________________
૧૩૪
પ્રબુજ જીવન
તા. ૧-૧૧-૧૭,
રીતે વિચારવાની તમે એને છૂટ આપે. વૈૉલ્ટે એક વાર કહ્યું છે તે મુજબ “હું તમારી વાત સાથે સહમત થતો નથી તે પણ તમારા એ વાત કહેવાના અધિકાર માટે હું મૃત્યુ સુધી લડવા તૈયાર છું.” લોકશાહીને એ જ સાચા અર્થ છે. જે બીજાઓની પિતાની રીતે વિચારવાની સ્વતંત્રતા છીનવી લેવામાં આવે તો તે સાચી લોકશાહી નથી.
આજે જુદા જુદા પ્રકારની શાસનપદ્ધતિઓ અસ્તિત્વમાં છે. સામ્રાજ્યવાદી, સમાજવાદી, સરમુખત્યારશાહી, સામ્યવાદી વગેરે. પણ જ્યાં સુધી આ રાજ્યો પોતપોતાની રાજ્યસરહદોની મર્યાદામાં રહીને પોતપોતાના આદર્શોને પ્રચાર કરે અને પિતાને ફાવે તેવી સમાજ- વ્યવસ્થા કે અર્થવ્યવસ્થા નિર્માણ કરે અને બળદ્વારા વટાળપ્રવૃત્તિમાં ન પડે ત્યાં સુધી કોઈ પણ નાની કે મોટી સત્તાએ એ રાજ્યની - આંતરિક બાબતમાં શા માટે માથું મારવું જોઈએ?
આપણે અહીં ભારતમાં પચાસ કરોડ લોકો છીએ. ધારો કે, કોઈ દિવસ આપણે સામ્યવાદી બનવાને નિર્ણય કરીએ તો અમેરિકને શું કરશે ? શું આપણને સામ્યવાદને રસ્તે જતાં અટકાવવા પાંચ કરોડનું સૈન્ય ભારતમાં ઉતારશે? અને એમ કરવા જશે તે તેઓ શું સફળ થશે? હરગીઝ નહિ.
સામ્યવાદ કે બીજો કોઈપણ આદર્શવાદ બંદૂકના જોરે કદી પણ ખાળી શકાય નહિ. એને ખાળવે હશે તો એનાથી ઉચ્ચત્તર કક્ષાના આદર્શવાદ ખડો કરવો જોઈશે; એટલું જ નહીં પણ એ આદર્શને જીવી જાણવો જોઈશે, આચારમાં ઉતારી બતાવ. જોઈશે. હું લોકશાહીનાં મૂલ્યમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખું છું, પણ મારી એ શ્રદ્ધા છે અને બીજા લોકોને સામ્યવાદ સહિત કોઈ પણ આદર્શમાં માનવાની અને આચરણમાં મૂકવાની સ્વતંત્રતા આપવા પ્રેરે છે. લોકશાહીમાં અનન્ય શ્રદ્ધા હોવાને કારણે જ હું સામ્યવાદથી ડરતા નથી. જે લોકોને પોતાની માન્યતાઓ અને આદર્શોમાં વિશ્વાસ નથી એવા લોકો જ સામ્યવાદથી ડેરે છે અને માને છે કે “એક એક સામ્યવાદી આઠ ફૂટ લાંબે છે, અને તેથી તેનાથી ચેતીને ચાલવું જરૂરી છે.
વિયેટનામની કરુણતા એ છે કે જગતભરના લોકશાહીવાદીઓને આ લડાઈએ એક સજજડ આંચકો આપ્યો છે. વિયેટનામમાં અમેરિકાએ કરેલા જુલ્મી અને નગ્ન લશ્કરી તાકાતના પ્રદર્શનના કારણે લેકશાહીમાં અમેરિકાની શ્રદ્ધાની પ્રમાણિકતા વિશે સંદેહ પડવા માંડયા છે. લોકો એમ પૂછવા લાગ્યા છે કે શું અમેરિકા પિતાનું સામ્રાજ્ય તે વિસ્તારવા માગતું નથી ને ? એમને લાગે છે કે આજે અમેરિકામાં સત્તા બીજા પ્રકારના માણસોના હાથમાં છે. શાણા અને શાંતિને ચાહનારા અમેરિકનોને સમાચાર ફેલાવવાનાં બળવાન સાધનદ્વારા એમ કહીને મૂર્ખ બનાવવામાં આવ્યા છે કે વિયેટનામનું યુદ્ધ સામ્યવાદ સામેનું યુદ્ધ છે, અને અમેરિકન પ્રજાની જીવનપદ્ધતિના રક્ષણના કાજે એ યુદ્ધ લડાઈ રહ્યું છે અને તેમ છતાં જગતને માટે ભાગ તે એમ જ માને છે કે વિયેટનામની પ્રજા પોતાના સ્વાતંત્ર્યની રક્ષા કાજે અમેરિકા સામે લડી રહી છે, જાનફેસાની કરી રહી છે૧૭૭૬માં અમેરિકાએ જે રીતે કરી બતાવ્યું હતું બરાબર તે જ રીતે.
શું અમેરિકા લોકશાહીના નામે વિશ્વવિજેતા બનવા ચાહે છે ? જો તેમ હોય, તે અમેરિકા સમજી લે કે જગતને જીતવા નીકળેલા તમામ મહત્ત્વાકાંક્ષીઓની જેમ તેણે પણ ધૂળ ફાકવી પડશે અને તે પણ આ જ સમયમાં અને બહુ જલ્દીથી. - બીજી પણ એક બાબત જે અમેરિકાએ વિયેટનામમાં કરી દેખાડી છે તે વિશ્વશાંતિ માટે ભારે જોખમરૂપ થઈ પડી છે. વિયેટનામમાં અમેરિકાએ જે પ્રકારનું વર્તન કર્યું છે તેના પરિણામે જગતમાં હિંસા અને અનીતિના વલણને છ દોર મળી ગયો છે. અમેરિકને દક્ષિણ વિયેટનામના જે લોકોને સામ્યવાદી શાસનના જોખમમાંથી બચાવવાને દાવો કરી રહ્યા છે તેમને પણ તેઓ પ્રેમ અને સન્માન પ્રાપ્ત કરી શકયા છે ખરા? અલબત્ત, નહીં. દક્ષિણ
વિયેટનામના લેકો ભલે અમેરિકાને મોઢાંઢ એમ કહેવાની હિંમત કરી શકતા ન હોય; પણ એ લોકોને અમેરિકા માટે માનની લાગણી હોઈ જ કેવી રીતે શકે, કે જ્યારે એક અમેરિકન પત્રકારે કહેલું તે પ્રમાણે “સાઈમેન તે અમેરિકાનું એક વિશાળ વ્યભિચારકેન્દ્ર બની ગયું છે.?” જ્યારે એક વિયેટનામની છોકરીને, કાં તે ડોલરની લાલસાને ખાતર અથવા અમેરિકન લશ્કરની હાજરીને લઈને ચીજ વસતુઓના ભાવો આસમાને ચઢી ગયા હોવાના કારણે પોતાના કુટુંબનું ભરણપોષણ કરવા માટે, પિતાનું શરીર અમેરિકન સૈનિકને વેચવા સિવાય બીજો કોઈ માર્ગ ન રહેતું હોય, ત્યારે એ છોકરીના અંતરમાં પોતાના શીલ અને મર્યાદાને ભંગ કરનારા લોકો માટે નિતાંત ધૃણા સિવાય બીજી કઈ લાગણી હોઈ શકે? અને એ છોકરીનાં મા-બાપ, ભાઈ, બહેનની લાગણીઓનું શું? ચોક્કસ જ એ લોકોની અમેરિકન સૈનિક પ્રત્યેની તિરસ્કારની લાગણી તો પેલી છોકરી કરતાં પણ અનેકગણી વધારે તીવ્ર હોવાની જ.
મને યાદ છે કે બીજા વિશ્વયુદ્ધ વખતે ઈંગ્લાંડમાં અમેરિકન સૈનિકોનું વર્તન પ્રમાણમાં ઘણું વધારે સારું હતું, તેમ છતાં પણ મોટા ભાગના અંગ્રેજોને અમેરિકન સૈનિકોની હાજરી મુદ્દલે ગમતી ન હતી. તેઓ કહેતા કે “અમેરિકને ખાઉધરા છે, લંપટ છે અને અહીં ખાલી આવીને પડેલા છે.” “They are overfed; oversexed and are over here.”
વિયેટનામમાં સ્ત્રી, પુ અને બાળકોની નિર્દય હત્યાને પરિણામે હિંસાના આવેગને મળેલા છૂટા દોરની જયારે હું વાત કરું છું ત્યારે એ આવેગને આખી દુનિયામાં ફેલાઈ રહેલે હું જોઈ શકું છું. અને મને એમ પણ લાગે છે કે અમેરિકામાં અત્યારે જે જાતિભેદના ઝનૂની હુલ્લડો ચાલી રહ્યાં છે તેનું પણ મૂળ વિયેટનામમાં રહેલું છે.
આપણા ભારતમાં પણ તેની અસર થઈ છે. થોડા દિવસે પર જ્યારે બળવાખોર નાગા લોકોએ આપણા જવાનોની કતલ કરી હોવાના સમાચાર આવ્યા ત્યારે લોકસભાના એક આગેવાન અને સામાન્ય રીતે વિવેકી સભ્ય પણ કહી દીધું, “આપણે નાગા બળવાખોરને ભુક્કો બોલાવી દેવું જોઈએ, તેમનાં રહેઠાણ પર બામ્બવર્ષ કરીને પણ તેમને સાફ કરી દેવા જોઈએ.” આ સાંભળીને એક
તાએ પૂછયું, “આપણે આવું કેમ કરી શકીએ ? દુનિયા આપણા વિશે કેવું ધારશે?” તેનો જવાબ મળ્યો, “દુનિયાની આપણને શી પરવા છે? શું અમેરિકનો વિશ્વમતની ગણના કરે છે? જો એ લોકો હજારો વિયેટનામીઓ પર નેપામ બોમ્બ ફેંકી શકે તો આપણે પણ શા માટે નાગા બળવાખોરોની એ જ વલે ના કરી શકીએ ?” - અમેરિકા વિયેટનામમાં જે કરી રહ્યું છે તેની આ જ ફલશ્રુતિ છે.
કદાપિ અમેરિકનો વિયેટનામના યુદ્ધમાં લશ્કરી વિજય મેળવે તે પણ કયારેક તે તેમનાં શસ્ત્રોની ધાર બુઠી થવાની જ છે અને તે દિવસે જગતની નજરમાં તેમનું નૈતિક અધ:પતન પુરવાર થઈ ગયું હશે.
અમેરિકાના એક સાચા મિત્ર તરીકે આ તબકકે હું કહું છું કે, “મિત્રો, તમારે સારુ મારી આંખમાં આંસુ છે, અને મારી પોતાની જાત માટે પણ હું આંસુ સારું છું, કારણ કે વીતેલાં વર્ષોમાં મેં તમારી સાથે ખુબ પ્યાર કર્યો છે.” અનુવાદક :
મૂળ અંગ્રેજી; સુબોધભાઈ એમ. શાહ
શ્રી જે. જે. સીંગ -અને ભારત કયા માર્ગે ?
સેનાપતિ બાપટનું નામ ભારતના આઝાદીના જંગમાં ગાજતું હતું. આ નિભિક અને કર્મઠ સ્વાતંત્ર્યવીર ભારતની આઝાદી માટે પ્રાણાર્પણ કરવા જેટલું ખમીર ધરાવતા હતા. આજે પણ, આ વયોવૃદ્ધ સ્વાતંત્ર્ય સેનાનીમાં એવું જ ખમીર છે. પણ જે એક વખતે ભારત માટે, આપણા સમગ્ર રાષ્ટ્ર અને એની આઝાદી માટે ભારેમાં ભારે કુરબાની કરવાની તમન્ના ધરાવતા હતા તે હવે મહારાષ્ટ્ર-મહિસૂર વચ્ચેના “સીમા ઝઘડા”માં મહારાષ્ટ્રના પ્રાદેશિક દાવા માટે પ્રાણાર્પણ કરવા તૈયાર થયા છે ! આ પરથી આપણા દેશની પરિસ્થિતિ અને દેશવાસીઓની મનઃસ્થિતિએ એક એંશી