________________
તા. ૧-૨૬૭
લુઇ જીવન
મહાપ્રસ્થાનના પથ પર ૨૦
રાત્રે દિદિમા જોડે પરિચય થયો. સ્ત્રીઓ સ્વાભાવિક રીતે તક મળતાં કુટુંબની વાતો કરવાની જ. એનું ઘર કાશીમાં હતું. એના કુટુંબ અને સ્વજન વિષે ઘણી ઘણી વાતો થઈ. એણે પેલી એની સંબંધી સ્ત્રીના જે પરિચય આપ્યો તે બહુ દ્રઢ રીતે મનમાં વસી ગયા. એ ઘેાડેસ્વારી કરતી સ્ત્રીનું નામ ‘રાણી’ હતું.
એને માબાપ નહોતાં, એના પતિનું અકાળે મરણ થયું હતું, એ સરકારી નોકરી કરતા હતા. હમણાં એ ઘણુંખરું એના મામાને ત્યાં રહેતી હતી. નાની ઉંમરમાં જ વૈધવ્યનું દુ:ખ આવ્યું. એ તો સારું હતું કે એને થોડું માસિક ખર્ચ મળતું હતું.
પરિચય વગેરે પૂરું થતાં, હું ત્યાંથી આવતો રહ્યો. ચૌધરી સાહેબ વગેરે માટે રાત્રે વાળુ વગેરેની વ્યવસ્થા કરવાના ભાર પણ મારે માથે આવ્યો. થોડીવાર પછી થોડી પૂરી લઈને હું જ્યારે એમની ચટ્ટી પર ગયા, ત્યારે દિદિમા ને રાણી જપ કરતાં હતાં. હું કયાં સુધી ઉભા રહ્યો. ઘણા સમય પછી એમના જપ પૂરા થયા. મેં કહ્યું. “પૈસા હમણાં જ આપી દેવા જોઈએ. પણેાશેર પુરીના સાડા સાત આના.”
રાણીએ એક રૂપિયો કાઢયો. મારી પાસે પરચુરણ હતું, એટલે બાકીના પૈસા મે' એને પાછા આપ્યા. પૈસા એણે બરાબર તપાસ્યા ને પછી હસીને મને કહ્યું, “આ નાની બે આની એક ચાલશે નહિ.” મેં કહ્યું: “ચલાવતાં આવડે તો અચલ પણ ચાલે.” એમ કહીને હું ચાલ્યા ગયા.
વસન્તના અંત ભાગમાં નદીનું રૂપ ભગવાંવસ્ત્રધારિણી સંન્યાસીનીના જેવું હતું. રેતીના તટ પર જટાજુટવાળાં રૂદ્ર સન્યાસીની અવરજવર ચાલ્યા કરતી હતી, તે પછી સમગ્ર નદી તટ પર એકાએક વર્ષ આવે છે, ને પછી પૂર આવે. એના બન્ને કિનારા પર સંજીવની જાણે પ્રગટી ઉઠે છે. જો કે જીવનમાં પણ એમ જ બને છે ને ?
સવારના તડકાથી ચારે દિશાઓ પ્રકાશિત હતી. આજના રસ્તા ફરીથી પર્વતની ગુફાઓમાં પ્રવેશ કરતા હોઈએ એવો હતો. ધીરેધીરે ભટોલી ચટ્ટી પાર કરી. અમે રસ્તામાં મળવાનું નક્કી કર્યું હતું. હું આગળ આગળ બે માઈલ જાઉં, એટલે પછી એ ઘોડો દોડાવીને પોતાના દળથી વિખૂટી પડીને પાછળથી મને પકડી પાડે. અર્થાત્ આ અમે બે જણ જ જાણતા હતા, એટલે કોઈ ત્રીજું અમારી આ ગોઠવણ ન જાણે એ જ સારું હતું. બધી વાત કાંઈ બધા માટે જાહેર થોડી હોય છે? ભટોલી ચટ્ટી છેડીને હું ઘણા દુર આવી પહોંચ્યા. મારું દલ બધું મારાથી ઘણું આગળ ચાલી ગયું હતું. ગેાપાલદા એકવાર જરા બેટા. તમાકુ ખાધા ને પાછા આગળ ચાલી ગયા. મહેલચેકી સુધીના રસ્તે પૂરો કરવાને માટે બધાના પગમાં તેજી આવે છે. પૂર્વે રસ્તા કાપવાની એક કઠિન સાધતા હતી. હવે તે એ સાધના પણ રહી નહાતી, દ્રઢ ઈચ્છાશકિત પણ નહોતી, આજકાલ રસ્તા તરફ બધાને એક પ્રકારના અણગમા હતા. આમ છતાં એ સર્વેમાં એક માણસ એવા હતા, કે રસ્તા પીડાકારક છે એવું મનમાં લાવત નહોતો, એના પગમાં ન થાકે એવી ચાલવાની શકિતના નશે। હતા. અણખૂટ ઉત્સાહ હતા, એનામાં એક સરલ ને સહજ ગતિ હતી. એ કહેતા હતા, “માર્ગના આનંદ વેગની ખબર પણ ન પડે એવી રીતે પાથેયનો ક્ષય કરવામાં છે. ”
ઘોડાના ડાબલાનો અવાજ સાંભળીને પાછળ ફરીને મે જોયું તે, પેલી ધોડેસ્વાર દુરથી આવતી હતી. પાછળ નદી અને પર્વતની પટભૂમિકામાં તે ઐતિહાસિક યુગની દુર્ગાવતી કે લક્ષ્મીબાઈ જેવી લાગતી હતી. ઘેાડાની પીઠ પર બેસવાની એની રીત આકર્ષક હતી. એણે એક સફેદ સ્વચ્છ લૂગડું પહેર્યું હતું. થોડું માથે એઢનું હતું, ને શરીર પર એક કાળા રંગની ચાદર ઓઢી હતી. પાસે પ્રેમવલ્લભ બીડી પીતે પીતા આવતા હતા.
એ એકદમ પાસે આવીને હસતાં હસતાં બેાલી, “એ વળી સદ્ભાગ્ય કે તમે કૈલાસ ન ગયા.”
મેં કહ્યું, “એ વળી બીજું સદ્ભાગ્ય કે તમે બદરીનાથ આવ્યા. એના વાકય પરથી જ મેં વાકય ઉચ્ચાર્યું એટલે એ જોરથી હસી પડી. પછી પૂછ્યું, “કાલે રાત્રે તમે જન્મ્યા હતાકે?”
"
૨ે ભગવાન! શું આ ઘોડા પર બેઠેલી સ્ત્રીને માટે ઉચિત એવા પ્રશ્ન છે? મે” હસતાં- હસતાં જવાબ આપ્યો, “આ તે તદ્દન અંગત પ્રશ્ન છે. ”
(/
એણે હસતાં – હસતાં છાનાં છાનાં કહ્યું: ‘‘દિદિમા ને એ લોકો આવે છે, તમે જરા ઉતાવળા ચાલીને આગળ થઈ જાઓ.'
કરવાનો ’’
૨૦૧
મેં કહ્યું, “ના, દિદિમાની સામે જ હું તે તમારી જોડે વાત
“તે તમને શું સ્વરાજ મળી ગયું છે? કહું છું ને કે આગળ જા.” એણે સ્નેહપૂર્વક મને ધમકી આપી. ચારી અથવા તે કાંઈ છાનુંછપનું કરવું એ મને જરાય પસંદ નહોતું એ વાત એ જાણે
સમજવા જ માગતી નહોતી.
હું આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં હું આદિબદરી આવી પહોંચ્યા. સામે જ ચાતરા ઉપર નારાયણનું એક પ્રાચીન મંદિર હતું. એની પાછળની બાજુ એક અત્યંત જીર્ણ ગામ હતું. પાસે જ એક સ્વચ્છ પાણીનું ઝરણું હતું. લાકો એમ કહેતા હતા, કે એ ઝરણાનું પાણી તબિયતને માટે ઘણુ ફાયદાકારક હતું. ઠંડીને લીધે આજે સારા પ્રમાણમાં રસ્તે વટાવ્યા હતા, ને હજીય ઘણા રસ્તે કાપી શકાશે એમ લાગતું હતું. જ્યાં સુધી ખૂબ જ થાકું નહિ ત્યાં સુધી કોઈ પણ ચટ્ટીમાં આશરો ન લેવાનું મેં નક્કી કર્યું હતું. મેં કહ્યું કે આદિબદરી દેવનાં દર્શન કરવાને બધાં જુથો એક ઠેકાણે આવીને એકઠાં થયા હતાં. મને સમજાયું કે સામેની દુકાનમાંથી નાસ્તાપાણી કરીને એ લોકો પાછા ચાલવાનું શરૂ કરશે. હું પણ પાછા આગળ ચાલવા લાગ્યા.
આપે અમને અભય મંત્ર, આપે અશોકમંત્ર, આપો અમને અમૃત મંત્ર, આપે। જીવન નવ્ય. હતું જે જીવન તુજ તાવને જે જીવન હતું તુજ રાજાસને,
હું આગળ ચાલવા માંડયા તો ખરા, પણ આજે સવારથી આ નદી, આકાશ, પર્વત અને દુરનાં ગામડાંઓ જાતે મને પોતાની પાસે બોલાવતાં હતાં, અને તેમને છેડીને ન જવા ઈશારો કરતાં હતાં. એ સમયે મહાકવિની કેટલીક પંકિતઓ સ્વયમેવ મારા ચિત્તમાં સ્કુ રી
આવી.
મુકત દીપ્ત એ જીવનથી ચિત્ત ભર્યું મુજ મૃત્યુ – તારક શંકાહારક દા એ મંત્ર તુજ. છેલ્લા ત્રીશ દિવસ જોડે આ દિવસના મેળ ખાતા નહાતા, જાણે નવા તેજોદેશમાં અને નવા જીવનમાં હું અવર્તીર્ણ થયા હાઉ એમ લાગતું હતું. જીવનની ગતિ એવી જ હોય છે. ફ્રી પાછે એને નવીન વેગ પ્રાપ્ત થયો. આજે હું વિચાર કરું છું કે ચિત્ત ધર્મની કોઈ નિર્દિષ્ટ નીતિ નથી, ચિત્ત લેાકની કામનાની કોઈ ઢાંચામાં બાંધેલી પદ્ધતિ નથી. પેાતાના આનંદનો માર્ગ એ પોતે જ ઢૂંઢી લે છે. સંસ્કારના અંતરાયો આવીને પોતાના માર્ગ અવરોધે એ એને પરાંદ નથી, એ જ પ્રમાણે આજેમારૂં મન બંધવિનાની પાંખ ફેલાવીને આકાશમાં ઊડવા ઈચ્છનું હતું.
“શું વિચાર કરૉ છે ? ’'
મેાઢ” ફેરવીને મે’કહ્યું, “તમે છે? આવા આવા, હું વિચાર કરું છું કે તમારી ચાદરનો રંગ કાળાને બદલે લીલા હોત તે કેવું દેખાત ?”
“શું કહેા છે?”
'કહુ છું કે તમારો ઘોડો ચાલે જ છે, દોડતા નથી. '’ “એ દોડતા નથી એજ સારું છે. જો દોડત તે મારી દિશા કાંઈ જુદી જ હાત.'
“શી રીતે?”
“દિદિમા કહેતી હતી,” રાણી! ઘોડા પર તે તું ચઢી છે, પણ ઘેાડાને દોડાવતી નહિ, એટલે કે, ઘોડો મને એને ફાવે ત્યાં ન લઈ જાય, અને મારે જ્યાં જવાનું હોય ત્યાં મને પહોંચાડી દે. હું કાંઈ ઘોડેસવાર થોડી છું? હું મેં તો ઘેાડાને માટે ભારરૂપ છું.
“ટીક: આ વખતે કેટલે દૂર જવું છે?”
“ ચાલીને, જેટલે દૂર જવાય તેટલું. દિદિમાના પગે પાછું સારું નથી, ઘણા રસ્તા કાપે તે પગ ફ્ લી જાય છે. ચૌધરીસાહેબનું શરીર પણ ખરાબ છે. ”
જાતજાતની વાત અમે કરતા હતા. એક વખતે તેણે કહ્યું, “તીર્થયાત્રા તે પૂરી થઈ, હવે શું ? આવીને શું લાભ મેળવ્યો?”
33
પુણ્ય.