SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધ જીવન તા. ૧–ર–૧૭. બીજી કરે છે. આપણા પ્રિયતમને સારૂ પણ આપણે સત્યને હળવું કે સતું ને કરીએ. મોક્ષ અમૂલ્ય વસ્તુ છે. મોક્ષ આત્માની અંતિમ સ્થિતિ છે. મેક્ષ એવી મોંધી વરવું છે કે તે મેળવતાં જેટલો પ્રયત્નસમુદ્ર તીરે બેસી એક સળી લઈ તેની ઉપર એક એક બિંદુ ચડાવી સમુદ્ર ઉલેચનારને કરવો પડે તેના કરતાં ય વિશેની આવશ્યકતા છે. એ મોક્ષનું રીપૂર્ણ વર્ણન અસંભવિત છે. તીર્થંકરને મોક્ષની વિભૂતિઓ સહજ પ્રાપ્ત હોય. આ દેહે મુકત પુરુષોને રોગાદિ હોય નહિ. નિર્વિકારી શરીરમાં રોગ સંભવ નથી. રાગ વિના રોગ હોય નહિ. જ્યાં વિકાર ત્યાં રાગ રહેલે જ હોય; જયાં રાગ ત્યાં મોક્ષ સંભવે નહિ. મુકત પુરુષને જોઈતી વીતરાગતા કે તીર્થંકરની વિભૂતિઓ શ્રીમદ્ પ્રાપ્ત નહોતી થઈ. સામાન્ય મનુષ્યોના પ્રમાણમાં શ્રીમદુની વીતરાગતા અને વિભૂતિઓ ઘણી વધારે હતી, તેથી આપણે તેમને લૌકિક ભાષામાં વિતરાગ અને વિભૂતિમાન કહીએ, મુકત પુરુષને સારૂ કલ્પાયલી વીતરાગતાને અને તીર્થકરની વિભૂતિઓને શ્રીમદ્ નહોતા પહોંચી શક્યા એવો મારો દઢ અભિપ્રાય છે. આ કંઈ એક મહાન કે પૂજય વ્યકિતનો દોષ બતાવવા સારૂ નથી લખતો, પણ તેમને અને સત્યને ન્યાય મળવા ખાતર લખું છું. આપણે સંસારી જીવ છીએ, ત્યારે શ્રીમદ અસારી હતા. આપણને અનેક યોનિમાં ભટકવું પડશે, ત્યારે શ્રીમદ્ કદાચ એક જન્મ બસ થાઓ. આપણે કદાચ મોક્ષથી દૂર ભાગતા હોઈશું ત્યારે શ્રીમદ્ વાયુવેગે મક્ષ તરફ ધસી રહ્યા હતા. આ થોડો પુરુષાર્થ નથી. એમ છતાં મારે કહેવું જોઈએ કે શ્રીમ, જે અપૂર્વ પદનું તેમણે સુન્દર વર્ણન કર્યું છે તે પામી નહોતા શક્યા. તેમણે જ કહ્યું છે કે તેમના પ્રવાસમાં તેમને સહરાનું રણ વચમાં આવ્યું તે ઓળંગવું બાકી રહી ગયું, પણ શ્રીમદ્ રાજચંદ્ર અસાધારણ વ્યકિત હતા. તેમનાં લખાણ એ તેમના અનુભવની બિન્દુ સમાં છે. તે વાંચનાર, વિચારનાર અને તે પ્રમાણે ચાલનારને મોક્ષ સુલભ થાય, તેના ઉપાયો મિોળા પડે, તેને સંસાર વિશે ઉદાસીનતા આવે, તે દેહને મોહ છોડી આત્માર્થી બને. આટલા ઉપરથી વાંચનાર જોશે કે શ્રીમદ્રના લખાણ અધિકારીને સારૂ છે. બધા વાંચનાર તેમાં રસ લઈ નહિ શકે. ટીકાકારને તેની ટીકાનું કારણ મળશે. પણ શ્રદ્ધાવાન તેમાંથી રસ જ લૂંટશે. તેમનાં લખાણમાં સત નીતરી રહ્યું છે એ મને હંમેશા ભાસ આવ્યો છે. તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સારૂ એક અક્ષર નથી લખ્યો. લખનારને હેતુ વાચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાને હતે. જેણે આત્મકલેશ ટાળેલા છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેમને શ્રીમન્નાં લખાણોમાંથી બહુ મળી રહેશે એવો મને વિશ્વાસ છે, પછી ભલે તે હિન્દુ હો કે અન્યધર્મી. સમાપ્ત ગાંધીજી - તંત્રીને ધ: શ્રીમદ્ રાજચંદ્ર તીર્થંકરની કોટિના અથવા તો મુકત પુરુષ હતા કે નહિ તે પ્રશ્ન બાજુએ રાખીએ, કદાચ એ સંબંધમાં ગાંધીજીએ કરેલું નિશ્ચયાત્મક વિધાને આપણે સ્વીકારીએ, તે પણ તેમણે જે એમ જણાવ્યું છે કે “આ દેહે મુકત પુરુષોને રેગાદિ હોય નહિં, નિર્વિકારી શરીરમાં રોગ સંભવ નથી. રાગ વિના રોગ હોય નહિ.” આ તેમનાં વિધાનો વિવાદાસ્પદ છે. કારણ કે જેમને આપણે તીર્થંકર, બુદ્ધ અથવા મુકત પુરુષ તરીકે સ્વીકારીએ છીએ અને ગાંધીજી પણ આવા તીર્થકર, બુદ્ધ કે મુકત પુરુષના અસ્તિત્વને ઈનકાર નથી જ કરતા તેઓ પણ શારીરિક વ્યાધિથી મુકત નહોતા. ભગવાન મહાવીરને ગોશાળાની તેજેલેથાથી લોહીવા થયું હોવાને શાસ્ત્રોમાં ઉલ્લેખ છે; ભગવાન બુદ્ધનું નિર્વાણ અતિસારના રોગના પરિણામે થયાનું સુવિદિત છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ અથવા તો શ્રી રમણ મહર્ષિને આપણે આ છે મુકતપુરુષ માનીએ તે તે બંને મહાપુરુષો કેન્સરના વ્યાધિથી પીડાતા હતા. રાગદ્વેષ જેવા માનસિક વિકારને લીધે શારીરિક રોગ પરિણમતા હશે, પણ માનવીના શરીરમાં, શરીરની અંદરના કે બહારના બીજા અનેક કારણોને લીધે પણ રોગો પેદા થાય છે જેને રાગ દ્વેષ આદિ માનસિક વિકાર સાથે કોઈ સંબંધ દેખાતું નથી. ચેપ માત્ર બહારથી આવે છે અને માનવીના શરીરની ક્ષમતા અતિ મર્યાદિત હેઈને તેવા ચેપની અસરથી મુકત રહેવામાં ગમે તેટલી ઉચ્ચ કક્ષાનો માનવી પણ ઘણીવાર અસમર્થ નીવડે છે. આ રીતે શારીરિક રંગો સાથે માનવીના રાગદ્વેષાદિ વિકારોનું ગાંધીજીએ પેલું અનિવાર્ય જોડાણ સયુકિતક લાગતું નથી. પરમાનંદ માનવ-વિકાસનું આગલું પાન (અમદાવાદ, તા. ૨૩-૧૦-'૬૬ અને વડોદરા, ૩૦-૧૦-'૬૬: ગુજરાતના કાર્યકરો સમક્ષનાં તથા થિયોસોફિકલ સેસાયટીમાંનાં વકતવ્યો પરથી સંકલિત). મને વિષય આપવામાં આવ્યું છે : “વ્યવહારમાં આધ્યાત્મિક જીવન.” પણ હું બેઉ નથી જાણતી. વ્યવહાર શું છે અને અધ્યાત્મ શું છે, તેની મને ખબર નથી. મને જે કોઈ ખબર હોય તે તે જીવનની ખબર છે. હું એટલું જાણું છું કે જીવનની સન્મુખતામાં માણસ જીવે છે અને જીવનની વિમુખતામાં મૃત્યુ છે. આ જીવનની સન્મુખતાને તમે અધ્યાત્મ કહેતા હો અને વિમુખતાને વ્યવહાર, તો મને વાંધો નથી. બાકી આજે આ દેશમાં આપણે બધાં જીવનથી વિમુખ થઈ રહ્યાં છીએ; આપણે ભયગ્રસ્ત છીએ, જીવનથી બચવાને, જીવનથી ભાગવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ. વિચારોની મદદથી, ભાવનાઓની મદદથી આપણી ચારેકોર સંરક્ષણની દીવાલ ઊભી કરી દઈએ છીએ. આને શું વ્યવહાર કહેશો? ખરું કહું તે વ્યવહાર નામની એક સ્વતંત્ર સત્તા અને પરમાર્થ નામની બીજી સત્તા અસ્તિત્વમાં છે, એવો બોધ મને થયું નથી. માટે વિષયને બાજુએ રાખીને થોડું સહચિંતન કરવાને હું પ્રયત્ન કરીશ. માણસ બે વિશેષતાઓ સાથે નિર્માણ થયો. પોતાની બે આગવી શકિતઓ સાથે તે પશુયોનિમાંથી ઉપર ઊઠે. એમાંની એક તે વાકશકિત. વાણી એ માણસની વિશેષતા છે. પરસ્પરના સંવાદ માટે તેણે સંજ્ઞા, સંકેત અને શબ્દનું નિર્માણ કર્યું. તેમાંથી ભાષા બની. ભાષા એટલે શબ્દાત્મક પ્રતીકોની સુવ્યવસ્થિત રચના. તે દ્વારા માણસ પિતાની અંદરના આઘાત, પ્રત્યાઘાત, અનુભૂતિઓની અભિવ્યકિત કરી શકે છે. આ શબ્દસૃષ્ટિને ઈશ્વર માનવ છે. એવી જ રીતે ધ્વનિ અને નાદમાંથી સ્વરનાં પ્રતીક બન્યાં અને એ સ્વરાત્મક પ્રતીકોમાંથી સંગીત ઊભું થયું. વળી, રેખાત્મક પ્રતીકોમાંથી કળાને જન્મ થયો. આ સાહિત્ય, કળા, સંગીત એ પ્રતીકો બનાવવાની માણસની શકિતમાંથી નિર્માણ થયાં છે. આ શકિત માણસની આગવી શકિત છે, અને તેમાંથી માનવસંસ્કૃતિ પાંગરી છે. માણસની આવી બીજી વિશેષતા છે સેલ્ફકોન્સિયસનેસસ્વસંવેદ્યતાની શકિત. વૈશ્વિક ચેતનાના વિકાસમાં માનવરૂપે એક પરિપાક આપણી સામે આવ્યો છે. વૈશ્વિક ઉત્ક્રાંતિ માનવના સ્વરૂપમાં પોતાના વિશે સભાન બની છે. આ વિશિષ્ટ શકિતમાંથી વિભિન્ન ધર્મોને, દર્શનને આધ્યાત્મિક સાધનાઓને વિકાસ થયો. પરંતુ આજે એમ લાગે છે કે આ બેઉ વિકાસધારા અમુક મુકામે આવીને અટકી ગઈ છે. એમનો આગળનો વિકાસ રૂંધાઈ ગયું છે. પરસ્પર સંવાદની બાબતમાં આજે એમ અનુભવાય છે કે પ્રતીક આખરે માત્ર પ્રતીક છે, તે સત્ય નથી. અંદરની અભિવ્યકિત માટે તે બહુ પંગુ સાધન છે. જો કે મોટા ભાગના માણસમાં હજી આ સભાનતા અવતરી નથી. એટલે શબ્દ અને શબ્દના સહચારી ભાવ અંદરની અનુભૂતિ કરતાં વધુ મહત્ત્વના થઈ ગયા છે. વળી, દેશ-દેશમાં એક જ શબ્દના સહચારી ભાવ ભિન્ન ભિન્ન હોવાથી. તે ભાવો અંદરોઅંદર ટકરાવા લાગ્યા છે. આ અમારું પ્રતીક, તે જ સાચું. આમ, શબ્દો ને વિચારો ટકરાવા લાગ્યા, વિચારમાંથી ઉત્પન્ન થયેલા વાદો ટકરાવા લાગ્યા, એ વાદોને લઈને માણસો અંદરોઅંદર ટકરાવા લાગ્યા. માટે આજે ફરી એ સમજવાની જરૂર છે કે આ શબ્દો તો આખરે પ્રતીક છે, માધ્યમ છે. મૂળ વસ્તુ અંદરની અનુભૂતિ છે, અને તેની અભિવ્યકિત આપણે કરવાની છે. આજે તે શબ્દો જેમતેમ ફેંકાય છે. આપણે સહુએ એ ટેવ પાડવાની જરૂર છે કે આત્મ-પ્રત્યય વિના માં નહીં ખોલીએ. એકનાથે કહ્યું છે કે આત્મ-પ્રત્યય વિનાનું બોલવું એ કૂતરાના ભૂંકવા બરાબર
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy