SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ! પ્રભુ જીવન ૧૩૮ જેટલી ત્વરા શક્ય હોય તેટલી ત્વરાપૂર્વક આપણે કદમ ઉઠાવવા જોઈએ. આ તો જ શકય બને કે જો ભારત સરકાર અને રાજ્ય સરકારો આ વિચારને એકમતીથી સ્વીકારે અને અમલી બનાવવા કૃતનિશ્ચયી બને. પણ આપણી કમનસીબી કોઈ એવી છે કે આજે ભારત સરકાર અને રાજ્યસરકારોમાંથી મોટા ભાગની સરકારોનું વલણ હિંદીને આખા ભારતનું શિક્ષણ માધ્યમ બનાવવાને બદલે પ્રાદેશિક ભાષાને સમગ્ર શિક્ષણનું માધ્યમ બનાવવાના વિચાર તરફ ઢળી રહેલ છે. હજુ આ બાબત અંગે છેવટના નિર્ણય લેવાયા નથી એમ છતાં એંધાણ એ દિશાના છે, વળી દક્ષિણ હિંદુસ્તાનમાં હિંદી પ્રત્યે પારિવનાની કટુતા કેળવાઈ રહી છે. જો હિંદીને આ રીતે પ્રાધાન્ય આપવામાં આવશે તે હિંદીભાષી પ્રજાને રાજ્યવહીવટમાં અગ્રસ્થાન મળશે અને તેઓ આજે તે ક્ષેત્રમાં જે વર્ચસ્ જમાવી બેઠા છે તે વર્ચસ તે ગુમાવી બેસશે, એવો ભય તેઓ સેવી રહ્યા છે. આ રીતે અંગ્રેજી તેમના માટે નજીકની ભાષા બની બેઠી છે અને હિંદી પરાઈ ભાષા બની ગઈ છે, અને ભલે બધી પ્રાદેશિક ભાષાઓને શિક્ષણ માધ્યમ બનાવવામાં આવે તો પણ પચ્ચાસ વર્ષે પણ તે તાકાત બધી પ્રાદેશિક ભાષાઓમાં આવે કે કેમ તે એક મોટો સવાલ છે. આ રીતે દેશના લાભમાં જે વિચાર ઈષ્ટ લાગે છે તેના સ્વીકાર આજે શકય નથી દેખાતો, અને જે વિચારના સ્વીકાર આજે શકયસદશ ભાસે છે તેના અમલ વ્યવહાર બનવાની કોઈ આશા નથી. પરિણામે આ પ્રશ્ન અંગે આટલું બધું મંથન થવા છતાં શિક્ષણ માધ્યમના પ્રશ્ન અણઉકેલ સ્થિતિમાં રહેવાના હોય અને શિક્ષણક્ષેત્રમાં પ્રવર્તતી વિસંવાદિતા—અંધાધૂંધી—કાયમ રહેવાની હોય એવા ભય અનુભવાય છે. આ રીતે ભાષાવાર પ્રાન્તરચનાએ જે દુ:સ્થિતિ પેદા કરી છે તે દુ:સ્થિતિ આ ભાષાવાર શિક્ષણરચનાદ્વારા અનેકગણી વધવાની છે અને દેશનું ભાવિ વધારે ને વધારે જોખમાવાનું છે એવું દર્દ દિલ અનુભવી રહ્યું છે. પૂરક નોંધ : ઉપરની ચર્ચાના અનુસંધાનમાં એક મુદ્દો રજૂ કરવા રહી ગયા છે. બ્રિટિશ હકુમતકાળથી ભારત આખા એક દેશ છે અને વ્યાપાર, ઉદ્યોગ તેમજ સરકારી અથવા બિન સરકારી નોકરીના કારણે જે કોઈ વ્યકિતને દેશના એક ખૂણેથી બીજા ખૂણે જે કોઈ શહેર યા નગરમાં જઈને વસવાની ફરજ પડે તેના સર્વ હિતા સહિસલામત અને સુરક્ષિત છે એવી પ્રતીતિના આધાર ઉપર એક પ્રાન્તમાં વસતા અનેક લોકો પરપ્રાંતમાં સ્થાનાન્તર કરતા રહ્યા છે અને વર્ષોથી સ્થિર થઈને રહ્યા છે. આખા ભારતમાં ઉચ્ચ શિક્ષણનું માધ્યમ એક હોવાથી જેમણે સ્થાનાન્તર કર્યાં છે તેમને પાતાનાં સંતાનોના શિક્ષણની કદિ ચિન્તા થતી નહોતી. આજે સમગ્ર શિક્ષણ પ્રાદેશિક ભાષામાં જ આપવાની નીતિને સ્વીકાર થતાં સ્થાનાન્તરિત લોકોનાં સંતાનોના શિક્ષણના પ્રશ્ન ગંભીર ચિન્તા ઉપજાવે તેવું રૂપ ધારણ કરી રહ્યો છે. મુંબઈ, કલકત્તા, દિલ્હી જેવાં મોટાં શહેરા, પચરંગી પ્રજાનાં મોટાં મથક બની બેઠાં છે. આવા શહેરો જે પ્રદેશમાં આવ્યા હોય તેની ભાષા તે શહેરોમાં વસતિ સમગ્ર પ્રજાજનો ઉપર શિક્ષણ અંગે લાદવામાં આવે તે કેવી વિષમ અવસ્થા પેદા થાય તે બાબત ગંભીરપણે વિચારવા જેવી છે. આના ઉકેલ ઉચ્ચ શિક્ષણ માટે સમાન ભાષા – પછી તે અંગ્રેજી હો કે સમય જતાં હિંદી હા—એ સિવાય બીજી કોઈ રીતે થય જ નથી. આ ચર્ચા હવે અહીં સમેટવામાં આવે છે. પરમાનંદ સાધના શિબિર આચાર્ય રજનીશજીના સાન્નિધ્યમાં માથેરાનની શીતળ આબાહવામાં જીવનજાગૃતિ કેન્દ્ર તરફથી એક સાધના શિબિર કટોબરની ૨૧-૨૨-૨૩ દરમ્યાન યોજવામાં આવી હતી. શિબિરાર્થીઓએ ૨૦મીની રાત્રે માથેરાન પહોંચી જવાનું હતું. મુંબઈ ઉપરાંત પૂના, જબલપુર, ગાડરવારા, વડોદરા અને અમદાવાદ થઈને આશરે ૩૫૦ ભાઈ-બહેન શિબિરમાં જોડાયા હતા. લગભગ ૧૨૫ શિબિરાર્થીઓની રહેવા જમવાની વ્યવસ્થા રીંગલ હોટલ ખાતે 10 તા. ૧-૧૧-૬૭ કરવામાં આવી હતી, જ્યારે ૨૨૫ જેટલા ભાઈ - બહેનોને રગ્બી હોટેલમાં ઉતારવામાં આવ્યા હતા. આચાર્યશ્રી પોતે શિબિરની શરૂઆતના બે દિવસ અગાઉ માથેરાન આવી પહોંચ્યા હતા ને તેમના ઉતારાની વ્યવસ્થા બંને હોટેલાથી એકાદ માઈલ દુર કોઈ મિત્રના બંગલામાં કરવામાં આવી હતી. પ્રવચનના સ્થળ માટે બંને હોટલા વચ્ચેની એક સુંદર પણ ચારે બાજુ નિસર્ગથી વીંટાયેલી એકાંત જગા પસંદ કરવામાં આવી હતી. લાઉડસ્પીકરોની વ્યવસ્થા પણ સંપૂર્ણ હતી. રોજ સવારે ૮-૩૦થી ૯-૩૦ પ્રવચન અને પ્રવચનને અંતે દસ મિનિટ સવારનું ધ્યાન, બપોરે ૪-૦૦ થી ૫-૦૦ અને રાત્રે ૮-૪૫થી ૯-૪૫ પ્રશ્નોત્તરી એ પ્રમાણે શિબિરના કાર્યક્રમ હતો. દસ મિનિટ રાત્રિનું ધ્યાન પણ પ્રવચનના સ્થળ ઉપર જ કરાવવામાં આવતું હતું. બધાં શિબિરાર્થીઓ એકબીજાથી જરા જરા દૂર જઈને આંખે બંધ કરીને સૂઈ જતાં, બધી બત્તીઓ બંધ કરવામાં આવતી અને ચારે બાજુ ઝાડપાન તથા પક્ષીઓના સંગીતમય અવાજોની વચ્ચે એક ગાઢ અંધકાર છવાઈ જતો, અંદર અને બહાર નિ:સીમ શાંતિ છવાઈ જતી, સન્નાટો છાઈ જતા. માઈક પરથી આચાર્યશ્રી થોડી થોડી વારે એમની મધુર વાણીમાં સુઝાવ આપ્યા કરતા હતા. “ ચારે બાજુ કેવી નિ:શબ્દ શાંતિ છે, કેવું અનેરૂં સંગીત વાતાવરણમાં છે. ” એમ કહેતા હતા. સાધકે જાગરૂકપણે આ સંગીત માત્ર સાંભળવાનું હતું, બીજું કશું કરવાનું ન હતું. એ રીતે મન એકદમ શાંત થઈ જતું હતું. દસ મિનિટ પૂરી થયે ચાર - પાંચ ઊંડા શ્વાસ લઈને આંખો ખોલવાની હતી. બત્તીઓ ફરી વાર ચાલુ થતી અને બધા ચૂપચાપ શાંતિમય વાતાવરણમાં સૌ સૌને ઉતારે પહોંચી જતા. આ ધ્યાનનો પ્રયોગ સાધકોએ જ્યારે પણ સમય મળે ત્યારે એકાંતમાં જઈને કરવાના હતા. વીસમી ઑકટોબરની રાત્રે સાડાનવ વાગે શિબિરનું ઉદ્ઘાટન કરતાં આચાર્યશ્રીએ ત્રણ સૂત્રો આપ્યાં, એક, વર્તમાનમાં જીવા. બીજું, ત્રણ દિવસ માટે ચિત્તને તદ્ન વિશ્રામ આપો. ત્રીજું, સજગ રહો. દરેક પ્રવચન, નાની નાની પણ સુંદર, રોચક અને બાધપ્રદ કહાનિઓથી ભરેલું હતું. કહાનિ વડે એમની વાત વધારે સ્પષ્ટ રીતે સમજી શકાતી હતી. શનિવારે સવારના પ્રવચનની શરૂઆત એમણે એક સુંદર કહાનિથી કરી. એક બહુ પુરાણા નગરમાં એક જૂનું ચર્ચ હતું. મકાનની ઈંટો ખરવા લાગી હતી અને રસ્તે જનાર–આવનાર માટે ત્યાંથી પસાર થવું એ પણ ભયરૂપ બન્યું હતું. ચર્ચની કમિટીએ ઠરાવ કર્યો અને નક્કી કર્યું કે ચર્ચને તોડી નાંખવું અને નવું બનાવવું, પણ સાથે સાથે એ પણ ઠરાવ્યું કે જુના મકાનની ઈંટો નવા મકાનના ચણતરમાં કામમાં લેવી અને જ્યાં સુધી નવું મકાન તૈયાર ન થાય ત્યાં સુધી જુનું મકાન તોડી ન પાડવું. આપણા ચિત્તની દશા પણ આવી જ છે. જેને સત્યને જાણવું છે એણે જુનું મકાન તોડી જ પાડવું પડશે, એમાં જરી પણ બાંધછેડને અવકાશ નથી. આપણા મન પર જે સંસ્કારો પડેલા છે તેને હટાવવા જ પડશે અને સત્યની શોધ માટે આપણે જાતે જ પુરુષાર્થ કરવા પડશે. કોઈએ આપેલું ઉધાર જ્ઞાન આપણને કામ નહીં આવે. આપણે આળસ - પ્રમાદથી ઘેરાઈ ગયા છીએ તેમ જ પરંપરાને અનુસરવામાં આપણને એક પ્રકારની સુરક્ષા લાગે છે પરંતુ પરંપરાથી, અંધવિશ્વાસથી મુકિત એ જ સત્યની શોધનું પહેલું સાપાન છે. એ જ દિવસે પ્રશ્નત્તરી સમયે એક પ્રશ્નના જવાબમાં આચાર્યશ્રીએ કહ્યું કે શબ્દોથી કદી સત્ય ઉપલબ્ધ થતું નથી. સત્યની ભાષાં મૌન છે. હું સન્યાસના પક્ષપાતી છું. પણ સન્યાસીઆના પક્ષમાં જરીકે નથી. સન્યાસ ત્યાગમાં રહેલા નથી, પણ જીવનને પરિપૂર્ણ રૂપથી પામવામાં છે. આપણા દેશમાં સન્યાસના
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy