SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Regd No. M H, 117 વાર્ષિક લવાજમ રૂા. ૭ અબુ જીવન પ્રબુદ્ધ જૈનતુ નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૧૫ મુંબઈ, ડિસેમ્બર ૧, ૧૯૬૭, શુક્રવાર પરદેશ માટે શિલિંગ ૧૨ તંત્રી; પરમાનંદ કુંવરજી કાપડિયા હવે પછી શું? "While most of the country's problems have grown steadly more acute, the politicians have mainly succeeded in making asses of themselves...Indeed it would be surprising if the public had not lost confidence in its politicians, for too many of them give every appearance of having lost confidence in themselves." ઈંગ્લાંડના પ્રખ્યાત પત્ર ‘Economist’ના તા. ૨૧-૧૦-૯૭ના અગ્રલેખમાં લખાયેલ ઉપરનાં વાકયા આપણા દેશની પરિસ્થિતિને પણ કેવાં બંધબેસતાં છે? છેલ્લાં પંદર દિવસેામાં, દેશમાં વેગપૂર્વક જે બનાવ બન્યા છે તેથી દેશના રાજકારણી તખતો પલટાઈ રહ્યો છે. શરૂ થયેલી આ પ્રક્રિયાનું પરિણામ શું આવશે તે કહેવું મુશ્કેલ છે. પણ એમ જણાય છે કે સામાન્ય ચૂંટણી પછી, રાજ્યામાં, કેંગ્રેસની પીછેહઠ થઈ રહી હતી, તે હવે કોંગ્રેસ સત્તા પર આવવા અથવા પડદા પાછળ રહી સત્તા ભાગવવાની તૈયારી કરી રહી છે. ત્રણ રાજ્યામાં – પંજાબ, હરિયાણા અને બંગાળમાં—બીન કૉંગ્રેસી સરકારોનું પતન થયું. ત્રણે સ્થળે આ પતન જુદી જુદી રીતે થયું. પણ તેને કારણે કેટલાય ધંધારણીય પ્રશ્નો ઉપસ્થિત થયા છે અને વિરોધ પક્ષાના કોંગ્રેસ સામેને રોષ વધારે તીવ્ર થયા છે. પંજાબમાં લછમનસિંગ ગીલની આગેવાની નીચે ૧૬ સભ્યો સંયુકત દળમાંથી છૂટા થયા, એટલે સંયુકત દળની બહુમતી તૂટી ગઈ. મુખ્ય પ્રધાન ગુરનામસિંગે, પુરી બંધારણીય રીતે, ધારાસભામાં બળાબળની ચકાસણી થવાની રાહ જોયા વિના, પેાતાના પ્રધાનમંડળનું રાજીનામું આપી દીધું અને ધારાસભા વિસર્જન કરવાની ગર્વનરને સલાહ આપી. ગવર્નરે રાજીનામું સ્વીકાર્યું, પણ ધારાસભા વિસર્જન કરવાની સલાહ સ્વીકારી નહિ. બહુમતી ગુમાવી બેઠેલ મુખ્ય પ્રધાનને ધારાસભા વિસર્જન કરવાની સલાહ આપવાના અધિકાર છે કે નહિ અને એવી સલાહ સ્વીકારવા ગર્વનર બંધાયેલ છે કે નહિ તે વિવાદાસ્પદ પ્રશ્ન છે. ગવર્નર પાટેનું વર્તન એકંદરે બંધારણીય હતું અને બહુમતીના મૈકાથી સ્થિર સરકાર રચવાની શકયતા તેમણે તપાસી જોઈ હતી. અંતે લછમનસિંગ ગીલે કેંગ્રેસના ટેકાથી પ્રધાનમંડળ રચ્યું છે. આ ટેકો આપવામાં કોંગ્રેસે બે શરતો કરી. ગીલ જુથના ૧૬ સભ્યોમાં, પહેલા જે કૉંગ્રેસમાં હતાં અને પક્ષાંતર કરી ગયા હતા એવા કોઈને પ્રધાનમંડળમાં ન લેવા અને પ્રધાનમંડળે કોંગ્રેસની નીતિ વિરૂદ્ધ કોઈ પગલું ન લેવું. સંત ફતેહસિંગના અકાલી દલે આ. પ્રધાનમંડળના વિરોધ કર્યો છે. અકાલી દલમાં આથી ફાટફટ પડી છે. સીધી રીતે સત્તા ઉપર આવવાની કાંગ્રેસની શકિત કે હીંમત નથી, તેથી માત્ર C શ્રી મુબઇ જૈન યુવક સંઘનુ... પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા 來 ૧૬ સભ્યોના આ જુથને ટેકો આપી એક માંચડો ઊભા કર્યા છે. શ્રી, ગીલને પ્રધાન થવાને લાયક એવી અનુભવી વ્યકિતઓ પણ મળી નહિ, તેના ૧૬ સભ્યામાંથી, ત્રણ પહેલાંના કૉંગ્રેસી હતા, એટલે બાકીના ૧૩ને પ્રધાન બનાવ્યા, જેમાં બે ત્રણ તો મેટ્રિક સુધી ભણેલા પણ નથી અને વહીવટના તેમને કોઈ અનુભવ નથી. ગુરનામ સિંગનું રાજતંત્ર એકદર સંતોષકારક હતું. પંજાબના નવા રાજ્યમાં સ્થિરતાની જરૂર હતી. આ પલટો લાવીને કોંગ્રેસ શું લાભ કાઢશે, પ્રજાનું શું હિત થશે અને આવું પ્રધાનમંડળ કર્યાં સુધી ટકશે તે જોવાનું રહે છે. હરિયાણામાં પક્ષાંતરનું નિર્લજજ નાટક ભજવાઈ રહ્યું હતું તેના અંત આવ્યો છે. ગવર્નર ચક્રવર્તીની સલાહથી રાષ્ટ્રપતિ શાસન આવ્યું છે અને ધારાસભા વિસર્જન કરી છે. આ પરિણામ અનિવાર્ય હતું અને તેથી ધારાસભા વિસર્જન કરી તે યોગ્ય પગલું છે. રાવ બિરેન્દ્રસિંગના પ્રધાનમંડળની બરતરફીથી હરિયાણાની પ્રજા આંસુ સારે એમ નથી. આ નવા રાજ્યમાં પણ સ્થિર તંત્રની ઘણી જરૂર છે. રાષ્ટ્રપતિના શાસનથી કાંઈક સ્થિરતા આવશે એમ આશા રાખીએ. અહીં પણ સત્તા પર આવવા કૉંગ્રેસ તલપાપડ થઈ રહી હતી અને ઘણા કાવાદાવા થયા, પણ અંતે જે થયું છે તે જ યોગ્ય થયું છે. છ મહીના પછી, લાયક વ્યકિતઓની પસંદગી કરવાની હરિયાણાની પ્રજાને તક મળશે. સંભવ છે કે પ્રજા હવે વધારે જાગ્રત થાય. પશ્ચિમ બંગાળમાં ગવર્નર ધર્મવીરે છેવટ અજય મુકરજીના પ્રધાનમંડળને બરતરફ કરી, ડૉ. પ્રફ લ્લ ઘોષને પ્રધાનમંડળ રચવાનું આમંત્રણ આપ્યું. ગવર્નરનું આ પગલું ભારે ટીકાને પાત્ર થયું છે. ધારાસભામાં પરાજ્ય ન થાય ત્યાં સુધી પ્રધાનમંડળને બરતરફ કરવાના ગવર્નરને આવા અધિકાર છે? ૧૮મી ડીસેમ્બરે ધારાસભાની બેઠક બોલાવવાની હતી તે ગવર્નરે શા માટે ઉતાવળ કરી ? સામે એમ પૂછી શકાય કે, અન્ય મુકરજીએ ગવર્નરની સૂચના મુજબ વહેલી બેઠક કેમ ન બોલાવી? પ્રધાનમંડળ બહુમતી ગુમાવી બેઠું છે એવી ગવર્નરને ખાત્રી થાય અને પ્રધાનમંડળ ઈરાદા— પૂર્વક બેઠક ન બાલાવે અથવા લંબાવે તે ગવર્નર નિ:સહાયપણે જોઈ રહેવા બંધાયેલા છે? અન્ય મુકરજીએ આવું પગલું, શહીદ દેખાવા માટે, નાતરી લીધું છે. બંધારણના પંડિત આ વિવાદ કર્યા કરશે. ગવર્નરે નિર્ણયાત્મક પગલું લઈ લીધું છે. મધ્યસ્થ સરકાર ગવર્નરોને પેાતાના હાથા તરીકે વાપરે છે એવા આક્ષેપો થયા કરશે અને તેના ઈન્કાર પણ થશે. બંગાળની વિસ્ફોટક પરિસ્થિતિમાં મક્કમ પગલાંની જરૂર હતી. સામ્યવાદીએ પરદેશી સત્તાઓની મદદથી બળવા જગાવવા તૈયાર થયા છે એવા અય મુકરજીના એકરાર પછી, બંધારણની ઝીણી આંટીઘૂંટીઓને બહુ અવકાશ રહેતાં
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy