________________
તા. ૧-૧૨-૬૭
પ્રબુદ્ધ જીવન
૧૫૫
વ્યવસાય અંગેના પરિશ્રમના પરિણામે શ્રીમની તબિયત લથડવા લાગી. તેમનું મન પણ બંધાવ્યવસાયથી વિમુખ બનવા લાગ્યું. તેમને લાગવા માંડયું કે ધંધાને હેતુ પૂર્ણ થયું છે અને કેવળ આત્મસાધના તરફ હવે વળવું ઘટે છે. આ દિવસમાં તેમના માતા-પિતા તથા પત્ની હયાત હતાં, તેમને બે પુત્રો અને બે પુત્રીઓ હતાં અને એક ભાઈ (સ્વ. મનસુખલાલ રવજીભાઈ મહેતા ) અને ચાર બહેને હતી. પૈસે ટકે કુટુંબ સુખી હતું. તેમનું દિલ સંન્યાસ લેવા તત્પર થયું હતું, પણ લથડતા જતા સ્વાશ્યને કારણે એ શકય રહ્યું નહોતું. છેલ્લી અવસ્થાએ તેમને સંગ્રહણીને વ્યાધિ લાગુ પડયો, અને સંવત ૧૯૫૭ ના રૌત્ર વદ પાંચમે, (ઈ. સ. ૧૯૦૧ ની સાલમાં) ૩૩ વર્ષનું ટૂંકું પણ બીજી રીતે જ્ઞાન, ધ્યાન અને અનુભવ વડે અત્યંત સમૃદ્ધ એવું જીવન ભેળવીને તેમણે રાજકોટ મુકામે દેહત્યાગ કર્યો. આમ તેમને ક્ષરદેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયે, પણ તેમને અક્ષરદેહ આજે પણ જીવો છે અને અનેકને પ્રેરણા આપી રહ્યો છે.
તે અઢળક લેખનસાહિત્ય મૂકી ગયા છે, જે “શ્રીમદ્ રાજચંદ્ર નામના બૃહદગ્રંથમાં સંગ્રહિત કરવામાં આવેલ છે. તેમનાં પત્રને વિપુલ સંગ્રહ પણ એ ગ્રંથમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. તેમની અનેક કૃતિઓમાં (૧) સ્ત્રીનીતિબોધ વિભાગ -૧ (૧૬ વર્ષની વય પહેલાં લખાયેલાં લખાણા), (૨) પુષ્પમાળા (૧૬ વર્ષની વય દરમિયાન લખાયલી), (૩) મેક્ષમાળા (૧૬ વર્ષ અને પાંચ માસની વયે ત્રણ દિવસમાં લખાયેલી), (૪) ભાવના બેધ (૧૭ વર્ષની વયે લખાયેલ, (૫) આત્મસિદ્ધિશાસ્ત્ર (૨૯ વર્ષની વયે એક જ બેઠકે લખાયેલ) મુખ્ય છે. આમાં પણ આત્મસિદ્ધિ શાસ્ત્ર તેમના આધ્યાત્મિક પરિપાક અને ધાર્મિક અનુભવોના નીચેડરૂપ છે. એ જ અરસામાં એટલે કે ૨૯ વર્ષની વય દરમિયાન રચાયેલ “અપૂર્વ અવસર એવો કયારે આવશે ?” પણ તેમની અનેક કાવ્યરચનાઓમાં સર્વશ્રેષ્ઠ છે. તેમાં તેમના અન્તરમાં સતત રમી રહેલ આધ્યાત્મિક ભાવના બહુ સુન્દર રીતે પ્રતિબિંબિત થઈ છે અને જૈન ધર્મની સમગ્ર વિચારસરણીનું તેમાં સુરેખ નિરૂપણ છે. ગાંધીજીએ આ ભાવનાકાવ્યને પિતાની આશ્રમ ભજનાવલિમાં વિશિષ્ટ સ્થાન આપ્યું છે.
શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણો અંગે અભિપ્રાય દર્શાવતાં ગાંધીજીએ જણાવ્યું છે કે “તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ તેમણે લખ્યું છે. તેમાં કયાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારું એક લીંટી પણ તેમણે લખી હોય એમ મેં જોયું નથી.”
શ્રીમદ્ રાજચંદ્રનું વાંચન ધાર્મિક સાહિત્યના વિશાળ ક્ષેત્રને સ્પર્શેલું હતું. આમ છતાં પણ તેમની સમગ્ર વિચારસરણી જૈન તત્ત્વદર્શનના ગાઢ રંગે રંગાયેલી હતી. તેમને જિનકથિત માર્ગમાં અપાર શ્રદ્ધા હતી, તેમને જૈન ધર્મનું તલસ્પર્શી જ્ઞાન હતું અને એ જ્ઞાન . અનેક અનુભૂતિ અને પ્રતીતિ ઉપર આધારિત હતું. દાખલા તરીકે ૨૬મા વર્ષે લખેલા એક પત્રમાં તેમણે જણાવ્યું છે કે “પુનર્જન્મ છે, જરૂર છે, એ માટે હું અનુભવથી કહેવામાં અચલ છું.” અંગત અનુભૂતિના આધાર સિવાય આટલું સચોટપણે કોઈ કહી ન જ શકે. આ મુજબ તેમના જીવનમાં પૂર્વભવ - સ્મરણની કેટલીક ઘટનાઓ નોંધાયેલી છે. પોતાની જાતને તેમણે ભગવાન મહાવીરના એક શિષ્ય તરીકે ઓળખાવેલ છે અને અમુક પ્રકારના પ્રમાદના કારણે તેમને ૮૦ જેટલા ભવ કરવા પડયા છે એમ તેમણે પિતા વિષે જણાવ્યું છે. અદષ્ટ દર્શન અને ભાવી સૂચનની અનેક ઘટનાઓને પણ તેમના જીવનમાં નિર્દેશ થયેલો જોવામાં આવે છે. આ ઘટનાઓનું તથ્ય આજના વૈજ્ઞાનિક અને તર્કશીલ યુગમાં સ્વીકારાવું શકય નથી. આમ છતાં પણ, આવા વ્યકિતવિશેષના વ્યકિતત્વને યથાસ્વરૂપે ગ્રહણ
કરવું હોય તે તેમના જીવનમાં જેનું મહત્ત્વભર્યું સ્થાન છે એવી આ ચમત્કારિક ઘટનાઓની ઉપેક્ષા કરવી તે યોગ્ય નથી.
દુનિયાના ઈતિહાસમાં મોટી મોટી ઉથલપાથલ અને કાતિએ નિર્માણ કરનારા પુરુષ સાથે સરખાવતાં શ્રીમદ્ રાજચંદ્ર અંગે એમ જરૂર કહેવું હતું કે તેમણે માનવી જીવનમાં કોઈ મોટી ઉથલપાથલ કરી નહોતી, અથવા તે કોઈ અશાન્તિજનક સંભ પેદા કર્યો નહોતે. તેઓ કોઈ વિષય કે વિચારના ઉદ્દામ પ્રચારક નહોતા. તેમ જ તેઓ કોઈ ક્રાન્તિના સર્જક નહોતા. સાંસારિક કે ભૌતિક મહત્ત્વાકાંક્ષા તેમને કદિ સ્પર્શી નહોતી, અને આત્મપ્રસિદ્ધિ કે શકિતના પ્રદર્શનથી પણ તેમણે દૂર રહેવાનું પસંદ કર્યું હતું. એક ખૂણે જેલતી, શાન્ત, સ્વસ્થ અને ચેતરફ સૌમ્ય પ્રકાશ પાથરતી જતિશિખા જેવું તેમનું જીવન હતું. તેમની વૈચારિક અભિવ્યકિતનું વાહન–ગદ્યમાં કે પદ્યમાં પણ—માત્ર ગુજરાતી ભાષા હતું અને તેમનું કાર્ય પણ મર્યાદિત ક્ષેત્ર અને સમુદાય પૂરતું સીમિત હતું. આમ હોવાથી દુનિયાને મોટો ભાગ હજુ સુધી તેમનાથી અજાણ રહ્યો છે. પણ આ પ્રસિદ્ધિના યુગમાં જેમ જેમ તેમના વિશે જાણકારી વધતી જશે, જેમ જેમ તેમનાં લખાણ અન્ય ભાષાએમાં અનુવાદિત થતાં જશે, તેમ તેમ આ દુનિયા તેમને વધારે ને વધારે ઓળખતી જશે અને આ ધરતી ઉપર આવી નિર્મળ, સત્યશીલ તેમ જ સત્ત્વશીલ, આત્મખ્યાતિ ધરાવતી, એકાન્ત ઉપકારક વ્યકિતના અસ્તિત્ત્વ વિષે આશ્ચર્ય અનુભવશે અને તેમના જીવનમાંથી અખૂટ એવી પ્રેરણા મેળવશે.
આપણા દેશમાં અનેક સાધુસંતો અને મહાત્મા થઈ ગયા છે. આમાં સંત જ્ઞાનેશ્વર, સ્વામી રામતીર્થ, સ્વામી વિવેકાનંદ અને શ્રીમદ્ રાજચંદ્ર અલ્પાયુષી હોઈને એકદમ જદા તરી આવે છે. આમ વિચારીએ છીએ ત્યારે ૩૩ વર્ષના ટૂંકા ગાળામાં જેમની જીવનલીલા સંકેલાઈ ગઈ હતી તે ભગવાન ઈશુ પણ આપણને યાદ આવે છે.
આ સોની હારમાળામાં પણ શ્રીમદ્ રાજચંદ્રની વિભૂતિ એક બીજા કારણસર આપણું સવિશેષ ધ્યાન ખેંચે છે. આપણા સનતો મોટા ભાગે બ્રહ્મચારી હતા અને એમ નહિ તો સંસારત્યાગી હોવાનું માલુમ પડે છે, જ્યારે શ્રીમદ્ રાજચંદ્ર તે ૧૪ વર્ષને એકધારે ગૃહસ્થાશ્રમ ભેગળે છે, અને લગભગ દશ - અગિયાર વર્ષ વ્યાપારવ્યવસાયમાં તેઓ ગ્રસ્ત રહ્યા છે, અને એમ છતાં તેમની આધ્યાત્મસાધના કદિ અટકી નથી, એટલું જ નહિ પણ, ઉત્કૃષ્ટ કોટિએ પહોંચી છે. આમ સાંસારિક ઉપાધિઓ અને જવાબદારીથી વીંટળાયેલા અને એમ છતાં, સતત આત્મલક્ષી, પાપભીરૂ, જાગૃત અને અનેક લોકોના માર્ગદર્શક, પથપ્રદર્શક, તત્ત્વદર્શી–આવી વ્યકિતની જોડ સાધુસન્તને લગતી તવારીખમાં વિરલ જોવા જાણવા મળે તેમ છે. આજે પણ તેઓ અનેકને પ્રેરણાદાયી બની રહ્યા છે, અનેકના અન્તરજીવનને અજવાળી રહ્યા છે. તેમના વિશેના ગાંધીજીના શબ્દોને ટાકું તે, “શ્રાવક છતાં શ્રાવક અને વૈષ્ણવના વાડાની પાર જઈ, પ્રાણીમાત્ર સાથે અભેદ સાધનારા, મોક્ષને કિનારે પહોંચેલા, વણિક છતાં અને ધનપ્રાપ્તિની શકિત છતાં, ધનપ્રાપ્તિ માટેનાં સાહસ છોડી ઈશ્વરપ્રાપ્તિનાં સાહસ સાધનારા આધુનિક જમાનાના એક ઉત્તમ દિવ્ય દર્શન કરનારા એવા અદ્રિતીય પુરુષ રાયચંદભાઈ હતા.” આવા રાયચંદભાઈને અથવા તો શ્રીમદ્ રાજચંદ્રને તેમના જન્મશતાબ્દી દિને આપણાં અનેક વન્દન હો!
પરમાનંદ શ્રીમદ્ રાજચંદ્ર: એક સ્મરણ નોંધ
ગઈ કાર્તક સુદ પૂણિમા એટલે કે ઓકટોબર માસની ૧૭મી તારીખે દેશભરમાં અનેક સ્થળોએ શ્રીમદ્ રાજચંદ્રની જન્મશતાબ્દી ઊજવાઈ ગઈ. આ પ્રસંગે તેમના નામ અને કાર્ય સાથે જોડા
* આ રીતે વિચારતાં સોનીને વ્યવસાય કરતાં છતાં સતત * તત્ત્વલક્ષી કવિ અખા ભગતનું સહજ સ્મરણ થાય છે.