________________
૧૫૪
પ્રબુદ્ધ જીવન
તા૧-૧૨-૬૭
પ્રકારરૂપ આ અવધાનપ્રવૃત્તિનાં ચમત્કાર-પ્રદર્શને આત્મ-
નત્તિને બાધક છે, આત્મનિત્તિ અને ચમત્કારપ્રદર્શન પરસ્પરવિધી છે, અને તે વિચાર આવવા સાથે એવા પ્રયોગનું જાહેર પ્રદર્શન કરવાનું તેમણે એકાએક બંધ કરી દીધું.
વિક્રમ સંવત ૧૯૪૪ માં એટલે કે ૨૦ વર્ષની ઉંમરે તેઓ ગૃહસ્થાશ્રમ ભણી વળ્યા. ગૃહસ્થાશ્રમમાં આ તેમને પ્રવેશ કોઈ ભેગપભોગના કામી યુવાનને નહોત; વેરાગ્ય પૂરો પરિપકવ નહિ અને સાંસારિક પરંપરાનું દબાણ – આ અંગે તેમને ગૃહસ્થાશ્રમના સ્વીકાર તરફ ખેંચી ગયા. તેમનું ચિન્તન – મનન – રટણ તે આધ્યાત્મિક ભાવ સાથે સંકળાયેલું હતું. સં. ૧૯૪૪ ના માહ શુદ ૧૨ ના રોજ તેમનું ઝબકબાઈ સાથે લગ્ન થયું. આ ઝબકબાઈ મુંબઈના એ વખતના અગ્રગણ્ય ઝવેરી અને ગાંધીજીના મુંબઈ ખાતેના યજમાન શેઠ રેવાશંકર જગજીવનના મોટા ભાઈ શ્રી પિપટલાલનાં પુત્રી થાય.
લગ્નજીવનની શરૂઆતનાં ત્રણ વર્ષ તેમણે ખૂબ મન્થનમાં ગાળ્યાં. પિતાનું અધ્યાત્મચિન્તન તથા વૈરાગ્યભાવના અને ભેગપરાયણ ગૃહસ્થ જીવન વચ્ચે - આન્તર દશા અને બાહ્ય ઉપાધિ વચ્ચે - મેળ કેમ બેસાડવો – એ તેમના જીવનની એક મેટી સમસ્યા બની બેઠી. ત્રણ વર્ષ દરમિયાન તેમને એક પછી એક દિવ્ય અનુભૂતિઓ થવા લાગી. જેના પરિણામે તેમનું મન્થન શમી ગયું, ચિત્તાનું સમાધાન થયું, સ્વીકૃત ગૃહસ્થાશ્રમમાં તેમનું ચિત્ત સ્થિર થયું, અને અધ્યાત્મપરાયણ મનોદશા અને સંસારી જીવન સાથે સુમેળ સધાય.
વીશમા વર્ષે, તેઓ રેવાશંકર જગજીવન સાથે વ્યાપાર-વ્યવસાયમાં જોડાયા અને મુંબઈ ખાતે તેઓ સ્થાયીપણે વસતા થયા. શરૂઆતમાં કાપડ, કરિયાણુ, અનાજ વગેરે મોકલવાની આડત તરીકે કામકાજ હતું. પાછળથી તેમની સાથે મોતી તથા ઝવેરાતને વ્યાપાર પણ તેઓ કરવા લાગ્યા. પરંતુ આ સાથે તેમનું આંતરજીવન પણ વિકાસ પામતું રહ્યું હતું. વેપાર કરવા તે દુકાને બેસતા ત્યારે એમની પેઢી ઉપર હિસાબી ચોપડા વગેરે તો હોય જ, પણ વધારે પ્રમાણમાં તેમની બાજુએ ધર્મગ્રંથે પડેલા જોવામાં આવતા. કામ પત્યું એટલે તેઓ ધર્મગ્રંથોના વાંચનમાં પરોવાઈ જતા અને બાજુએ પડેલી રોજનીશીમાં જે વિચાર કર્યા હોય, આવ્યા હોય તે ટપકાવતા. તેમણે પ્રમાણિકતાને - ન્યાયનીતિને – વળગી રહીને લાખાને વ્યાપાર કર્યો અને સાથે સાથે તેમની આત્મસાધના પણ ખૂબ વધતી વિકસતી રહી.
આ વ્યવસાયકાળ દરમિયાન તેઓ અવાર નવાર મુંબઈ છોડીને ઠીક ઠીક સમય સુધી બહાર ચાલી જતા અને ચરોતર, સૌરાષ્ટ્ર, ઈડર વગેરે પ્રદેશમાં આવેલાં એકાન્ત સ્થળમાં – વનમાં કે પહાડમાં – રહેતા અને આત્મચિન્તનમાં નિમગ્ન બનતા. આ તેમની એકાન્તચર્યા તેમના તત્કાલીન જીવનની વિશેષતા હતી.
આમ સમય વહી રહ્યો હતો. એ દરમિયાન શ્રીમદ્ રાજચન્દ્ર સાથે ગાંધીજીને પરિચય થયો. શ્રીમદ્ રાજચંદ્ર ગાંધીજીથી એક વરસ અને દશ મહિના મેટા હતા. ગાંધીજીને વિક્રમ સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ ના રોજ જન્મ થયેલો. તેઓ ઈ. સ. ૧૮૯૧ ના જુલાઈ માસમાં (વિ. સં. ૧૯૪૭ માં) બેરિસ્ટર થઈને વિલાયતથી મુંબઈ ખાતે પાછા ફર્યા ત્યારે, રેવાશંકરભાઈના મોટા ભાઈ ડૅ. પ્રાણજીવનદાસ મહેતાને ત્યાં ઉતરેલા અને તેમણે શ્રીમદ્ રાજચંદ્ર સાથે ગાંધીજીને સૌથી પહેલી ઓળખાણ કરાવેલી. આ સંબંધમાં ગાંધીજી પોતે જ કહે છે કે “અમે પ્રથમ મળ્યા તે વેળાની મારી આધ્યાત્મિક સ્થિતિ કેવળ જિજ્ઞાસુની હતી. ઘણા પ્રશ્નો વિષે મનમાં શંકા રહેતી . તે વેળા ધર્મ, હિંદુ ધર્મ, ગીતા વગેરે વિષે મને થોડું જ્ઞાન હતું. માતપિતા પાસેથી સહેજે પામ્યો હતે
એની અહીં વાત નથી કરતો. મેં મારા પ્રયત્નથી ધર્મ વિશે બહુ જાયું હોય એમ નહોતું. પણ મને ધર્મ વિશે જાણવાની ઉત્કંઠા રહેતી. તેથી રાયચંદભાઈને સમાગમ મને ગમ્યો અને તેમનાં વચનોની અસર મારી ઉપર પડી.”
વળી ગાંધીજી “આત્મકથામાં પણ નોંધે છે “પોતે (શ્રીમદ્ ) હજારોનો વેપાર ખેડતા, હીરામોતીની પારખ કરતા, વેપારના કોયડા ઉકેલતા, પણ એ વસ્તુ તેમનો વિષય નહોતી. તેમનો વિષય – તેમને પુરુષાર્થ – તે આત્માઓળખને- હરિદર્શન- નો હતો. પોતાની પેઢી ઉપર બીજી વસ્તુ હોય યા ન હોય, પણ કોઈ ને કોઈ ધર્મ - પુસ્તક કે રોજનીશી તો હોય જ.
“તેમની બુદ્ધિને વિષે મને માન હતું, તેમની પ્રામાણિકતા વિશે પણ તેટલું જ માન હતું અને તેથી જાણતો હતો કે તેઓ મને ઈરાદાપૂર્વક આડે રસ્તે નહિ દેરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમને આકાય લેત.
એવી આધ્યાત્મિક ભીડને એક મહત્ત્વને પ્રસંગ, ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે આવ્યો. ગાંધીજીના કેટલાક ખ્રિસ્તી મિત્રો તેમને ખ્રિસ્તી થવા સમજાવી રહ્યા હતા હતા; તે વેળા ગાંધીજીના અંતરમાં ધર્મમંથન જાગ્યું હતું. ખ્રિસ્તી ધર્મનું અવલોકન કરતા ગાંધીજીને એ ધર્મ સંપૂર્ણ અને સર્વોપરી ન લાગ્યો. આ રીતે તેઓ જેમ ખ્રિસ્તી ધર્મને સ્વીકાર કરી શકતા નહોતા તેમ હિંદુધર્મની સંપૂર્ણતા કે સર્વોપરીપણા વિશે પણ તેઓ નિર્ણય ઉપર આવી શકતા નહોતા. આ જ રીતે તેમના મુસલમાન મિત્રો તેમને ઈસ્લામ તરફ ખેંચવાનો પ્રયત્ન કરતા હતા. આ બધાંથી તેઓ ખૂબ મૂંઝાઈ ગયા અને પોતાની આ મુંઝવણ – મુસીબત - તેમણે શ્રીમદ્ આગળ પત્રદ્રારા રજૂ કરી. શ્રીમષ્ટ્ર ગાંધીજીને ધીરજ રાખવા ને હિંદુધર્મને ઊંડો અભ્યાસ કરવા ભલામણ કરી. આ ઉપરાંત પંચીકરણ, મણિરત્નમાળા, ગવશિષ્ટનું મુમુક્ષુ પ્રકરણ વગેરે હિન્દધર્મને પરિચય આપતું કેટલુંક ધાર્મિક સાહિત્ય ગાંધીજી ઉપર મોકલ્યું. આ રીતે તે બન્ને વચ્ચે અત્યન્ત બોધક એવો પત્રવ્યવહાર ચાલુ થયો. શ્રીમન્ને પક્ષપાત જૈન દર્શન ઉપર હતો. એમ છતાં તેમણે કદિ પણ ગાંધીજીને જૈનધર્મના સ્વીકાર તરફ વાળવા કે ઢાળવા પ્રયત્ન કર્યો નહોતો. શ્રીમદ્ રાજચંદ્ર સાથેના પત્રવ્યવહારનું પરિણામ ગાંધીજીને હિન્દુધર્મમાં સ્થિર કરવામાં આવ્યું હતું. શ્રીમદ્ભા દેહાન્ત સુધી, તેમની સાથેનો ગાંધીજીને પરિચય ઉત્તરોત્તર વધતો રહ્યો હતો, અને તેમના વિચારોથી ગાંધીજી સતત પ્રભાવિત બનતા રહ્યા હતા.
ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રની પિતાના જીવન ઉપર પડેલી પ્રબળ અસરને નીચેના શબ્દોમાં વર્ણવી છે. “મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રીના જીવનમાંથી છે.” (શ્રીમદ્ રાજચંદ્ર એ દિવસોમાં “કવિ' નામથી પણ ઓળખાતા હતા.) વળી અન્ય સ્થળે ગાંધીજી લખે છે કે “મારી ઉપર ત્રણ પુરૂએ ઉંડી છાપ પાડી છે–સ્ટેય, રસ્કિન અને રાયચંદભાઈ. žlezžiù dual yeds 'The Kingdom of God is within You’ વડે અને તેમની સાથેના થોડા પત્રવ્યવહારથી, રસ્કિને તેમના એક જ પુસ્તક “Unto This Last ” વડે અને રાયચંદભાઈએ તેમની સાથેના ગાઢ પરિચય વડે.”
એટલું જ નહિ પણ, ગાંધીજી તે એટલે સુધી કહે છે કે “મારા જીવનમાં શ્રીમદ્ રાજચંદ્રની છાપ મુખ્યપણે છે. મહા
ત્મા ઢોય અને રસ્કિન કરતાં પણ શ્રીમદે મારા ઉપર વધારે ઊંડી અસર કરી છે.”
હવે આપણે શ્રીમદ્ રાજચંદ્રની જીવનકથાના અંતિમ ભાગ તરફ વળીએ. સંવત ૧૯૫૫-૫૬ ની સાલમાં બહોળા વ્યાપાર