________________
1
પ્રબુદ્ધ જીવન
૧૩૬
પણ તેથી મનમાં ઘણા મોટા ફેરફારો થતા નહોતા. માત્ર એમ જ લાગતું હતું કે આ ક્રિયા કરવાથી કંઈક સારું ફળ આવે છે.
આધ્યાત્મિક જ્ઞાન દરેક માણસ માટે જરૂરનું છે. હજારો વર્ષથી માણસ એ જ્ઞાનને માટે તલસે છે અને ૠષિ મુનિઓ તથા તત્ત્વજ્ઞાનીઓએ અખંડ અભ્યાસ કરીને પોતાના દેશની સ્થિતિને અનુસરી અનેક સિદ્ધાંતે અગર ધારો ઘડી કાઢયાં છે. આ સિદ્ધાંત માણસના જીવનવ્યવહાર માટે ઘણા ઉપયોગી નીવડયા છે. તેમાં ઘણી વખત ઘણાં ઊંડાણથી વિવેચન કરવામાં આવેલું છે અને પોતાની માન્યતા સિદ્ધ કરવા માટે અનેક તર્કવિતર્કો પણ કરવામાં આવ્યા છે.
સામાન્ય જનતા માટે આ ગહન વિચારો અને તેને અંગેની ક્રિયાઓ ભાગ્યે ૧૮ ઉપયોગમાં આવે છે. અને આ વિચારો અને ક્રિયાઓ રૂઢી જેવી બની બેસે છે અને તેના પરિણામે જે સતત ઉન્નતિ થવી જોઈએ તે થતી નથી.
આ કારણે દરેક માણસે પોતાની બુદ્ધિ અનુસાર આ બધા સિદ્ધાંતાનું – ધારણાનું – સામાન્ય જ્ઞાન લીધા પછી, પોતાનાં મનબુદ્ધિ તથા હૃદયની સ્થિતિ અનુસાર પોતાને માટે શું જરૂરનું છે એ શોધી કાઢી, તેમાંથી પોતાની ઉન્નતિના માર્ગ ધારણ કરવા જોઈએ. દરેક માણસની ભૂમિકા જુદી જ હોય છે. કોઈ બુદ્ધિશાળી હોય છે તા કોઈ ભાવનાવાદી. તે બંનેને માટે જુદા જુદા રસ્તા લેવા પડે છે. બુદ્ધિશાળી પાતાની બુદ્ધિને અનુસરી પોતાનો કાર્યક્રમ નક્કી કરે છે, જ્યારે ભાવનાશીલ (Emotional) મનુષ્યને વૃત્તિઓ માટે સંયમ માર્ગ શોધવા પડે છે. મે મારા પેાતાને માટે આ વિષયમાંખાસ કરીને યોગમાં ઘણું વાંચ્યું છે, સારું અધ્યયન પણ કર્યું છે અને તે અંગે મારાં મન-બુદ્ધિ-હૃદયના બંધારણનો કંઈક અભ્યાસ પણ કર્યો છે, અને તેને અંગે જે ક્રિયાઓ કરવી જોઈએ તે પણ કરી છે. છતાં તેને અંગે જે સતત સાધના કરવી જોઈએ તે હજુ સુધી થઈ શકી નથી. સ. ૧૯૩૨થી ૧૯૩૪ સુધીમાં મેં સારો વિકાસ કર્યો હતા, પણ પછીથી જે સતત અભ્યાસ આગળ વધારવા જોઈતા હતા તે વધારી શકાયા નથી.
એક તો ગુરુ સાથેના સંબંધ છૂટી ગયો. બીજું માથામાં જ્ઞાનતંતુઓમાં અયાગ્ય ખેં`ચાણ થયું તેને લીધે કેટલીક ક્રિયાઓ છેાડી દેવાની ફરજ પડી. અને ત્રીજું કારણ એ કે એ બે વર્ષમાં મે અતિશય તીવ્રતાથી યોગના અભ્યાસ કર્યો અને જીવનમાં ઉતારવાના પ્રયાસ કર્યો. પરિણામે મન અને શરીરમાં કંઈક થાક જણાવા લાગ્યો હશે, એટલે આ પ્રયાસમાં શિથિલતા આવી હશે.
આવા અનુભવો મારા સામાન્ય વ્યવહારમાં પણ મારે માટે બનેલા છે. એક કામ ઘણા ઉત્સાહથી કર્યા પછી કેટલીક વખતે મન આગળ ચાલતું નથી; પ્રથમ જે ઉત્સાહ અને ઉમંગ હોય તે રહેતા નથી અને તે કામમાંથી બીજા જ કામમાં જવાની વૃત્તિ થાય છે અને ઉત્સાહ ઓસરી જાય છે.
આવા કારણે મેં જે વેગથી શરૂઆત કરી હતી. તે આછે કરી આખરે છેાડી દેવા પડયો હતો, પણ મારી ખાતરી છે કે જે મને મળ્યું છે તે નિષ્ફળ જવાનું નથી. હવે એમ પણ બને કે જે ઉન્નતિ થઈ હતી, તેમાંથી પાછા પડવાના પ્રસંગેા જાણતાં અજાણતાં આવે, અને આગળ વધવાનો પ્રસંગ ન પણ આવે, તે પણ જે મળ્યું છે તેદૃઢતાથી સંભાળી રાખવું જોઈએ. તે માટે આ વિષયના સતત અભ્યાસ અને સારા પુરુષોના સત્સંગની ખાસ જરૂર રહે છે. તેવા પ્રસંગ મારે મુનિશ્રી ત્રિલાચંદ્રજી સાથે લગભગ ૧૯૩૮ સુધી રહ્યો હતા, છતાં મારી પ્રવૃત્તિ બીજી દિશામાં ગઈ હતી અને નવા કામમાં શકિત અને ઉત્સાહ વપરાયા હતા.
મારા મનના બંધારણને કારણે મને સિદ્ધાંતોનો શોખ નથી, હું માત્ર ક્રિયાકાંડમાં માનતો નથી. મારા મનની મર્યાદા જાણીને તેમાં વિકાસ થવાની જરૂર છે એ હું માનું છું. તે માટે હું કોઈની સાથે વાદવિવાદમાં ઊતરતા નથી. મને વાદવિવાદમાં ઊતરવું ગમતું નથી. માટૅ માટે ખાસ મહત્ત્વનું વાંચન સતત ચાલુ રાખવું ગમે છે.
8
તા. ૧-૧૧-૬૭
અને તે માટે મે કેટલાંક પુસ્તકો સંઘરી રાખ્યાં છે, જે વખતેવખત હું વાંચ્યા કરું છું. આ પૈકી ખાસ કરીને શ્રી કેદારનાથજીનું “વિવેક અને સાધના” મને ઘણુ જ ગમે છે. એમાં સરલતા છે, વિદ્યુતાના દંભ નથી અને એ હૃદયસ્પર્શી છે.
સૂચક શબ્દો મારા પર ઘણી અસર કરે છે, જેવા કે મંગલદૃષ્ટિ, Tranquil Beningnity સદા યે સમત્વ એ જ કારણે મારી જી ંદગીની શરૂઆતમાં હું અમેરિકામાં હતા ત્યારે મે" ઘણા Mottocards ભેગા કર્યા હતા. હું જોઈ શક્યો છું કે તેમાંથી સારા વિચારો ઉદ્ભવે છે અને સારી પ્રેરણાઓ મળે છે. આજ કારણે ધ્યાનની સાથે સારા વાંચનની જરૂર મને હંમેશાં લાગી છે. તેનાથી મન શાંત અને ઉત્સાહી રહે છે અને વિચારોમાં ફરૂતિ આવે છે. આપણા વિચારોમાં હંમેશાં શુદ્ધતા રહેવી જેઈએ. અને તેમાં સતત સુધારો થતા રહેવા જોઈએ. મન અને બુદ્ધિનું ઊંડાણ આપણે જોઈ શકતા જ નથી. માટે સતત વાંચન અને સતત ચિંતનની ખાસ જરૂર છે.
મારા સ્વભાવમાં સરલતા છે. બીજાના દોયો જોવાની વૃત્તિઓ નથી. મારી પોતાની સ્થિતિમાં મને સંતોષ છે. હું મારી મર્યાદા સારી રીતે સમજું છું. તે કારણે મને કોઈ પણ જાતનો અસંતોષ નથી, પૈસાના લાભ નથી, લાલસા નથી, પરમેશ્વરે મને જેટલું જોઈએ તેટલું બલ્કે વધારે આપ્યા જ કર્યું છે, એટલે અસંતોષ નથી, અને તેથી બીજાને માટે અદેખાઈ નથી.
એ જ કારણે રૈયન મિલ ઊભી કરવામાં મેં જે મદદ કરી તેમાં મેં મારા કોઈ પણ સ્વાર્થની આશા રાખી ન હતી. કોઈ પણ માણસ મારી સ્થિતિના હોય તે આવી રીતે ન જ વર્તે. પોતાનું હિત રાખવા માગેજ અને મેળવે જ. આ સંસ્થા સારી રીતે જામી છે અને એમના કુટુંબને ઘણા જ લાભ થયા છે, છતાં પણ મને કોઈ પણ જાતનો પસ્તાવા અગર મનમાં વિષમતા આવી નથી. ભાઈ ભાઈને મદદ કરે એમાં બીજી વૃત્તિ કેમ આવવી જોઈએ ? એ એક જ વિચાર હતો. માત્ર એ સંબંધમાં કંઈ ખોટું થાય તો તે સારું લાગતું નથી. તેમાં પણ આપણાં લાગતાવળગતા સાથેના સંબંધમાં.
મને લાંબા વિચારો કરવાની ટેવ નથી. હું માત્ર સ્વાભાવિક વૃત્તિથી અગર પ્રેરણાથી જ કામ કરું છું. એ કારણે કોઈ વખતે ઘણા વિચાર કરું છું, ત્યારે ભૂલ પણ થાય છે, અગર તર્કવિતર્કમાં પડી જાઉં છું અને તેમાંથી મન વમળમાં પડે છે. પરંતુ જ્યારે સ્વાભાવિક પ્રેરણાથી કામ કરું છું, ત્યારે ભૂલ ભાગ્યે જ થાય છે. છતાં તેમાં કોઇ વખતે બિનવ્યવહારુ પ્રસંગો આવે છે. પણ તે કારણે લાંબા વિચાર કરવાની જરૂર મને લાગતી નથી. સામાન્ય રીતે મારા પ્રથમ વિચારો સારા હોય છે. મારું મન સરલ, સાદું simple and poised છે અને તે જ કારણે મારા આખા ય જીવનમાં અનેક પ્રકારના જુદાં જુદાં કામેા કરવાના પ્રસંગ આવવા છતાં, દરેકમાં મને સફળતા મળી છે. પછી તે કામ ભલે ઘણી મુશ્કેલી ભરેલું હોય. દા. ત. પાર્ટ ઓખા ખીલવવાનું અગર તેા રિઝર્વ બેન્કનું (તદ્દન નવા જ પ્રકારનું) હાય, કે તેમાં કોઈ પ્રકારની વિશિષ્ટતા હોય. મારા હૃદયના જોઈએ તેટલો વિકાસ થયેલા નથી. એ ખામી મને પોતાને કેટલીક વખત જણાઈ છે. તે ખીલવવાના પ્રયત્ન કરું છું. આ જ કારણે બીજાના મનની સ્થિતિ જાણવામાં ખામી આવે છે. અને તે આપણાથી સામાન્ય રીતે જોઈ શકાતી નથી. તે માટે મન અત્યંત શાંત રહેવું જોઈએ. અને તે સાથે જાગૃતિ આવવી જોઈએ. એથી મનનો સારો વિકાસ પણ થઈ શકે. જીવન નિર્મળ, નિર્દેષિ, નિખાલસ અને નિર્ભય રહેવું જોઈએ. એમાં જ જીવનની સફળતા છે.
માણસના મન ઉપર અનેક પ્રકારનાં પડો આવી પડેલાં છે. અને નવા આવતાં પણ જાય છે. બીજી બાજુ જગતમાં અનેક નવા અનુભવો થતા જાય છે. તે વખતે આપણે સારી રીતે સાવધાનતા રાખવી પડે છે અને તેમાં ચૂકીએ તે ભૂલ થાય છે.
મનને હંમેશાં નિયમમાં રાખવામાં જ દરેક માણસનું હિત સમાયેલું છે. તેથી સમતા અને સુખ મળે છે.
યોગસાધનામાં મને જે કંઈ સફળતા થોડા વખતમાં મળી, તે મારા આ સ્વભાવને કારણે જ મળી એમ મને લાગે છે. એ જ કારણે મે' ઉપર પ્રમાણેનું વિવેચન કર્યું છે.
સમાપ્ત.
સ્વ. સર મણિલાલ બાલાભાઈ નાણાવટી
1