SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૬૭ પ્રભુ સમય આવતાં, મારા આ પ્રિય સરોવરને મેં એક વખત પૂર્ણ ભરેલી દષ્ટિથી નીરખી લીધું. રસ્તે બધું સફેદ અને ઉજ્જવલ લાગતું, છતાં વાદળ તો આકાશના ઘુમ્મટમાં ભરાઈ જ રહ્યાં હતાં. છેલ્લા બે માઈલનો પિસ્સુનો ઘાટ ઝડપથી, પુષ્કળ માણસોને અને પહાડીઓને વટાવીને ઉતરી ગયો. ચંદનવાડીથી ઊતરતાં બિન-જવાબદાર બાળકનો મુકત વિહાર કર્યો. હવે સમયનું કોઈ બંધન રહ્યું નહોતું. જાત્રામાં અપંગાને જોયાં, એંસી વર્ષની ધ્રુજતી વૃદ્ધાને પગે ચાલતી જોઈ. શ્રાદ્ધા અંધ હોય તો પણ શું કામ કરે છે અને બીનટેવાયેલા શરીરને આકરી વસ્તુ પણ કેવી સુગમ બની જાય છે, તે પણ દેખ્યું. ચૌદ હજાર ફૂટની ઊંચાઈએ કડકડતી ઠંડીમાં ઉઘાડા દેહે અને ઉઘાડા પગે બરફ પરથી આસાનીથી અને સ્વસ્થતાથી ચાલ્યા જતા સાધુઓને પણ જોયા. જાત્રા નિમિત્તે તરેહ તરેહના અને સર્વ શ્રેણીના માણસો ભેગા મળે છે. પણ જેની અંતરચેતના ઉઘડી હોય, પ્રકૃતિ દ્વારા પ્રભુને પેખવાનો તલસાટ જેના ચિત્તમાં જાગ્યા હાય, તે જ સૂક્ષ્મ સૃષ્ટિને સ્પર્શી શકે છે અને તેમાંથી અદ્ભુત દર્શન પામી શકે છે. પ્રકૃતિ એ પ્રભુનું વાદ્ય છે, અને પ્રકૃતિની સમસ્ત લીલા ચૈતન્યના સૂરોથી ભરેલી છે એમ જે જોઈ શકે છે, તે જ સાચી રીતે પ્રકૃતિના સૌંદર્યને માણી શકે છે, અને તે દ્વારા તેની પાછળના રહસ્યને પ્રાપ્ત કરી શકે છે. કાન્તિલાલ પરીખ The Teacher: પથપ્રદર્શક (તા. ૧-૧૦-૬૭ ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાંથી ઉદ્ભુત અને અનુવાદિત) સામાન્ય રીતે એમ કહેવાય છે કે પૂર્વના દેશ આધ્યાત્મિક મૂલ્યો પાછળ છે અને પશ્ચિમના દેશ પાર્થિવ મૂલ્યા પાછળ છે. પરંતુ આવા મત વિશે ઘણીવાર બને છે તેમ, ઉપરના તફાવત ઉપરછલ્લા જ છે, નહિતર સુક્રાતથી માંડીને બધા જ પાશ્ચિમાત્ય વિચારકો આધ્યાત્મિક નહિ તા કોણ હતા? આની સાબિતિ છેલ્લાં સેા વર્ષના ત્રણ મહાન વિચારકોના ઉપદેશમાંથી જ મળે છે– જ્હોન રસ્કિન, કાઉન્ટ લિયો ટોલ્સ્ટોય અને મહાત્મા ગાંધી. જો રસ્કિન પશ્ચિમના છે અને મહાત્મા ગાંધી પૂર્વના, તો ટોલ્સ્ટોય પૂર્વ અને પશ્ચિમ બન્નેના છે, કારણ કે રશિયા યુરોપ અને એશિયા બન્નેનું છે. આધ્યાત્મિક મૂલ્યોને ભૌગોલિક સીમાએ નડતી નથી. ગાંધીજીને, એક સંપૂર્ણ ભારતીય હોવા છતાં, એમના અધ્યાત્મની પ્રથમ પ્રેરણાઓ રસ્કિન અને ટ્રોલ્સ્ટોયમાંથી મળી હતી. રસ્કિન અને ટોલ્સ્ટોયનો સંપૂર્ણ સુમેળ આપણને ગાંધીજીમાં જોવા મળે છે. પહેલા બન્ને સંતપુરષોએ વિચાર્યું અને પ્રચાર્યું, તે ગાંધીજીએ અમલ કરી બતાવ્યું. ફકત આધ્યાત્મિક વિચાર ગાંધીજી માટે પૂરતો નહતો. ગાંધીજી એકલા પુસ્તકો વાંચીને બેસી ન રહેતા. અબલા, અમુક પુસ્તકો એમણે વાંચ્યા, વિચાર્યા તેમ જ ગ્રહણ કર્યા હતા, પરંતુ એ વિચારનું તત્ત્વ વર્તનમાં ઉતારવું એ જ ગાંધીજી માટે અગત્યનું હતું. રાજનીતિ અને ધર્મ – બન્નેની બાબતામાં, ગાંધીજી છેલ્લાં સૈકાઓમાં ન થયા હોય એવા મહાન કર્મયોગી હતાં. અને એમ છતાં ય, પેાતાના કર્મજીવનની ભીતરમાં, જીવનના પ્રત્યેક પાસા વિશે તેમણે ઊંડાણમાં વિચારેલું હતું. સમગ્ર જીવનના દરેક પાસા વિશે એમણે પોતે વિચાર્યા પછી મૂલ્યો નક્કી કર્યા હતાં અને એ મૂલ્યો વિશેના વિચારો હંમેશા જાહેરમાં તેઓ વ્યકત કરતા હતા. ટુંકાણમાં આપણે એમના વિચારોને ત્રણ ભાગમાં વહેંચી શકીએ : આર્થિક, રાજનૈતિક અને ધાર્મિક. જીવન ૧૪૯ એમની આર્થિક માન્યતાઓમાં યંત્રયુગના વિરોધી તરીકે તેમની વિચારધારા રસ્કિન અને તોલ્સ્ટોયની વિચારધારાને ખૂબ મળતી હતી. તેઓ ભારતનું સાચું દર્શન મુંબઈ અને દિલ્હીની મહેલાતામાં નહિ, પરંતુ લાખા ગામડાંઓમાં કરતાં. જૂના જમાનામાં ગામડાંઓ પાતાના પગ પર નિર્ભર હતાં. શારીરિક શ્રામમાં તેઓને ખૂબ શ્રદ્ધા હતી, પરંતુ એ કારખાનાંઓની હાડમારીમાં ખર્ચાઈ જાય એ તેમને પસંદ નહોતું. એ શ્રામ ગ્રામ્યઉઘોગામાં વપરાય એમાં જીવનની શ્રેય સાદગી, તે જોતાં હતા. પરંતુ એમણે આપેલા આ કાર્યક્રમમાં તેઓને ખૂબ જ ઓછી સફળતા મળી. ગામડાંઓની આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવામાં રૅટિયાનું અને ખાદીનું મહત્ત્વ કોઈ ઓછું નથી આંકતુ, પરંતુ તેને સંપૂર્ણ મહત્ત્વ આપવું એ અત્યારની દુનિયા સાથે બંધબેસતું નથી. દેશ દેશ વચ્ચેની હરીફાઈમાં અને વિજ્ઞાનની મદદથી નાની બની ગયેલી દુનિયામાં, આપણે હળવા અને ભારે યંત્રઉઘોગા શરૂ કરવા જ પડે. ગાંધીજીના અત્યારે સત્તારૂઢ થયેલા ચુસ્ત અનુયાયીઓ પણ એમની આર્થિક નીતિઓને અનુસરી શકયા નથી. એકલાં વિનોબા ભાવે જ ગાંધીજીની નીતિઓનું અનુસરણ ભૂદાન પ્રવૃત્તિમાં કરી રહ્યા છે. રાજનીતિમાં, એમનું સત્યાગ્રહ આંદોલન, દુનિયાના ઈતિહાસમાં અજોડ છે. એનાથી લોકમતના ન રોકી શકાય એવા પ્રચંડ જુવાળ ઊઠયો. રોમાં રોલાં જેવા દુનિયાના મહાન અને ઉત્તમ આત્માઓનું એણે ધ્યાન ખેંચ્યું હતું. ભારત જેવા દેશમાં એ સફળ થઈ શકે છે એ ગાંધીજીએ પૂરવાર કરી બતાવ્યું હતું. રાજનીતિમાં જેમ મહાન કાર્યસિદ્ધિ કરી તેમ ધાર્મિક બાબતામાં દુનિયાના એક પથપ્રદર્શક તરીકે એમની ગણના થાય છે. એક ખ્રિસ્તિ બિશપે એમની ઈશુ સાથે સરખામણી કરી છે અને એ દેશના લોકો પણ ગાંધીજીને ક્રાઈસ્ટ સાથે સરખાવતા અચકાતા નથી. આ સરખામણી કાંઈ ખોટી નથી, કારણ કે ગાંધીજીને પોતાને “સરમન ઓન ધ માઉન્ટ ” માંથી તેઓ જે તત્ત્વની ઝંખના કરતાં હતાં તેની પ્રાપ્તિ થઈ હતી. ગાંધીજીની મહાનતા કોઈ નવા સિદ્ધાંત શોધવામાં ન હતી પરંતુ બીજા સંતોએ પ્રચારેલા સિદ્ધાંતોને કાર્યાન્વિત કરવામાં રહેલી હતી. એમણે પ્રચારેલી સર્વ માનવીની સમાનતા અને જ્ઞાતિવાદમાં રહેલી ઉંચનીચતા વચ્ચેના સંઘર્ષના સામના એક હિંદુ તરીકે એમને કરવા પડયા હતા. જ્ઞાતિવાદને એક આર્થિક સમાજરચના તરીકે સ્વીકારવા તેઓ તૈયાર હતા, પરંતુ નૈતિક રીતે એને સ્વીકાર કરવા તૈયાર ન હતા અને એથી જ જ્ઞાતિવાદના લગભગ દરેક નિયમો એમણે ભંગ કર્યો હતો. a અનુવાદક : વિનોદ એમ. શાહ મૂળ અંગ્રેજી: પ્રાધ્યાપક એ. આર. વાડિયા મળેલી ભેટ સધસચાલિત પ્રવૃત્તિઓને તા. ૧૬ ઓકટોબરના અંકમાં ભેટની આખી યાદી પ્રગઢ કરી છે, ત્યાર આદ નીચેની વિગતે રકમેા મળી છે. ૨૫૦–૦૦ શ્રી નવલમલ કુંદનમલ ફિરોદિયા (સંઘને ભેટ) ૧૦૦–૦૦ શ્રી જીવતલાલ પ્રતાપસી (પ્રબુદ્ધ જીવન) ૨૫–૦૦ શ્રી કેશવલાલ એમ. શાહ (વાચનાલય-પુસ્તકાલય) ૩૭૫૦૦ વિષયસૂચિ ઈતિહાસની અપેક્ષા: સમયની માંગ આગમિક વફાદારી ? ધર્મ અને વિજ્ઞાન અદ્યતન રાજકીય પરિસ્થિતિ શબપૂજા અમરનાથ પથપ્રદર્શક સાધના શિબિર શ્રી રામમૂતિ પરમાનંદ ફાધર વાલેસ ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. ઈન્દ્રચન્દ્ર શાસ્ત્રી કાતિલાલ પરીખ પ્રાધ્યાપક એ. આર. વાડીયા સુબોધભાઈ એમ. શાહ પૃષ્ટ ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૬ ૧૪૭ ૧૪૯ ૧૫૦
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy