________________
J2
२०२
પ્રબુદ્ધ જીવન
“એ તો તમારે માટે, પણ મને શું લાભ થયા?” “તમારે પણ થોડો પાપનાશ તે જરૂર થયા હશે’’’ એકદમ એના મુખ પર ગંભીરતાની છાયા પથરાઈ ગઈ. એણે શાંત અવાજે કહ્યું, “એ વાત ખોટી નથી. આ દેશમાં જન્મવું એ પણ પાપ છે.” ફરી પાછી એ હસી, ને હસતાં - હસતાં બોલી, “ પણ મે તો કાંઈ પાપ કર્યુંજ નથી. ’’
હું આશ્ચર્યચકિત થઈને બોલ્યો : “એવું તે ય, હિન્દુના ઘરની સ્ત્રીનું પાપ કાંઈ જમા ન થાય એવુંબને?”
“શ્રીઓને વિષે અનેક પ્રકારની વાતો થતી હોય છે.” રાણીએ કહ્યું. “પણ જવા દો એ વાત. હું તો જોઉં છું કે થોડા દિવસ ઘાંચીની ઘાણીમાંથી છૂટી એ મેટામાંમોટો લાભ મને થયો છે. પહાડમાં ને વનમાં ફરી, ને આ ઘેાડા પર ચઢી.”
વાતવાતમાં મેં એકવાર એને પૂછી નાંખ્યું, “અચ્છા, તમારા પતિને મરી ગયાંને કેટલા વખત થયો.”
“ તમારી મહેરબાની!' એમ કહીને એ જરા ચંચલ બની ગઈ ને કહ્યું. “ મહેરબાની કરીને સહાનુભૂતિ પ્રગટ કરવાની કોઈ જરૂર નથી. બાળ વિધવાના કપાળમાં જ રૂદન લખાયલું હાય છે. તમે વળી પાછા એ લાકોની ટોળીમાં શા માટે જોડાઈ ગયા? જે થોડો વખત બાકી રહ્યો છે, તેમાં તે તીર્થયાત્રાના આનંદે ભરી જવા દોને? માણસના જીવનમાં તે અનેક પ્રકારનું રૂદન ભર્યું છે. પણ એને હિસાબ રાખવાની કોને નવરાશ છે? આખી દુનિયાના લોકો મારી તરફ જોઈને અહા બિચારી એમ કહે તે જાણે મારા શરીર પર ચાબૂકના ઘા પડે છે.”
“એમ. ”
ક્ષેતી ચટ્ટી અમે પાર કરી ત્યારે સૂર્ય માથા પર આવ્યો હતો. હવે રસ્તે ચઢાઈ હતી ને રસ્તો સાંકડો હતો. માણસનો સમાગમ હવે કયાંય દેખાતા નહોતો. બન્ને બાજુનું જંગલ ગાઢું બનતું જતું હતું. બન્ને બાજુની વૃક્ષલતાની જમાવટથી જે દિવસનું તેજ દેખાતું હતું તે વચ્ચે વચ્ચે છાયા ને અંધકારથી ઢંકાઈ જતું હતું. તમરાંનો અવાજ સંભળાતો હતો. જંગલી ફ્ લાની મિશ્રાણુગંધથી રસ્તાની હવા ભારેખમ બની ગઈ હતી. લતા વિતાજનાં બાકોરામાંથી વસન્તના પવન પોતાના ઉચ્છ્વાસથી મર્મરિત થઈ ઊઠતા હતા.
ચઢાઈ અત્યંત કષ્ટદાયક હતી. ઘોડો થાકી ગયા હતા. ઘોડાવાળા પાછળ હતો, હવે એ પાસે આવ્યો ને ઘોડાની લગામ પકડીને ખેંચતાં ખેંચતાં ચઢવા લાગ્યો. રસ્તા ખૂબ જ ખાડાખબડાંવાળા ને
ભાંગેલા હતા.
“ઘણા વખત વહી ગયો. તમે નાહ્યાધાયા નથી કે ખાધુંપીધું નથી, તમને જરૂર ચાલતાં આપદા પડે છે.”
મે કહ્યું, “હું પણ એ જ વાતનો વિચાર કરું છું, વિચાર કરું છું કે આવા ભયાનક રસ્તા ચાલતાં ચાલતાં કષ્ટ કેમ થતું નથી. થાક ખાવાના પણ પ્રયત્ન નથી કર્યો.”
મારી વાતથી એ એમાં છૂપાયલી મશ્કરી પકડી પાડશે, એમ લાગતું હતું. પણ રાણી કૌતુકથી અને કટાક્ષભરી નજરે મારી સામે જોઈ હસી પડી. પછી બાલી, “ હા, એમ જ છે. આપણી શકિત કર્યાં જમા થઈને પડી હોય છે, તે આપણે જ જાણતા નથી હોતા.”
દોઢ માસનો રસ્તો પાર કરીને અમે જ્યારે ગણવાજ ચટ્ટીમાં પહોંચ્યા, ત્યારે લગભગ એક વાગ્યા હતા. હવે ચાલવું નથી, સામે જ એક નાનાશા ચેતરો હતા, ત્યાં જઈને ઝાળા ઉતાર્યાં. રાણી ઘોડા પરથી ઉતરી. ઘોડાવાળા ઘોડાને ચાંદી ખવડાવવા કોણ જાણે કયાં લઈ ગયો. ચટ્ટી નિર્જન હતી, રસ્તાની નીચે જ દુકાનવાળા હતા. સામે જ રસ્તાની પેલી બાજુ એક ઝરણું ઝર ઝર કરતું વહેતું હતું. માખીઓનો ત્રાસ ભયાનક હતા. એણે શરીરપરની ચાદર કાઢીને મને કહ્યું, “પગ પર આ ચાદરને ઢાંકીને બેસજો, હું આંખે અને મેઢે પાણી છાંટી આપું. જ્યાં સુધી બધા ન આવે ત્યાં સુધી રાંધવા કરવાની કાંઈ વ્યવસ્થા થવાની નથી.
મેાઢું ધોઈ આવીને તે મારી સામે આવીને બેઠી. માખીના ત્રાસથી નિરૂપાયે ચાદરના એક છેડો તેણે ખેંચ્યો, ને પોતાના પગ તેનાથી ઢાંક્યા. એણે કહ્યું, “આમ તે કોઈ પરદેશ—પારકી ભૂમિમાં
તા. ૧-૨-૧૭
એકલા આવે કે? શરીર સારું છે એમ તે કહેવાય એવું નથી. પણ દેશમાં જઈને થોડા દિવસ વિશ્રામ લેજો. પછી તે શાંતિ જ છેને?”
અધેારબાબુની પત્નીની વિદાય લીધેલી તે દશ્ય તે દિવસે પણ મારી આંખની સામે રમી રહ્યું. એ ભયાનક આધાત હું ભૂલ્યા નહોતા. બ્રહ્મચારી જોડેના ગાઢો સંબંધ જે છિન્નભિન્ન થઈ ગયા હતા તે પણ મારા મનમાં સ્પષ્ટ હતા. હવે કાંય સ્નેહનાં બંધને ન બંધાવાનું મેં મનમાં વિચાર્યું હતું. હૃદયના આવેગમાં તણાવાથી મેં ઘણું દુ:ખ વેઠ્યું હતું. સંબંધો બંધાતા હતા, ધનિષ્ઠ બનતા હતા, ને તૂટતા હતા.
2
માઢામાં આવી વાતે ?”
"
રાણીએ કહ્યું, “આવી વાતાવાળું મન લઈને તો તીર્થમાં આવી છું.” એમ કહીને એક વાર રસ્તા તરફ જોઈને એણે મારા પગ ઉપ રથી ચાદર ખેંચી લીધી, ને એ ઊભી થઈ ગઈ. દિદિમા આવતાં હતાં. તડકા ને રસ્તાના થાકથી દિદિમાનો ચહેરો સાવ બદલાઈ ગયો હતો. નજીક આવીને રાણીને જોતાં જ એ એના પર તૂટી પડી. “રાણી તારા મનમાં શું હતું? જે લોકો પગે ચાલીને આવે તેની પર કાંઈ દયા, માયા કાંઈ છેકે નહિ? દેશમાં ચાલને, ત્યાં બધે તારી વાત ન કરી દઉં તે જોજે. આટલી તુંડમિજાજી, આટલા તાર. કોણે તને આટલા બધા રસ્તા ચાલી નાંખવાનું કહ્યું? ક્ષેતીચટ્ટીમાં મારી વાટ જોતી ઊભી કેમ ન રહી?' બાલતાં બાલતાં તે ચાતરા આગળ આવીને બેસી પડી. “ તને લાવવાની એમાં મારી કેટલી બધી જવાબદારી, તેનું કાંઈ ભાન છે કે નહિ? મારે તે તને મારી નજર સામે જ રાખવી— જોઈએ ને ? પારકી છે.રી, નાની ઉંમર, કેમ આગળ આગળ ભાગતી આવી રહી? તને ખબર નથી કે મારા પગમાં દુ:ખે છે? હું ચાલી. નથી શકતી?”
"
રાણી કાંઈ બોલી નહિ. મેં માથું નમાવી દીધું. હું સમજી ગયા કે રાણીને કહીને એ કોને સંભળાવતી હતી, અને કોની તરફ ચીંધામણ હતું. જોતજોતામાં તો ફોઈ એને એક ડોસી ચટ્ટીમાં આવી પહોંચ્યાં. તિરસ્કાર અને મહેણાંટોણાં ઘણીવાર સુધી સતત વર્ષાતાં રહ્યાં. હું ધીરેધીરે ઊઠીને પાસેની ચટ્ટીમાં જઈને બેઠો. હવે રાંધવાકરવામાં આળસ કર્યો ચાલે એમ નહોતું.
બે કલાક પછી ઝરણાંનાં પાણીમાં વાસણ ધોઈને જ્યારે હું ચટ્ટીવાળા જોડે હિસાબ કરવા જતા હતા, ત્યારે ચાતરા પરથી માટે અવાજે રાણીએ કહ્યું. “રસાઈબસાઈ કરી તે અમને તે જમવા બાલાવ્યા નહિ? અમારો તો આખો દિવસ ઉપવાસમાં ગયો.” કહીને તેણે શુષ્ક હાસ્ય કર્યું.
એની જોડે દિદિમા પણ હસી. મને લાગ્યું કે આબેહવા હલકી થઈ ગઈ છે. દિદિમાની તરફ ફરીને મેં કહ્યું, “તમે લોકોએ કેમ રાંધ્યું નહિ?”
"
એમણે કહ્યું : “ અમારું દલ છૂટછવાયું થઈ ગયું છે. ચૌધરી સાહેબને મુકીને કાંઈ અમે થોડા ખાવાના હતા ભાઈ?”
મૂળ બંગાળી :
શ્રી. પ્રબોધકુમાર સન્યાલ
પૃષ્ઠ
અનુવાદક : ડૉ. ચન્દ્રકાન્ત મહેતા
વિષયચિસ
આજની સમસ્યા માગે છે. પ્રભાવશાળી
નેતૃત્વ અને પ્રજાના ભવ્ય પુરૂષાર્થ, ઉછરંગરાય ઢેખર નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો અંગેના અખિલ ભારતીય પરિસંવાદ. રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણા. માનવવિકાસનું આગવું સેાપાન. પ્રકીર્ણ નોંધ : આગામી મતદાન અંગે ગુજરાતના સામાજિક કાર્યકરોનું નિવેદન, એક વિચિત્ર પ્રશ્ન, લાકશાહી ભારે ખતરામાં.
કેવા સંયોગામાં ગર્ભપાતને કાનૂની રક્ષણ મળવું ઘટે? મહાપ્રસ્થાનના પંથ ૫૨૨૦
ઉષા મહેતા ગાંધીજી વિમલા ઠકાર
પરમાનંદ
૧૯૧
૧૯૩
૧૯૪
૧૯૬
૧૯૮
૧૯૯
પ્રત્યેાધકુમાર સન્યાલ ૨૦૦
માલિક : શ્રી મુ ંબઈ જૈન યુવક સધઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ. મુખ–૩, મુદ્રણૢસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ
12)