________________
૧૫૬
યેલા મારા નાનપણનાં કેટલાંક સ્મરણા અહિં રજૂ કરૂં તે અસ્થાને હિ ગણાય.
પ્રબુદ્ધ જીવન
શ્રીમદ્ રાજચંદ્રનું નામ હું મારા બાળપણથી સાંભળતા આવ્યો છું. મારા પિતાશ્રીથી મેાટા એક ભાઈ હતા. તેમને અમે ‘લલ્લુદાદા ’ના નામથી ઓળખતા. તેમને પક્ષાઘાતની અસર થયેલી. તેની સારવાર માટે તેમને મારા પિતા! મુંબઈ લઈ આવેલા, અને આજે પણ જેને “દાદી શેઠ અગિયારી લેઈન ” કહે છે એ લત્તામાં તેઓ ઊતરેલા, અને એ નિમિત્તે તેમને એક બે માસ મુંબઈમાં રોકાવાનું બનેલું. શ્રીમદ્ રાજચંદ્રને એ દિવસેામાં રાયચંદભાઈ તરીકે સૌ કોઈ ઓળખતા. તે મારા પિતાશ્રીના નિવાસસ્થાનની બહુ નજીકમાં રહેતા, અને મારા પિતાશ્રી તેમની પાસે રાત્રિના સમયે લગભગ હંમેશાં જતા, અને કલાક બે કલાક ધર્મચર્ચા કરતા, તેમની સાથે મારા પિતાશ્રીને પત્રવ્યવહાર પણ થયા હતા. આ બધું મેં મારા પિતાશ્રી પાસેથી પછીનાં વર્ષો દરમિયાન જાણેલું.
મારી બાર તે વર્ષની ઉંમરે મારા પિતાશ્રી સાથે મુંબઈ અવારનવાર આવવા જવાની શરૂઆત થયેલી, મુંબઈમાં વસતા કાપડના વ્યાપારી શેઠ ત્રિભુવનદાસ ભાણજી મારા પિતાના મામા થાય. તેઓ સાન્તાક્રુઝમાં આવેલા ‘વીલર વીલા' નામના પોતાના બંગલામાં રહેતા, અને એ જ બંગલામાં શ્રીમદ્ રાજચંદ્રના કૌટુંબિક સંબંધી અને વેરાતના વ્યાપારના ભાગીદાર શેઠ રેવાશંકર જગજીવન પણ રહેતા. મને યાદ છે તે મુજબ હું મારા પિતાશ્રી સાથે સાંતાક્રુઝ ત્રિભુવનમામાને ત્યાં અવારનવાર જતા અને શ્રીમદ્ રાજચંદ્રના અનુરાગી એવા આ ત્રણ મહાનુભાવા વચ્ચે ચાલતી શ્રીમદ્ વિષેની અનેક ચર્ચાઓ સાંભળતા. વળી એ જ અરસામાં પરમશ્રુત પ્રભાવક મંડળ તરફથી પ્રગટ થયેલા ‘ શ્રીમદ્ રાજચંદ્ર ' નામના ઘણા મોટો દળદાર ગ્રંથ પહેલીવાર મારા જોવામાં આવેલા. આ ગ્રંથ મારા પિતાશ્રીએ પેાતાના પુસ્તકાલય માટે વસાવેલા અને તેથી તે ગ્રંથ ઉપર અવારનવાર નજર નાંખવાનું બનતું. તેમના વિષે આથી વધારે ઊંડાણમાં ઊતરવાને હું ત્યારે પ્રેરાયેલા નહીં, આમ છતાં “અપૂર્વ અવસર એવા કયારે આવશે ?' એ કાવ્ય તરફ ત્યારથી આકર્ષાયેલા એવું કંઈક મને યાદ છે.
તા. ૧-૧૨-૧૭
કરતી અને તેમની દલીલેા તાત્ત્વિક નહીં પણ શાબ્દિક છે એમ મને લાગ્યા કરતું.
છઠ્ઠી અંગ્રેજીમાં હતા ત્યારે સુરત કૉંગ્રેસમાં ગયેલા. એ પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્રના નાના ભાઈ મનસુખલાલ રવજીભાઈ પણ સુરત કૉંગ્રેસમાં આવેલા અને તેમની સાથે સમાગમ થયેલા. તેમના દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર વિષે પણ નવું નવું જાણવાના સુયોગ મને પ્રાપ્ત થયા કરતો. આ રીતે શ્રીમદ્ રાજચંદ્ર વિષે મારા દિલમાં આકર્ષણ વધતું રહ્યું હતું.
મારા પિતાશ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજના એક આગેવાન હતા. ધર્મશાસ્ત્રોના બહુ મોટા અભ્યાસી હતા. તે વખતના શ્વેતાંબર સંપ્રદાયના પ્રમુખ આચાર્યો અને સાધુમુનિરાજોના ગાઢ સંપર્કમાં તેઓ રહેતા. હું પણ અવારનવાર મારા પિતાશ્રી સાથે આ સામુનિરાજો પાસે જતો અને તેમની વાતો સાંભળતા. મારા પિતાશ્રી શ્રીમદ્ રાજચંદ્રના પૂર્વપરિચિત હતા અને તેમના વિષે તેઓ પક્ષપાત ધરાવતા હતા. આ સાધુમુનિરાજો અવાર - નવાર શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણાની ખૂબ ટીકા કરતા અને તેમનાં આ કે તે વિધાના ધર્મશાસ્ત્રોની અથવા તો આગમકથનાની કેટલાં વિરુદ્ધ છે તે તારવી તારવીને તેમની આગળ તેમ જ અન્ય વ્યકિતઓ સમક્ષ ધરતા, અને સદ્ રાજચંદ્ર સરવાળે મિથ્યાત્વપ્રરૂપક છે એ હદ સુધીના અભિપ્રાય ફેલાવવા તેઓ પ્રયત્ન કરતા. મારા પિતાશ્રી ઉપર આ આચાર્યના તેમ જ સાધુમુનિરાજોના પણ એ દિવસેામાં ખૂબ જ પ્રભાવ હતા, અને તેથી આ બધું તેઓ મૂંગા મોઢે સાંભળી લેતા.
એ વખતે ધર્મતત્ત્વ અંગેની મારી સમજણ ઓછી, આમ છતાં પણ, આ આચાર્ય મુનિરાજોની આવી ટીકાએ મને ખૂંચ્યા
અનુભવ અને સમજણ વધ્યા બાદ મને આખરે પ્રતીતિ થઈ કે શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણો અંગેની તેમની ટીકામાં કેવળ તેજોદ્ર ષ જ કાર્ય કરી રહ્યો હતા. સંપ્રદાયના આ સાધુએ ગૃહસ્થા કરતાં પોતાને અનેકગણા ચડિયાતા માનતા હોય છે, અને પરિણામે ગૃહસ્થ જીવનમાં રહેલી કોઈ વ્યકિતને આવા આધ્યાત્મિક ઉત્કર્ષ અને તાત્વિક બાબતે અંગે આટલી ઊંડી સમજણ સંભવી શકે છે એ તેમની કલ્પનામાં જ આવતું હોતું નથી અને કલ્પનામાં કદાચ આવે તો પણ તેમ સ્વીકારવાને તેઓ તૈયાર હાતા નથી, અને પરિણામે આવા પુરુષોને ઉતારી પાડવામાં, તેમનાં લખાણા માંથી દૂધમાંથી પોરા કાઢવાની માફક વાંધા પડતાં વિધાના તારવી કાઢવામાં, અને પોતાના અનુયાયીઓ સમક્ષ આગળ ધરવામાં તેઓ એક પ્રકારના રસ દાખવતા માલુમ પડે છે. આવી તેમની મનોદશાશ્રીમદ્ રાજચંદ્ર જેવા મહાપુરુષોનાં સાચાં મૂલ્યાંકનથી તેમને સદાને માટે વંચિત રાખે છે.
આ ચર્ચાના સંદર્ભમાં બીજી પણ એક હકીકત ધ્યાનમાં લેવી ઘટે છે કે શ્રીમદ્ રાજચંદ્ર કેવળ શાસ્રપંડિત નહાતા. તેમનું શાસ્ત્રજ્ઞાન અનેક આધ્યાત્મિક અનુભૂતિઓ અને પારદર્શક જીવનદર્શન ઉપર આધારિત હતું. તે મૌલિક ચિંતક હતા. આવા પુરુષનાં લખાણા, બનવા જોગ છે કે આગમના – શાસ્ત્રોના – શબ્દો સાથે કદાચ સાએ સા ટકા બંધબેસતા ન હોય. આમ છતાં તેમનાં લખાણામાં જૈન તત્ત્વનું આબેહૂબ નિરૂપણ હતું, જૈન ધર્મના નીચેાડ હતા, એમ કહેવામાં લેશ માત્ર અતિશયતા નથી.
પરમાનંદ
中
推
(હવે પછી શ્રીમદ રાજચન્દ્રના લખાણો અને પદ્યરચનામાંથી નમુના રૂપે તેમની કાંઈક અટપટી એવી ભાષાના ખ્યાલ આપતું એક ગદ્યલખાણ અને તેમની એક સુપ્રસિદ્ધ પદ્યરચના ક્રમસર આપવામાં આવે છે. તંત્રી)
અધ્યાત્મ ષ૫દી
(આત્મજ્ઞ પુરુષ શ્રીમદ્ રાજચંદ્રના છ પદનો પત્ર આત્મા સંબંધીનું યથાર્થ જ્ઞાન ઉત્પન્ન કરનારો હોઈ મુમુક્ષુ આત્માઓને હિતનું કારણ બને તેવા હોઈ અત્રે આપવામાં આવ્યો છે. આત્મા છે, તે નિત્ય છે, તે કર્મના કર્તા છે, કર્મના ભેાકતા છે. આત્માના મેાક્ષ છે અને મેાક્ષના ઉપાય સમ્યગ જ્ઞાન, દર્શન, (શ્રાદ્ધા) અને ચારિત્ર્યરૂપ ધર્મ પણ છે – એ છ પદા પ્રત્યેક આત્માને સમ્યગ શ્રદ્ધા (સમ્યગ્દર્શન) ઉત્પન્ન કરવા માટે તથા આત્માનું મલીન સ્વરૂપ શું છે અને શુદ્ધ સ્વરૂપ કેવું છે અને મલીનતા (કર્મમળ) હઠાવી શુદ્ધ સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ આત્મિક જ્ઞાન ઉત્પન્ન કરવા માટે છ પદોનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું આવશ્યક છે. આ છ પદોની શ્રીમદ્ રાજચંદ્રે લખેલા એક પત્રમાં સંક્ષેપમાં સમજૂતી આપી છે.)
શુદ્ધ આત્માસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગ દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. ‘આત્મા છે’
પ્રથમ પદ: ‘આત્મા છે:' જેમ ઘટપટ આદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે; તેમ સ્વ-પરપ્રકાશ એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવા આત્મા હોવાનું પ્રમાણ છે.
આત્મા નિત્ય છે.’
બીજું પદ: ‘આત્મ નિત્ય છે.’: ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંયોગાએ કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. કેમકે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવયોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેને કોઈને વિષે લય પણ હાય નહિ.
‘આત્મા કર્તા છે.’
ત્રીજુ પદ: ‘આત્મા કર્તા છે.' સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ - ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયાસંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણુ ત્રિવિધ શ્રીજને વિવેચ્યું છે; પરમાર્થથી
c