________________
તા. ૧-૨-૧૭
છે. આ તો હીરા, મોતી, જવાહર છે, તેને વેડફી ન દેવાય. શબ્દ એક શકિત છે. શબ્દની પવિત્રતા, શબ્દની મહત્તા માણસે ઓળખવી પડશે. તેણે હંમેશાં જાતને પૂછ્યા કરવું પડશે કે હું જે બાલું છું, તે અંગે મારી ભીતર આત્મ-પ્રત્યય છે? માણસ-માણસ વચ્ચે પ્રત્યયોનું આદાન-પ્રદાન થવું જોઈએ. સ્પર્શ કરશે તો આત્મ-પ્રત્યય કરશે, કોરો શબ્દ નહીં. શબ્દની અંદર સહાનુભૂતિની સજીવતા હશે તો તે કામ કરશે.
ભુજ જીવન
બીજી બાજુ સ્વસંવેદતાને આધારે માણસે પોતાના શરીરના, મનના, બુદ્ધિનો પરિચય મેળવ્યા. શરીરવિજ્ઞાન, મનોવિજ્ઞાન વગેરેન ઘણો વિકાસ થયો. પણ હવે આ દિશામાંયે માણસને વિકાસ રૂંધાઈ ગયો છે. આજે માણસ વિજ્ઞાનની મદદથી થોડું થોડું તો સમજવા લાગ્યો છે કે મન એક ઉપકરણ છે. માણસ શરીરથી, મનથી, બુદ્ધિથી પર છે. હમણાં પશ્ચિમમાં એક મૂલગામી શોધ થઈ છે કે માણસનું બધું જ્ઞાન, અનુભૂતિ વગેરે brain cells માંના અમુક રસાયણમાં સંઘરાયેલું હોય છે. એટલે એ રસાયણને એક માણસના મગજમાંથી ખેંચી લઈને બીજાના મગજમાં ઈન્જેકટ કરી દેવાય, તે પેલા માણસની સ્મૃતિ, બુદ્ધિ, જ્ઞાન બધું બીજામાં પહોંચાડી દઈ શકાય. આ માટેના પ્રયોગા ઉંદરો, સસલાં વગેરે પર સફળ થયા છે.
આ બધા પરથી હવે એટલું સ્પષ્ટ થતું જાય છે કે મન ને બુદ્ધિ તે યંત્ર છે, સાધન છે, ઉપકરણ છે. માનવનું સત્વ તે નથી. માટે માનવજાતિએ એક ડગલું આગળ માંડવું હોય, તે તેણે હવે આ મન અને બુદ્ધિના ક્ષેત્રથી ઉપર ઊડતા શીખવું જોઈએ. આજે તો માણસના બધા વ્યવહાર મન સાથેની તદાત્મ્યતા, વિચાર સાથેની તદાત્મતા, ભાવનાઓની સાથેની તદાત્મતાથી ચાલે છે અને તેમાંથી ગ્રંથિઓ નિર્માણ થાય છે. માણસની ચેતનાનું આજનું જે સ્વરૂપ છે, તે ગ્રથિમય છે. આ વાત હવે આપણે સમજી લેવી પડશે અને મનથી પર થવાની સાધના કરવી પડશે. આના વિના આરો નથી. નહીં તો કોઈ તનમાં અટકયા, કોઈ મનમાં અટકયા, એના જેવું થશે. !
માનસિક કર્મ, બૌદ્ધિક કર્મ વગેરે આંશિક ક્રિયા છે. ક્રિયા અને કર્મમાં ફરક છે. સમસ્ત અસ્તિત્વમાંથી જે સહજ ઝંકૃત થઈ ઊઠે છે, તે કર્મ છે, જ્યારે ઈન્દ્રિયોને વશ થઈને જે કરવામાં આવે છે તે ક્રિયા છે. મન દ્વારા થતા હક પ્રયત્ન, માનસિક છે, તે હવે શું કરવું ? વળી, આજ સુધી માણસે ચેતન દ્નારા અચેતનનું વિવેચન કર્યું. પણ હવે એ ખ્યાલમાં આવવા માંડયું છે કે ચેતન અને અચેતનની પર થયા પછી જ માનવીય જીવનના આરંભ થાય છે. આટલા બોધ સુધી માણસ આજે પહોંચ્યો છે. હવે આનાથી પર જે ચેતનાનું ક્ષેત્ર છે તેમાં પદાર્પણ કરવા સારું મન અને બુદ્ધિ કામ નહીં આવે. તે બધાં વિષમ સાધન છે. આ બોધ જેને થયા નથી તેની સાધનાના પ્રારંભ થયો ગણાય. આને તમે જિજ્ઞાસા કહી શકો. આ બાધ ન થયો હોય, તો અથાતો પ્રાજ્ઞિાસાની ભૂમિકામાં હજી નથી પહોંચાયું, એમ જ માનવું જોઈએ.
આ ક્ષેત્રમાં આગળ શી રીતે વધવું ? પહેલી વાત તો એ કે જો જિજ્ઞાસા પ્રામાણિક હોય, તો માનસિક કર્મની મર્યાદાઓનું ભાન માણસમાં કોઈ પ્રકારની વિવશતા પેદા નહીં કરી શકે. બાજ તા ત્યારે લાગે છે, જ્યારે ભિતર જિજ્ઞાસાની જ્યોત પ્રજવલિત ન થઈ હોય, અને મનમાં કંઈક તૈયાર નકશાઓ ને કલ્પનાઓ ગંઠાઈને પડયાં હાય. જિજ્ઞાસા પ્રામાણિક હાય, તો તેની સાથે નમ્રતાના પ્રાદુર્ભાવ અવશ્ય થાય છે. મેં કદી ન કલ્પ્યો હોય, મેં કદી ન સાંભળ્યો હાય કે ન જાણ્યો હોય, જે અત્યાર સુધી અવર્ણનીય અને અક્શનીય રહ્યો હાય, જીવનના એવા પણ કોઈ સાક્ષાત્કાર હોઈ શકે છે—આ વિનમ્રતાની ભૂમિકા છે. જીવનનો સાક્ષાત્કાર મારા હિસાબ, ગણિત અને તર્ક અનુસાર થવા જોઈએ, એ
૧૯૭
બોજ આંતરિક યાત્રામાં બહુ મેોટી આડખીલીરૂપ બની જાય છે.
આને જ જ્ઞાનદેવે સર્વાશૂન્યતાના નિષ્કર્ષ કહ્યો છે.. આપણે લોકો શૂન્ય એટલે રિકત, શૂન્ય એટલે અવકાશ, એમ માનીએ છીએ. તેથી વિનમ્રતાનો આશય શૂન્યતા છે એમ કહું તો બીજી ઘણી ચીજો સાથે તે જોડી દેવાશે. એનું વર્ણન કરવામાં આ મુસીબત છે. આને મૌન કહીશું, શાંતિ કહીશું, નિર્વિકલ્પ અવસ્થા કહીશું? એ બધા શબ્દો સાથે અમુક સહચારી ભાવ ગંઠાઈ ગયા હોવાથી તેને ઉપયોગ કરતાં સંકોચ થાય છે. પરંતુ ટુંકમાં આ બોધમાં જ સાધનાનો પ્રારંભ છે. આ મૌન દ્વારા જે દ્રાર ખૂલે છે, તેમાં જીવનનું કોઈ ખંડિત દર્શન નથી થતું. તેમાં પછી વ્યવહાર અને અધ્યાત્મ વચ્ચે કોઈ ભેદ નથી રહેતા. આજે આવા બોધની માણસના વિકાસ માટે નિતાંત આવશ્યકતા છે. માનવતાનો પ્રારંભ જ તેનાથી થશે. ભ્રાતૃભાવ, શાંતિ વગેરે મેળવવાં હશે, તો પણ મૌનને દ્વારે ઊભા રહીને આત્મ પરિચયની સાધના જ કરવી પડશે.
આ એક આંતરિક યાત્રા છે. તે ન તનથી થશે, ન મનથી. સમય અને અવકાશના આધારે પણ તે નહીં થાય. તેને માટે પહેલેથી કોઈ દિશા અને કોઈ લક્ષ્ય પણ નિશ્ચિત નહીં કરી શકાય. જીવનનું યથાર્થ આકલન અને સત્યનું શેાધન, એ બે જ પ્રયાજન જમના હૃદયમાં જાગૃત થયાં હોય છે, તેઓ આ યાત્રાએ નીકળી પડે છે. આપણે બધાં એકમેકની સાથે રહેવા છતાં પોતપોતાનું આગવું વ્યકિતત્વ ધરાવતા હોઈએ છીએ. દરેકના તાણાવાણા અલગ છે. એટલે દરેકની સાધના પણ પોતપોતાની આગવી રહેવાની. એકબીજામાંથી પ્રેરણા મળી શકે છે, પણ પથ તો પોતપોતાના જ રહેશે.
આને બદલે માણસ જો બીજાઓની અનુભૂતિઓમાં ફસાઈ જાય છે, તે તેના વિકાસ રૂંધાય છે. પસંદગી, ના-પસંદગીના ઝમેલામાં એ પેાતાની ક્ષમતા ગુમાવી બેસે છે. સત્ય - શેાધન સારુ પછી અવકાશ નથી રહેતા. બહુ જ ઉપલકિયા સ્તરમાં તે અટવાઈ જાય છે. બીજાઓના જીવનમાંથી પ્રેરણા જરૂર મળી શકે છે, પણ તે એમની અનુભૂતિઓને પ્રમાણ બનાવવા સારુ નહીં, એમના વિચારોને અંતિમ માની લેવા સારુ નહીં, અરે બીજાઓના શું, પોતાના વિચારોને પણ અંતિમ ન માની લેવાય. નિરંતર ગતિશીલતા એ જીવનનો ધર્મ છે. નહીં તો ચેતનાના પ્રવાહમાં વિવિધ પ્રકારની ગ્રંથિએ નિર્માણ થઈ જાય છે.
આ બીજાની અનુભૂતિના આશરો લેવાનો મનોવ્યાપાર માણસને પ્રિય થઈ પડયો છે. તેને જ આપણે સાધના માની લીધી છે. પરંતુ ન અનુભૂતિ ઉધાર લઈ શકાય છે, ને જિજ્ઞાસા ઉધાર લઈ શકાય છે. આ વ્યવસાયની વ્યર્થતા શીઘ્રાતિશીધ્ર આપણે સમજી લઈએ અને મનના મૌનમાં જે અજ્ઞાનતા, અજ્ઞેયના દર્શન થશે તેને માટે તૈયાર રહીએ. આ મેટું સાહસનું કામ છે. તેમાં ભીરુનું કે કાયરનું કામ નથી. સાધનાના નિષ્કર્ષ અગાઉથી માલૂમ પડી જાય, એ વૃત્તિ ભીરુતાની વૃત્તિ છે. કોને ખબર છે, એ મૌન અને શૂન્યતાની દિવ્ય સૃષ્ટિમાં શું હશે? આજની મનેારિચત સૃષ્ટિ બધી તૂટી જશે. મૌનને દુનિયાનું સૌથી વધુ સ્ફોટક પરિબળ કહ્યું છે. આના અગાઉથી હિસાબ શું કરી શકાય ? નાના અણુમાં કેટલી શકિત છે તેના યે કયાસ કયાં નીકળી શકે છે? આમાં એક નવી ચેતનાના પ્રાદુર્ભાવ થશે. ‘અહં’ અને ‘મમ’નું ભાન ખસકી જશે. જાણે પગ રાખવા જમીન નહીં મળે. માનસિક કર્મને આધારે જીવનમાં એક પ્રકારની સુરક્ષા છે, તે સુરક્ષાને તિલાંજલી આપવી એ મોટું સાહસનું કામ છે. જેનામાં આવું સાહસ હાય, તે આ આંતરિક યાત્રાને પથિક બને છે.
વિમલા ઠકાર
અભિનવ સંભાર
મમતાનું મરચું, મક્કમતાની મેથી, મીઠાશનું મીઠું, રમૂજની રાઈ, હિંમતની હિંગ અને હૈયાની હળદર, સપ્રમાણ ભેગી કરી, તપરૂપી તેલથી વઘારી બનાવેલા આ સંભાર તમારા ભાવનાના ભાજનને વધુ સ્વાદિષ્ટ બનાવશે. મહેન્દ્ર પી. ઠક્કર