________________
૧૬૪
વાની કલા, અને જાહેરમાં બાલવાની તાલીમ લે છે. (રોજ અમુક પ્રાર્થના, ધ્યાન વગેરે કરવાની ફરજ તો જીવન સુધી ચાલુ જ રહે છે). – બીજાં બે વર્ષ સુધી તત્ત્વજ્ઞાનના અભ્યાસ.
– ત્યાર પછી (કે કોઈ વખત તે પહેલાં પણ ) કાલેજની ડિગ્રી લેવાની હોય છે. શકિત ને એક પ્રમાણે વિજ્ઞાન કે વિનયન, સ્નાતક કે ઉપસ્નાતક સુધી.
પ્રમુદ્ધ જીવન
– તાલીમના સૌથી અગત્યના ગાળા તે પછીનાં ચાર વર્ષો છે. એમાં બાઈબલના, નીતિશાસ્ત્રને, દુનિયાના ધર્મના વિગતવાર અભ્યાસ થાય છે. એ અભ્યાસને અંતે દીક્ષા અપાય છે અને ધાર્મિક વિધિઓ કરવા – કરાવવા અધિકાર મળે છે.
અભ્યાસના ગાળો પૂરો થતાં હજી એક વર્ષ માટે કેવળ આધ્યાત્મિક સાધનામાં ગાળવાનું હોય છે.
– છેલ્લે કામ ઉપર આવવાની માગતા મળે છે, અને કામના અનુભવ એક વર્ષ સુધી લઈને ‘અંતમ વ્રત,' એટલે કે પેલાં શરૂઆતનાં ત્રણ વ્રત પણ હવે કાયમ માટે લેવામાં આવે છે.
– ખાસ સંજોગામાં વ્યકિતની જરૂરિયાત ને લાયકાત જોઈને આ તાલીમ જરા ટૂંકાવી – લંબાવી શકાય.”
ઉપર મુજબની વિગતોનું તારણ કાઢીને ચોક્કસાઈ ખાતર મેં તેમને પુછાવ્યું કે “આપની આ વિગતો મુજબ ધર્મગુરુ થવાની ઈચ્છા ધરાવતા કોઈ પણ ઉમેદવાર એસ. એસ. સી. જેટલી તે યોગ્યતા ધરાવતા હોવા જ જોઈએ એટલે આશરે ૧૬ વર્ષ અને પછી તાલીમનાં લગભગ બીજા બાર વર્ષ – આ રીતે કોઈ પણ ઉમેદવાર ૨૮ વર્ષ પહેલાં ધર્મગુરુ થઈ ન શકે આ મારી ગણતરી બરોબર છે?” તેના જવાબમાં તેઓ જણાવે છે કે “આપની ગણતરી બરાબર છે. ૨૮ વર્ષ પહેલાં અમારે ત્યાં ધર્મગુરુ ન થવાય, અને વ્યવહારમાં એ ઉમ્મર ૩૦થી વધારે હોય છે.
ત્યાર બાદ હિન્દુ સમાજમાં ખાસ કરીને જૈન સમાજમાં— કોઈ પણ વ્યકિત માટી ઉમ્મરે વૈરાગ્યપ્રભાવિત થતાં સંન્યાસ ગ્રહણ કરી શકે છે તે મુજબ ખ્રિસ્તી ધર્મ સંપ્રદાયમાં મોટી ઉમ્મરની વ્યકિત ધર્મગુરુ થઈ શકે છે કે નહિ અને જો થઈ શકતા હોય તો તેના માટે તાલીમ વગેરે અંગે કોઈ પ્રબંધ છે કે નહિ એ સંબંધમાં તેમને પૂછતાં તેઓ જણાવે છે કે:
“પુખ્ત વયે દીક્ષા લેવા માગનારાએ અમારે ત્યાં પણ છે. એમને અમે Late Vocations કહીએ છીએ, એમને અભ્યાસ અને દુનિયાના અનુભવતો હોય જ છે, તેથી તેમના માટે તાલીમને સમય ટૂંકાવવામાં આવે છે, અને એ પણ દરેકના સંયોગા અને તૈયારી જોઈને. તો પણ શરૂઆતની આધ્યાત્મિક તાલીમ એક બે વર્ષ સુધીની તેને લેવાની હોય જ છે અને અન્તના ધર્મના અભ્યાસ બૅર્થી ચાર વર્ષની અંદર તેણે કરવાનો રહે જ છે.
“ બીજી એક વ્યવસ્થા અમારે ત્યાં છે એના ઉલ્લેખ કરૂ. જેમને અભ્યાસ કરવાની વૃત્તિ ૐ શકિત ન હોય, પણ સંસાર છેડવાની ઈચ્છા હોય તેઓ ધર્મગુરુઓ તે ન બની શકે, એટલે કે ઉપદેશ કરવાના અને ધર્મક્રિયાઓ ચલાવવાના અધિકાર તેમને મળતા નથી, તો પણ સંઘના વ્રતો લઈને તેઓ સંઘના ખરા સભ્યો બની શકે છે અને આવી વ્યકિતએ સંઘની સંસ્થાઓમાં ભૌતિક વ્યવસ્થા (સફાઈ વગેરે . )નું કામ કરે છે, એમાં યુવાના પણ આવે છે અને માટી ઉમ્મરવાળા પણ આવે છે. એમની તાલીમ ટૂંકી અને સરળ હોય છે.
તા. ૧૬-૧૨-૬૭
લખવાનું વગેરે) કરે છે. અમારે ત્યાં એ Brothers એક છાપખાનું ( આણંદ પ્રેસ ) પણ ચલાવે છે. ખેતીનું કામ પણ કરે છે.”
આ પ્રમાણે સંન્યાસી થવા માટે યાગ્યતાનું ધારણ રામકૃષ્ણ મીશનમાં જોડાવા ઈચ્છનાર અને તે મિશન દ્વારા સંન્યાસી બનવા ઈચ્છનાર માટે નિયત કરવામાં આવ્યું છે. અન્ય ધર્મસંસ્થાઓમાં ધર્મગુરુ બનવા માટે આવી વ્યવસ્થિત યોજના હોવાનું મારી જાણમાં નથી.
જે આવ્યું તેને દીક્ષિત બનાવવાની ધગશ સેવતા જૈન ધર્માચાર્યોને તેમ જ જૈન સમાજના આગેવાનોને ઉપર જણાવેલી બાબત ગંભીરપણે વિચારવા અને તદનુસાર ધર્મગુરુની તાલીમ આપતી ખ્રિસ્તી શિક્ષણસંસ્થા જેવી શિક્ષણસંસ્થાનું આયોજન વિચારવા અને એ દ્વારા જેણે યોગ્યતા પ્રાપ્ત કરી હોય તેને જ દીક્ષિત બનાવી શકાય અને એવી યોગ્યતા પ્રાપ્ત કરી ન હોય તેને દીક્ષા આપી ન જ શકાય-આવું સાધુસંસ્થાનું કોઈ વ્યવસ્થિત નિર્માણ કરવા પ્રાર્થના છે. પરમાનંદ
“ આ રીતે સંઘમાં જોડાયલા ઓછા અભ્યાસવાળા લોકો Brothers કહેવાય છે; જ્યારે પૂરી તાલીમવાળા Fathers અને Priests કહેવાય છે. જીવનવ્યવહાર અને રહેણીકરણીમાં Brothers અનેFathers વચ્ચે કોઈ ફેર નથી. સાથે રહે, જીવે, જમે, પણ કામ જુદું. Brothers ઘરનું કામ કરે છે, કાલેજમાં ફ્સિનું કામ પણ કરે છે, જ્યારે Fathers તે ધર્મનું કામ ( ઉપદેશ આપવા, વિધિઓ કરાવવી વગેરે ) અને બુદ્ધિનું કામ (ભણાવવાનું,
પૂરક નોંધ : ૧. ઈસુ સંઘમાં જોડાવા ઈચ્છતી ઉમેદવાર બહેનોના સંબંધમાં શું પ્રબંધ છે એ વિષે પૂછતા ફાધર વાલેસ જણાવે છે કે:
“અમારે ત્યાં સાધ્વીઓના સંઘ અલગ હોય છે. વળી સ્ત્રીઓને ઉપદેશ કરવાના ને ધર્મક્રિયાઓ ચલાવવાના અધિકાર નથી, માટે તાલીમ આટલી લાંબી પણ નથી. તે પણ ઉંમરની મર્યાદા, અને પેલાં “ પ્રથમ ” અને “અંતિમ” વ્રતાની વ્યવસ્થાને સમયના ગાળા સાધુઓની જેમ જ છે. જે સંઘાના સાધ્વીએ સ્કૂલા—કાલેંજો ચલાવે છે એની તાલીમ લાંબી હાય છે; અને એ જ રીતે નર્સિંગ કે બીજા કામ કરવું હોય તે તેની યોગ્ય તૈયારી કરે. પણ વિગતો તો જુદા જુદા સંધામાં જુદી જુદી હોય છે. ધર્મના અભ્યાસ અને આધ્યાત્મિક સાધના તો બધાને માટે છેજ.
પૂરક નોંધ : ૨. આ બાબતની ભાઈ રિષભદાસ રાંકા સાથે ચર્ચા કરતાં તેઓ જણાવે છે કે “ આ દિશાએ તેરાપંથના પ્રમુખ આચાર્ય તુલસીએ એક નવું પ્રસ્થાન કર્યું જે ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. જો કે તે એટલે કે આચાર્ય તુલસી બાલ દીક્ષાની કોઈ સરકારી કાનૂનદ્રારા અટકાયત થાય તેની વિરુદ્ધ છે, આમ છતાં પણ તેમને હવે સ્પષ્ટપણે માલુમ પડયું છે કે નવી પેઢી બાલદીક્ષાના વિરોધ કરે છે, જનમાનસ પણ એથી વિરુદ્ધ છે અને તેથી આ લાવિરોધની ઉપેક્ષા થઈ શકે તેમ નથી. આમ છતાં તેમનું એમ પણ માનવું છે કે જે શિક્ષા અને સંસ્કાર બચપણમાં મળે છે તે અતિદઢ નિવડે છે. આમ હોવાથી જે કોઈ નાની ઉમ્મરની વ્યકિતમાં સંસારત્યાગની ઈચ્છા નિર્માણ થઈ હોય તેને પ્રથમ શિક્ષા આપીને યોગ્ય બનાવવાનો પ્રયત્ન કરવા અને પછી દીક્ષા આપવી એ વિશેષ લાભદાયક છે અને તેથી તેમણે દીક્ષા લેવાના નાની વયના ઉમેદવારને શિક્ષા આપવા માટે એક પારમાર્થિક સંસ્થાનું કેટલાક સમયથી નિર્માણ કર્યું છે. જુની પરંપરાવાળાઓ આના ઠીક ઠીક વિરોધ કરે છે, એમ છતાં પણ આચાર્ય તુલસી આ બાબતને મક્કમપણે વળગી રહ્યા છે અને અનુભવથી તેની ઉપયોગીતા બહુ સારા પ્રમાણમાં તેમને પ્રતીત થઈ ચૂકી છે. તેમના જણાવવા પ્રમાણે આ સંસ્થામાં દીક્ષાર્થી માટે ૪–૫ વર્ષની તાલીમનો પ્રબંધ કરવામાં આવ્યો છે અને તે તાલીમમાંથી પસાર થયા બાદ જ તે ઉમેદવારને હવે દીક્ષા આપવામાં આવે છે. આ રીતે પહેલાની બાલદીક્ષા તેરાપંથમાં હવે લગભગ નાબૂદ થઈ છે એમ કહી શકાય.
આ પારમાર્થિક સંસ્થાને કેવા પ્રબંધ છે અને કેવા પ્રકારની તેમાં તાલીમ આપવામાં આવે છે અને આ રીતે બાલદીક્ષા ખરેખર તેમનામાં બંધ થઈ છે તેની મને કોઈ ખબર નથી. મારા માટે આ તદન નવા સમાચાર છે. આમ છતાં પણ ખ્રિસ્તી ધર્મગુરુ થવાના ઉમેદવારને અપાતી તાલીમના ખ્યાલપૂર્વક આ પારમાર્થિક સંસ્થાના પ્રારંભ કરવામાં આવ્યો હોય તો તે સાચી દિશાનું એક પગલું છે એમ વિચારીને તે સંસ્થાને આજના જૈનોએ આવકારવી જોઈએ અને તે ધારણ ઉપર પોતપોતાના સંપ્રદાયને અનુરૂપ શિક્ષણ આપે, તાલીમ આપે તેવી નવી સંસ્થાઓનું નિર્માણ કરવું જોઈએ. પરમાનંદ