________________
Regd No. MH. 117
વાર્ષિક લવાજમ રૂ. ૭
પૂબી જીવન
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૧૬.
મુંબઈ, ડિસેમ્બર ૧૧, ૧૯૬૭, શનિવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૨
છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
અને ખ્રિસ્તી ધર્મગુરૂ બનવા માટે આવશ્યક તાલીમ
રે
દરેક ધર્મ સાથે એક યા બીજા પ્રકારની ધર્મગુરુઓની સંસ્થા સંકળાયેલી હોય છે. જેમાં પણ સૈકાઓ જુની સાધુસંસ્થા વિદ્યમાન છે. આજે સંસારનો ત્યાગ કરવા ઈચ્છતી કોઈ પણ વ્યકિતને
જૈન ધર્મના એક યા બીજા સંપ્રદાય અનુસાર અમુક વિધિવિધાન યા ક્રિયાકાંડપૂર્વક દીક્ષા આપવામાં આવે છે અને એ દીક્ષાગ્રહણ સાથે તેને લગતા ગણવેશના ધારણપૂર્વક તે તે સંપ્રદાયના અનુયાયીઓ માટે તે વ્યકિત ધર્મગુરુનું સ્થાન પ્રાપ્ત કરે છે. જૈન ધર્મ બે મોટા વિભાગમાં વહેંચાયેલું છે: (૧) દિગંબર, (૨) શ્વેતાંબર. દિગંબર સંપ્રદાયના મૂન - સાધુ - નગ્ન વિચરે છે. તેમની માન્યતા મુજબ સ્ત્રી દીક્ષાની અધિકારી નથી તેથી તેમનામાં કોઈ સાધ્વી સંસ્થા નથી અને મુનિ થવા માટે નગ્નત્વને સ્વીકાર અતિ કઠણ હોઈને દિગંબર સાધુઓ બહુ વિરલ જોવામાં આવે છે. શ્વેતાંબર સમુદાય મૂર્તિપૂજક અને અમૂર્તિપૂજક અને અમૂર્તિપૂજકમાં સ્થાનકવાસી અને તેમાંથી ૨૦ વર્ષ પહેલાં _ટેલે ફણગા તેરાપંથી. - આ રીતે કુલ ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. આ મૂર્તિપૂજક વિભાગમાં પુરુષે તેમ જ સ્ત્રીઓ - ઉભયને દીક્ષા આપવામાં આવે છે. અમૂર્તિપૂજક વિભાગના સાધુ સાધ્વીઓ મોઢે મુહપત્તી બાંધે છે. શ્વે. મૂ. વિભાગના સાધુ સાધ્વીએ મુહપત્તરી હાથમાં રાખે છે અને બેલતી વખતે મોઢા આડે ધરે છે.
જૈનેની સાધુસંસ્થાનું આ ટુલું વિવરણ થયું. આ સાધુસંસ્થાનું વૈચિત્ર્ય એ છે કે ધર્મગુરુ થવા ઈચ્છનાર વ્યકિત માટે વિહિત એવું તાલીમનું ધોરણ છે જ નહિ. જેના દિલમાં વૈરાગ્યને ઉદય થયો– તે પછી સ્ત્રી હોય કે પુરુષ, તેની ઉમ્મર મોટી હોય કે નાની, તે ભણેલ હોય કે અભણ-જે કોઈ સંસાર છોડીને સાધુસંસ્થામાં જોડાવા ઈચ્છા દર્શાવે તેને સાધારણ રીતે બેચાર મહિના ચકાસી જોઈને અને ઘણી વખત આટલી રાહ જોયા સિવાય પણ દીક્ષિત બનાવવામાં આવે છે. આ માટે ઉમ્મરની પણ કોઈ મર્યાદા વિચારવામાં આવતી નથી. દશ બાર વર્ષનાં બાળકોને તેમ જ બાલિકાઓને પણ અવારનવાર દીક્ષા આપવામાં આવે છે. આ પાછળ બે માન્યતા ઘર કરી રહેલ હોય છે. જેના દિલમાં જ્યારે પણ વૈરાગ્યને વિચાર આવ્યો અને સંસારત્યાગની ભાવના જાગી કે તરત જ તેને દીક્ષિત બનાવવામાં તેના આત્માનું કલ્યાણ રહેલું છે. બીજું જેમ સાધુએની સંખ્યા વધારે તેમ તે ધર્મને પ્રભાવ વધારે લેખાય છે. ગુ. પણ શિષ્યોની સંખ્યા વધારવાના લોભી હોય છે. આર્થિક અને સામાજિક મુંઝવણ પણ અનેક અપરિપક્કડ વ્યકિતઓને કહેવાતા , ત્યાગી જીવન તરફ ઘસડી જાય છે. પરિણામ એ આવે છે કે સાધ્વી
એમાં તે ભાગ્યે જ કોઈ સાધ્વીઓ તેજસ્વી દેખાય છે અને સાધ- એના ટોળામાં પણ ગણ્યાગાંઠયા સાધુ પ્રભાવશાળી માલુમ પડે છે. જૈન સાધુસંસ્થાની મુખ્ય તૂટી એ છે કે તેમને ધર્મગુરુ બનવા
માટે યોગ્યતાનું કોઈ પણ વિહિત નથી અને તેમને દીક્ષિત બનવા માટે અમુક સમયની તાલીમની કોઈ વ્યવસ્થા નથી.
આ સંદર્ભમાં સેન્ટ ઝેવિયર્સ કૅલેજ (અમદ વાદ) માં ગણિતના અધ્યાપક તરીકે કામ કરતા ફાધર વાલેસને અમદાવાદ ખાતે નવેમ્બર માસના પહેલા અઠવાડિયા દરમિયાન મળવાનું બનતાં તેમની સંસ્થામાં કોઈ પણ વ્યકિતને ધર્મગુરુ બનવું હોય તો તે માટે શું ધારણ અને તાલીમ ક્રમ છે તે અંગે તેમની સાથે ચર્ચા થઈ અને તેમણે જે સંસ્થાના – ઈશુ સંઘના – તેઓ સભ્ય છે તે સંસ્થાની રચના અને બંધારણને મને કેટલેક ખ્યાલ આપ્યો. એ ઉપરથી આ વિષય અંગે વિગતવાર લખી મેકલવા મેં તેમને વિનંતિ કરી. જેના જવાબરૂપે તેમના તરફથી મને જે લખાણ મળ્યું તે નીચે મુજબ છે :
સંઘ (જેસૂઈટ ઓર્ડર) ના ઉમેદવારોની તાલીમ – “ સંઘમાં દાખલ થવા કાયદા મુજબ ઓછામાં ઓછી ઉંમર ૧૫ વર્ષની જોઈએ; વ્યવહારમાં ૧૭–૧૮ ની હોય છે.
- ભારતમાં મેટ્રિક પછી કે પ્રિ— યુનિવર્સિટી પછી જોડાવાને રિવાજ છે. કેટલાક ડિગ્રી પછી આવે છે પણ ખરા.
- નાની ઉંમરે જે છોકરાઓએ સંઘમાં જોડાવાની ઈચ્છા દર્શાવી હોય એમની હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન ખાસ સંભાળ લેવામાં આવે છે (નૈતિક માર્ગદર્શન, પ્રાર્થના વગેરે દ્વારા).
– દાખલ થતાં પહેલાં દરેક ઉમેદવારની તપાસ મુલાકાતે અને મનોવૈજ્ઞાનિક ટેસ્ટદ્વારા વિસ્તારથી કરવામાં આવે છે. એમાં કટુંબની ભૂમિકા, ઉમેદવારને સ્વભાવ ને ચારિત્ર્ય, અને જોડાવાને સંકલ્પ કયારથી ને કયા કારણથી ને કેવો દૃઢ છે એની તપાસ થાય. સંઘમાં જોડાવા માટે મા-બાપની પરવાનગી લેવાની હોય છે.
– દાખલ થતાં બીજા એવા ઉમેદવારોની સાથે એક ખાસ સંસ્થામાં જઈને તે ત્યાં પૂરાં બે વર્ષ સુધી રહીને આધ્યાત્મિક તાલીમ લે છે: પ્રાર્થના, તપ, મૌન, ધ્યાન, ધર્મબંધ, સંધની જીવનસંહિતાની સમજતિ, સામૂહિક જીવન, અને અંગ્રેજી ને લેટિન ભાષાને થોડો અભ્યાસ. એ બે વર્ષ ઉભય પક્ષે (ઉમેદવાર અને સંઘ) સંતોષકારક રીતે પૂરાં થતાં, ઉમેદવાર “પ્રથમ વ્રત' લે છે (તે પહેલાં કેટલાક પાછા જાય છે પણ ખા) અને સંઘને ખરો સભ્ય બને છે. વ્રત તો બ્રા દર્ય, અપરિગ્રહ અને આજ્ઞાપાલન છે, અને ‘પ્રથમ ’ને અર્થ એ કે હજી જો તાલીમ દરમિયાન અસંતોષ થાય તે પરવાનગી લઈને માન સાથે સંસારમાં પાછા જઈ શકાય (ને એવું બને છે પણ ખરું).
- ત્યાર પછી બીજી સંસ્થામાં જઈને બીજાં બે વર્ષ માટે યુવાન સાધુએ સાહિત્ય, અંગ્રેજી, લૅટિન, પ્રાદેશિક ભાષા, લખ