________________
તા. ૧-૧૧-૭
પ્રભુ
નામે પલાયનવાદી—Escapism વૃત્તિને ઉત્તેજન મળતું રહ્યું છે. શાસ્ત્રો અને પુસ્તકો વચ્ચેના ફરક સમજાવતાં એમણે કહ્યું કે પુસ્તકો નિર્દોષ છે પણ જયારે કોઈ પુસ્તક દાવા કરે છે કે એ જ સત્ય છે ત્યારે એ શાસ્ર બની જાય છે, એની પૂજા થવા લાગે છે. મારા પુસ્તકોની જે દિવસે પૂજા થવા લાગે એ દિવસે એ પુસ્તકોને પણ તમે જલાવી દેજો.
રવિવારના પ્રવચનમાં આચાર્યશ્રીએ સ્વસ્થ ચિત્તના સંબંધમાં વાત કરતાં કહ્યું કે સારી માનવજાતિ અંધકારને ઉલેચવાની કોશિષમાં પડી ગઈ છે. અંધકારને દૂર કરવા માટે માત્ર દીવા પ્રગટાવવાની જ જરૂર છે, અંધકાર આપોઆપ દૂર થઈ જશે. એ જ રીતે ક્રોધ, ધૃણા, ઈર્ષ્યા, દ્રેષ વગેરે વૃત્તિઓને હટાવવા માટે પ્રેમ, કરુણા વગેરેના ચિત્તમાં વિકાસ થવા જરૂરી છે. ધૃણા, ઈર્ષ્યા વગેરે વૃત્તિઓની કોઈ સ્વતંત્ર હસ્તિ છે જ નહીં, તેમ જ તેને સીધેસીધી દૂર કરી શકાતી નથી. મનુષ્યના ચિત્તને અંધકાર ઉલેચવાની બિમારી લાગુ પડી ગઈ છે. અને તેમ કરવામાં સફળતા પ્રાપ્ત થતી નથી તે મનુષ્ય કાં તો પાગલ થઈ જાય છે, કાં તો પાખંડી થઈ જાય છે અને નહિંતર પછી પલાયનવાદી થઈ જાય છે. બિમારીને મટાડવા માટે બિમારીને ભૂલી જવી એ યોગ્ય નથી, પણ એને સમજવી જરૂરી છે. એટલા માટે સ્વસ્થ ચિત્ત હોવું જરૂરી છે. અસ્વસ્થ ચિત્તનું કારણ છે આદર્શ. આદર્શ પાતાની જાતને છેતરવાની તરકીબ છે. આદર્શને લઈને આપણે જીવનના સાચા તથ્યને તેના અસલ રૂપમાં જોઈ શકતા નથી.
એક પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું કે મારી ભાષા કયારેક કઠોર હાય એવું લાગે છે પણ આપણે ઘેરી નિદ્રામાં પડેલા છીએ. આટલું કઠોર કહીને ચાટ પહોંચાડવા છતાં જો નિદ્રા તુટતી નથી તમારું આથી પણ વધારે કઠોર વચન કહેવાં પડશે. કેનેથ વકરે એક પુસ્તક લખ્યું છે અને તે પુસ્તકને અર્પણ કરતાં લખ્યું છે “To the disturber of my sleep ” નિદ્રામાંથી મને જગાડનારને” પ્રેમ ચાટ આપવાથી ડરતા નથી, એટલું જરૂર જુવે છે કે એથી ફાયદો થાય છે કે ગેરફાયદા..
સામવાર, શિબિરના કાર્યક્રમનો ત્રીજો અને આખરી દિવસ હતા. આચાર્યશ્રીએ સવારના પ્રવચનમાં કહ્યું કે મનુષ્યનું મન એક ત્રણ માળનું મકાન છે. એક માળ ઉપર દેખાય છે, જે આપણુ ચેતન મન છે. બીજા બે માળ દેખાતા નથી, નીચે છુપાયેલા છે જેમાં આપણું અર્ધચેતન મન અને અચેતન મન છે. આપણામાંના મોટા ભાગના લોકો ઉપરના માળમાં જ જીવન વ્યતિત કરે છે. જેમ વૃક્ષને સમજવા માટે ડાળીપાંદડાને નહીં પણ વૃક્ષની જડને સમજવી જોઈએ તેમ જીવનની યાત્રા કરનારે પણ નીચેના માળના પ્રવાસ કરવા જોઈએ. જીવનની જડ અચેતન મનમાં છુપાયેલી છે. આપણને સમજાવવામાં આવે છે કે ક્રોધ કરવા એ બૂરી ચીજ છે, આપણું ચેતન મન ક્રોધને દબાવવામાં જ સમજે છે કારણ કે ચેતન મને તો ક્રોધ ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. પણ અચેતન મનમાં ક્રોધ જ્યાં સુધી ભરેલા છે ત્યાં સુધી આપણા Conscious mind અને Subconscious mind વચ્ચે સંઘર્ષ ચાલ્યા કરે છે. મનુષ્યનું વ્યકિતત્વ બે ભાગમાં વહેંચાઈ જાય છે. વાસ્તવિક રીતે મનના ત્રણે વિભાગે વચ્ચે સમન્વય—લય પેદા કરવાની જરૂર છે. દમન કરવાથી કોઈ વૃત્તિ મૂળમાંથી નષ્ટ થતી નથી અને એનું સ્વાભાવિક પરિણામ છે હિંસા. છેલ્લા ૫,૦૦૦ વર્ષોમાં મનુષ્યજાતિએ ૧૫,૦૦૦ યુદ્ધો લડયા છે. જ્યારે જ્યારે લડાઈ બંધ હોય છે ત્યારે લડાઈની તૈયારી તો ચાલતી જ હોય છે પણ સંઘર્ષ કદી અટકયો નથી.
તો પ્રશ્ન એ થાય છે કે આ સંઘર્ષ કેમ મટે?
ખરી વાત એ છે કે ઉપરના મનમાં જે પ્રકાશ છે તેને અર્ધચેતન અને અચેતન મનમાં લઈ જવા છે. હેશન—awarenessન દિવે પ્રગટાવીને ત્રણે મંજીલામાં પ્રકાશ પહોંચાડવા છે. એક
જીવન
વૈજ્ઞાનિક જેમ પોતાની પ્રયોગશાળામાં બેસીને પ્રયોગ કરે છે તેમ આપણા મનમાં એક પ્રયોગશાળા બનાવવી છે. ક્રોધ આવ્યો તે એકાંતમાં બેસીને નિરીક્ષણ કરવાની જરૂર છે, ક્રોધ કેમ પેદા થયા ? નિરીક્ષણ સાધના છે અને સમગ્ર ચિત્તથી નિરીક્ષણ કરવાથી દેખાઈ આવશે કે ક્રોધ અચેતન મનમાંથી આવ્યા છે. એટલે ચિત્તને બદલવું હોય તે જડોને ઉખેડવી પડશે. આ જ નિરીક્ષણનું નામ છે ધ્યાન.
અપૂર્ણ
૧૩૯
સુબોધભાઈ એમ. શાહ શિવામ્બુ-ચિકિત્સાના માટે અનુરોધ વૈજ્ઞાનિક સંશાધન
શિવામ્બુ એટલે કે સ્વમૂત્ર – ચિકિત્સાના પ્રચારને જેમણે પોતાના જીવનનાં એક ધર્મકાર્ય-મિશન તરીકે સ્વીકાર્યું છે એવા વલસાડવાસી—આંખની ધર્માદા હાસ્પિટલના ચીફ મેડિકલ આફિસર ડો. પરાગજી ડાહ્યાભાઈ, દેસાઈ તરફથી ‘પ્રબુદ્ધ જીવન'માં પ્રસિદ્ધિ આપવા માટે એક પરિપત્ર મળ્યો છે. આ પરિપત્ર ઉપર નીચેના મહાનુભવોની સહીઓ છે :
ડૉ. રાધાકૃષ્ણન, શ્રી ઈન્દિરા ગાંધી, શ્રી વિનોબા ભાવે, શ્રી રવિશંકર મહારાજ, શ્રી રાજગોપાલાચારી, પંડિત સાતવળેકરજી, મુનિ સંતબાલજી, ડૉ. પ્રાણજીવનદાસ મહેતા, શ્રી કનૈયાલાલ મા. મુનશી, કાકાસાહેબ કાલેલકર, શ્રી જયપ્રકાશ નારાયણ, ડૅૉ. જીવરાજ મહેતા, શ્રી હંસાબહેન મહેતા, શ્રી ઉછરંગરાય ઢેબર, શ્રી પ્યારેલાલજી, શ્રી ખંડુભાઈ દેસાઈ, શ્રી કલ્યાણજીભાઈ વી. મહેતા, શ્રી બાપાલાલ ગ. વૈદ્ય, શ્રી કાંતીલાલ ધીયા, તથા ડા. પરાગજી ડાહ્યાભાઈ દેસાઈ.
પ્રસ્તુત પરિપત્ર નીચે મુજબ છે:
આપણા દેશમાં માંદગીનું પ્રમાણ દીન પ્રતિદીન વધતું જાય છે. માંદગીની દાકતરી સારવાર પણ એટલી બધી ખર્ચાળ થઈ ગઈ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તે પાષાય એમ નથી. વળી ગ્રામ અને આદિવાસી વિસ્તારના લોકોમાં વૈદ્યકીય રાહત પહોંચાડવા માટે ડાકટરો અને વૈદ્યો પુરતા પ્રમાણમાં મળતા નથી. આ મુશ્કેલ પ્રશ્નના સંતોષકારક ઉકેલ લાવવા માટે આપણા જ દેશની એક બહુ જ પ્રાચીન પરંતુ ઘણી અસરકારક બિનખર્ચાળ અને બિનજોખમી ઉપચારપદ્ધતિ ‘શિવામ્બુ—ચિકિત્સા’ બહુ ઉપયોગી નીવડે એમ છે. તેની સાબિતી એ ચિકિત્સાના પ્રયોગોના ગયા આઠ વરસ દરમ્યાન મળેલા અનુભવા પરથી મળી શકે. પરંતુ આ ચિકિત્સામાં લાકોને પૂરો વિશ્વાસ બેસે તે માટે ગુજરાત રાજ્યના માજી મુખ્ય પ્રધાન ડૉ. જીવરાજભાઈ મહેતાએ “માનવમૂત્ર” પુસ્તક (અંગ્રેજી)ની પ્રસ્તાવનામાં જણાવ્યું છે તેમ આ પ્રાચિન ચિકિત્સાનાં વૈજ્ઞાનિક સંશાધન અને ચકાસણી કરવાની ખાસ જરૂર છે.
આ ઉપચારપદ્ધતિની ખાસ ખૂબી એ છે કે જેમાં દરદીના શરીરની દાકતરી તપાસ કરવાની જરૂર પડતી નથી, તેમ જ તેની સારવાર માટે બીજી કોઈ બહારની દવાની પણ જરૂર પડતી નથી. આવી રીતે આ ઉપચાર દરદીને પોતાની બિમારીની સારવાર માટે સ્વાવલંબી બનાવે છે. ઉપરાંત દરદી પોતાની સારવારથી મળેલા અનુભવથી આ ઉપચારપદ્ધતિના એક સારો સલાહકાર બની જાય છે, અને પોતાના સમાગમમાં આવતા બીજા દરદીઓની સારવાર માટે સફળતાપૂર્વક સલાહ અને દોરવણી આપી શકે છે.
આપણી જનતાને સમજ આપવાની ખાસ જરૂર છે કે પેશાબ એ આપણા શરીરમાંથી નીકળતો ઝેરી મળ કે ગંદવાડ છે એવી આપણા લોકોની માન્યતા ભૂલભરેલી છે. ખરી હકીકત એ છે કે પેશાબ આપણા લોહીમાંથી જ પેદા થાય છે અને લેાહીમાં વીટામીના, હારમાના, ક્ષારો વિગેરે જે પૌષ્ટિક અને રોગનાશક દ્રવ્યો રહેલાં છે, તે બધાં દ્રવ્યો વધતાઓછા પ્રમાણમાં આપણા પેશાબમાં પણ હોય છે, જેથી તેના પદ્ધતિસરના ઉપયોગથી દરદીની તેના રોગના સામના કરવાની પ્રતિકારશકિત વધે છે અને તે રોગમુકત થાય છે.
“માનવમૂત્ર”માં ક્ષયરોગ, કેન્સર અને હૃદયરોગની બિમારી મટાડે એવાં દ્રવ્યો રહેલાં છે, તેની સાબિતી “માનવમૂત્ર” પર અમેરિકા, જાપાન વિગેરે દેશામાં થયેલાં વૈજ્ઞાનિક સંશાધના પરથી