SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૨-૬૭ પણ આથીય વધુ ગંભીર પરિસ્થિતિ અને આપત્તિ આણ- . વાના પેંતરા ચાલી રહ્યા છે. ડાબેરીઓ પેકીંગ – પરસ્ત છે. તેઓ ચીનની મદદ વડે લોહિયાળ ક્રાંતિ સર્જવા માંગે છે. લોહિયાળ બળવા માટે ઝડપી તૈયારી ચાલી રહી છે. અને જો ચીનની મદદથી લોહિયાળ બળવો થશે તે આવતા ૧૦ કે ૨૦ વર્ષ સુધી આસામ, મણિપુર, ત્રિપુરા અને બિહાર અને ઓરિસ્સાના કેટલાક વિસ્તાર વિદેશી સત્તાના છેલ્લામાં છેલ્લા આધુનિક શસ્ત્રોનું સમરાંગણ બની જશે. હજારો ઘરે, રહેઠાણ, શાળાઓ, મંદિરો, અને મસ્જિદો, દેવળે અને પ્રાર્થનાસ્થાનકો બળીને ભસ્મ થઈ જશે. લાખ સ્ત્રી, પુરુષ અને બાળકો મોતના મુખમાં ધકેલાઈ જશે. આખા દેશ પર શોકની કાળી કાલીમા છવાઈ જશે. હજારો સ્ત્રીઓનાં અપહરણ થશે. તેમના પર બળાત્કાર ગુજારાશે. ખેતી, ઉદ્યોગ અને વ્યાપાર સર્વનાશના મુખમાં હોમાઈ જશે. બેકારી અને બેરોજગારીની કોઈ સીમા નહિ હોય. અન્ન અછતની આ વિસ્તારોમાં ભયંકર ભૂખમરો ફેલાશે. રોગચાળો માજા મૂકશે. આવી કલ્પના કરતાં કોઈ પણ કંપી ઉઠે. આ રાષ્ટ્રદ્રોહી મહાકાંડ આપણી આઝાદીને અને સંભવત: આખા દેશને ભયમાં મૂકી દેશે. ” દરેક દેશ પિતાના દેશમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષવા હંમેશા તત્પર હોય છે. પણ પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓએ એવી સ્થિતિ સર્જી છે કે જેને પરિણામે પશ્ચિમ બંગાળમાં આવેલ વિદેશી પ્રવાસીઓની સંખ્યા ઝડપભેર ઘટતી જઈ રહી છે. ખૂદ ડાબેરી સામ્યવાદી પક્ષમાં જ અંતિમવાદી ડાબેરીઓ ફ લ્યાફાલ્યા છે. જે ચીને ભારત પર હિચકારૂં અને નગ્ન આક્રમણ કર્યું હતું, જેમણે કેટલાય ભારતીય જવાનોના પ્રાણ લીધા હતા અને જેમણે આપણી પેકીંગની એલચી કચેરી પર હુમલો કર્યો હતો તેવા દગાબાજોના ગુણગાન ગાતા આ ડાબેરીઓ થાકતા નથી. પશ્ચિમ બંગાળનાં પરિસ્થિતિ એટલી અંતિમ કક્ષાએ પહોંચી છે કે બંગાળી કિશોર કિશોરીઓ પણ ચીની ભાષામાં સૂત્રોચ્ચાર કરતાં ફરે છે કે માત્રે ડુંગ લાલ સલામ ! લાલ ચીન લાલ સલામ ! ડાબેરીઓ અને અંતિમવાદી ડાબેરી સામ્યવાદીઓ બંન્ને ચીન અને પાકિસ્તાનને આમંત્રી રાજ્યમાં અરાજકતાને વડવાનળ ફેલાવવા પ્રયાસ કરી રહ્યા છે. પણ સમય પાક છે કે નહિ એટલા પુરતો તેમની વચ્ચે મંતવ્યભેદ છે. ડાબેરીઓ માને છે કે હજુ તેમને થોડો સમય રાહ જોવી પડશે, સશસ્ત્ર બળવા માટેની તૈયારીઓ તેમણે ચાલુ રાખવી પડશે, જ્યારે અંતિમવાદીઓ માની રહ્યા છે કે સશસ્ત્ર બળવાના વિસ્ફોટની ઘડી આવી પહોંચી છે. ડાબેરી પક્ષમાં છથી સાત હજાર કે તેથી ય વધુ અંતિમવાદી છે. એમાંના ભાગ્યે જ થેલાને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે પક્ષમાંથી હાંકી કાઢયા છે. ડાબેરી સામ્યવાદીઓ કેબીનેટમાં રહી, તેમના મળતિયા પક્ષે સાથે મળી આખા દેશને સર્વનાશની ઉંડી ગર્તામાં ધકેલી દે તે માટે હવે તેમને એક પણ દિવસની તક ન મળવી જોઈએ. આ બધી પરિસ્થિતિ જાણી હું ભારે હૈયે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપું છું. મારા રાજીનામાંથી આખી સંયુકત મરચા સરકારનું પતન થશે. અડધી સદીની મારી દેશભકિત મને એમ કરવા પ્રેરી રહી છે. પશ્ચિમ બંગાળના એક એક દેશભકત નર અને નારીને, યુવક અને યુવતીને, આ સંજોગમાં મારા પગલાને મંજૂર રાખવાની હું આવી નમ્ર અરજ કરું છું. બીજી મારી તેમને નમ્ર અપીલ એ છે કે કોઈ પણ પક્ષ કે સમાજદ્રોહી ત જો અરાજકતા અને અંધાધુંધી ફેલાવવા પ્રયાસ કરે કે ભાંગફોડિયા પ્રવૃત્તિ આચરે તે દેશભકતએ તેમના પડકારને ઝીલી લઈ તેમની પૂરી શકિતથી તેમને સામને કરે. પ્રકીર્ણ નોંધ મુંબઈને એ ધરતીકંપ : એક ચિરસ્મરણીય અનુભવ ૧૧મી ડિસેમ્બરની વહેલી સવારે સાડા ચાર લગભગ વાગ્યા જે ખાટલા ઉપર હું સૂતા હતા તે ખાટલે હલવા લાગ્યો અને હું ચમકીને બેઠો થશે. બાજુના ઓરડામાં સૂતેલી મારી પત્ની જાગીને મારી પાસે આવી. અને આ ધરતીકંપ તો નથીને એમ પૂછવા લાગી. અમે વાત કરીએ છીએ એટલામાં તે બારણાં અને કબાટ ખખડવા લાગ્યાં. મકાન આખુ હલી રહ્યું હોય એવો ભાસ થયો. ધરતી ધણધણી ઊઠી. ખખડાટ અને ધણધણાટ એકદમ વધવા લાગે અને સમસ્ત જીવન અત્યારે જોખમમાં છે એવી પ્રતીતિ થઈ. હવે શું કરવું તેની મુંઝવણ અમને અકળાવવા લાગી. આમ લગભગ પાણી મિનિટથી એક મિનિટ ચાલ્યું અને પ્રકંપ જોતજોતામાં થંભી ગયે. આમ છતાં બીજી ક્ષણે શું થશે એ કહેવાય નહિ. એટલે જદિથી ઘરની બહાર નીકળી જવું જોઈએ, નીચે ઉતરી જવું જોઈએ એવો વિચાર આવ્યો. આ માટે બત્તી કરવા ગયે પણ બત્તી થઈ નહિ. અનુમાન કર્યું કે વીજળીને પ્રવાહ સ્થગિત થઈ ગયું હશે. બાજુના–ઉપર નીચેનાએમ બધા લોકો જાગી ગયા હતા અને નીચે ઉતરવા લાગ્યા હતા. અમે પણ કાંઈક હાંફળા ફાંફળા - કાંઈક ગભરાતાં – નીચે ઉતરી રસ્તા ઉપર આવીને ઊભાં. પછી થોડા સમય સુધી કશું જ બન્યું નહિ, એટલે હવે જોખમ નથી એમ સમજીને ઉપર આવ્યા, ઘરમાં દાખલ થયા અને મીણબત્તી હાથવગી કરીને પેટાવી. હજુ રાત બાકી હતી એટલે થોડો સમય આરામ કર્યો. ધરતીકંપના આજ સુધીમાં બહુ જ વિરલ - એક કે બે - અનુભવ થયા હતા. ઘણાં વર્ષો પહેલાં આવી જ રીતે રાત્રીના વખતે મુંબઈમાં ધરતીકંપને આંચકો આવ્યા હતા અને વાસણોના ખડખડાટ સાંભળ્યા હતા. ચાર પાંચ મહિના પહેલાં મુંબઈમાં બપોરના પાટ ઉપર સૂતા હતા અને પાટ કાંઈક હલી એ અનુભવ થયો હતો અને એ ધરતીકંપ હતો એમ પાછળથી માલુમ પડયું હતું. પણ આ વખતના ધરતીકંપને જે અનુભવ થયે તે પહેલાં કદી થયે જ નહોતે. ભલે પૂરી એક મિનિટ પણ કંપ ન ચાલ્યો, પણ એ મિનિટ મૃત્યુ અને વિનાશની ઝાંખી કરાવી ગઈ. એકાદ મિનિટ વધારે આ કંપ ચાલે તે જે જ્યાં હોય ત્યાં જમીનદોસ્ત જ થઈ જાય એમાં કોઈ શક જ નહોતે. કુદરતના બધાં તત્ત્વ સામે માનવીએ કોઈ ને કોઈ રક્ષણ શોધ્યું છે. બહુ ટાઢ પડે તે ગરમ કપડાં પહેરે, ગરમીમાં એરકન્ડીશન કોઈને પણ રાહત આપી શકે. ગમે તેટલો વરસાદ પડતા હોય, પાકા મકાનમાં બેઠેલે માણસ પૂરી સુરક્ષિતતા અનુભવે છે. પણ આ ધરતીકંપથી બચવાને કોઈ માર્ગ જ છે નહિ. ધરતીકંપ આગળ ગરીબ તવંગર, નાનાં મોટાં, માંદા સાજા–સૌ એક સાથે જ તળાય છે. માનવીનું બધું અભિમાન એસી જાય છે અને કુદરતના આ પ્રચંડ પ્રકોપ આગળ માનવી દીનહીન બની જાય છે. આવા અનુભવમાંથી આપણે એક જ પાઠ તારવવાને રહે છે - નમ્રતાને, વિનમ્રતાને. આ ધરતીકંપે કોયના આગળ અને તેની આસપાસનાં ગામડાંએમાં ખૂબ વિનાશ સરજ છે. જાન તેમ જ માલની ખૂબ પ્રમાણમાં નુકસાની થઈ છે. પણ આ સાથે એમ વિચાર આવે છે કે કોયના મુંબઈથી આશરે ૧૫૦ માઈલ દૂર છે. જે પ્રચંડ ભૂકંપે ત્યાંની ધરતીને ધ્રુજાવી તે જ પ્રચંડ પ્રકંપ જો તે જ માત્રામાં મુંબઈને સ્પર્યો હોત તે કેટલો મોટો ઉલ્કાપાત થાત ? અને કેટલી મટી જાનખુવારી થોત? આ ભયંકર વિનાશમાંથી મુંબઈ બચી ગયું, અમે બચી ગયાં. તેમનું પારાવાર કમનસીબ, મુંબઈમાં રહેતાં અમારું એટલું ખુશનસીબ ! વિધિનું આ કેવું વૈચિય?
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy