________________
૧૪૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૬૭ .
આસપાસની પ્રકૃતિની સુંદરતાને જોઈ આવતો હતો. સામે જ રહેલું સરોવર, બાજુએ રહેલા પહાડ પર હિમ, માથે ઘૂમી રહેલાં વાદળ, અને વાદળ ઉપરથી પ્રકાશી રહેલા અને તેમાંથી પ્રગટવા મથત શશિયર : આ બધું મધરાતની નીરવતામાં ખૂબ કવિતાભર્યું અને રહસ્યમય લાગતું હતું. વાતાવરણની ગૂઢ, બોલતી મૂકતા સાથે ચિત્ત એકલીન થઈ જતું હતું. * રાત્રે સમયે સમયે આતશના રંગ પલટાઈ ગયેલા માલૂમ પડતા હતા.
સવારે છ વાગ્યે ઊઠશે ત્યારે, સરોવરને સામે કાંઠે પિસ્યુના ઘાટ પર ચંદ્ર આથમું આથમું થઈ રહ્યો હતો. સાવ ક્ષિતિજ પર અડધો વાદળમાં દબાયે હતું અને ઉપરને અર્ધ પ્રકાશી રહ્યો હતે. જોતજોતામાં વાદળ વધતાં એનાં છેલ્લાં કિરણો ફેંકતે રાંદ્ર અદશ્ય થઈ ગયો અને પાછળ વાદળમાં રંગેની પૂરતો ગયો.
પાછા આસમાનથી ' પૃથ્વી પર. રાત્રિ કાવ્યમય અને રોમાંચક હતી.
રાત્રે અમારા સામાનના ઘડા દૂર પહાડોમાં ભાગી ગયા હતા. આ પણ કાવ્યમય બિનજવાબદારી જ ગણાય ને? ઘેડાએ પણ કાવ્ય ઝીલ્યું હતું.
પંચતરણી ભણી પ્રસ્થાન કરતાં શરૂઆતથી જ દોઢ-પોણા બે માઈલ ખૂબ ચઢાણ આવે છે. ઠેઠ પિસ્યુના ઘાટની ટોચેથી જે પહાડ મારું આકર્ષણ કરી રહ્યો હતો તેને જ જમણા હાથ પર સાથે રાખીને અમારે માર્ગ ઉપર ચઢે છે. આ જ પહાડ ઘોડાની નાળના આકારે વળીને ચઢાણ દરમિયાન સન્મુખ પણ મળતા હતા.
આ સામેના ભાગની ખૂબી વળી અનોખી જ હતી. એ ઝીણી | કારીગરીને આદર્શ નમૂને હતા. એ જોતાં જ, દક્ષિણ ભારતનાં મધુરા શૈલીનાં મંદિરોની કારીગરીનું સ્મરણ થઈ આવ્યું. આ પહાડની રેખા રાજને મદુરાનાં મંદિરોની રેખા વચ્ચેનું સામ્ય ખરેખર આશ્ચર્યકારક હતું.
એની બાજુએ, પહાડના વળાંક પાસે, આસપાસ વેરાયેલા હિમ વચ્ચે એક મહાકાય હિમ-શમ્યા પથરાયેલી પડી હતી.
આ કારીગરીવાળે પહાડ બહુ નજીકથી એવો સુંદર નથી લાગતું, એની રેખામાં ખરબચડાપણું લાગે છે અને આવડી મોટી વસ્તુ બહુ નજીકથી જોવાથી કેટલીક રેખા પકડી શકાતી નથી. પણ જરા દૂરથી આ જ પહાડ કેટલા સુરખ લાગે છે !
આ મહાકાય પહાડનું સર્જન એ વિરાટ પ્રકૃતિનું સર્જન હતું. વિરાટ પ્રકૃતિના રેખાંકનને પટ પણ વિશાળ હોય છે અને એને
અનુરૂપ એ જ અંતરેથી જ્યારે એને પૂર્ણ સૌંદર્ય અને પ્રભાવમાં નિહાળો છે ત્યારે એ પહાડોમાં સૌમ્ય પ્રતિભા અને પ્રસ્થિર વિરકતતા મૂતિમત્ત થયેલી ભાસે છે.
આગળના પહાડોમાં કેવળ એકાંતિક મુકત ભાવ રહેલું છે. પ્રકૃતિને છોડીને મુકતભાવે વિહરતા આત્માની પ્રતિચ્છાયા આ પહાડમાં પડેલી છે. આ પહાડ સાવ કોરા છે, એમાં કેવળ નગ્નતાનું સૌંદર્ય રહેલું છે. આ પહાડો પર નથી કોઈ વૃક્ષ કે વનસ્પતિ, તેમાં નથી કેઈ કરગરીને નમૂન કે નથી કોઈ સુરેખ ઘાટીલાપણું. આમ સાવ શણગાર વિનાના, સૃષ્ટિની સકળ સમૃદ્ધિને છોડી જતા, કેવળ ઊર્ધ્વરેખ ગતિ કરી રહેલા આ પહાડોનું લક્ષ્ય એક જ છેગગનના ગોખને વેધવાનું.
આ પહાડોની-પાષાણાની સૃષ્ટિ આત્માનું અચલાયમાન સ્વરૂપ ઉચ્ચારી રહી છે. બધું ઉન્નત, અડોલ, મુકતભાવી, પ્રગાઢ, આત્મસ્થિર ધ્યાનાવસ્થાના પ્રતીક સમું છે. જુઓ તે, આ બધા પ્રગાઢ ધ્યાનાવસ્થામાં ડેબેલા ગિરિરાજે છે. ,
વધતા વરસાદે મને આ ચિન્તનમાંથી જગાડી મૂક્યો. યાત્રાજુઓ સેંકડોની સંખ્યામાં પાછા ફરતા હતા. આગળ જતાં સંખ્યા હજારમાં ગઈ. - પંચતરણીમાં અમારી નજર અમરનાથની દિશાએથી ભાવીનું સૂચન લેવા મથતી હતી. પણ ભાવી સુગમ દીસતું નહોતું. કોઈને
દેહ ઢીલે, કોઈની હામ મળી, કોઈનું મન ડામાડોળ, એવી દ્વિધા વચ્ચે છેવટે અમે અમરનાથ ભણી પગલાં માંડયાં.
પાછું ચઢાણ શરૂ, રસ્તો અતિશય ચીકણે, વાદળ વરસવા માંડયાં હતાં અને સાંકડે માર્ગે ઊતરતા જાત્રાળુઓ અને સામાનથી લદાયેલા ઘડાઓ અમને ખીણ તરફ ધકેલી રહ્યા હતા. પહેલવહેલાં જોખમી રફતે અમે આવી પહોંચ્યાં હતાં. અને કેઈથી ‘ભયંકર” ભયંક્ર” બેલાઈ જતું હતું. એવામાં મેઘે ઘેરી ગર્જના કરી પ્રકૃતિના રૂદ્ર સ્વરૂપને પરચે દીધા.
બધાં વિચારમગ્ન દશામાં ચાલતાં હતાં. આવી ગંભીર સ્થિતિમાં પણ મને એક વાર હસવું આવી ગયું. આમાંથી છુટકારો નહોત– આગળ જાવ કે પાછળ જાવ. પણ મૂંઝાયેલી બુદ્ધિ સાવ સ્પષ્ટ વસ્તુ પણ પકડી શકતી નથી. અસલામત ઘોડેસવારી છોડીને ચાલતો થયો તે આલ્હાદ ૨નાવવા માંડયો. અત્યારે અનિવાર્યને આસ્વાદ લેવાનો હતો.
નીચે ઉતરતાં અમે હિમના પથ પર આવી ચડયાં. બે પહાડોની વચ્ચે બરફથી ભરાયેલા દોઢસો-બસે ફટના પહોળા માર્ગ પર ચારેક ફર્લાગ સુધી ચાલવામાં મઝા પડી. બે વાર ફરી પણ આવા હિમપટ ઓળંગીને અમે ગુફાના દ્વારે આવી ઊભાં.
ગુફાનું દ્વાર મોટું ને અસરકારક છે. ગુફામાં ઉપરથી ઝમતાં ટીપાં જામી જઈને શિવલિંગ બને છે. એના ડાબે હાથે બીજો આકાર છે તેને ગણેશ તરીકે અને જમણા હાથ પરની હિમાકૃતિને તેએ. પાર્વતી તરીકે ઓળખાવે છે.
ગુફા સામાન્ય છે, પણ તેના દ્વાર સામે સાવ નજીકને ઊભો ઊપડતે પહાડ પ્રભાવશાળી છે.
વળતાં ચઢાણ ચડતાં અધવચ એક ધબાકો થયે અને કોઈએ મને દોડી આવવા બૂમ પાડી. ધબાકાની દિશામાં નજર માંડી હું અટકી ગયો. ક્ષણેકમાં તે ધંટીના પડ જેવડો પથ્થર મારાથી ત્રણ ચાર ફટને જ અંતરે ધડધડ કરતા ખીણમાં અદશ્ય થઈ ગયો.
ભીંજાઈને ભારે થયેલ તંબૂ સાજે પવનમાં મહામુશ્કેલીએ તાણી શકાય. પંચતરણીમાં કશું ખાધાપીધા વિના સૌ પહેલાં સૂઈ ગયાં. પાછલી રાતે પવન ફૂંકાયો, હિમ વરસ્ય, અંગે ઠીંગરાય એવા શૈત્યથી પડખાં વીંધાતાં હતાં.
સવારે ઘોડા પર નીકળતાં પાછળ હું એક ધવલ-કેવળ ધવલગિરિને છોડતો જતો હતો. રાતની કડકડતી ઠંડીએ અદ્ ભૂત સૌંદર્યસર્જન કર્યું હતું. આ અમે જાણ્યું હોત તો જાગરણમાં યે આશ્વાસન રહેત. પણ તકલીફમાં મૂકાયેલાને જાત સિવાય કશાને ખ્યાલ કયાં રહે છે ?
આ હિમાચ્છાદિત ગિરિને કલાકેક સુધી મેં અવારનવાર નીરખ્યા કર્યો. હું દૂર થતે જતા હતા, પણ એનું તેજ એવું જ હતું. વધુમાં વાદળમાંથી ચળાતે સૂર્યપ્રકાશ તેમાં ભળવાથી એની. ધવલતાની પ્રભા અતિશય ઝળકી ઊઠી હતી. ધવલતામાં ચૈતન્યની નિષ્કલંક શ્વેતતાનું પ્રતિબિંબ પડતું હતું. એની શ્વેતતા સ્ફટિકની પારદર્શકતાના ઓજસ્વી અંબાર જેવી હતી.
પાછો મદુરાની કારીગરીવાળા પહાડ પર પાસ હિમ વેરાથેલે દીઠો. હિમ રાતને તાજો પડેલે હોવાથી ખૂબ વિશુદ્ધ અને પ્રકાશવંતે હતો. બધે શુચિતા અને પવિત્રતાનું શીતળ વાતાવરણ પ્રસરેલું હતું. આ જોતાં જ, અંતર પ્રકૃતિ દ્વારા પ્રભુની પૂજા કરી રહ્યું હતું. આ એક પ્રકારની રસસમાધિ જેવું હતું.
વાયુજન હું ઝડપથી ઊતરી આવ્યો હતો. ત્યાંના પહાડ પર પણ હિમ ખૂબ પથરાયેલ હતો. આજને હિમ બધે જ ખૂબ સ્વચ્છ, નિર્મળ અને તેજસ્વી હતો. અહિથી નીચે ઊતરતાં થોડોક સમય તે શેષનાગને કાંઠે કાંઠે જ જઈ શકાય તેવું હતું. પણ એને છોડી જવાને