________________
૧૪૨
ܛ
પ્રભુ જીવન
આગમિક વફાદારી?
આમ તો ગયા અંકમાં ‘પ્રકીર્ણ નોંધ’માં પ્રગટ કરેલ ઉપસંહાર સાથે આ વિષયની ચર્ચા સમાપ્ત કરવા ધારેલી, પણ મુંબઈના સ્થાનકવાસી સમાજના એક અગ્રગણ્ય સુશ્રાવક ભાઈ જયંતીલાલ કસ્તુરચંદ મશ્કારીઆ તરફથી, ઉપરના ઉપસંહાર લખ્યા બાદ એક ચર્ચાપત્ર મળેલું જેની મારાથી ઉપેક્ષા થઈ ન જ શકે. તેમના પત્ર નીચે મુજબ છે : મુંબઈ, તા. ૪-૧૦-૬૭
“મુરબ્બી સ્નેહી પરમાનંદભાઈ,
આપના પ્રબુદ્ધે જીવનમાં મુહપત્તી વિષે જે ચર્ચા પ્રગટ થઈ રહી છે તેના અનુસંધાનમાં મારું નીચેનું લખાણ પ્રગટ કરવા વિનંતી છે.
શ્વેતાંબર આગમામાં મુહપત્તીનું વિધાન છે, જેમણે આગમાને સાચા માનીને દીક્ષા અંગીકાર કરી હોય અને જેમને એવી શ્રાદ્ધા હોય કે આગમિક વિધાના સાચાં છે તેવા જૈન સાધુ - સાધ્વીજીઓએ મુહપત્તી ન જ છોડવી જોઈએ. મુહપત્તીના ત્યાગ એ આગમિક વિધાના પ્રત્યેની બૅવફાદારી છે.
બીજું આગમામાં એ પણ વાત આવે છે કે ખુલ્લા મુખે બોલાતી ભાષા સાવદ્ય છે એટલે કે પાપયુકત છે. મુનિ ખુલ્લા મોઢે બાલી શકે નહિ, શ્રાવકોને માટે પણ એવું વિધાન છે કે મુનિઆની સામે પાંચ અભિગમ સાચવે. તેમાં પહેલી જ વાત એ છે કે મુનિઓની સામે ખુલ્લા મોઢે બાલે નહિ, ઉત્તરાસન વગેરે મોઢા પાસે કપડું રાખીને બાલે.
શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજના સાધુઓ માટે તે મુહપત્તી હાસ્યાસ્પદ થઈ ગઈ છે. તેઓ મેટા ભાગે ખુલ્લા મેઢે જ બાલતા હાય છે. વ્યાખ્યાન પણ ખુલ્લા માઢે થતાં હોય છે. આ બધી તેમની ભાષા સાવદ્ય છે, પાપયુકત છે.
જો મોઢા ઉપર મુહપત્તી બાંધવામાં ન આવે તે મૂર્તિપૂજક સમાજના સાધુ જેવી દશા થઈ જવાના પૂરેપૂરો સંભવ છે. આગમ પ્રત્યેની વફાદારી માટે અને જીવદયા માટે મુહપત્તી મેઢે બાંધવી એ જ જૈન મુનિએ માટે પ્રશંસનીય અને હિતાવહ છે. સ્નેહાંકિત, જયંતિલાલ કસ્તુરચંદ મશ્કારિયા” ભાઈશ્રી જયન્તિલાલ મશ્કારીઆના આ પત્રને હું આવકારું છું. કારણ કે આ પત્રથી મારા વિચારોને વધારે સ્પષ્ટ કરવાની તક તેમણે પૂરી પાડી છે. મુહપત્તીની પ્રથા કેવા સંયોગામાં શરૂ થઈ હશે એ વિશે પ્રબુદ્ધ જીવનના તા. ૧-૧૦-૬૭ના અંકમાં પ્રગટ થયેલ પંડિત બેચરદાસના લેખમાં બહુ સુન્દર સંશોધનાત્મક વિવરણ કરવામાં આવ્યું છે. એ પ્રથા એટલે કે મુહપત્તી હાથમાં રાખવાની પ્રથા કંઈ કાળથી ચાલી આવે છે અને તેથી આ પ્રથાને ઉલ્લેખ જૈન ધર્મશાસ્ત્રોમાં અથવા આગમગ્રંથમાં કોઈ સ્થળે કરવામાં આવ્યો હોય તો તે સ્વાભાવિક છે. મુહપત્તી સંબંધે પૂર્વકાળમાં જે પ્રથા હતી તે મુહપત્તી હાથમાં રાખવાને લગતી અને વ્યાખ્યાન આપવું હોય કે કોઈ સાથે વાતચીત કરવી હોય ત્યારે મેઢા આડે રાખવાને લગતી હતી. આગમગ્રયામાં કોઈ પણ ઠેકાણે આખા સમય માઢા આડે મુહપત્તી બાંધી રાખવાની પ્રથા હોવાન કોઈ ઉલ્લેખ છે જ નહિ એમ આગમના અભ્યાસી પંડિત બેચરદાસને પુછાવતાં તેઓ જણાવે છે, અને એ તદ્દન સ્વાભાવિક છે. કારણ કે એ પ્રથા તે પંદરમી સદીમાં થયેલા લાંકાશાહના વખત પછી શરૂ થઈ છે એ ઐતિહાસિક હકીકત છે. પ્રબુદ્ધ જીવનમાં ચાલી રહેલી ચર્ચા માઢા આડે મુહપત્તી બાંધવાની પ્રથા સંબંધમાં છે. આ પ્રથાને કોઈ આગમિક વફાદારી સાથે સંબંધ હોવાનું કલ્પી શકાતું નથી.
અને આ આમિક વફાદારી એટલે શું? કોઈ પણ આચાર રૂપે અમુક કાળે, અમુક સંયોગામાં પ્રચલિત થયેલી પ્રથાનો અથવા પરંપરાના તે તે કાળે લખાયલાં રચાયલાં ધર્મશાસ્ત્રોમાં ઉલ્લેખ કર
તા. ૧૬-૧૧-૬૭
ર
વામાં આવ્યો હોય એટલા ઉપરથી એ પ્રથા અથવા પરંપરા સર્વકોઈને સર્વકાળ માટે બંધનકર્તા છે—આવા અર્થ શું આગમિક વફાદારીના છે? અને જો એમ હોય તે એ જ આગમામાં મૂર્તિ પૂજાના ઉલ્લેખા આવે છે. એ જ આગમામાં અચેલક ( નગ્ન )— સાધુઓના ઉલ્લેખ આવે છે. તે આજે એ મૂર્તિપૂજા શા માટે જે વર્ગના ભાઈ જયંતીલાલ છે તે સ્થાનકવાસી સંપ્રદાયને બંધનકર્તા નથી લાગતી ? શા માટે ઉપર સૂચવેલ નગ્નત્વ શ્વેતાંબર સંપ્રદાયના સાધુઓને બંધનકર્તા બનતું નથી ? આમિક વફાદારીના એટલા જ અર્થ હોઈ શકે કે જેઓ પોતાને અમુક આગમને અથવા ધર્મગ્રંથને માન્ય લેખતા હોય તેમણે તે આગમમાં અથવા તો ધર્મગ્રંથમાં રહેલી તાત્ત્વિક વિચારસરણીને વફાદાર રહેવું જોઈએ, પણ તે આગમ કે ધર્મગ્રંથમાં આચાર કે ક્રિયાકાંડને લગતા જે કોઈ વિધિનિષેધાનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય તે વિધિનિષેધાને ત્રિકાલાબાધિત લેખવા એવા કોઈ આવફાદારીનો અર્થ છે જ નહિ, આવા અમુક કાળે નિર્માણ થયેલા વિધિનિષેધાને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની કસોટીએ કસતા રહેવું જોઈએ અને તેમાં જ્યારે પણ ફેરફાર કરવાની જરૂર ભાસે ત્યારે તેવા ફેરફારો સ્વીકારતાં અચકાવું ન જોઈએ. આવા સમયાનુરૂપ ફેરફારોમાં જ ધાર્મિકતાના વિકાસ અને બુદ્ધિપૂર્વકની આગમિક વફાદારી રહેલી છે. દા. ત. આગમ ગ્રંથોમાં પ્રભુપૂજા કરતાં રેશમી વસ્રો વાપરવાનું વિધાન કરવામાં આવ્યું હોય તો આજે પણ તે વિધાનને અનુસરીને જેમાં પારાવાર હિંસા રહેલી છે તે રેશમી વસ્રોના ઉપયોગ જો કોઈ પ્રભુપૂજક કરે તો તે શું ઉચિત ગણાશે ખરું?
ભાઈ જયન્તીલાલના બીજો મુદ્દો એ છે કે આગમામાં એ પણ વાત આવે છે કે ખુલ્લા મોઢે બોલાતી ભાષા સાવદ્ય છે. આગમના જાણકાર મિત્રાને પૂછતાં તેઓ એમ જણાવે છે કે આગમમાં આવું કશું વિધાન તેમના જોવામાં આવ્યું નથી, જે કાંઈ વિધાન છે તે ભાષાના સાવદ્ય અને નિરવઘ એવા બે પ્રકારને લગતું છે અને તે બે પ્રકાર ખૂલ્લા માઢે કે મુહપત્તી વડે ઢંકાયલા માઢે બાલાયલી ભાષાને લાગુ પડે છે. આ વિવરણમાંથી મોઢા આડે મુહવત્તી બાંધવાની પ્રથાને કોઈ સમર્થન મળતું નથી. અને ધારો કે આ પ્રથાનું સ્પષ્ટ સમર્થન કરતા ઉલ્લેખ આગમના કોઈ પાઠમાંથી મળતા હોય તો પણ તેની પુનર્વિચારણાને કોઈ અવકાશ નથી એમ કહી ન જ શકાય.
મૂર્તિપૂજક સાધુઓ મુહપત્તીના યોગ્ય ઉપયોગ કરવામાં પ્રમાદ સેવતા હોય અને પુરાણી સભ્યતાને અનુલક્ષીને તેના યોગ્ય ઉપયોગ આવશ્યક લાગતા હોય તે તેને લગતા પ્રમાદને તેમણે જરૂર ત્યાગ કરવા ઘટે, પણ તે પ્રમાદથી બચવા ખાતર ચોવીશે કલાક મેાઢા આડે મુહપત્તી બાંધી રાખવાની કોઈ જરૂર મને તા દેખાતી નથી. આ તે ખાસ વાંચવા માટે જ જરૂરી એવા ચશ્મા ચેાવીશે કલાક આંખ ઉપર ચઢાવી રાખવા જેવી વિવેકવિહોણી પ્રક્રિયા ગણાય.
આ ચર્ચા સમેટી લેતાં, મુહપત્તીને લગતો આ પ્રશ્ન છેલ્લા બે મહિનાથી પ્રબુદ્ધ જીવનમાં ચર્ચાઈ રહ્યો છે એમ છતાં જે પ્રથાનું સદીઓ થયાં સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાયના સાધુ –સાધ્વીઓ અને શ્રાવક – શ્રાવિકાએ અનુપાલન કરી રહ્યા છે તેમાંથી કોઈ પણ વિદ્વાન આચાર્ય કે શ્રુતધર શ્રાવક આ પ્રથાના સમર્થનમાં કશો પણ પ્રકાશ પાડી શકતા નથી એ બાબત અંગે મારૂં મહદ્ આશ્ચર્ય અહિં હું પ્રગટ કરું છું. શું આ ઉપરથી આપણે એમ સમ જવું કે આ પ્રથાને અંગે કશા પણ ઊંડો વિચાર કર્યા સિવાય કેવળ ગતાનુગતિક રીતે જ આપણે આ પ્રથાનું વર્ષોથી અનુસરણ કરી રહ્યા છીએ ?
પરમાનંદ