________________
૧૯૮
પ્રબુદ્ધ જીવન
-
તા. ૧-૨–૬૭
-
પ્રકીર્ણ નેધ
-
આગામી મતપ્રદાન અંગે ગુજરાતના સામાજિક કાર્યકરોનું નિવેદન
ગુજરાતના જાણીતા સમાજ સેવક, ચિંતક તથા સામાજિક કાર્યકરો શ્રી ભોગીલાલ ગાંધી, શ્રી કમળાશંકર પંડયા, ગુજરાત સર્વોદય મંડળના પ્રમુખ ડૅ. દ્વારકાદાસ જોષી, અમદાવાદના આચાર્ય પુરુષોત્તમ માવળંકર, ભૂમિપુત્રના તંત્રી શ્રી કાંતિ શાહ, ગાંધી સ્મારક સંગ્રહાલયના શ્રી કિશન ત્રિવેદીએ ચૂંટણીઓ અંગે નીચેનું નિવેદન ગુજરાતની પ્રજા જોગ પ્રસિદ્ધ કર્યું છે –
ચથી સાર્વત્રિક ચૂંટણીની આડે થોડા દિવસો બાકી રહ્યા છે. આપણા સમગ્ર જીવન પર દુર્ગામી અસર કરે તેવી આ ચૂંટણીઓ હશે. સ્વાભાવિક રીતે આ સંદર્ભમાં લોકશાહીની સમસ્યા ગંભીર રૂપ ધારણ કરશે. ગુજરાતના નાગરિકો લોકશાહીને સાચે મર્મ સમજી આ ચૂંટણી પ્રસંગે દેશના ઉજજવલ ભાવિમાં પોતાને ફાળો કેવી રીતે આપી શકે તેની નિષ્પક્ષ વિચારણા કરવાનો અવસર આવી પહોંચ્યો છે.
“આજના ભારતનું ચિત્ર કરૂણ છે. જીવનના દરેક ક્ષેત્રે અને સ્તરે ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે. દેશ છિન્નભિન્ન થઈ રહ્યો છે. વાતાવરણ હિંસાથી લુષિત છે.
લેકશાહીને વરેલા રાજકીય પક્ષો સુદ્ધાં આ પરિસ્થિતિના નિર્માણમાં જાણેઅજાણે ભાગ ભજવી રહ્યાં છે, જે અત્યંત દર્દ ઉપજાવનારી ઘટના છે. આમ હોવા છતાં, દરેક પક્ષમાં સાચી લેકશાહીને વરેલા કાર્યકરો પડેલા છે, અને તેઓ પણ આજની પરિસ્થિતિથી ગૂંગળામણ અનુભવે છે.
આવી સ્થિતિમાં લોકશાહીને વરેલા રાજકીય પક્ષે અને કાર્યકરોનું ઓછામાં ઓછું એ કર્તવ્ય છે કે તેઓ લોકશાહીની આચારસંહિતાનું પાલન કરે અને પ્રજાને લોકશાહીની સાચી રાજકીય સમજ આપે. - ૧. ન્યાત, જાત, કોમ, સંપ્રદાય અને ધર્મના ધોરણે મત માગે નહીં અને પ્રજા આપે નહીં.
૨. વ્યકિત કે સામૂહિક લાંચ-લાલચને વશ થઈ અથવા પ્રત્યક્ષ કે પરોક્ષ દબાણને વશ થઈ મતદાન કરે નહીં, કરાવે નહીં.
૩. પક્ષ કે જૂથના નામથી અંજાયા વિના પ્રામાણિક શુદ્ધ જાહેર જીવનની નિષ્ઠા ધરાવનાર તથા લોકશાહી પ્રણાલિકા અને શાંતિમય ઉપાયોમાં અતૂટ શ્રટ્યા ધરાવનાર ઉમેદવારને જ મતદાન કરવું.
“આજના દેશના સંકટકાળે અમે ગુજરાતની પ્રજા સમક્ષ અમારા આ વિચારો રજુ કરવાની ફરજ સમજીએ છીએ અને આશા રાખીએ છીએ કે ગુજરાતની જનતા આ વિચારોને અપનાવી લેશે !”
આવી ચૂંટણી અંગેના મતપ્રદાન પ્રસંગે આજ સુધી આપણે પક્ષની ગુણવત્તા ઉપર ભાર મૂકતા હતા અને તે પક્ષના ઉમેદવારની ગુણવત્તાને આપણે ગૌણ લેખતા હતા અને તે પક્ષને ધ્યાનમાં રાખીને તેના ઉમેદવારને આપણો મત આપતા હતા. દેશની આજે બદલાયેલી પરિસ્થિતિમાં, ઉપરનું નિવેદન સૂચવે છે તે મુજબ, મતપ્રદાનનું આવું ધોરણ બદલવું ઘટે છે. હવે આપણે ચૂંટણી માટે ઊભા રહેલા ઉમેદવારની યોગ્યતા ઉપર વધારે ભાર મૂકો અને પક્ષની યોગ્યતાને ગૌણ લેખવી એ અત્યંત જરૂરી બન્યું છે. આમ છતાં પણ રાજકીય પક્ષોની ગ્યાયેગ્યતાને લગતા વિચારની તદ્દન ઉપેક્ષા કરવી એ પણ યોગ્ય નથી. દા. ત. એવો કોઈ રાજકીય પક્ષ હોય દા. ત. સામ્યવાદી પક્ષ કે જે બળવાન બને કે સત્તા ઉપર આવે એ દેશના હિતને તદ્દન પ્રતિકૂળ છે–આવી માન્યતા અમુક મતદાતાની હોવા સંભવ છે. આવા સંયોગમાં આવા પક્ષે પસંદ
કરેલ ઉમેદવાર ગમે તેટલી અંગત ગ્યતા ધરાવતા હોય, તે પણ તેને મત આપવાનું તે મતદાતાને કહી ન જ શકાય. આવા સંયગમાં તે મતદાતાએ કોઈને મત ન આપવો એમ કહેવાને બદલે અન્ય કોઈ પક્ષને વરેલા અથવા તો સ્વતંત્ર રીતે ઉભા રહેલા ઉમેદવારોમાંથી પસંદગી કરીને તેવા ઉમેદવારને મત આપવાની ભલામણ કરવી એ વધારે યોગ્ય છે. ઉપર આપેલા નિવેદનના અનુપાલન સાથે આ અપવાદને પણ સૌ કોઈએ ખાસ ધ્યાનમાં રાખવો ઘટે છે. એક વિચિત્ર પ્રશ્ન
એક મુસલમાન ખેજા ગૃહસ્થ તરફથી થડા દિવસ પહેલાં એક પત્ર મળ્યો, તેમાં તેઓ પોતાને પરિચય આપતાં જણાવે છે કે “હું ૩૦ વર્ષથી નિરામિષઆહારી છું. કયારેય અપવાદથી કે ભૂલથી મેં માંસાહાર કર્યો નથી અને મારા ઘરમાં પણ તેને ઉપયોગ થતો નથી. હું પ્રયત્નથી નિરામિષાહારી બન્યો છું, તેથી હવે તેના વિશે પણ મારા મનમાં વિચારો ચાલે છે. મને એમ લાગ્યું છે કે જેઓ જીવહિંસા ન થાય તેટલા ખાતર જ આમિષ નથી લેતા તેમણે કુદરતી મેતે મરેલા જાનવર ખાવા જોઈએ. પશુને મારીને ખાનારાએ એમ સમજે છે કે કુદરતી મેતે મરેલા જાનવર રોગગ્રસ્ત હોઈને તે ખાવાલાયક ન ગણાય. પણ આવું માંસ ખાનારાઓ માટે પશુની. કતલ કરનારા લોકો માંદા–બીમાર રોગગ્રસ્ત જીવોને પણ છોડતા નથી. તે પછી સુધરાઈ તંત્ર મરેલા જાનવરના શબને તપાસીને તેનું માંસ ખાવાની છૂટ આપે તો ઘણા જીવ મરતા બચે અને મરેલા જીવન ખોરાકમાં ઉપયોગ થાય, જે હાલ તે નકામું જાય છે. આ સંબંધમાં તમારો અભિપ્રાય જણાવશે.”
તેના ઉત્તરમાં મેં જણાવ્યું કે “તમારો આ પ્રશ્ન ભારે વિચિત્ર છે. વધપરિણામી માંસના સ્થાને મુડદાલ માંસને ઉપયોગ કરવાનું વિચારનાર સામે બે વાંધાઓ રજૂ કરી શકાય: એક તે મુડદાલ માંસ આરોગ્યની દષ્ટિએ નુકસાનકારક હોવાને ઘણે સંભવ છે. બીજું મુડદલ માંસ ખાનારને કતલ થયેલા જાનવરનું માંસ ખાવા તરફ ઢળતાં વાર નથી લાગવાની. તંગી અને મોંઘવારીના દબાણ નીચે અથવા તે મુડદાલ માંસ મેળવવાની મુશ્કેલીમાં તેની જીવ્હાલુપતા. નિષિદ્ધ માંસ તરફ ખેંચી જાય એ ખૂબ જ સંભવિત છે.
કુળ પરંપરાથી જે નિરામિષઆહારી હોય તે બે કારણે માંસ ખાતે નથી: એક તે અહિંસાની ભાવનાના કારણે અને બીજું માંસ પ્રત્યે કેળવાયેલી તીવ્ર સુગના કારણે, આવી તીવ્ર સુગ કદાચ તમારામાં હોવા સંભવ નથી અને તેથી જે વિચાર મારી જેવા નિરામિષઆહારી માટે સંભવતો નથી તે વિચાર, તમે મુસલમાન હોઈને તમને આવે છે.
આજે ખાદ્યપદાર્થોની અછત દિવાસાનુદિવસ વધતી જાય છે એવા સંયોગોમાં મુડદાલ માંસ આરોગ્યની દષ્ટિએ વાંધા પડતું નથી એમ પુરવાર થાય (જ પુરવાર થવાનું મને શકય લાગતું નથી અને આજના માંસાહારી તે માંસનો ઉપયોગ કરવાનું વિચારે તો તે સામે વાંધો ઉઠાવવા જેવું મને કશું દેખાતું નથી, પણ નિરામિષ– આહારીઓને તેમ કરવાનું કદિ પણ કહી શકાય નહિ, કારણ કે તેમના. માટે તે, એક પ્રકારની જીવનવ્રતના ધોરણે, માંસ માત્ર અખાદ્ય છે.
જે મુડદાલ માંસને નકામું ગણીને ફેંકી દેવામાં આવે છે તેને સાર્વત્રિક ઉપયોગ થાય તે દેશને આર્થિક રીતે ઘણા. ફાયદો. થાય – આમ તમે જે જણાવો છો તે કદાચ બરોબર હશે અને તેથી તેવું માંસ જેમના માટે ખાદ્ય બની શકતું હોય તેઓ ભલે તેને ઉપયોગ કરે, પણ નિરામિષાહારીઓને આમ કહેવું કે સૂચવવું એ અર્થલાભના ઓઠા નીચે અધર્મને નેતરવા બરોબર છે.
જીવન સાથે સંબંધ ધરાવતી બધી બાબતેને કેવળ આર્થિક રીતે વિચાર કરવો યોગ્ય નથી. આ ઉપરાંત, બીજા અનેક દષ્ટિબિન્દુઓ