SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૬૭ પ્રભુ જીવન અમેરિકા, કયા માર્ગે ? Quo Vadis, America ? (અમેરિકામાં જેમણે વર્ષથી વસવાટ કર્યો છે અને ભારત– અમેરિકાના સંબંધો અંગે આપણા સામિયકામાં જેમનાં લખાણા અવારનવાર પ્રગટ થતાં રહ્યાં છે અને જેઓ હાલ દિલ્હીમાં છે તે શ્રી જે. જે. સીંગનું પ્રસ્તુત અંગ્રેજી લખાણ શ્રી વિમલાબહેન ઠકાર તરફથી થેાડા દિવસ પહેલાં પ્રબુદ્ધ જીવનમાં પ્રસિદ્ધિ માટે મળેલું. તેના શ્રી સુબાધભાઈએ કરી આપેલા અનુવાદ નીચે આપવામાં આવે છે. અમેરિકા પાતાનાં સશસ્ત્ર સૈન્યદ્રારા વિયેટનામમાં આજે શું કરી રહ્યું છે તેના વાસ્તવિક ચિતાર આ લખાણદ્વારા આપણને મળે છે. આ વાંચીને આપણી એક જ પ્રાર્થના હોઈ શકે કે વિયેટનામમાં ચાલી રહેલા આ હત્યાકાંડ તેમ જ દુરાચારકાંડ જલ્દિથી બંધ થાય અને ત્યાં અને આસપાસના દેશમાં સુલેહશાન્તિની સત્વર સ્થાપના થાય. પરમાનંદ) મે અમેરિકામાં તેત્રીસ વર્ષ ગાળ્યાં છે. મેં એ દેશ માટે અને વિશેષ કરીને તેના લોકો માટે પ્રેમ દાખવ્યા છે. મોટા ભાગે અમેરિકન લોકો સભ્ય અને પ્રમાણિક છે; અને કેટલીક યુરોપિયન પ્રજા જેવી કે બ્રિટિશ, ડચ, સ્પેનીશ, ફ઼્રૉન્ચ, જર્મન, પોર્ટુગીઝની જેમ તેઓ સામ્રાજ્યવાદી અથવા તે સંસ્થાનવાદી માનસ ધરાવતા તો નથી જ. સાચું પૂછે તો, અમેરિકન પ્રજાના ઘણા મોટો ભાગ પહેલા કે બીજા વિશ્વયુદ્ધમાં ઝંપલાવવા રાજી ન હતા. બીજા વિશ્વયુદ્ધ વખતે હું અમેરિકામાં હતા અને મને યાદ છે કે “અમેરિકા ફર્સ્ટ”ની ચળવળ એ વખતે કેટલી જોરદાર હતી.. જાણીતા કર્નલ ચાર્લ્સ એ. લિન્ડબર્ગના નામ સાથે એ ચળવળ જોડાયેલી હતી. ન્યુયોર્કના મેડિસન સ્કેવર ગાર્ડનમાં ખીચાખીચ ભરાતી સભાઓમાં હું પણ જતા. યુરોપિયન યુદ્ધમાં નહિ સંડોવાવાની એક માત્ર ખેવના ધરાવતા હજારો ઉત્સાહી લોકોનાં ટોળેટોળાં એ સભામાં ઊમટી પડતાં. એક સામ્રાજ્યવાદી સત્તા પાસેથી પોતાની આઝાદી પ્રાપ્ત કરી હોવાને કારણે, અમેરિકન લોકો સ્વભાવથી જ સામ્રાજ્યવાદવિરોધી રહ્યા છે. બ્રિટિશ સામ્રાજ્યવાદી શાસન પાસેથી ભારતની આઝાદીની તરફેણમાં અમેરિકન સમાજના એક મોટા વગદાર વિભાગના ટેકા અમેરિકામાં વસતા મુઠીભર હિંદી મેળવી શક્યા હતા. તેનું પાયાનું કારણ અમેરિકન પ્રજાની મેાટી બહુમતીના સામ્રાજ્યવિરોધી વલણમાં રહેલું છે. ભારતના પક્ષે રહેલા ન્યાય વિષે અમેરિકન લોકોને સમજાવવું એક રીતે બહુ સરળ હતું કેમકે, એક વખત એ લોકોને પણ પાતાની મુકિત માટે બ્રિટિશરો સામે લડવું પડયું હતું એ વાતની યાદ જ તેમના માટે પૂરતી હતી. આખરે તો આપણે ભારતીય લોકો પણ પરદેશી ધુંસરી ફેંકી દઈને અમેરિકાની જેમ જમુકત થવા માંગતા હતા. અમે એમને કહેતાં કે પેટ્રીક હેનરી જેવા અમેરિકન ક્રાન્તિવીરના “મુકિત યા માત” “Give me liberty or give me death" જેવા પાકારો દ્વારા ભારતની આઝાદીના લડવૈયાઓને ખૂબ પ્રેરણા અને ઉત્સાહ મળે છે. એક પ્રજા બીજી પ્રજા પર શાસન કરે—એ ખ્યાલ માત્ર વિષે અમેરિકન લોકોમાં કુદરતી ધૃણાની લાગણી હોવાના કારણે ભારતની મુકિત માટે લડતા થોડાક હિંદીઓનું કાર્ય કેટલેક અંશે સરળ બન્યું હતું અને એથી જ બ્રિટિશનું પ્રચારતંત્ર વધારે વ્યવસ્થિત અને સારાયે અમેરિકામાં પથરાયેલું હોવા છતાં પણ, અમે લોકોએ સારી એવી સફળતા પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત, મને લાગ્યું છે કે સરેરાશ અમેરિકન એક સારો નાગરિક, સારા પિતા યા માતા અને પોતે પોતાનું સંભાળીને રહેવાની વૃત્તિવાળા સજજન છે. આછકલી ફેશનો, છીછરા અખબારો અને સુંવાળા ૧૩૩ ચલચિત્રો દ્વારા તેમજ ઘણા અમેરિકન પ્રવાસીઓની દમામભરી રીતભાતના કારણે અમેરિકન પ્રજા વિષે વિદેશામાં ઘણા સમયથી ખોટા ખ્યાલે બંધાઈ ગયા છે. એક વાત સાચી છે કે અમેરિકાના મુખ્ય શહેરોમાં કેટલાક લોકોનું જીવન મર્યાદાબહારનું હોય છે અને આ શહેરનાં પરાંઓ તો નિ-રવિની રજાઓની મેાજમન અને વ્યભિચાર માટે પ્રખ્યાત ગણાય છે. પણ આ શહેરોથી થોડા માઈલ દૂર જાઓ અને તમને જણાશે કે સામાન્ય અમેરિકન કુટુંબ શાંત વાતાવરણમાં રહે છે, પોતાના નાનકડા બગીચા સંભાળે છે, પેાતાનાં બાળકો સાથે રમે છે, તેમના ઉછેરમાં તેઓ પુષ્કળ રસ ધરાવે છે અને પાળેલાં પશુપંખીઓ પ્રત્યે તેને ખૂબ મમતા દાખવતા હોય છે. વર્ષોથી હું જે અમેરિકાને જાણતા ને ઓળખતા હતા એ આ અમેરિકા હતું—આહ્લાદક, મૈત્રીની ઉષ્માથી ભરેલું. અને માટે જ જે અમેરિકા આજે વિયેટનામમાં પશુતા, ક્રૂરતા અને અનીતિનાં કૃત્યોદ્રારા પાતાનો પરચો બતાવી રહ્યું છે, તે અમેરિકાએ મારામાં ઊંડા પ્રત્યાઘાત પેદા કર્યો છે. વિયેટનામમાં અમેરિકનો આજે શું કરી રહ્યા છે? અને તેમના શે ઉદ્દેશ છે? દક્ષિણપૂર્વ એશિયામાં અને ત્યાંથી આખા વિશ્વમાં સામ્યવાદને ફેલાતા અટકાવવા સારુ અમેરિનો વિયેટનામમાં લડી રહ્યા છે એવી બહુ ગવાયેલી દલીલ ભાગ્યે જ આજે કોઈને ગળે ઊતરશે. એ દલીલમાં નરી મૂર્ખતા છે. એક પછી એક સામ્યવાદ તરફ ઢળતા જતા રાજ્યોને સામ્યવાદમાંથી ઉગારવાના વધુ સરળ ઉકેલ તેા પડોશના રાજ્યોને આર્થિક સહાયતા આપવામાં રહેલા છે. એમ કરવામાં, વિયેટનામની લડાઈ પાછળ અમેરિકન કર ભરનારાઓ આજે જે કિંમત ચૂકવી રહ્યા છે તેના પાંચ ટકાથી પણ ઓછી કિંમત ચૂકવવી પડી હોત. સ્તાલિનના જમાનામાં કદાચ વિશ્વસામ્યવાદ ફેલાઈ જવાની બીક રાખવા માટે થેડું પણ કારણ હતું, પણ આજેતો જગતમાં વિશ્વ સામ્યવાદનું માળખું કેવી દશામાં છે? બે મુખ્ય સામ્યવાદી સત્તાઓ એક બીજાની દુશ્મન બની બેઠી છે અને બેમાંથી એક તેા આંતરિક કહ અને હોંસાતાંસીથી છિન્નભિન્ન થઈ રહી છે. આજે હવે “જગતના મઝદૂરો, એક થાએ!”ના નારા લગાવનારાઓને કોણ સાંભળે છે? દશકાઓ અગાઉ કદાચ આ બધી બૂમાબૂમનું કાંઈક પણ મહત્ત્વ હતું, આજે નથી. ‘શ્રમજીવીઓની ક્રાન્તિ'નાં એધાણ આજે હવે કાં કોઈ પણ જગ્યાએ જણાય છે ? ખાસ કરીને વિયેટનામમાં સામ્યવાદના કોઈ ભય હતા જ નહીં. એમ માનવું ભૂલભરેલું છે કે પ્રમુખ ચી મિન્હે ચીનને વિયેટનામ ગળી જવા દીધું હોત. સૌ કોઈ જાણે છે કે, એક કદાવર રાષ્ટ્રરાક્ષસની પડખે રહેલાં બધાં નાનાં રાજ્યોની જેમ વિયેટનામ પણ ચીનના અવિશ્વાસ નું હતું, અને ખાસ કરીને ‘ચીનાએ અન્ય સર્વ કરતાં વધારે ચઢિયાતી કોટીના છે,' આવા તેમના સિદ્ધાન્ત અંગે અને અસહ્ય બની રહેલા તેમના અહંકાર–ધમંડ—અંગે વિયેટનામના લોકોના દિલમાં પારિવનાના રોષ ભર્યો હતો. અમેરિકાએ દરમિયાનગીરી કરી ન હોત તો આજે વિયેટનામ એશિયાનું યુગાસ્લાવિયા અને હા-ચી-મિન એશિયાના ટીટો બની શકયા હોત. અને તેમ થાત તે તેમાં ખાટું શું હતું ? શું આપણે ભૂલી ગયા છીએ કે સ્તાલીનવાદને સૌ પ્રથમ ફટકો આપનાર માર્શલ ટીટો પોતે જ સામ્યવાદી હતો? કોઈ પણ સાચા લાકશાહીના ચાહકે રાષ્ટ્રવાદી સામ્યવાદવાળા શાસનના વિરોધ કરવા ન જોઈએ. લાકશાહીમાં સાચી શ્રાદ્ધાનો અર્થ જ એ છે કે બીજા જે રીતે વિચારવા ઈચ્છે એ
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy