SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૨-૬૭ જીવન તો આમ વહી જાય છે. દિવસે, મહિનાઓ, વર્ષો ચાલ્યા જાય છે. સમય અખંડપણે વહેતા જાય છે અને આજની વાત આવતી કાલે ભૂલાઈ જાય છે. પણ આ ધરતીક ંપની ક્ષણા—નાની હોવા છતાં પણ કેટલી મોટી?-કઈ કાળ સુધી નહિ ભૂલાય. એ ક્ષણનું સ્મરણ આપણને નમ્ર બનાવે, નિરભિમાની બનાવે, પરમ સત્તાને સંપૂર્ણ આધીન બનાવે એ જ આપણી સતત પ્રાર્થના હો! શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આગામી સુવર્ણ મહોત્સવ એક યા બીજા કારણસર મુલતવી રહ્યા કરતા શ્રી. મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહાત્સવના ઉઘાપનના દિવસો હવે નિશ્ચિત થઈ ચૂક્યા છે અને આગામી જાન્યુઆરી માસની તા. ૨૬, ૨૭, ૨૮ એમ ત્રણ દિવસ નક્કી કરવામાં આવ્યા છે. શ્રી. મહાવીર જૈન વિદ્યાલય જૈન શ્વે. મૂ. સંપ્રદાયની અગ્રગણ્ય અને સુપ્રતિષ્ઠિત સંસ્થા છે અને અડધી સદીના ગાળામાં તેણે સંખ્યાબંધ જૈન વિદ્યાર્થીએને જીવનમાં સ્થિર અને સમૃદ્ધ કર્યા છે. આ કોઈ નાનીસુની સેવા નથી. આ ઉપરાંત તેની પ્રકાશનપ્રવૃત્તિ પણ ખૂબ યશસ્વી છે. આવી જેની લાંબી અને ઉજ્જવલ કારકીર્દિ છે તેના સુવર્ણ મહોત્સવ સંસ્થાની પ્રતિષ્ઠા અને પ્રતિભાને અનુરૂપ યોજાવા ઘટે છે. આવા મહાત્સવે અનુપમ એવા જ્ઞાનસત્રનું રૂપ ધારણ કરવું ઘટે. આવા મહોત્સવ ઉપર ભારતખ્યાત કોઈ મહામાનવને પ્રમુખસ્થાન માટે અથવા અતિથિવિશેષ થવા માટે નિમંત્રી શકાય; આ પ્રસંગે મુંબઈ તેમ જ મુંબઈ બહારથી નિમંત્રણ આપીને વિચારકો અને વિદ્રાનાનાં વ્યાખ્યાના યોજી શકાય; ધાર્મિક શિક્ષણના જટિલ પ્રશ્ન ઉપર ધર્મચિન્તકોના પરિસંવાદ યોજી શકાય; મુંબઈના જૈન સમાજના છાત્રાલયોના સંચાલકોનું . તેમ જ વિદ્યાર્થીઓનું મિલન યોજી શકાય; વિદ્યાર્થીઓના પ્રશ્નોની ચર્ચાવિચારણા પણ થઈ શકે; વિદ્રત્ત્પરિષદ પણ ભરી શકાય. ધર્માચાર્યોનાં વ્યાખ્યાન પણ ગોઠવી શકાય. આવા મહત્વના પ્રસંગે આવું જે અને જેટલું થઈ શકે તે કરવાસોગ્ય છે. આ સુવર્ણમહોત્સવ ત્રણ દિવસનો માત્ર મનેરંજનમેળા ન બનતાં જ્ઞાનવિતરણ અને વિચારવિનિયમનું ચિરસ્મરણીય સંસ્કારપર્વ બની રહે એવી પ્રસ્તુત સંસ્થાના કુશળ કાર્યવાહકો પાસેથી સૌ કોઈ આશા રાખે છે. સુવર્ણ મહોત્સવના કાર્યક્રમ હજુ વિચારાઈ રહ્યો છે. તે તેમને ઉપરનાં સૂચને ધ્યાનમાં લેવા વિનંતિ છે. વેજીટેરિયનના નવેજીટેરિયન શબ્દોનું વિશ્લેષણ પ્રબુદ્ધ વન મુંબઈમાં તાજેતરમાં ભરાયેલી વિશ્વ શાકાહારી પરિષદના અનુસંધાનમાં ખાદ્ય વસ્તુઓનું એક પ્રદર્શન ભરવામાં આવ્યું હતું. એ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે બેાલતાં જાણીતા અર્થશાસ્ત્રી શ્રી. સી. એન. વકીલે વેજીટેરિયન - નોનવેજીટેરિયન શબ્દો અંગે વિવેચન કરતાં જણાવ્યું હતું કે “આપણામાં મનમાં રહેલા જે ખ્યાલ સૂચવવા માટે આ શબ્દો વપરાય છે તે ખ્યાલ આ શબ્દોમાં યોગ્ય રીતે સૂચિત થતા નથી. દા. ત. વેજીટેરિયન અથવા શાકાહારી શબ્દને અર્થ એમ સૂચવે છે કે જે વેજીટેરિયન હોય તે માત્ર શાકભાજી જ ખાય છે, જયારે ખરી રીતે શાકભાજી ઉપરાંત તે અનાજ, કઠોળ લે છે અને દૂધ પણ લેતા હોય છે. બીજી બાજુએ નાન–વેજીટેરિયન—બિનશાકાહારી શબ્દ એમ સૂચવે છે કે આ લોકો શાકભાજી કે અનાજ કઠોળ ખાતા જ નથી, જયારે તેમના ચાલુ ખારાકમાં માંસ ઉપરાંત શાકકાજી અને અનાજ કઠોળના સારા પ્રમાણમાં સમાવેશ થતા હોય છે. આવી ગેરસમજુતી પેદા થવા ન પામે અને આ બન્ને શબ્દો સાથે જોડાયેલા આપણા ખ્યાલાને યથાસ્વરૂપે વ્યકત કરે એવા શબ્દો યોજવા જોઈએ” આ તેમની સૂચના તદ્ન વ્યાજબી અને સમયસરની છે. હું તેમને નાન–વેજીટેરિયન અને વેજીટેરિયન– બિનશાકાહારી અને શાકાહારી–શબ્દોના સ્થાને મીટ - ઈટીંગ અને અને નાન – મીટ - ઈટીંગ એટલે કે માંસાહારી અને નિરામિયાહારી 9 ૧૭૧ એવા બે શબ્દો સૂચવું છું. આ શબ્દો ઉપર સૂચવેલી ગુંચવણ દૂર કરશે અને આપણા મનના ભાવ વધારે સારી રીતે વ્યકત કરશે. ‘આરોગ્ય અને વનસ્પતી આહાર' ઉપર અપાયેલું વ્યાખ્યાન શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૯ ડીસેમ્બર શનિવારના રોજ સાંજના સમયે સંઘના કાર્યાલયમાં જાણીતા કેળવણીકાર શ્રી ચંદુલાલ કાશીરામ દવેએ ‘આરોગ્ય અને વસ્તસ્કૃતિ આહાર' એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપ્યું હતું. તેમના તરફથી ‘સસ્તી પોષક વાનગીઓ' એ મથાળાનું થોડા સમય પહેલાં એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. તેનું અવલોકન કરતાં તા. ૧-૬-૬૭ના પ્રબુદ્ધ જીવનમાં શ્રી ચંદુલાલભાઈના વિગતવાર પરિચય આપવામાં આવ્યો છે. તેઓ કેળવણીના ક્ષેત્રમાંથી ૬૬ વર્ષની ઉમ્મરે નિવૃત્ત થયા. ત્યાર બાદ અમદાવાદ આવીને વસ્યા અને આહારશાસ્ત્રના અભ્યાસ તરફ વળ્યા અને એક વિદ્યાર્થીની માફક તેના અભ્યાસ અને સંશોધન પાછળ લગભગ તેમણે દશ વર્ષ ગાળ્યા અને મુંબઈ, આણંદ વગેરે સ્થળાએ આવેલી સંસ્થાઓમાં આછાવધતા સમય ગાળીને ખાદ્ય પદાર્થના પોષણવિજ્ઞાનના તેઓ વિશારદ બન્યા. આજે તેમની ઉમર ૭૬ વર્ષ ઉપરની છે એમ છતાં આ વિષય અંગે તેઓ એક મીશનરીની નિષ્યાથી કાર્ય કરી રહ્યા છે. તાજેતરમાં મુંબઈમાં ભરાયેલી વિશ્વ શાકાહાર પરિષદમાં ભાગ લેવા માટે તેમનું મુંબઈ ખાતે આવવાનું થતાં ઉપર જણાવ્યા મુજબ તેમના વ્યાખ્યાનનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. તેમણે પ્રસ્તુત વિષય લગભગ બે કલાક સુધી વિવેચન કર્યું અને પોતાના વિષયની કશળ રજુઆત વડે તેમજ પાર વિનાની ઉપયોગી માહિતી આપીને ાતાસમુદાયને તેમણે અત્યન્ત પ્રભાવિત કર્યા હતા. તેમના વિવેચનના ટૂંક સાર આગળ ઉપર પ્રબુદ્ધ જીવનમાં આપવામાં આવશે. પરમાનંદ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહૅત્સવ ( પ્રસ્તુત સંસ્થાના મંત્રી તરફથી નીચેના પરિપત્ર પ્રસિદ્ધિ માટે મળ્યા છે. ) વિ સં૦ ૧૯૭૧માં પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી અને કેળવણીપ્રેમી ભાઈઓ અને બહેનેાના સહકારથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ. વિ૦ ૦ ૨૦૨૧ માં એની સમાજ~-ઉત્કર્ષની કામગીરીને પચાસ વર્ષ પૂરાં થયા. સાથે સાથે અત્યારના યુગની જરૂરિયાત મુજબ એના કાર્યક્ષેત્રના વધુ વિસ્તાર કરવાનો સમય પણ પાકી ગયો. સમયને ઓળખીને પ્રવૃત્તિના વિકાસ કરવા એ સંસ્થા અને સમાજનું કર્તવ્ય છે; એ કર્તવ્ય પૂરું કરવા માટે વધુ શકિતશાળી બનવા આર્થિક સદ્ધરતા એ એક મુખ્ય માર્ગ છે. સંસ્થાના સુવર્ણ મહોત્સવની ઉજવણીના અવસર હર્ષભર વધાવી, એકવીસ લાખના સુવર્ણ મહાત્સવ નિધિ એકત્ર કરવાની શ્રી મહાવીર જૈન વિદ્યાલયે ટહેલ નાંખી છે. સમાજે એના ઉદારતાથી ઉત્તર આપી તેર લાખ ઉપરનાં વચન મેળવી આપ્યાં છે. સુવર્ણ મહાત્સવ જાન્યુઆરીની તા. ૨૬, ૨૭ અને ૨૮ના રોજ ઊજવવાના હોઈ, એકવીસ લાખને નિધિ એકત્ર કરવા સમય બહુ ઓછા છે. સાચી હૂંફસમા શિક્ષણપ્રેમી શ્રીમાન, ભાવનાશીલ વ્યકિતઓ અને પૂર્વવિદ્યાર્થીઓ સર્વત્ર પ્રયત્નશીલ બનેલ છે. આ સુવર્ણ મહાત્સવને શાનદાર રીતે સફળ બની વિદ્યાલયને વધુ કાર્યક્ષમ બનાવવાની અને તેના કાર્યક્ષેત્રના વધુ વિસ્તાર કરવાની જરૂર છે. સુવર્ણ મહોત્સવની ઊજવણી પ્રસંગે સાહિત્ય અને કળાસામગ્રીથી ભરપૂર એવા નવી ભાત પાડતા દળદાર ગ્રંથ પ્રગટ થશે. આ ગ્રંથ માટે ભારત અને પરદેશના પ્રથમ કોટિના વિદ્રાનાના સહુ કોઈને ઉપયોગી થાય તેવા લેખા મળેલ છે. જુદા જુદા જૈન ભંડારોની પ્રાચીન હસ્તલિખિતની રંગીન ચિત્ર સામગ્રી કલા અને ઈતિહાસના જિજ્ઞાસુઓને પ્રથમ વાર જોવા મળશે. તે ઉપરાંત શ્રી મહાવીર જૈન વિદ્યાલયે થોડાં વર્ષો ઉપર મૂળ આગમા સંશોધિત કરી પ્રગટ કરવાની યોજના સ્વીકારી તેના પ્રથમ ગ્રંથ નંદીસૂત્ર, અનુયોગદ્ગાર સૂત્ર પણ આ પ્રસંગે જાહેરમાં મૂકાશે. મંત્રીઓ, મહાવીર જૈન વિદ્યાલય
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy