________________
૨૦૦
બુધ જીવન
આ
સામાજિક, કાનૂની, રાજકીય તથા ધાર્મિક સંસ્થાઓને પ્રશ્નપત્ર મોકલવામાં આવ્યા હતા. આ પ્રશ્નપત્રના જવાબમાં મળેલા ૫૭૦ પત્રાની જાતતપાસ કરવા ઉપરાંત દિલ્હી, કલકત્તા તથા મુંબઈના વિવિધ ક્ષેત્રમાં કામ કરતા અનેક ભાઈ બહેનોમાંથી અમુક પસંદ કરેલી વ્યકિતઓની આ સમિતિએ પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.
આ સમિતિના સર્વાનુમતી રીપોર્ટ તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો છે. ગર્ભપાત અંગે આજના ઈન્ડિયન પીનલ કોડની ૩૧૨મી કલમ આ મુજબ છે. “જે કોઈ વ્યકિત સગર્ભા સ્ત્રીને કસુવાવડ કરાવશે અને આવી કસુવાવડ એ સ્ત્રીની જીંદગી બચાવવાના હેતુથી કરવામાં આવી ન હોય તે આવી કસુવાવડ કરાવનાર વ્યકિત ત્રણ વર્ષ સુધીની બેમાંથી એક પ્રકારની જેલ, શિક્ષા અથવા દંડ અથવા બન્ને પ્રકારની શિક્ષાને પાત્ર થશે અને જો એ સ્ત્રીના ઉદરમાં બાળક હાલનું ગાલતું હોય તે તેવા ગર્ભપાત કરાવનાર વ્યકિત બેમાંથી એક પ્રકારની સાત વર્ષ સુધીની જેલ શિક્ષાને પાત્ર થશે તેમજ દંડને પાત્ર પણ બનશે. ખુલાસા : જે શ્રી કસુવાવડ કરાવશે તે સ્ત્રી પણ આ કાયદા અનુસાર ગુનેગાર ગણાશે.
આ કલમમાં ‘મિસ્કેરેંજ’-કસુવાવડ શબ્દમાં ગર્ભપાતનો સમાવેશ થાય છે, એટલું જ નહિ પણ, સ્વાભાવિક પ્રસૂતિ થવા પહેલાં શસ્ત્રક્રિયા દ્વારા કરવામાં આવતા ગર્ભસ્થાનના દૂરીકરણના પણ સમાવેશ થાય છે. આવી ગુન્હાહિત કસુવાવડોમાં માત્ર એક જ અપવાદ સૂચિત છે અને તે માતાની જી ંદગી બચાવવાના હેતુથી કરવામાં આવી હાય તેવી કસુવાવડ.
પ્રસ્તુત સમિતિને ક્સુવાવડ અથવા તો ગર્ભપાત અંગેની આ પ્રકારની કાનૂની વ્યવસ્થા અપૂરતી અથવા તે વધારે પડતી મર્યાદિત લાગી છે, અને તેથી તેણે એવી ભલામણ કરી છે કે આ વ્યવસ્થા એટલા પ્રમાણમાં વિસ્તારવી ઘટે કે જેથી માત્ર સગર્ભા સ્ત્રીની જીંદગી બચાવવાના હેતુથી જ, લાયકાત ધરાવતી વૈધકીય વ્યવસાય કરતી વ્યકિતના હાથે કરાવવામાં આવેલા ગર્ભપાત કાયદે સર ગણાવો જોઈએ, એટલું જ નહિ પણ, નીચેના યોગામાં પણ કરાવવામાં આવેલા ગર્ભપાતને કાયદેસર લેખવા જોઈએ :
(૧) જ્યારે ગર્ભધારણનું ચાલુ રહેલું તે સગર્ભા સ્ત્રીની જીંદગી માટે ગંભીરપણે જોખમકારક હોય અથવા તે તેના શારીરિક તેમ જ માનસિક આરોગ્ય માટે જન્મ પહેલાં, જન્મ સમયે અથવા જન્મ પછી ગંભીરપણે હાનિકર્તા બનવાનો સંભવ હોય;
(૨) જ્યારે એવું નક્કર જોખમ હોય કે જો બાળકને જન્માવવામાં આવે તે તે બાળક આખી જી ંદગી સુધી ગંભીરપણે જકડાઈ જાય અથવા તે તેની ક્રિયાશીલતા અટવાઈ જાય એવી શારિરીક કે માનસિક ખાડખાંપણવાળુ થવાની પુરી શકયતા હોય;
(૩) જયારે બળાત્કારમાંથી ૧૬ વર્ષની નીચેની અપરિણીત કન્યા સાથેના સંભાગમાંથી, તેમ જ mentally defective woman-માનસિક વિકલતા ધરાવતી સ્ત્રી—સાથેના સંભાગમાંથી ગર્ભધારણ નિર્માણ થયું હોય.
આવા ગર્ભધારણના અન્ત લાવવા અંગેના ઉપચાર સંબંધમાં આ સમિતિએ નીચેની સરતાના અનુપાલનની ભલામણ કરી છે:–
(ક) આ ભલામણેા નીચે કરવામાં આવનાર ગર્ભપાત ૧૯૫૬ ના ઈન્ડિયન મેડીકલ કાઉન્સિલ એકટ અને ૧૯૬૪ના ડીસેંબરની પહેલી તારીખ સુધીમાં તેમાં જે ફેરફારો કરવામાં આવ્યા હોય તે મુજબના ધારાના પરિશિષ્ટોમાંના કોઈ પણ પરિશિષ્ટમાં જણાવ્યા હાય કે જાહેર કરવામાં આવ્યા હોય તે પ્રમાણેની ડાકટરી યોગ્યતા ધરાવતી વ્યકિતના હાથે જ થઈ શકશે.
તા. ૧-૨-૧૭
(ગ) જે કોઈ ડાકટર ગર્ભધારણના અન્ત લાવવા માટે ઉપચાર કરવા માગતા હોય તેણે ઉપચાર શરૂ કરવા પહેલાં આ બાબતને લગતે પોતાનો અભિપ્રાય લેખિત પ્રમાણપત્રદ્રારા આપવા પડશે.
(ખ) હાલ સુરત કેન્દ્ર સરકારે અથવા રાજ્ય સરકારે જે જગ્યા આ હેતુ માટે મંજુર કરી હોય તે જ જગ્યાએ આવા ગર્ભપાતના ઉપચાર થઈ શકશે.
(ઘ) ગર્ભવતી સ્ત્રીએ અને જો તે ૧૮ વર્ષની નીચેની હાય તો તે ગર્ભવતી છેકરીએ તેમ જ તેના માબાપમાંથી એકે અથવા તે! તે ગર્ભવતી છેાકરી અને તેના વાલીએ સગર્ભા સ્થિતિને અન્ત લાવવા માટે ઉપચાર શરૂ થયા પહેલાં લેખિત સંમતિ આપવી પડશે. આ બધી શરતેમાં એક અપવાદ સૂચવવામાં આવ્યો છે અને તે એ છે કે જ્યારે પ્રસ્તુત ઉપચાર કરનાર ડાકટરને એવા પ્રામાણિક અભિપ્રાય હોય કે ગર્ભવતી સ્ત્રીની જીંદગી બચાવવા માટે તત્કાળ ગર્ભપાત કરાવવાની જરૂર છે અને એવી પરિસ્થિતિમાં ગર્ભપાતન ઉપચાર કર્યા પહેલાં કે પછી પ્રસ્તુત ડાકટર એ મુજબનું લેખિત પ્રમાણપત્ર આપે તે (ખ) અને (ઘ)માં સૂચલેલી સરા બંધનકર્તા
બનશે નહિ.
જે ડાક્ટર ગર્ભપાત કરાવે તેણે આ પ્રકારના ગર્ભધારણના અન્તને લગતી નોટીસ આપવાને લગતા અને તે સંબંધમાં બીજી જરૂરી માહિતી પુરી પાડવાને લગતા ધારા-ધોરણે સરકારે નક્કી કરવા જોઈએ. આ રીતે પુરી પાડવામાં આવેલી માહિતી આ સંબંધમાં નિયુકત કરવામાં આવેલ પોલિસ અધિકારી સિવાય તેમજ જ્યારે કોર્ટના આ સંબંધમાં હુકમ હોય ત્યારે તે કોર્ટ સિવાય અન્ય કોઈને જાહેર કરવામાં નહિ આવે.
આ પ્રશ્ન અને તે અંગે કરવામાં આવેલી ભલામણો બાબતમાં, સિમિત જણાવે છે કે આ રીતે ઉપસ્થિત થતા ગર્ભપાતને લગતા કિસ્સાઓમાંથી સાચા-ખોટાની તારવણી કરવાનું મુશ્કેલ હશે એ વિશે સમિતિ પૂરી સભાન છે, આમ છતાં સિમિતને લાગે છે કે થોડા ખોટા અથવા અપાત્ર કિસ્સાઓની શકયતાના કારણે મેટા ભાગના ખરા કિસ્સાઓને કાનૂની રક્ષણથી વંચિત રાખવા ઉચિત નથી.
આ સમિતિએ આ સંબંધમાં નીચે મુજબની વિશેષ સૂચનાઓ કરી છે :
(૧) જે સ્ત્રીઓ વધારે ગર્ભધારણનો બોજો સહન કરી શકે તેમ ન હોય તેવી સ્ત્રીએ ફરી ફરીને ગર્ભપાત કરાવવાની સ્થિતિમાં ન મુકાય એ માટે ડાકટરે એ સ્ત્રીને અથવા તેના પતિને ઐચ્છિક વન્દેયત્વનો માર્ગ સ્વીકારવાની સલાહ આપવી જોઈએ.
(૨) સંતતિનિયમન દ્વારા મર્યાદિત કુટુંબના વિચારને સારા પ્રમાણમાં વેગ આપવા જોઈએ.
(૩) કુટુંબ નિયોજનને લગતી તરત સુલભ બને તેવી વ્યવસ્થા વિસ્તારવી જોઈએ.
(૪) જાતીય વૃત્તિ, લગ્નજીવન અને પ્રજનન અંગે તન્દુ રસ્ત અને જવાબદાર વલણા પ્રજામાં વિકસે એવા શિક્ષણના ફ્લાવા કરવા જોઈએ.
સમિતિના અભિપ્રાય મુજબ આ પ્રકારના ગર્ભપાતના અત્યંત વિવાદાસ્પદ પ્રશ્ન અંગે નિર્ણય ઉપર આવવામાં મદદરૂપ બન્ને એવા આંકડાઓ કેબીજી માહિતી આપણા દેશમાં સુલભ નથી. આ પ્રશ્ન ઉપર જાહેર જનતાનું ધ્યાન હજુ તાજેતરમાં જ ખેંચાયું છે.
સમિતિ આ સંબંધમાં પુરી સભાન છે કે આ ભલામણા, તેના ટીકાકારના અંગત વલણા મુજબ, કોઈને વધારે પડતી સાંકડી તા કોઈને વધારે પડતી આગળ જતી લાગશે. આમ છતાં પણ સમિતિને! એ મક્કમ અભિપ્રાય છે કે આજ વર્તમાન સંયાગામાં આ ભલામણો વ્યવહાર છે અને આજની વાસ્તવિકતાના સંદર્ભમાં તેને અમલ અત્યન્ત આવશ્યક છે; અને તેથી આ ભલામણેા વિશેષ વિચારણા માટે ભારત સરકાર સમક્ષ રજ કરવામાં આવે છે.
આ ભલામણેા સંબંધમાં એક બાબત તરફ ધ્યાન ખેંચવાની ખાસ જરૂર લાગે છે. આજે આપણા દેશ સમક્ષ વસ્તીવધારાની સમસ્યા ઉત્કટરૂપ ધારણ કરી રહી છે. એમ છતાં આજે અનિવાર્ય જેવા લાગતા ગર્ભપાતને કાનૂની રક્ષણ આપવા અંગેની ભલામણા કરવા પાછળ વસ્તી ઘટાડાના કોઈ વિચાર રહેલા નથી. તે પાછળ છે કેવળ સામાજિક અને નૈતિક સ્વાસ્થ્યના વિચાર. તે જાહેર જનતાને પણ આ પ્રશ્નનો કેવળ સામાજિક અને નૈતિક સ્વાસ્થ્યની દષ્ટિએ વિચાર કરવાનો અનુરોધ છે.
(f)