________________
તા. ૧૬-૧૨-૬૭
પ્રબુદ્ધ જીવન
૧૯મી વિશ્વ શાકાહાર
ઈ૦ સ૦ ૧૯૫૭ ની સાલમાં ભારત ખાતે પહેલી વાર ભિન્ન ભિન્ન સ્થાએ આ પરિષદનાં અધિવેશન યોજાયાં હતાં, દશ વર્ષ બાદ નવેમ્બર-ડિસેમ્બર માસ દરમિયાન આ પરિષદનાં યોજાયેલાં અધિવેશનમાં ભાગ લેવા માટે ૨૨ જુદા જુદા દેશામાંથી ૧૨૫ શાકાહારી પ્રતિનિધિઓ પધાર્યા હતા. દિલ્હીમાં આ પરિપદનું ઉદ્ઘાટન ભારતના અર્થસચિવ માન્યવર શ્રી મારારજી દેસાઈએ કર્યું હતું. કલકત્તાના કાર્યક્રમો ત્યાંનાં રાજકારણી તોફાનાના કારણે રદ કરવા પડયા હતા. મદ્રાસમાં નાના પાયે સંમેલના યોજાયાં હતાં અને છેવટે કેટલાક મુખ્ય સભારંભા મુંબઈ ખાતે ભરવામાં આવ્યા હતા. આ નિવેદનમાં મુંબઈ ખાતે ભરાયલા સમારંભાના ટુંકાણમાં ખ્યાલ આપવાના આશય છે.
મુંબઈમાં સ્વામી ચિન્મયાનંદજીના હસ્તે તા. ૨ જી ડિસેમ્બરે પરિષદનું ઉદ્ ઘાટન થયા બાદ તા. ૩ સવારના Jewishજ્યુઈશ – વેજીટેરીઅન–સેસાયટીના સૂત્રધાર ઈંગ્લાંડના શ્રી પીકના પ્રમુખપદે વૈજ્ઞાનિક પરિસંવાદ યોજાયો હતો. અમેરિકાના પ્રોફેસર સ્કાટ નીઅરીંગે એમાં ‘કીચન ગાર્ડન 'ની પ્રવૃત્તિને વિકસાવવા અપીલ કરી હતી; મુંબઈના નિસર્ગોપચારક ડૉ. ભમગરાએ પોતાના પ્રોટીન વિષેનો નિબંધ રજૂ કર્યો હતો જેમાં રજુ કરવામાં આવેલી
હાઈપ્રોટીન ' ખોરાકની વિરુદ્ધ વૈજ્ઞાનિક મતની વાત ઘણાને આશ્ચર્યકારક લાગી હતી, પરંતુ હાકીન ઈન્સ્ટીટયુટના આહારશાસ્ત્રી ડૉ. વસંત જાઈએ ડૉ. ભગમરાના અભિપ્રાયને પોતાના અનુભવ વર્ણવી ટેકો આપ્યો હતો. તા. ૩ બપારે આંતરરાષ્ટ્રીય શાકાહારી સંઘના પ્રમુખ મારકવીસ સેટ ઈનેાસન્ટે શ્રીનિકેતન ગાર્ડન્સમાં શાકાહારી પ્રદર્શન ખુલ્લું મૂકયું હતું; આ પ્રદર્શનમાં શ્રી ભારતાનંદ (મૂળ શ્રી મેરીસફ઼ીડમેન ) તરફથી છડયા વિનાના ચેાખાના આટાની વાનગીઓ, ડા. ખીમજી નરમના ‘હેલ્થ કુકર,’ ઈઝરાઈલના ડા. એલેક્ષ હેરીએ તલમાંથી બનાવેલી વાનગી, તેમ જ ‘પ્રેરણા’ વગેરે સંસ્થાએ રજુ કરેલાં સાત્ત્વિક અને સ્વાદિષ્ટ ભાન ઉપરાંત બીજું ઘણુંય જેવા, જાણવા અને માણવા જેવું હતું. શ્રીમતી લીલાબેન બી. કે. શાહ, શ્રી મનુભાઈ ચાવડા, કુ. નલિનીબેન મોરારજી, શ્રીમતી ઈન્દીરાબેન પીતી વગેરેએ આ કાર્યક્રમ તેમ જ મંગળવાર બપારના બહેન માટેના કાર્યક્રમ સફળ બનાવવા અથાગ પરિશ્રામ લીધા હતા. પ્રદર્શનના ઉદ્ઘાટન પછી સાંજે ૫-૧૫ વાગ્યે ચોપાટીના કિનારે એક વિરાટ સભા યોજવામાં આવી હતી, જયાં મુનિશ્રી ચિત્રભાનુ મહારાજે અહિંસા અને શાકાહાર વિષે જૈન ધર્મના દષ્ટિકોણ સમજાવ્યો હતો અને તે ઉપરાંત સભાપતિ મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રમુખ શ્રી ભારદેજીએ, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે તેમ જ પરદેશથી આવેલા સભ્યોએ પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં. તે જ રીતે ૯-૪૦ વાગે મુંબઈ રેડીઓ પરથી શ્રીમતી રૂકમણી દેવી અરન્ડેલે (જેઓ ભારતીય શાકાહારી કોંગ્રેસનાં પ્રમુખ છે.) ઈઝરાયલના ડૉ. ઓટો રોબીનસને (જે આંતરરાષ્ટ્રિય શાકાહારી સંઘના એક ઉપપ્રમુખ છે. ) અને ડા. ભમગરાએ વાર્તાલાપ રજૂ કર્યો હતા.
તા. ૪ સામવારે બપારે ડાકટરો માટેની એક ખાસ સભા ટાટા ઓડીટોરીયમમાં યોજાઈ હતી, જેમાં નેચરોપેથ ડા. એલેક્ષ જેરીએ શાકાહાર સાથે નિસર્ગાપચારના આંદોલન પર ભાર મૂકયો હતો, જયારે જર્મનીના હોમીઓપેથ ડૉ. શ્રીમતી બેગ્ગી હમે પોતાના અનુભવે રજુ કરી હામીઓપેથીક દવા સાથે શાકાહારની અગત્યતા સમજાવી હતી. ડૉ. જાઈએ નિર્જીવ ઈંડાંના ચર્ચાસ્પદ સવાલ ઉપાડી લઈ શાકાહારીઓને એની બિનઅગત્યતા અને નુકસાનની શકયતા સમજાવી, એનાથી પરહેજ રહેવા સૂચવ્યું હતું. અમદાવાદના
૧૬૫
પિરષદ, મુંબઇ
શ્રી ચંદુલાલ કાશીરામ દવેએ નિસર્ગોપચારના આહાર સિદ્ધાંતો, કાચા ખોરાકનું આહારમાં સ્થાન વગેરે બાબતે રજુ કરી હતી; જ્યારે પ્રમુખસ્થાનેથી આયુર્વેદાચાર્ય પંડિત શિવશર્માએ મનના શરીર પર અને શરીરના વિચાર અને મિએ પર કેટલા પ્રભાવ છે તે વિષે પોતાના અને અન્ય ડોકટરોના અનુભવ દષ્ટાંતો સાથે રજુ કર્યો હતો.
તા. ૬ બુધવારે કોંગ્રેસના અંતિમ કાર્યક્રમ યુનિ. કોન્વોકેશન હાલમાં યોજવામાં આવ્યા હતા, જયાં દીલ્હીના નિસર્ગોપચારક શ્રી સ્વામીનાથન, અમેરિકાના પ્રોફેસર નિઅરીંગ, ઈગ્લાંડના શ્રી ગન - કીંગ, વલસાડના શ્રી દીનકરરાય દેસાઈ વગેરેએ વસ્તીવધારાના નૈસિંગક ઈલાજ, જમીનમાં રસાયણિક ખાતર નાખવાથી થતું નુકસાન, ફ્ળા અને અનાજ પર છાંટવામાં આવતાં રસાયણોથી આપણા લીવર તેમજ જ્ઞાનતંતુઓ પર પહોંચતી અસર વગેરે બાબતાની છણાવટ કરી હતી. યુવાનો માટેના સંમેલનમાં સ્વામી ચિન્મયાનંદના પવાઈ ખાતેના આકામના શ્રી પાર્થસારથીએ વેદાંતના આધારે માનવી માટે શાકાહાર સિવાય બીજા કોઈ પ્રકારનો આહાર યોગ્ય નથી એવું મંતવ્ય રજુ કર્યું હતું. આ સભાનું સંચાલન અમેરીકન વેગન સેાસાયટીના સ્થાપક શ્રી દીનશાએ કર્યું હતું.
આ બધી સભાઓમાં જૈનોની હાજરી જૂજ હતી, જ્યારે જેનાએ જાણવા જેવું ઘણું હતું. દા. ત. (૧) અહિંસાની વિશાળ વ્યાખ્યા મા શરીર પર થતા અત્યાચારનો સમાવેશ પણ થાય છે અને એવા અત્યાચારો અને હિંસા શાકાહારીને પણ યોગ્ય જ્ઞાનના અભાવે) કરે છે. (૨) માત્ર શાકાહારી થવાથી યા રહેવાથી કાઈ વિશેષ લાભ નથી; જયાં સુધી ખારાકમાં ફળફળાદિ, કાચાં શાકભાજીને મહત્ત્વનું સ્થાન ન મળે ત્યાં સુધી શાહાકારી વ્યકિત પૂરી તન્દુરસ્તી પ્રાપ્ત કરી ન શકે એ સંભવિત છે. (૩) પ્રાણીઓ પર વાઢકાપના કે બીજી રીતે ક્રૂર પ્રકારના અખતરાઓ કરી શેાધાયેલી દવાઓ (જેમાં વિશેષ એલાપેથીક દવાઓનો સમાવેશ થાય છે) ના ઉપયોગ પશ્ચિમના શાકાહારીઓ સામાન્ય રીતે કરતા નથી, વિશેષે નેચરકાર અને કંઈક અંશે વનસ્પતિ દવાઓ અને હોમીઓપેથીક દવાઓના ઉપયોગ કરે છે. આપણે ત્યાંના જૈને - અને આ બાબત અતિ દુ:ખદ છે જેના પાયે હિંસા પર રચાયા છે એવી એલાપેથીક પદ્ધતિને વિશેષ ટેકો આપે છે. અને નિસર્ગોપચાર જેવી૧૦૦ટકા શાકાહાર અને અહિંસાને વરેલી - વૈજ્ઞાનિક ચિકિત્સા પદ્ધતિની અવહેલના કરે છે.
ડૉ. એમ. એમ. ભમગરા,
સમાચાર
કેનેડા જઈ રહેલા પં. દલસુખભાઈ માલણિયા
જૈન આગમા અને સમગ્ર ભારતીય દર્શનાનાં મર્મજ્ઞ, વિદ્રાન અને અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના મુખ્ય સંચાલક (ડીરેકટર) પંડિત શ્રી દલસુખભાઈ માલવણયાને કેનેડાની ટોરોન્ટો યુનિવર્સિટીમાં ભારતીય દર્શનાનું અધ્યાપન કરાવવા માટે મુલાકાતી પ્રાધ્યાપક (વિઝીટીંગ પ્રોફેસર) તરીકે કેનેડા જવાનું આમંત્રણ છે - સાત મહિના પહેલાં મળ્યું હતું, અને તેઓએ આ આમંત્રણને સ્વીકાર પણ કર્યો હતો, હવે ટોરોન્ટો યુનિવર્સિટી તરફથી આ માટે બનતી ત્વરાએ કેનેડા પહોંચવાની વિનંતી થતાં શ્રી દલસુખભાઈએ બીજી જાન્યુઆરીના રોજ આ વિઘાયાત્રા માટે પ્રસ્થાન કરવાના નિર્ણય કર્યો છે, અને અત્યારે એ અંગેની તૈયારી કરી રહ્યા છે. તેમના વિગતવાર પરિચય કરવાતા એક લેખ પં. બેચરદાસ જીવરાજ દોશીએ લખી મોકલ્યો છે જે ‘પ્રબુદ્ધ જીવન'ના આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે.
તેમની વિદાય પ્રસંગે સંઘ તરફથી એક સન્માનસંમેલન પણ યોજવામાં આવનાર છે.
પં. સુખલાલજીને તથા કાકાસાહેબ કાલેલકરને થનારું પદવીપ્રદાન
ચાલુ માસની ૧૫મી તારીખે ઉપર જણાવેલ બન્ને મહાનુભાવાને સરદાર પટેલ યુનિવર્સિટી તરફથી પી. એચ. ડી.' નહિ, પણ ડૉકટર ઓફ લિટરેચર—ડી, લિટનું પદવીપ્રદાન કરવામાં આવનાર છે.