________________
૧૫ર
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૧૭
5
દડો1 5
કરો
૧.કાકા
ની
નહોતી. પ્રજાના જાનમાલના રક્ષણને સવાલ હતો. આ પગલાથી લેકશાહીનું ખૂન થયું છે એવું કહેવાવાળા લોકશાહીમાં જ માનતા નથી. લોકશાહી કયાં રહી છે?
બંગાળમાં પણ કેંગ્રેસે લઘુમતી જૂથને ટેકો આપી પડદા પાછળ રહી. સત્તા ભોગવવાનો પ્રયોગ શરૂ કર્યો છે. બંગાળ કેંગ્રેસમાં આ વિશે મતભેદ છે. આ લખાણ પ્રકટ થશે ત્યાં સુધીમાં ધારાસભાની બેઠક મળી ગઈ હશે, જો સામ્યવાદીઓ અને બીજા વિરોધપક્ષે બેઠક મળવા દેશે તો. બે દિવસ તોફાનો થયાં અને વ્યવસ્થિત રીતે વ્યાપક તેફાનેની તૈયારી થઈ રહી છે. બંગાળને મામલે ઘણા ગંભીર છે અને પરિણામે વ્યાપક આવશે. એમ લાગે છે કે આખા પૂર્વ ભારતનું - આસામ, નાગાલેન્ડ, બંગાળ, અને બિહારનું – ભાવિ તોળાઈ રહ્યું છે.
બંગાળમાં ડે. પ્રફ લ ઘોષને પ્રધાનમંડળ રચવા દીધું તેના કરતાં ધારાસભા વિસર્જન કરી રાષ્ટ્રપતિ શાસન કર્યું હોત તે વધારે યોગ્ય થાત એમ લાગે છે. તેથી વિરોધ પક્ષોને રોષ અને પ્રજાને રોષ ઓછો થાત. બંગાળમાં કૉંગ્રેસ લોકપ્રિય નથી અને આડકતરી રીતે સત્તા ભોગવવાના તેના પ્રયત્નો આવકારપાત્ર નહિ બને. કદાચ અંતે તે એ જ પરિણામ આવશે. પણ આ પગલાંથી ઉત્તર પ્રદેશ, બિહાર અને અન્ય રાજ્યો, જયાં બીન - કેંગ્રેસી સરકારો છે ત્યાં પણ ભય પેઠો છે અને તેથી વિરોધ પક્ષો વધારે ઉગ્ર સામના માટે તૈયાર થયા છે. પડદા પાછળ રહી, લધુમતી જૂથ મારફત સત્તા ભેગવવાના કેંગ્રેસના પ્રયત્ન, કેંગ્રેસ પ્રત્યે પ્રજાને વિશ્વાસ છે કરે તેમ બનશે. કેરળમાં થાનું, પીલાઈને મુખ્ય પ્રધાન બનાવી આ પ્રયોગ કેંગ્રેસે કર્યો હતો, જેનાં પરિણામ સારાં આવ્યા હતા.
રાજકીય અસ્થિરતા વધતી રહી છે ત્યારે દેશની સમક્ષ બીજા પ્રશ્ન પણ વધારે જટિલ થતા રહ્યા છે. આર્થિક સમસ્યા વિકટ બનતી જાય છે. વડા પ્રધાન અને નાયબ વડાપ્રધાન આશાના સુર કાઢે છે, પણ તેથી વિશ્વાસ જન્મતો નથી. વહીવટી ભાષાને ખરડો
કસભા સમક્ષ રજૂ થયું છે, તે પણ ભારે વિવાદ જગાડનાર છે. કોંગ્રેસ પ્રમુખને પ્રશ્ન આ' લખાય છે ત્યાં સુધી હલ થયો નથી. શ્રીમતી ઇંદિરા ગાંધી અને શ્રી કામરાજ કોઈ નિર્ણય ઉપર આવી શકયા હોય તેમ જણાતું નથી. સત્તાની આંતરિક ખેંચતાણ વધતી જતી લાગે છે. દેશની કટોકટીના પ્રસંગે, કેંગ્રેસના નેતાઓ સાથે મળી કામ કરવાની ભાવના કેળવી શક્યા નથી. કેંગ્રેસના આંતરિક વિરોધ - Contradictions વધારે તીવ્ર થતા જણાય છે. વર્તમાન સ્વરૂપની કેંગ્રેસ દેશને હિતકારક છે કે હાનિકારક એ ગંભીરપણે વિચારવાનું પ્રાપ્ત થાય છે. તા. ૨૮-૧૧-૬૭, મુંબઈ.
ચીમનલાલ ચકુભાઈ શાહ માસ્તરજી ગયા! ભારેલા અગ્નિ બુઝાઈ ગયું છે. માસ્તર તારાસિંઘે ૧૯૬૧માં આમરણ ઉપવાસ કરવાની જાહેરાત કરીને ભડકો કરવાની ધમકી આપી હતી. તે પછી તેમને પિતાને પ્રકાશ ઘટતો જતો હતો. હવે ૮૨ વર્ષની વયે તેમને જીવાગ્નિ ઠરી ગયા ત્યારે તેમને અજંપે પણ ઠરી ગયો છે.
એક શિક્ષકમાંથી શીખ કેમના સર્વોપરી નેતા થઈને છેવટે સર્વોપરીપદ ગુમાવી બેઠેલા તારાસિંઘના જીવનની એક કરૂણતા એ હતી કે તેઓ ઝીણા પણ થઈ શક્યા અને નહેરુ પણ ન થઈ શક્યા. જો તે ઝીણા થયા હોત તે આપણે અને શીખાએ પણતેમના માટે હાથ ધોઈ નાખ્યા હોત. જો તેઓ શીખ કોમવાદના કુવામાંથી બહાર આવીને સમગ્ર ભારતના એક રાષ્ટ્રવાદી નેતા થયા હત તે તેમણે કેટલી બધી લોકપ્રિયતા મેળવી હત? તેમણે તે શીખેના જ નેતા થવાનું પસંદ કર્યું. પરિણામ એ આવ્યું કે શીખેએ જ વિશાળ બહુમતીથી મારજીને નેતા તરીકે નાપસંદ કર્યા. જે સંત ફતેહસિંઘને માસ્તરજી પોતાના હથિયાર તરીકે વાપરવા રચનાત્મક
ક્ષેત્રમાંથી રાજકારણની ગંદકીમાં લઈ આવ્યા હતા એ જ ફતેહસિંઘે તેમને પદભ્રષ્ટ કર્યા.
આમ કેમ બન્યું? તારાસિંઘ માત્ર શીખે માટે જ જીવ્યા અને કામ કર્યું. તેઓ પોતે હિંદુ હતા (જાણે શીખ હિન્દુ ન હોય !) અને હિંદુઓના મહાસાગરમાં શીખનું વ્યકિતત્વ નિરાળુ રહે, ડુબી ને. જાય તેની જ માસ્તરજીને ચિંતા હતી. તેમને એ ભાન ન રહ્યું કે શીખો એવી કર્મવીર અને બુદ્ધિશાળી કોમ છે કે તેમને હિંદુઓ સામે રક્ષણની જરૂર નથી. તેથી ઊલટું, શીખે પોતાની ઉન્નતિ ઉપરાંત દેશની ઉન્નતિમાં પણ ફાળો આપી શકે છે.
જન્મે હિન્દુ ખત્રી જ્ઞાતિના તારાસિંઘે ૧૭ વર્ષની વયે શીખ સંપ્રદાય સ્વીકાર્યો હતો, (ફત્તેસિંધ જન્મ મુસ્લિમ છે, તેમણે પણ શીખ ધર્મ સ્વીકાર્યો છે.) લિઆલપુરમાં તારાસિંઘે શીખ વિદ્યાર્થીઓ માટે શાળા સ્થાપી અને પોતે તેના વડા શિક્ષક બનીને પછી રાજકારણમાં તેમણે ઝંપલાવ્યું.
નહેરુ જેવા રાષ્ટ્રવાદી થવાને બદલે માસ્તરજી નહેરુ કુટુમ્બની ત્રણ પેઢી સામે લડયા હતા! મોતીલાલ નહેરુએ જ્યારે પિતાને પ્રખ્યાત નહેરુ રિપોર્ટ ઘડો ત્યારે હિંદુસ્તાનના ભાવિ બંધારણમાં તેમણે પંજાબમાં શીખેને ૩૦ ટકા પ્રતિધિત્વ નહોતું આપ્યું તે માટે માસ્તરજી મેંતીલાલ સામે લડયા હતા. જવાહરલાલ નહેરુ માસ્તરજીને પંજાબી સુબો નહોતા આપતા, તે માટે માસ્તરજી જવાહર સામે લડયા હતા. ઈન્દિરા ગાંધી સામે તેમની ફરિયાદ એ હતી કે ઈન્દિરાએ આખરે પંજાબી સુબે આખે ત્યારે, તે માસ્તરજીની માગણી પ્રમાણે ન હતું. સંત ફતેસિંઘને પંજાબી ભાષાના ધોરણે પંજાબી સુબો જોઈને હતો અને તે તેમને મળ્યું. માસ્તરજીને શીખે માટે આત્મનિર્ણયને અધિકાર જોઈતા હતા અને શીખોની બહુમતીવાળું શીખીસ્તાન જોઈતું હતું, આ પણ તેમને ન મળ્યું.
તેમ છતાં માસ્તર તારાસિંઘ માત્ર કોમવાદી હતા અને તેમને દેશની કંઈ પડી ન હતી એમ કહેવું એ તેમને અન્યાય કરવા જેવું છે. તેમને એ માટે વિશિષ્ટ સ્થાન જોઈતું હતું, પણ તેમની દેશભકિત માટે શંકા ન હતી. જયારે હિંદના ટુકડા થયા અને પાકિસ્તાન રચાયું ત્યારે પાકિસ્તાન ભારતના પણ ટુકડા કરવા શીખેને લલચાવતું હતું. તારાસિંઘે એવી લાલચને ઠોકર મારી. ૧૯૪૭-૪૮માં અને ફરીથી ૧૯૬૫માં પાકિસ્તાની આક્રમણને સામને કરવા તારાસિંઘે શીખોને હાકલ કરી હતી, અને શીખો આ બંને વિગ્રહમાં બહાદુરીથી દેશ માટે લડ્યા હતા.
તારાસિંઘ નાટકી હતા. તેમની સર્વોપરી પદને કોઈ અમાન્ય રાખે કે તેમના વિચારોના શાણપણ વિશે શંકા કરે એ તેઓ સાંખી. શકતા ન હતા. શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટીમાં તેમની આપખુદીએ જ તેમને પદભ્રષ્ટ કર્યા; તેઓ ભડભડિયા હતા, મુત્સદી ન હતા. એટલે તો પંજાબના મુખ્ય પ્રધાન સ્વ. પ્રતાપસિહ કૈરોન તેમના દરેક ચાલને નિષ્ફળ બનાવી શકયો. પુરુષાથી અને બુદ્ધિશાળી શીખ કોમે દેશના જીવનમાં દરેક ક્ષેત્રે નામના કાઢી છે. શાન્તિમાં અને યુદ્ધમાં તે મોખરે રહી છે, પછી તે પંજાબ હોય, દિલહી હોય, બંગાળ હોય, મહારાષ્ટ્ર હોય, કે દેશના વિકટ સીમાડા હોય. ૮૨ વર્ષના દીર્ધાયુ દરમિયાન માસ્તરજી શીખોની આવી સરસ પ્રગતિ જોઈ શકયા એ ખુશનસીબી છે. માસ્તરજીની ચિરવિદાય સાથે એક ભાતિગળ કારકિર્દીને અંત આવ્યો છે. ‘જન્મભૂમિ-પ્રવાસી’માંથી સાભાર ઉધૃત
સેહમ આરોગ્ય અને વનસ્પતિ આહાર ઉપર - શ્રી ચંદુલાલ કાશીરામ દવેનું વ્યાખ્યાન
શ્રી મુંબઈ જેન યુવક સંઘના ઉપક્રમે ડીસેંબર ૯મી તારીખ શનિવાર સાંજના ૬ વાગ્યે સંઘના કાર્યાલયમાં (૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ.) શિક્ષણશાસ્ત્રી અને “સસ્તી પિષક વાનગીઓ” પુસ્તકના લેખક શ્રી ચંદુલાલ કાશીરામ દવે “આરોગ્ય અને વનસ્પતિ આહાર” એ વિષય ઉપ૨ જાહેર વ્યાખ્યાન આપશે. આ વિષયમાં રસ ધરાવતાં ભાઈ - બહેનને આ વ્યાખ્યાનમાં ઉપસ્થિત થવા વિનંતિ છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ