SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૨૬૭ કરવાની હરિફાઈ ચાલી રહી છે. સિદ્ધાંતાને જીવનમાં ઊતારવાની એટલી ચિન્તા નથી હોતી જેટલી ઢોલ વગાડીને બીજાને ચૂપ કરવાની હોય છે. આ રીતે સિદ્ધાંત આત્માનું આવરણ બનીને અહંકારને પુષ્ટ કરે છે, જીવનનું પ્રેરકતત્ત્વ બનતું નથી. વાસ્તવમાં તે સિદ્ધાંત ગમે તેવા મહાન હોય, જ્યાં સુધી જીવનમાં ઊતરતા નથી ત્યાં સુધી તેનું કશું મૂલ્ય નથી. એવા સિદ્ધાંત નિષ્પ્રાણ-શબ જેવા હોય છે. દાખલા તરીકે, અનેકાન્તના સિદ્ધાંત લઈ શકીએ, આ એવા સિદ્ધાંત છે કે જે ઝઘડાઓ મિટાવી શકે છે. અનેકાન્તવાદના અર્થ એવા થાય છે કે આપણે આપણી માન્યતા અથવા દષ્ટિકોણ બીજા પર લાદવાને બદલે એના દૃષ્ટિકોણ સમજવાનો પ્રયત્ન કરીએ. એનું જ નામ સમતા છે, કે જે જૈન સાધનાનું એક માત્ર લક્ષ્ય છે. પરંતુ જો કોઈ સમતાના દાવે! કરવા છતાં પણ પેાતાને બીજા કરતાં ઊંચા સમજે છે, વાતે વાતે સામાને પતિત અથવા શિથિલ કહેતો હાય, તો તે સમતાને બદલે વિષમતાના માર્ગ પર ચાલવા માંડે છે, મોઢેથી સમતાનું રટણ કરવા માત્રથી સમતાના ઉપાસક બની શકાતું નથી. સમતાની ઉપાસના એ જ સામાયિક છે. એ જૈન સાધુનું જીવનવ્રત છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે શ્રમણનો અર્થ છે સમતાના ઉપાસક. સમતાની ઉપાસના મૂકી દેનાર પોતાની જાતને ભ્રમણ કહાવી શકતા નથી. આ સમતાની શબ-પૂજા છે, ચેતનપૂજા નથી. શુદ્ધ જીવન અનેકાન્ત સામાને દષ્ટિકોણ સમજવા પર ભાર મૂકે છે. લાકશાહીના યુગમાં આ વાતને ભારે મહત્વ આપવામાં આવ્યું છે કે દરેક વ્યકિતને પોતાના વિચારો પ્રગટ કરવાનો પૂરો અધિકાર છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિથિ જુદી જ છે. આપણે એમ જ ઈચ્છીએ છીએ કે લોકો બીજા કોઈનું સાંભળે નહીં. ધાર્મિક જગતમાં એમ સજાવવામાં આવે છે કે વિરોધી વિચારોને સાંભળવા એ મિથ્યાત્વ છે, પાપ છે. ધર્મમાં શ્રદ્ધા રાખનારી દરેક વ્યકિતને આ પાપથી બચાવવી જોઈએ. સાવધ રહેવા છતાં પણ જૉ વિરોધીની વાત કાને પડી જાય તો તેને હૃદયમાં સ્થાન આપવું ન જોઈએ. એ વાતેના ગુણ જોવાને બદલે માત્ર દોષ જ જોવાનો પ્રયત્ન કરવા જોઈએ. સમ્યક ત્વની રક્ષાને નામે કરવામાં આવનારો આ પ્રયત્ન અનેકાન્તને બદલે એકાન્તવાદની ઉપાસના છે. જૈન પરિ ભાષામાં આને મિથ્યાત્વ કહેવાય છે. આપણે દરરોજ સર્વમૈત્રીની બાંગ પુકારીએ છીએ, મિત્રતાના અર્થ છે બીજાંઓ પ્રત્યે તિરસ્કારના બદલે પ્રેમની સ્થાપના, પરંતુ જો આપણે આપણા સાથીઓના દોષ પ્રગટ કરવામાં લાગીએ છીએ, તો મિત્રતાના દાવે! હાંસી છે, એક નર્યો દંભ છે. એ રીતે આપણે પોતાની જાતને ઠગીએ છીએ. જે વ્યકિત રોજ સવારે સાંજે સાચા દિલથી મિત્રતાના દાવા કરે છે તેના મનમાં કોઈના પણ વિષે તિરસ્કારને ભાવ પેદા થતા નથી. એ બધાંના પ્રેમ અને આદર કરશે, દોષને ભૂલીને ગુણ ગ્રહણ કરવાના પ્રયત્ન કરશે. એના વગર મિત્રતાનો દાવો કેવળ શબ—પૂજા છે. ગુજરાતી અનુવાદ: નિરૂબહેન સુબોધભાઈ શાહ મૂળ હિંદી: ડો. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રી ભલસુધાર (૧) તા. ૧૬-૯-૯૭નાં પ્રબુદ્ધ જીવન'માં પ્રગટ થયેલ ‘ન્યાયમૂર્તિ નરેન્દ્ર નથવાણી—સન્માન સંમેલન' એ મથાળાના લેખમાં ‘ગદાર પાર્ટીવાળા લાલા હરદયાળ' એમ છપાયેલ છે તેમાં ‘ગટ્ટાર’ ને બદલે ‘ ગદર ’ વાંચવા વિનંતિ છે. ગટ્ટાર એટલે દેશદ્રોહી અને ગદર એટલે ક્રાન્તિ. શબ્દોના અર્થ વિષે ગેરસમજુતીના કારણે આવી ગંભીર ભૂલ થવા પામી છે. (૨) તા ૧-૯-૬૭ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ ‘જન ધર્મનું હાર્દ ’ એ લેખ ઉપરની તંત્રી નોંધમાં એમ જણાવ્યું છે કે એ એ મૂળ હિંદીમાં લખનાર શ્રી પુરણચંદ્ર શ્યામસુખા છે અને તેના અંગ્રેજી અનુ વાદ શ્રી ગણેશ લાલવાણીએ કર્યો છે. વસ્તુત: એ મૂળ લેખ હિંદીમાં નહિ પણ બંગાળીમાં છે. આટલી ભૂલ સુધારી લેવા વિનંતિ છે. તંત્રી. ૧૪૭ અમરનાથ (૧૯૬૬ ના ઑગસ્ટ માસના ‘નવનીત’માંથી સાભાર ઉષ્કૃત) વીશ વર્ષ પહેલાંના આ પ્રવાસ પછી યાત્રા માર્ગની પરિસ્થિતિ બદલાઈ છે, પણ એનો આનંદ હજુ પણ ઘણા કષ્ટસાધ્ય અને એટલા અનુપમ રહ્યો છે. ૨૨મી જુલાઈની સવારે પાંચ સાથીઓ પહેલગામથી અમરનાથ જવા ઉપડયા. અડધાએક માઈલ જતાં અમે ગામ બહાર નીકળી ગયા, અને દશ્યોની પરંપરા શરૂ થઈ. પહેલગામથી ચંદનવાડી સુધીના પહેલા આઠ માઈલ સુધીના પ્રદેશ ખૂબ ઝાડીવાળા અને સુંદર છે. ડાબા હાથ પરના પથરાળ પહાડની ધારે ધારે રસ્તા ચાલ્યો જાય છે. જમણા હાથે સાથે સાથે ઊંચી દિશામાં નાળું વહ્યું જાય છે. નાળાંની પાછળ ખીચોખીચ ચીડનાં ઊંચા વૃક્ષેાથી છવાયેલા પહાડ ઊંચું ને ઊંચા વધતો જાય છે. વધતા દિવસની અને ચઢાણની ગરમીમાં રસ્તાની ઝાડી અત્યંત શીતલ ને મીઠી લાગે છે. ચંદનવાડીથી એકાદ ફર્લીંગ પર જ પિસ્સુના ઘાટ શરૂ થાય છે. રસ્તા પથરાળ અને ચઢાણ ખૂબ આકરું છે. ઘાટ ચડીને પંદ૨ેક મિનિટ થાક ખાધો. અહિંથી માઈલેક આગળ વધીને ચારે તરફ નજર ફેરવતાં પહેલું લક્ષ પાછળના આકાશ તરફ ગયું. પિસ્સુના ઘાટ પાછળની ખીણ ઉપર સફેદ અને વાદળી રંગમાં સૂર્યના તેજે ભારે રંગખેલ કર્યો હતો, જમણા હાથે પહાડ પર હિમ જામી પડયો હતો, ડાબા હાથ પર ગરવા ગેરુ રંગના ઊંચા પહાડોની ટોચેા વાંકી વળીને માથે ઝળુ બી રહી હતી અને સામે દૂ૨ ૬૨ આછા જા'બલી, ગેરૂ, ભૂખરા અને પૃથ્થરિયા રંગના નિર્મળ પહાડ શેાભી રહ્યા હતા. એના બધા રંગે આછા અને સૌમ્ય હતા અને કાયા વરવી છતાં નિર્મળી નીરોગી હતી. આ પહાડ પર વનસ્પતિ નથી છતાં સૌન્દર્ય છે, અને ભવ્યતા છે છતાં કરાલતા નથી. આગળ વાયુજન પહોંચતાં અમને ખબર પડી કે આ તે એ જ પહાડ, જેને ખાળે વાયુજન પરનું શેષનાગનું સુંદર લીલમરંગી સરોવર ખેલી રહ્યું છે. ડાબા હાથે ગરવા ગેરુ રંગ ચાલ્યા આવતા હતા. આ સંસારથાક્યા પ્રાણહીન સંન્યાસીને ગેરૂ ન હતા, પણ આત્મતેજની પ્રખરતાના તેજવી ગેરૂ રંગ હતા. અહિંના પહાડો ડવા છતાં સુંદર ને ભવ્ય છે. દીર્ઘકાળના રોગમાંથી મુકત થયેલ કૃશ છતાં નરવા દેહનું જેવું ઓજસ હાય છે તેવું ઓજસ. આ પહાડોમાં છે. બરાબર નમતી સંધ્યાએ જ શેષનાગના સરોવર પર અમારી પહેલવહેલી દષ્ટિ પડી. નજીક જતાં ગયાં તેમ સરોવરનું દર્શન ખુલતું ગયું અને વધુ ને વધુ સુંદર લાગતું ગયું. સરોવર ખૂબ રમણીય લાગે છે અને લીલમના આછા સ્વચ્છ રંગપ્રકાશથી એર શાભી રહે છે. સૌમ્ય રંગ-વિભૂષિત પહાડને ખોળે રમનું આવું લીલું નિર્મળ સરોવર ! કેટલું મને હર ! એને કાંઠે રહી જવાનું મન થઈ જાય છે. ઠંડી તીવ્ર હતી. વાયુન એના વીંઝાતા વાયુ અને ઠંડી માટે જાણીતું છે. અહિંના સુસવાટા મારતા પવનમાં તંબુઓ પણ તણાઈ જાય છે. બહાર નજર નાખતાં ધૂમ્મસ ઘેરું હતું, પણ પાછળથી ચંદ્ર ધૂમ્મસને ઊજળું બનાવતો હતો. કોઈ કોઈ વાર ચંદ્ર ક્ષણિક દર્શન પણ દઈ જતો હતો. બાજુના પહાડ માથેના હિમ પર ચંદ્રતેજ પડતાં એનું શીતલ તેજ ખીલી ઊઠતું હતું. વાતાવરણ શાંત, એકાંત, શીતળ અને ગાઢા સૂચનભર્યા મૌનથી ભરેલું હતું. માનવચિત્ત આ બધાં સાથે એકરૂપ થઈ જવા ખેંચાય તેનું રહસ્યભિત વાયુમંડળ જામ્યું હતું. રાત્રે તંબૂ બરાબર બંધ કરીને સૌ સૂતાં હતાં, પણ ઠંડી તંબૂને દાદ દે તેવી ન હતી. રાત્રે જ્યારે જાગતા ત્યારે બહાર નીકળીને
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy