SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૧-૬૭ ગેરસમજ ન થાય એ માટે મારે એક ચેખવટ કરવી જ જોઈએ કે આવી દેરાસર વગેરેની પ્રવૃત્તિઓ નિરર્થક છે એમ કહેવાનો મારો આશય નથી. હું તો એટલું જ કહ્યું કે ધર્માલયો પાછળ પણ ધનવ્યય વિવેકપૂર્વકનો હોવો જોઈએ, જેથી અતિરેકમાં ન પરિણમે અને જ્યારે એ માર્ગે ધનવ્યય કરવામાં આવે ત્યારે પણ આપણાં દુ:ખી, દીન, હીન માનવબંધુઓની જરૂરિયાતોની ઉપેક્ષા તો આપણે ન જ કરી શકીએ. એમણે સે વાર વાંચ્યું હતું એમ કહેતા હતા પણ એમને લગભગ કંઠસ્થ હતું. અંગ્રેજી સાહિત્યથી પણ એ સુપરિચિત હતા. એમના કુટુમ્બના સંસ્કારને લીધે એ યુવાવસ્થાથી થિયોસોફીસ્ટ હતા – છેલ્લે સુધી થિયરોફીમાં એમને શ્રદ્ધા હતી એમ હું માનું છું –ો કે આ વિશે એમની સાથે મેં કદી ચર્ચા કરી નહોતી. આદીશ્વર ભગવાનનું પવિત્ર ધામ પાલીતાણામાં આવા ધર્માલયોના અતિરેક વચ્ચે આવી દવાખાના અને તબીબી રાહત ઊભી કરવાની-વિસ્તારવાની પ્રવૃત્તિ હાથ ધરીને પાલીતાણાના જૈન સેવા સમાજે ખરેખર એક સ્તુત્ય પગલું ભર્યું છે. સંગેમરમર અને આરસપહાણથી શોભતી દેવનગરીમાં આ રીતે એક મીઠી વીરડી ઊભી કરવામાં આવી છે અને પરલકનું શ્રેય સાધવા ઈચ્છતાં પ્રજાજનોની આ લોકની જરૂરિયાતોને પહોંચી વળવાનું કાર્ય આ પ્રવૃત્તિદ્વારા થવાનું છે. આ માટે આ સેવા સમાજને અનેક ધન્યવાદ ઘટે છે.” પ્રતાપ ભેગીલાલ સ્વ.શ્રી રામુભાઈ ઠક્કર સામળદાસ કૅલેજમાં અભ્યાસ કરેલો, પણ એ વખતના અત્યંત કઠણ અને અનાવશ્યક ગણિતના વિષયને લીધે એ પહેલા વર્ષથી આગળ નહિ વધેલા. કુટુમ્બના સંજોગોને લીધે એમણે કરી શરૂ કરેલી. પરંતુ એમને સ્વભાવ અતિ ચંચળ હો, મનની સ્થિરતા નહોતા ભગવતા અને વિવિધ ક્ષેત્રમાં નશીબ અજમાવવામાં માનતા. આથી એમણે અનેક ક્ષેત્રો ખેડયાં અને સારા નરસા અસાધારણ અનુભવ પ્રાપ્ત કર્યા. સામળદાસ કૈલેજના લાઈબ્રેરીયન, સર્વ સ ઑફ ઈન્ડિયા સેસાયટીના ગોપાળરાવ દેવધરના સેક્રેટરી, મુંબઈમાં એક ચુસ્ત વૈષ્ણવ શેઠને ત્યાં તેમ જ અમદાવાદના એક ધનાઢય ઉદ્યોગપતિને ત્યાં, પત્રકાર તરીકે, સિનેમાના પ્રચારકાર્યમાં – એમ વિધવિધ જગ્યાએ કામ કર્યું. પૂર્વ આફ્રિકામાં જઈને પણ ત્યાં નોકરી કરેલી. આ વિશેના એમનાં સ્મરણની કથા કહે (અથવા એ વિશે લખે) ત્યારે હાસ્યની છોળો ઉડે. જીવનના ઘણા તડકા – છાંયડા રામુભાઈએ જોયા. એમની કેટલીક ઉણપ અને ભૂલેને લીધે ભેગવ્યું પણ ખરું. પરંતુ ગમે તેવા વિપરીત સંજોગો છતાં અને પોતાની વિટંબણા છતાં જિદગીના સંગ્રામમાં હાર્યા નહિ. પોતાની સહૃદયતા હું નથી ધારતો કે તેમણે કદી ગુમાવી હોય. ઢોંગ કે આડંબરના એ કટ્ટર વેરી હતા અને ગમે ત્યારે એની સામે બાથ ભીડવા તૈયાર થતા. એમજ જીવનના ઉલ્લાસનું એમનું ઝરણું કદી મંદ થાય, કદી વેગથી વહે, પણ છેલ્લે સુધી સૂકાયું નહિ. એમના મોટા ભાઈ કપિલભાઈ અને ખાસ કરીને નાનાભાઈ અનંતરાયના મરણને એમને આઘાત લાગેલે, પરંતુ થોડા સમયમાં તેમણે સ્વસ્થતા મેળવેલી. (શ્રી રામુભાઈ ઠક્કરનું વિલેપારલેના તેમના નિવાસસ્થાને હૃદય-રોગની લાંબા સમયની ઉપાધિના પરિણામે ગયા ઍકટોબર માસની આઠમી તારીખે અવસાન થયું. તેઓ મૂળ ભાવનગરના અને તેમની સાથે તથા તેમના સમસ્ત કુટુંબ સાથે મારો લગભગ ૫૦ વર્ષને સંબંધ એટલે તેમના અવસાનથી એક મિત્રની ખેટ પડયાનું દુ:ખ હું અનુભવું છું. શ્રી ગગનવિહારી મહેતાને તેમની સાથે એટલો જ જુનો સંબંધ અને મારા કરતા વધારે ગાઢ તેથી તેમને મેં રામુભાઈ વિષે કાંઈક લખવા વિનંતી કરી. તેના પરિણામે, તેમના તરફથી જે લખાણ મળ્યું તે નીચે આપવામાં આવે છે. આ લખાણ રામુભાઈના વિશિષ્ટ વ્યકિતત્વને સપ્રમાણ અને સુરેખ ખ્યાલ આપે છે. પરમાનંદ). કેટલાક મનુષ્યોના અવસાન પછી પણ એમના નામ આગળ “સદગત ” લખતાં મન ખચકાય છે. વયમાં મોટા હોવા છતાં, હૃદયરોગના હુમલા સહન કર્યા છતાં, રામુભાઈ ઠક્કર હંમેશ હસતા, આનંદી જીવના હતા. મૃત્યુ બહુ આઘે નથી એવી એમને પ્રતીતિ હતી એમ મને લાગતું, પણ વાતચીતમાં, વર્તમાનમાં કદીય ગ્લાનિ અનુભવતા તેમને મેં જોયા નહોતા. રામુભાઈની સ્મરણશકિત સાચે જ અસાધારણ હતી. કેવળ પિતાની યાદદાસ્તશકિત પર આધાર રાખી, કોઈ ડાયરી કે નોંધપિથીની મદદ વગર ભાવનગર વિશે એમની લેખમાળા “ભાવનગર સમાચાર” માં છેલ્લાં બેએક વર્ષથી પ્રગટ થતી હતી એ અત્યંત રસિક હતી. એ લેખોદ્રારા, ચાળીસ પચાસ વર્ષનું ભાવનગર એમણે ફરી સરજાવ્યું હતું. એ લેખમાં ઐતિહાસિક અને સામાજિક દષ્ટિએ ઘણી ઉપયોગી માહિતી છે. પુસ્તક રૂપે એ પ્રગટ થાય એમ આશા રાખીએ. રામુભાઈના અવસાનથી લગભગ પચાસ વર્ષની અમારી મિત્રતાની સાંકળ તૂટી ગઈ. એ ભાવનગરના હતા; એમના પિતા પરમાણંદદાસ, ઠક્કરબાપાના ભાઈ હતા. મારો બધો અભ્યાસ – શાળા અને કૅલેજને – મુંબઈમાં, પરંતુ ભાવનગરમાં અમારું એક મિત્રમંડળ. એમાં રામુભાઈ અને એમના જયેષ્ઠ બંધુ કપિલભાઈ, મુનિ કુમાર અને જયન્તકુમાર ભટ્ટ (મણિશંકર રતનજી ભટ્ટના પુત્રો -“કાત” ના પુત્રો); જીતુભાઈ મહેતા વગેરે હતા. આમાં બીજા પણ કોઈવાર આવે અને , વધતા ઓછા પ્રમાણમાં, ભિન્ન - ભિન્ન પ્રકારની હાસ્યવૃત્તિ સૌમાં. પરંતુ એમાં રમુજોના ભંડોળમાં, નવા નવા શબ્દો યોજવામાં અને હાજર જવાબમાં રામભાઈ શિરોમણિ. એમની બુદ્ધિ તીવ્ર, વાંચન પણ વિશાળ. પુષ્કળ વિવિધ પ્રકારના, શ્રેણીના લોકોના સંપર્કમાં આવેલ. આથી એમની સાથે વાર્તાલાપ રસપૂર્ણ અને કેટલીક બાબતોમાં નવું જાણવાનું પણ મળે. એમના જેટલી નૈસગિક હાસ્યવૃત્તિ મેં બહુ થોડામાં જોઈ છે આપણા દેશમાં કે પરદેશમાં. “ભદ્રભદ્ર' રામુભાઈના ટૂચકાઓ, એમનાં પ્રતિકાવ્યો, એમની હાજરજવાબીનાં દાંતે અહિં અસ્થાને ગણાય. મનુષ્યને દેહ અનંતતામાં વિલુપ્ત થઈ જાય એ પછી એની કોઈ પ્રતિમા ઝાંખી ઝાંખી પણ આપણી દષ્ટિ સમક્ષ ખડી થાય છે. રામુભાઈનું સ્મરણ એમના ઘણા મિત્રોના મનમાં એમના જીવનના ઉમંગ અને હાસ્યનાં મોજાંદ્રારા રહેશે એમ મને લાગે છે. અડધી સદીને સંપર્ક હવે જ્યારે સદા માટે તૂટી ગયો છે. મૃત્યુની પેલે પારથી કોઈ શબ્દ સંભળાવાનો નથી ત્યારે રામુભાઈ અને જે કંઈ કહી શકયા હોત તે નરસિંહરાવના શબ્દોમાં કહેત કે : “એકાદ અશુ તુજ મેં કદી હોય તોયું. “એકાદ અઠ્ઠ તણું દાન જ યાચું તો હું!” મુંબઈ, તા. ૨૨-૧૦-૬૭ ગગનવિહારી મહેતા
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy