોપ હોય છે. આ સુધી માનવીએ પેદા કરેલ ઉપદ્રવ છે. આનું નિવારણ સમજ મસાના સજાગ પુરુષમાં રહેલું છે. સ
સામુદાયિક અનર્થના આરંભ વ્યક્તિના મન, વાણી અને વર્તનની વિક્લતામાંથી થાય છે. આપણા મનમાં હિંસા ભરેલી છે; આપણી વાણીમાં એ માનસ અવારનવાર પ્રગટ થાય છે; તેની સવિશેષ અભિવ્યકિત કદી કદી આપણા વર્તન દ્રારા થઈ જાય છે. આજની પરિસ્થિતિમાં રહેલાં ભયસૂચને ધ્યાનમાં લઈને આપણા મનને સ્વચ્છ કરીએ અને ડિસા તરફ લઈ જંતા- વિચારને દૂર કરતા રહીએ; વાણીમાં સંયમ ધારણ કરીએ અને જેને તેને જેમ તેમ ચંદ્રા તદ્ના—બાલવાનું બંધ કરીએ અને વર્તનને અહિંસાબૂત-મૈત્રીપૂત બનાવીએ. અને આ જ બાબતે આપણી નજીક જે કોઈ આવે તેને સમજાવીએ અને દેશના ભાવિ વિષે તેને સજાગ બનાવીએ—સચિન્ત બનાવીએ. આમ કરવાથી અને આમ જ વર્તવાથી આપણી જાતને અને આખા દેશને જે વ્યાપી વળેલા માનસિક ઉપદ્રવથી આપણે મુકત કરી શકીશું અને જ્યાં અશાન્તિ અને અરાજકતા ફેલાઈ રહી છે ત્યાં શાન્તિ અને સુરાજ્યની આપણે સ્થાપના કરી દીધું. તે જ આપણે લોકશાહીને સુરક્ષિત બનાવી શકીશું અને હેરજીવનમાંથી વિદાય થઈ રહેલી સભ્યતાને પુન: પ્રસ્થાપિત કરી શકીશું. અહિંસાને બદલે થતી કરૂણ હિસા
જાણીતા સમાજસેવક રાજ્યરત્ન શ્રી પ્રતાપરાય ગીરધરલાલ મહેતા તરફથી થોડા દિવસ પહેલાં નીચેના પત્ર મળ્યો હતા:
“શ્રી ડોંગરે મહારાજશ્રીની આઝાદ મેદાનમાં ધર્મકથા થતી હતી, અને હિંદુ ઉપરાંત થેાડા પારસી અને મુસ્લિમ ભાઈઓ પણ
3
૧૦૫
Wa
સાંભળવા આવતા હતા. આ વખતે એક અહિંસાના ચુસ્ત હિમાયતી જૈન ભાઈ પક્ષીઓથી ભરેલાં. પાંજરાં લઈ, આ પ્રસંગે—પક્ષીઓને મુકિત--મહારાજશ્રીને હાથે—અપાવવા આવ્યા. કથાનો પ્રારંભ થઈ ચૂકયા હતા, એટલે નિયામક શ્રી મગનલાલ ન. કાણકીઆએ મને અને શ્રી શામજીભાઈ માવજી પારેખને પક્ષીઓને બંધનમુકત કરવા સૂચવ્યું. આ જૈનભાઈ જુવાન અને સજ્જન હતા, અને કાફર્ડ મારકેટમાંથી નાની લાલ' પચીસેક ચકલીઓ અને દસબાર પોપટનાં બચ્ચાં ખરીદીને આવ્યા હતા.
“મેં એ ભાઈને સમજાવ્યું કે આ નાનકડાં શિશુ ‘લાલ’મુનિયા જે આ બાજુના વગડાનાં વાસી નથી, તે પક્ષી ઉછેરનારને ત્યાં જન્મ્યા છે, તેની સંભાળ પક્ષીના ઉછેરના ધંધા કરનાર માલીકે રાખી હશે. દાણા પાણી તેણે પૂરાં પાડયાં હશે. જંગલ કે આકાશમાં આ પક્ષી કદી ઊડયાં નથી. ઉભા પાકની વચ્ચે ઉડે..તો યે તેમાંથી દાણા ખવાય તેની તેમને આવડત નથી. નદી કે સરોવર પાસે જાય તે પણ તેનું પાણી પીવાની તેમને ખબર નથી. માળા બાંધતાં પણ તેઓ જાણતા નથી. તે . પક્ષીઓને છેડા પછી થોડા કલાકમાં સમળી કે બીજા હિંસક પ્રક્ષીઓના તેઓ ભાગ બનવાના છે. આ નાનકડાં પક્ષીઓ મેટે ભાગે શેભા માટે, પાળવા માટે વેચાય છે . -
“એક બીજી વાત. અમરેલીનું બાળ પક્ષી સંગ્રહાલય, જ્યાં પાળેલા પ્રાણી-પશુ પ્રત્યે પ્રેમ રાખતા શીખવાય છે, અને જેની સાથે બાળકોને રાખવા દેવામાં આવે છે, તેના ક્યુરેટર શ્રી હીરાલાલ શાહ ક્રાફર્ડ માર્કેટમાં થોડા આવાં પક્ષીઓને લેવા માટે ગયેલા. તેને આવાજ કોઈ અહિંસાના ઉપાસક સજ્જન મળી ગયા. તેણે આખું પાંજરું ભરી લાલ મુનિયા ખરીદી હતી તે પાંજરા સાથે ભેટ આપી દીધી. હજી તે મુનીયાં બાળકોનાં આનંદ-પ્રમાદનું સાધન બની રહી છે. અને સદ્ભાગ્યે હિંસક પક્ષીનો ભાગ બની નથી.”
આજે પશ્ચિમનું અનુકરણ કરીને મહાવીર જયન્તી કે એવા ધાર્મિક સંમેલનના પ્રસંગેાએ કબુતર, ચકલી, પોપટ વગેરે પક્ષીઆથી ભરેલા પાંજરા અથવા ટોપલાઓ લાવવામાં આવે છે અને તેમના પક્ષીઓને ઉડાડી મૂકીને તેમને મુકિત-પ્રદાન કર્યાના સંતોષ અનુભવાય છે. આવા દયાપ્રેમી લેક્રોએ આવી. બાબતમાં ઉપરના પત્રમાં દર્શાવેલા વિવેક ખાસ ધ્યાનમાં લેવાની અને આ પ્રકારના કેવળ અવિવેકી અનુકરણના પરિત્યાગ કરવાની ખાસ જરૂર છે. ધન્ય જીવન ! ધન્ય મૃત્યુ!!
ગત જાન્યુઆરી માસની ૨૮મી તારીખે મદ્રાસ ખાતે, વર્ષોથી વ્યાપારવ્યવસાય નિમિત્તે વસેલા શ્રી દેવશીભાઈ મૂળચંદ શાહ ૭૮ વર્ષની ઉમ્મરે આગળ પાછળ કશી પણ માંદગી કે શારીરિક તકલીફના નિમિત્ત વગર પોતાના નિવાસસ્થાનમાં ખુરશી ઉપર બેઠાં બેઠાં અને માળા ગણતાં ગણતાં એકા એક ઢળી પડયા અને વિનશ્વર દેહના બંધનથી મુક્ત બન્યા. શ્રી દેવશીભાઈ જન્મ જૈન હત; પૂરા રાષ્ટ્રપ્રેમી હતા; ગાંધીજીના વિચારોને વરેલા હતા; તથા ખાદીધારી હતા. મદ્રાસના ગુજરાતી સમાજમાં તેમનું અગ્રસ્થાન હતું. શુદ્ધ ચારિત્ર્ય, સેવાભાવના, સાદું જીવન, અપૂર્વ સૌજન્ય, પાર નમ્રતા, ઊંડી ધર્મનિષ્ઠા અને સ્નેહપરાયણ સ્વભાવના કારણે તેઓ મદ્રાસના પ્રજાજનોના અને વિશેષ કરીને ત્યાંનાં સમસ્ત ગુજરાતી સમાજના અત્યન્ત આદર અને સ્નેહનાં પાત્ર બન્યા હતા. તેમની સાથે મને જૂના પરિચય હતા. તેમણે ક્લીકટવાળા શેઠ નાગજી પુરુષોત્તમની પેઢીના ટેકાથી મદ્રાસમાં સૂતરના વેપાર શરૂ કર્યો અને સામાન્ય સ્થિતિમાંથી ન્યાયપાર્જન દ્વારા પોતાનો આર્થિક ઉત્કર્ષ સાધ્યો અને શાન્તિ, સ્વસ્થતા અને કર્તવ્યપરાયણતા