SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૧૭ પ્રબુદ્ધ જીવન ૧૩૫ અંશને કે આમૂલ પલટે લીધે છે તેને દુ:ખદ ખ્યાલ આવી રહે છે. હજી “ સીમા ઝઘડા”(!!!) અંગે મહાજન પાંચની ભલામણોને અહેવાલ આપણી સમક્ષ આવ્યો નથી. કોને ‘ન્યાય’ થયો છે અને કોને ‘અન્યાય’ થયું છે એની જાણ આપણને નથી. અખબારોમાં જે કંઈ તૂટક તૂટક સમાચારો આવ્યા છે તે પરથી આમ થશે અને તેમ થશે એમ માની લઈને પગલાં જવાનું કવખતનું જ ગણાય. ભારતનું સમવાયી બંધારણ ઘડયું ત્યારે જે ઘટકો બ્રિટિશ સામ્રાજ્યવાદે ઢંગધડા વિના કે તાલમેળ વિના પિતાની વહીવટી સરળતા માટે પ્રાંત તરીકે બનાવ્યા હતા તે ઘટકોનું આપણા અગ્રણી એ એમના શાણપણમાં “રા 'ના નામાભિધાન સાથે રૂપાંતર કર્યું. આની સાથે જ આ રાજ્યોમાં કોઈ ને કોઈ આધારે સર્વોપરિ સ્થાન મેળવવા માટે કેંગ્રેસના પ્રાદેશિક અગ્રણીઓએ અને અન્ય રાજકીય પક્ષોએ ભાષાવાર રાજ્યરચનાનાં સૂત્રો બૂલંદ કર્યા. આંધમાં આ પ્રશ્ન પટ્ટ, શ્રીરામુલુએ દેહાર્પણ કરતાં ભાષાવાદી પ્રદેશભાવના, હિંસક આંદોલન દ્રારા ફ ફાડા મારવા લાગી અને આને પરિણામે રાજની પુનર્રચના ભાષાવાર ધરણે થઈ. પણ આ ધોરણ પણ સર્વત્ર એકધારું સમાન રીતે લાગુ કરવામાં ન આવ્યું અને તેથી હિંસક આંદોલન થતાં જ રહ્યાં અને ભાષાવાર રાજ્યરચના પરિપૂર્ણ થતાં એના પગલે પગલે હવે રાજ્ય રાજ્યો વચ્ચેના ઝઘડા જાતજાતના સ્વરૂપે જાગી ઉઠયા. નદીઓ અને નદી–જળના ઝગડા, સીમા અંગેના ઝઘડો... ભારતના અગ્રણીઓએ સમવાયી બંધારણ બનાવ્યું અને રાજ્યો રચ્યાં તે તેમના અભિપ્રાયે લોકશાહીને પ્રજામાં વિસ્તારવા અને . ઊંડા ઊતારવા માટે તેમ જ એમ થતાં વહીવટી સરળતા વધશે એમ ધારીને રચ્યાં હતાં. આજે વહીવટી સરળતાને બદલે સર્વત્ર વહીવટી ખર્ચના બેફામ વધારાને, કેન્દ્રનાં તેમ જ રાજ્યોના બેવડા કરોને, રાજ્યવાર પ્રધાનમંડળે અને રાજ્યપાલના ભારે અને નિરર્થક ખર્ચન ત્રિવિધ બે પ્રજા પર વધ્યો છે ત્યારે પ્રજાજનેની ફરિયાદ કે તકલીફેની અરજીઓ ટેબલ ટેબલ અને વિવિધ ખાતાંઓમાં ફરતી ફરતી અંતે કયાંક અટવાઈને ભરાઈ પડે છે અને આ સ્થિતિ વહીવટી દીધસૂત્રીપણાને તેમ જ વહીવટી ભ્રષ્ટાચારને ઉત્તેજનારી બની ગઈ છે. મહાજન પંચની શી ભલામણ છે એ સામાન્ય જનમાંથી કોઈ જાણતું નથી. પણ અખબારોમાં આવેલા સમાચાર જો સાચા હોય તે સવાલ એ થાય છે કે રાજ્યોની પુનર્રચનાને ભાષાધારિત સિદ્ધાંત સ્વીકારાયો હોય તો મહાજન પંચને એ આધારે કામગીરી બજાવીને ભલામણો ઘડવાનું માર્ગદર્શન અપાવું જોઈતું હતું. અને એટલે જ સીમાને નિર્ણય કરવામાં ઘટક તરીકે ગામને ગણીને રેખાંકન સૂચવવું યોગ્ય થઈ પડે. મહાજન પંચને એવું માર્ગદર્શન અપાયું હતું કે નહિ એ પ્રશ્ન મહત્વનો છે અને જો કોઈ પણ માર્ગદર્શન અપાયું હોય તે તે કેવું છે એ જાણવું પણ જરૂરી બને છે. અને આમ થવું જોઈએ, અથવા જેવું હતું એમ કહેવા છતાં પ્રદેશના દાવા અંગે પ્રાણાર્પણ કરવાની હદે જવું એ ઉચિત તો નથી જ. લેકમાનસ પર એનાં પરિણામે ભારતની એકતાની ભાવાત્મક દષ્ટિએ વધુ ખંડિત કરવામાં જ આવે અને ઉગ્ર અને સંભવત: હિંસક આંદોલનની આઘાત-પ્રત્યાઘાતની વિધાતક પરંપરાનું જ નિર્માણ કરે. પ્રાણાર્પણ કરવા જેવો-કાયાની કુરબાની કરવા જેવો કોઈ પ્રશ્ન હોય તો તે ભારતની એકતાનો છે. આજે ચેમેરથી એના પર જાતજાતના જીવલેણ ઘા થઈ રહ્યા છે. અને અમારી દઢ માન્યતા છે કે ભારત એકતંત્રી (યુનિટરી) શાસનની લોકશાહી ન બને અને રાજ્યના સમવાયી તંત્રનું શાસન રહે ત્યાં સુધી ભારતની એકતાને ખંડિત કરનારા શતવિધ વિભિન્ન પરિબળે ઠેરઠેર જાગતાં રહેશે. ભાષાવાદનાં નીરથી સિંચાઈને અને પ્રદેશવાદના ખાતરથી ઝડપી વિકાસ સાધીને એવાં તો ફલશે ફાલશે કે ભારતની રાજકીય, આર્થિક અને સામાજિક એકતાને અંતે વિધ્વંસ કરીને જ રહેશે. આપણે કયાં જઈ રહ્યા છીએ? આ પ્રશ્ન હવે પ્રત્યેક રાષ્ટ્રપ્રેમીના મનમાં ગંભીર રીતે ઉઠવો જોઈએ. (`જનશકિત 'ને તા. ૧૦-૧૦-૬૭ને અગ્રલેખ સાભાર ઉધૃત) મારા ચગના અનુભવે (ગતાંકથી ચાલુ) ભાગ પાંચમ શરીર અને મનમાં થતા ફેરફારો કેટલાક વખતથી એવા વિચારો આવે છે કે આ શરીર અને મનનું બંધારણ આપણા જન્મના બંધારણ અને હાલના સામાજિક વાતાવરણ (Social environment ) ને લીધે થયેલું છે. એ વાતાવરણની અસર દરેક માણસ ઉપર થોડા ઘણા અંશે હંમેશાં દેખાય છે. તે આપણી વિચારધારામાં, મનની ભાવનાઓમાં અને સામાન્ય વ્યવહારમાં જણાઈ આવે છે. તેને અનુસરીને આપણું જીવન ચાલ્યા કરે છે. ઘણા જ ઓછા માણસે એવા હશે કે જે આ બંધારણને ઉથલાવી અગર છોડી સતત શુદ્ધ વાતાવરણમાં રહે, તેના સ્વચ્છ મોબળથી પિતાનું જીવન ગાળે અને બહારના વાતાવરણની અસર તેમના ઉપર પડવા ન દે. " મારા યોગના અનુભવમાં કોઈ કોઈ વખતે આંતરિક શુદ્ધ સ્થિતિ (Consciousness)ને આભાસ થતો હતો, પણ તેની વ્યવહારમાં કેવી અને કેટલી અસર થાય છે તે સમજાતું નહોતું. છતાં કેટલીક વખત એમ બનતું કે લાગણી અને ઉશ્કેરાટના પ્રસંગે હૃદય એકદમ ફૂલી જાય, એક જાતને આનંદ ઊછળે અને કોઈ વખતે આંખમાં આંસુ પણ આવે, અને જીવન શુદ્ધ નિવકારી લાગે. આવા અનુભવને લીધે હોય કે સારા વાંચનને અનુસરીને હોય, પણ છેલ્લા બે પ્રસંગોમાં શરીર અને મન બાહ્ય વસ્તુ છે એમ ભાસવા લાગ્યું હતું. છેલ્લે અને મહત્ત્વને પ્રસંગ હમણાં જ બન્ય હતે. થોડા જ સમય ઉપર તા. ૨૦ મી જાન્યુઆરી ૧૯૫૭ ના રજ પંડિત જવાહરલાલજીએ ઍટમિક ઈન્સ્ટોલેશન (Atomic Installation) ને બીજો ભાગ ઉઘાડો ત્યારે એમણે એમના ભાષણના છેવટના ભાગમાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતા એ બંને આપણા જીવન માટે ખાસ જરૂરનાં છે એ ભાર મૂકયો હતો, અને તેમાં આ Reactor ને સાયન્સનું પ્રતીક બતાવ્યું અને સામેના એલીફન્ટા ટાપુમાં જ્યાં ત્રિમૂર્તિ છે તેનું તેમણે દેશના spiritualism ના પ્રતીક તરીકે વર્ણન કર્યું. આ વખતે એમની ભાષા એક ઉત્તમ સંત પુરુષ બોલે એવી હતી અને એની છાપ મારા પોતાના મન ઉપર ઘણી ઊંડી પડી. ભાષણ પૂરું થયા પછી હું મારી ગાડીમાં બેઠો એટલે મારું , આખું યે શરીર સરી પડયું હોય અને બાકીના હાડપિંજરનું ભૂરા રંગનું શરીર રહ્યું હોય એવી એક અત્યંત આનંદમય જીવનની ભવ્યતા અનુભવી. આ સ્થિતિ પાંચથી દશ મિનિટ સુધી રહી અને ધીમે ધીમે શરીર પિતાની અસલ સ્થિતિમાં આવ્યું, પણ એની યાદ ઘણા વખત સુધી રહી અને આજે પણ યાદ આવ્યા કરે છે. મારી યોગની ક્રિયામાં હું સામાન્ય રીતે એમ ગણતા કે શરીર મારું નથી, મનને શુદ્ધ કરવાનું છે, બુદ્ધિમાં સારી વિવેકવૃત્તિ . લાવવાની છે, હૃદયમાં વિશાળતા લાવવાની છે અને અંતરમાં જે Inner consciousness છે એ જ આપણા જીવનનું મૂળ છે છે અને ખરું તત્ત્વ છે અને તેને અનુભવ કરવો એ જ માણસનું મુખ્ય કર્તવ્ય છે. વળી એમ પણ લાગતું કે માણસની એ અંતિમ શુભ ભાવના જ ખરી છે અને તે જ આગળ આવવી જોઈએ. અને ઉપર બતાવેલ પ્રસંગ એ સ્થિતિને અનુરૂપ હોય એમ લાગ્યું. મારામાં સારે ભાવાત્મક વિકાસ થતો જશે તેમ જ આવા પ્રસંગો મને પ્રાપ્ત થશે એમ લાગે છે. શ્રી પલ બંટને એમના પુસ્તકમાં એવું જ કંઈક વર્ણન આપ્યું છે. ભાગ છેગાનુભવમાં અંગત ભૂમિકા મેં પ્રથમ જણાવ્યું છે તેમ મારી યોગની ક્રિયા સતત ચાલતી હતી, ત્યારે કોઈ કોઈ વખત મને દિવ્ય દર્શને (Visions), થતાં,
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy