SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૨-૬૭ પ્રાપ્ત કરવાની ઉત્કંઠા મને હંમેશ રહેલી છે. અમે પ્રથમ મળ્યા તે વેળાની મારી આધ્યાત્મિક સ્થિતિ કેવળ જિજ્ઞાસુની હતી. ઘણા પ્રશ્નો વિશે મનમાં શંકા રહેતી. આજ હું ધર્મ વિશે શંકિત છું એમ ન કહેવાય. પણ તે વેળા ધર્મ, હિંદુ ધર્મ, ગીતા (જો કે ઈંગ્લેંડમાં મે” અંગ્રેજી તરજુમા વાંચેલા) વગેરે વિશે મને થોડું જ્ઞાન હતું. માતાપિતા પાસેથી હું સહેજે પામ્યા હતા એની અહીં વાત નથી કરતો. મેં મારા પ્રયત્નથી ધર્મ વિષે બહુ જાણું હોય એમ નહતું. પણ મને ધર્મ વિશે જાણવાની ઉત્કંઠા રહેતી. તેથી રાયચંદભાઈના સમાગમ મને ગમ્યો, ને તેમનાં વચનોની અસર મારી ઉપર પડી. માર જીવન આવી દશામાં મારા અને રાયચંદભાઈના પરિચય થયા અને એ મને લાભપ્રદ નીવડયા છે. મારી ઉપર ટોલ્સ્ટોયની અસર અવશ્ય પડી. તે તેમનાં લખાણા દ્રારા. પણ અહીં તે મને જીવંત સ્મૃતિના પરિચય, અને તે ઉપર કહ્યા એવા સંજોગામાં મળ્યો એ વિશેષતા હતી. તે વેળા એમની ‘મેાક્ષમાળા' પ્રગટ થઈ હતી. ઉપરાંત તેમના ભકતા એમના પત્રા સંઘરતા, તે મને છૂટથી વાંચવા મળતા. એમના જીવનની કશી વાત મારાપી અજ્ઞાત નહોતી, ન કોઈ મારાથી રાખતા. એવા પુણ્ય પુરુષના જીવનમાંથી આપણા જેવા પ્રાકૃત માણસ શે બોધ ગ્રહણ કરી શકે? એવા પુરૂષના જીવનનો અભ્યાસ આપણા પ્રાકૃત જને કરવા હોય, તો કેમ કરવો જોઈએ?- એ હું આજ શૅડાકમાં જ બતાવી દઉં.. એક વાત પ્રથમ કહેવાની છે. તે એ કે, જો આપણે આજના યુગના ગજથી રાયચંદભાઈનું જીવન માપવા જઈશું; તે આપણને કદાચ એમ થશે કે, એ એવા હતા શું? અહીં આગળ હું બાહ્ય જીવનની વાત કહું છું. હિન્દુસ્તાનમાં ભગવાં વસ્ત્ર અને તિલકાદિ ધારણ કરે એ સાધુ મનાય છે; બાહ્ય વેષથી પૂજ્ય કહેવાય છે. રાયચંદભાઈનું બાહ્ય રૂપ એ રીતે પૂજ્યતા આકર્ષે તેવું નહોતું. એ વેપારી હતા, અને વેપાર પણ વિદેશી વસ્રોના ને હીરામેાતીના કરતા. હીરામોતીના પણ વિદેશ સાથેના વેપાર થયો, કેમ કે તેને અંગે પેરિસ સાથે ખૂબ સંબંધ રહેતા. આવી જાતનું જીવન આજઆપણને ઠીક નહીં લાગે. આપણને એમ થશે કે, જીવનમાં દેશી ચીજોના વાપર ને વેપાર તા સહેજે હવા જોઈએ. રાયચંદભાઈના જીવનમાં એ નહાવું. પણ એથી આપણને આઘાત ન પહોંચવા જોઈએ. દેહાંત થયેલા પુરુષોના જીવનનું માપ કાઢવા વર્તમાન યુગના ગુજ લઈએ તો નિરાશા મળે. એમનું સાચું માપ કાઢવા તો આપણે ત્યારની નીતિના ગજ લેવા જોઈએ. જેમ કે, મહાભારત કે વાલ્મીકિના જમાનાને માટે આપણે કરીએ છીએ. તે જમાનાની બૂરાઈ તે આજ એ રૂપે ન હોય, અને ભલાઈ તે ભલાઈ પણ ન હોય. એટલે માપ કાઢતી વખતે જે વસ્તુઓમાં નિત્ય પરિવર્તન થતું રહે એવી હાય એને ખ્યાલ રાખવા જોઈએ. તેઓ સારી પેઠે રાંવાદ કરતા. એમના ચિત્તની સરળતાના પ્રભાવ સાંભળનાર ઉપર પડતા, અને એના દિલનું પરિવર્તન પણ તે કરી શકતા. રાચચંદભાઈને ગૂઢ જ્ઞાન હતું. તેઓ સુશિક્ષિત એટલે કે ભારે ભણેલા હતા એમ ન કહેવાય, બાળપણથી જ લગભગ એમણે શાળાના અભ્યાસ છેડેલા. પરંતુ જ્ઞાન પ્રાપ્ત કરવાની એમની શકિત અજબ હતી. તે શતાવધાની હતા. કાંઈ પણ એક વાર વાંચે એટલે યાદ રહે એવી તીવ્ર સ્મરણશકિત હતી. વેપાર કરવા દુકાને બેસતા ત્યારે એમની પેટી ઉપર હિસાબી ચાપડા વગેરે તે હાય, પરંતુ વધારે પ્રમાણમાં ત્યાં ધર્મગ્રંથો પડેલા જોવામાં આવતા. કામ પત્યું કે તે આ ધર્મગ્રથા જોવામાં લાગતા અને એની સાથે એમની રોજનીશી રહેતી. એમાં તે દિવસે કામ કરતા તે કદાચ નહીં લખતા, પણ શા વિચારો કર્યા તે ટપકાવતા. કોઈને મળ્યા ને જ્ઞાનગોષ્ટિ કરી તે લખતા. ૧૯૫ કોઈ વાર કાવ્યો પણ એમાં જ લખતા, અને આની સાથેસાથ તે લાખાના વેપાર કરતા. તેમાં લાભહાનિ પણ થતી હોય. પણ એ બધું એમને મન ક્ષણિક હતું. એમનું સાચું જીવન તો ધર્મલાભને અનિવાર્ય સમજી એમાં ઓતપ્રોત રહેતું. આમ હોવું એ નાનીસૂની વાત નથી. લાખોનો ધંશ કરનાર દુકાનના દફ્તરમાં ધર્મગ્રંથ રાખીને બેસે એની સાથે તે વળીવેપાર શે કરવા, એમ કેટલાકને થશે. પણ મે તે! એમને એ કરતા જોયા છે. અને અત્યારે એની વાત કહું છું, ત્યારે એ બધી મારી સામે પ્રત્યક્ષ ઊભી રહે છે. એને વિષે કહું છું તો બહુ સહેલાઈથી; પણ એમ કરવાની શકિત એક ભારે વાત છે. આમ ધર્મના વિચારમાં નમગ્ન રહેતા છતાં એમની વેપારશકિત જેવીતેવી નહોતી. જે કામ લે તેમાં નિપુણતા બતાવી શકતા હતા. એમની વાચાનો પ્રવાહ બહુ ચાલતા; પણ તે વિતંડાવાદ નહીં કરતા, દલીલથી કોઈને મહાત કરવામાં તે રસ ન લેતા. સામાન્ય માણસ મળવા ગયા હોય ત્યારે, હું બહુ જાણનાર છું એવા અભિમાનથી તે એમના અનાદર નહિ કરતા, સૌને સરખા ભાવથી મળતા. ધૂર્ત લાક પણ ધર્મને નામે એમને મળતા અને બહુ નહિ તેાય થોડું લૂંટી શકતા, એ મારે કહેવું જોઈએ. પણ આપણે એમના જીવનમાંથી એ શીખીએ કે, મોટાની ખુશામત ને છેટાના તિરસ્કાર, એવી જાતના એમના વ્યવહાર નહોતા. સંસારી સાથે સમાન સરળભાવથી રહેતા. લોકો જોડે બેસી ગંદી, નકામી કે નિદાની વાત કરતા મેં તેમને કદી નથી જોયા. એમને મળવા જનારથી વેપાર કે ધર્મની વાતથી ત્રીજા પ્રકારની વાત નહીં થઈ શકતી. આવી જાતનું વર્તન એમને સ્વભાવસિદ્ધ હતું. જે એમને સ્વભાવસિદ્ધ હતું તે આપણે બધા પ્રયત્ન કરીને સાધી શકીએ. આ ઉપરાંત, એમના જીવનમાંથી શીખવાની બે મોટી વાત તે સત્ય અને અહિંસા, પેતે જે સાચું માનતા તે કહેતા ને આચરતા. અને અહિંસા તે! તે જૈન હતા એટલે અને એમના સ્વભાવથી એમની પાસે હતી. આજ અહિંસાની પ્રાકૃત સમજ જૈનેામાં છે–કે નાનાં જીવજંતુ ન મારવાં વગે૨ે – એટલેથી જ એમની અહિંસા સમાપ્ત નહોતી થતી. એમને તે મનુષ્યને કાંઈ દુ:ખ થાય, તે તેથી પણ દુ:ખ થતું. અને તે એટલે સુધી કે ઘણી વાર એમને સંસારથી વિરકિત આવી જતી. વિરકિતના ગુણ એમના જીવનમાં પહેલેથી જ જોવામાં આવે છે. ૩૩ વર્ષની નાની વયે એ ગુજરી ગયા. ૧૭-૧૮ વર્ષની ઉંમરનાં એમનાં પદામાં આ વૈરાગ્યભાવ દેખાય છેઅને તે ઉંમરે એમણે ત્યાગતિતિક્ષાનું જીવન ગ્રહણ કરવા તાકેલું. ત્યારથી એમનામાં આ વૈરાગ્યવૃત્તિ રહેલી હતી. જે કે ગૃહસ્થાશ્રમ અને વેપાર લગભગ ત સુધી એમની પાસે રહ્યાં હતાં, પણ વૃત્તિથી તે વરાગી હતા. એમના જીવનમાંથી ચાર ચીજો શીખી શકીએ : (૧) શાશ્વત વસ્તુમાં તન્મયતા, (૨) જીવનની સરળતા—આખા સંસાર સાથે એકસરખી વૃત્તિથી વ્યવહાર. (૩) સત્ય અને અહિંસામય જીવન. મરણપૂર્વે થોડાક અગાઉના પત્રો મે' જોયા છે. આ વસ્તુઓ તેમાં પણ મેં ભાળી છે. એ વસ્તુ આપણે સ્મરણમાં રાખીએ અને જીવનમાં પણ અનુકરણ કરીએ, તે આપણે એમની પુણ્યતિથિ દીક ઊજવી એમ ગણાય. * * (શ્રીમદ રાજચંદ્ર બાલબોધની પ્રસ્તાવનામાંથી ઉદ્ધૃત) કેટલાક એમ કહે છે કે શ્રીમદ પચીસમા તીર્થંકર થઈ ગયા. કેટલાક એમ માને છે કે તેમણે મેક્ષ મેળવી લીધા. આ બન્ને માન્યતા અયોગ્ય છે એમ મને લાગે છે. એ માન્યતા ધરાવનારા શ્રીમદ્વે ઓળખતા નથી અથવા તીર્થંકરની અથવા મુકત પુરુષની વ્યાખ્યા
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy