SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૬૭ ' પ્રબુદ્ધ જીવન ૧૩૭ | આપણું શિક્ષણ માધ્યમ : - આપણા શિક્ષણ માધ્યમના પ્રશ્ન ઉપર જુદી જુદી વિચારધારાઓ રજૂ કરતા લખાણ પ્રબુધ જીવનમાં આજ સુધીમાં ઠીક પ્રમાણમાં પ્રગટ થઈ ચૂકયા છે. આખા દેશમાં આ પ્રશ્ન ખૂબ જોસભેર ચર્ચાઈ રહ્યો છે અને તેની અનેક બાજુઓ અને તેને લગતાં જુદાં જુદાં દષ્ટિબિન્દઓ પણ રજૂ થઈ ચૂકયા છે. એટલે મારે આ વિષયમાં કશું ખાસ નવું કહેવા જેવું દેખાતું નથી. આમ છતાં આ પ્રશ્નને હું કઈ રીતે વિચારું છું તે ટૂંકાણમાં ૨જૂ કરવાના આશયથી આ નોંધ લખું છું. મને લાગે છે કે આપણને આઝાદી મળ્યા બાદ શિક્ષણના ક્ષેત્રમાં આપણા રાજ્યઘટકોને સ્વાયત્તતા આપવામાં આવી એને લીધે જ આ ક્ષેત્રમાં આટલો મોટો વિસંવાદ પેદા થયો છે. આઝાદી પ્રાપ્ત થયા પહેલાં અંગ્રેજી હકુમતે દરમિયાન શિક્ષણ અંગે સર્વસાધારણ એવી એકસરખી નીતિ પ્રવર્તતી હતી. માધ્યમિક શિક્ષણથી શિક્ષણ માધ્યમ તરીકે અંગ્રેજી ભાષાને ઉપયોગ થરૂ થત હત અને કૅલેજ અને ત્યાર પછીના સમગ્ર શિક્ષણને પ્રબંધ માત્ર અંગ્રેજી મારફત કરવામાં આવતા હતા. આના પરિણામે ઉપરના માધ્યમિક શિક્ષણમાં અને પછીના ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસક્રમ લગભગ એકસરખે રહેતે, પાઠયપુસ્તકો પણ લગભગ સરખાં રહેતાં, વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે કોલેજ અને યુનિવર્સિટીની ફેરબદલી તદ્દન સરળ હતી. અને જો કે અંગ્રેજી માધ્યમની કઠણતાને લીધે શિક્ષણને ન્યાય ઘણે ઓછા હતા, એમ છતાં ઉપરના સ્તરને બુદ્ધિશાળી વર્ગ એકસરખા શિક્ષણના રંગે રંગાતા હતા અને તેમના ચિત્ત ઉપર રાષ્ટ્રીય ભાવનાના અને પશ્ચિમની વિચારસરણીના સંસ્કારો એકસરખા પડતા હતા. આ પરિસ્થિતિએ રાષ્ટ્રીય ભાવના પોષવામાં, રાષ્ટ્રીય અસ્મિતા પેદા કરવામાં અને દેશની ભાવાત્મક એકતા નિર્માણ કરવામાં ઘણો મહત્વનો ફાળો આપ્યો હતે. ' ' દેશવ્યાપી શિક્ષણના આ મુજબના જે મહત્વના સંદેશા હતા તે સંદેશા જળવાઈ રહે, પરિપુષ્ટ બને એ મુદ્દાની જ આઝાદી મળ્યા બાદ પ્રજાશિક્ષણના નવનિર્માણમાં જરા પણ ઉપેક્ષા થવા ન પામે એની સંભાળ રાખવી એ આપણા સર્વની ફરજ હતી. આમ છતાં આઝાદી મળ્યા બાદ પ્રજાશિક્ષણ અંગે પ્રત્યેક રાજ્યઘટકને સ્વાયત્તતા અપાતાં આ મુદ્દાની સદન્તર ઉપેક્ષા કરવામાં આવી છે અને રાજ્ય રાજ્ય શિક્ષણ અંગે જુદી જુદી નીતિ અખત્યાર કરવામાં આવેલી માલુમ પડે છે. પરિણામે સમગ્ર રાષ્ટ્રની દષ્ટિએ વિચારતાં, શિક્ષણના ક્ષેત્રમાં કોઈ સંવાદિતા રહી નથી; કોઈ એકરૂપતા દેખાતી નથી; અધ્યાપકોનાં આદાનપ્રદાન અશકય બની ગયા છે, વિદ્યાર્થીઓ માટે કૅલેજની ફેરબદલી અતિ મુશ્કેલ–લગભગ અશકય જેવી થઈ ગઈ છે; કોઈ રાજ્ય પ્રાદેશિક ભાષામાં જ બધું શિક્ષણ આપવાની નીતિ સ્વીકારી છે અને તે દિશામાં એક પછી એક પગલાં ભરવા માંડયાં છે; કોઈ રાજ્ય હિંદીને શિક્ષણ માધ્યમ બનાવ્યું છે; કોઈએ અંગ્રેજી શિક્ષણ માધ્યમ તરીકે પૂર્વવત્ત ચાલુ રાખ્યું છે. આઝાદી પછીનાં વીશ વર્ષ બાદ આજે શિક્ષણના ક્ષેત્રમાં એક પ્રકારની અનવસ્થા અને અરાજંકતા પ્રવર્તી રહેલી નજરે પડે છે. આમાંથી સંવાદિતા કેમ પેદા કરવી એ આજની સૌથી વધારે વિકટ સમસ્યા છે. આઝાદી પહેલાં આપણે બે ઘોષણાઓ જોરશોરથી ઉચ્ચારતા રહ્યા હતા. એક તો ભાષાવાર પ્રાન્તરચનાને લગતી; બીજી માતૃભાષા દ્વારા જ સર્વ શિક્ષણનું આયોજન કરવાને લગતી. પહેલી બાબત આઝાદી મળ્યા પહેલાં એટલી બધી નિર્દોષ અને સ્વાભાવિક લાગતી હતી કે એમાં વિશેષ વિચાર કરવાપણું છે જ નહિ, એ તો એમ જ થવું જોઈએ એમ આપણે માનતા અને વિચારતા હતા. આજે અનુભવથી આપણને માલુમ પડ્યું છે કે આઝાદી મળ્યા બાદ મેટામાં મોટી આપણે કોઈ ભૂલ કરી હોય તે તે ભાષાના ધારણે રાજ્યનું વિભાજન કરવાને લગતી. આ વિભાજને રાજ્ય રાજ્ય વચ્ચે–પ્રજા પ્રજા વચ્ચે-પારવિનાનું ઝેર રેડયું છે અને વૈમનસ્યના કારણો ઊભા કર્યા છે. બીજી બાબત માતૃભાષાદ્વારા સમગ્ર શિક્ષણના પ્રબંધને લગતી હતી. શિક્ષણ તો માતૃભાષામાં જ અપાવું જોઈએ-આને માટે બીજો કોઈ વિકલ્પ ન હોઈ શકે આમ આપણે આ વિષયમાં વિચારતા હતા. અને તાત્ત્વિક દષ્ટિએ આ વિચાર તદ્દન સાચે અને કલ્યાણકરે હતા. કોઈ પણ નાના કદના દેશ માટે–દાખલા તરીકે હોલેન્ડ, સ્વીટઝર્લેન્ડ, સ્પેન કે બેલ્જિયમ જેવા દેશ માટે-આ જ વિચાર સાચે છે. પણ આ વિચારને અમલ આખા ભારત ઉપર લાગુ પાડતા પહેલાં આપણે તત્કાલીન પરિસ્થિતિના સંદર્ભમાં ઘણી બાબતેને વિચાર કરવું જરૂરી હતો. એક તે ભારત અનેક ભાષાઓ બેલતા પ્રજાઘટકોને સમુદાય હોઈને તેને છેલ્લાં દોઢ વર્ષથી એકસરખી શિક્ષણનીતિથી સુગ્રથિત રાખવામાં આવ્યું હતું. અને આ નીતિને અમલ ઉચ્ચ શિક્ષણના પ્રદેશમાં એક જ ભાષાને એટલે કે અંગ્રેજી ભાષાને શિક્ષણ માધ્યમ બનાવવાથી શકય બન્યો હતો. આઝાદી બાદ શિક્ષણની બાબતમાં ભિન્ન ભિન્ન ઘટકોને સ્વાયત્ત ' ન બનાવતાં, હંમેશા માટે નહિ તો અમુક વર્ષો સુધી, પૂર્વવત સ્થિતિ કાયમ રાખવી જોઈતી હતી એટલે કે પ્રજાશિક્ષણના વિષયને કેન્દ્રશાસિત રાખવું જોઈતું હતું. અને પરિસ્થિતિના પરિપાક મુજબ તેમાં ધીમે ધીમે ફેરફારો કરવા જોઈતા હતા. આને અર્થ એ' થયો કે પ્રાદેશિક ભાષાઓને ઉચ્ચ શિક્ષણનું માધ્યમ બનાવવા તરફ વળવા યા ઢળવાને બદલે અંગ્રેજીને કાયમ રાખવા તરફ અથવા તે તેના સ્થાને હિંદીને સ્થાપિત કરવા તરફ આપણે ગતિમાન થવું જોઈતું હતું. આજે પણ સમગ્ર દેશની ભાવાત્મક એકતા, અધ્યાપકોનાં આદાનપ્રદાન, વિદ્યાર્થીઓને કૅલેજની ફેરબદલી કરવાની સગવડ, પાઠયપુસ્તકોની બને તેટલી સમાનતા - આવી અનેક બાબતો ધ્યાનમાં લઈને પ્રદેશ પ્રદેશની માતૃભાષાદ્રારા અપાતા ઉચ્ચ શિક્ષણના અમુક લાભે જતા કરીને પણ, એક જ શિક્ષણ માધ્યમવાળી સમગ્ર દેશવ્યાપી શિક્ષણ નીતિ-ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ પરત્વે–અંગીકાર કરવાની એટલી જ જરૂર ઊભી થઈ છે. શિક્ષણ માધ્યમ અંગે આજે એક એવો મત પ્રવર્તે છે કે આઝાદી પહેલાં જે સ્થિતિ હતી તે જ સ્થિતિ ચાલુ રાખવી અને જ્યાં બંધ થઈ હોય ત્યાં તે સ્થિતિ ચાલુ કરવી એટલે કે માધ્યમિક શિક્ષણ સુધી તો પ્રાદેશિક ભાષાદ્રારા શિક્ષણપ્રદાન કરવા વિશે આજે કોઈ મતભેદ નથી–પણ ઉચ્ચ શિક્ષણ સર્વત્ર અંગ્રેજી ભાષાદ્વારા જ અપાવું જોઈએ. અંગ્રેજીનું સ્થાન હિંદીને આપીન જ શકાય કારણકે અંગ્રેજી ભાષાની સરખામણીએ હિંદી બહુ જ પછાત ભાષા છે અને હિંદી ગમે તેટલી વિકસે તો પણ અંગ્રેજીને તે કોઈ પણ કાળે પહોંચી શકવાની છે જ નહિ. વળી શિક્ષણપ્રદાન અંગે અંગ્રેજી ભાષામાં જરૂરી સર્વ સાહિત્ય ઉપલબ્ધ છે, હિંદીમાં અનુવાદ તથા નવસર્જનદ્વારા તે સાહિત્ય નિર્માણ કરવું પડે તેમ છે. અંગ્રેજી અંગે આ બધી સગવડ હોવા છતાં શિક્ષણના ક્ષેત્રમાં અંગ્રેજીને આપણે આવું સાર્વભૌમ સ્થાન આપી ન જ શકીએ, કારણ કે આખરે અંગ્રેજી પરદેશી ભાષા છે. તે વડે આપણે કોઈ પણ સંયોગોમાં શિક્ષણને વ્યાપક બનાવી નહિ શકીએ; અંગ્રેજી કાયમ રાખતાં, અંગ્રેજી ભણેલા અને નહિ ભણેલા એમ બે વર્ગમાં પ્રજા વહેંચાયેલી રહેવાની અને નાના એવા અંગ્રેજી ભણેલા વર્ગની આ દેશમાં એક vested interest સ્થાપિત હિત જેવી સ્થિતિ ઊભી થવાની અને પોતાને અન્યથી ચડિયાતી માનતી એવી વિકૃત મનોદશા ધરાવતી તેમની એક નાત નિર્માણ થવાની. વળી અંગ્રેજી ભાષા કોઈ પણ સંગમાં સમગ્ર પ્રજાજનેને સ્પર્શી શકવાની નહિ. પ્રજાની જે વિશિષ્ટ પ્રતિભા છે તેને અંગ્રેજી ભાષામાં ભાગ્યે જ અભિવ્યકિત મળી શકવાની. વળી જે તાકાત અને સામર્થ્ય અંગ્રેજી ભાષામાં છે તે આજે દેશની કોઈ પણ ભાષામાં નથી એ આપણે જરૂર કબૂલ કરીએ અને આપણી બધી ભાષાઓ એ ક્ષમતા સિદ્ધ કરે એ આજની પરિસ્થિતિમાં શકય નથી એ પણ આપણે કબૂલ કરીએ, એમ છતાં પણ આપણા દેશની વિવિધ ભાષાઓમાંથી દેશના ઘણા મોટા ભાગને સુલભ હોય એવી કોઈ એક ભાષા પસંદ કરીને તેનામાં અંગ્રેજી ભાષાની શકય તેટલી ક્ષમતાનો સંચાર કરવાને આપણે સંકલ્પ કરવો જોઈએ. આ માટે આજની પરિસ્થિતિમાં હિંદી ભાષા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એ વાસ્તવિકતા આપણે સ્વીકારવી રહી અને જો હિંદીને આવી સમર્થ ભાષા બનાવવી હોય તો તેને આપણે ઉચ્ચ શિક્ષણનું માધ્યમ બનાવવાને આજથી નિરધાર કરવો જોઈએ. અને આ નિરધારના અમલની દિશાએ છે
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy