SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૬૭ પ્રબુદ્ધ જીવન ૧૩૧ = પ્રબુદ્ધ જીવન ઉપર તેમને ખૂબ સદ્ભાવ હતે. અમારા મુંબઈ જૈન યુવક સંઘના તેઓ કેટલાંક વર્ષથી સભ્ય બન્યા હતા. તેમની શારીરિક ક્ષમતામાં ઘટાડો થયે તે પહેલાં સંઘદ્વારા યોજાતાં પર્યટનેમાં તેઓ અવારનવાર જોડાતા હતા. ક્લીકટમાં વસતા સર્વોદય કાર્યકર શ્રી શામજીભાઈ સુન્દરદાસ તેમના ભાણેજ થાય. ડુંગરશીભાઈને ગાંધીજી વિષે વિનેબાજી વિશે તેમ જ કેદારનાથજી વિષે અપૂર્વ આદર અને ભકિતભાવ હતો. કેદારનાથજીના તો તેઓ ગાઢ સંપર્કમાં હતા. તેમને ત્યાં રવિવારે એકત્ર થતા મિત્રના મીલનમાં તેઓ અવારનવાર જતા હતા. તેઓ નિરતર ખાદીધારી હતા. મુંબઈ આવ્યા બાદ વૃદ્ધાવસ્થાના કારણે તેમની લેખનપ્રવૃત્તિમાં મંદતા આવી ગઈ હતી અને પાછળના વર્ષોમાં તે તદ્દન સ્થગિત થઈ ગઈ હતી. આમ છતાં તેમનું વાંચન ચાલુ હતું અને મિત્રો સાથેની તેમની ચર્ચાવાર્તા અનેક વિષયોને સ્પર્શતી હતી. દેશના રાજકારણમાં તેમને તીવ્ર રસ હતો. અને કોંગ્રેસતરફી તેમનું વલણ હતું. નિયમિત આહારવિહારદ્વારા તેમણે શરીરસ્વાથ્ય સારા પ્રમાણમાં ટકાવી રાખ્યું હતું. તેઓ નિયમિત આસનો અને કસરત કરતા અને ચાલવાને–લાંબુ ચાલવાને–તેમને ભારે શોખ હતો. ૧૦-૧૨ માઈલ ચાલી નાંખવું તેમને મન રમતવાત હતી. જેમ જેમ ઉમર વધતી ગઈ, અને શરીરની તાકાત ઘટતી ગઈ તેમ તેમ તેમના આ શેખ ઉપર કાપ મૂકાતે ગયો. પાછળના ચાર પાંચ વર્ષ દરમિયાન તેમનું ચાલવાનું એકદમ ઓછું થઈ ગયું–બંધ થઈ ગયું. આ તેમને ખૂબ સાલતું હતું. ઉમ્મર વધવા સાથે શરીર ક્ષીણ થઈ રહ્યું હતું; હલનચલન બંધ થવા લાગ્યું હતું. પાછળના બે ત્રણ વર્ષ દરમિયાન મોટા ભાગે ઘરમાં જ પડી રહેવા જેવી સ્થિતિ નિર્માણ થઈ હતી. શરીર ઉપરથી નમી ગયું હતું. આ બધું છતાં તેમની પ્રસન્નતા જીવનના અન્ત સુધી એકસરખી જળવાઈ રહી હતી. જ્યારે મળે અને પૂછો કે, “ડુંગરશીભાઈ, કેમ છો?” તે એકસરખે જવાબ મળતો “હું ખૂબ આનંદમાં છું; મને કશી ફરિયાદ નથી; મન ખૂબ જ આનંદમાં રહે છે.” તેમને જુએ તે ઊંડા આત્મસંતોષને દાખવતું સ્મિત તેમના મેઢા ઉપર તરવરતું માલુમ પડતું હતું. તેઓ ગૃહસ્થ હતા, પત્ની અને પરિવારથી ઘેરાયેલા હતા, આમ છતાં તેમના વિચાર, વાણી અને વર્તનમાં એક પ્રકારની વિરકિતનું દર્શન થતું હતું. અત્યન્ત પ્રેમાળ હતા અને એમ છતાં અનાસકત હતા. તેમના જીવનનાં છેલ્લાં વર્ષો દરમિયાન ખાસ કરીને દેશદાઝથી ભરેલા એવા એક સાધુ પુરુષનું દર્શન થતું હતું. મારા માટે તેઓ એક વડીલ સ્વજને સમાં હતા. જયારે મળું અને છુટો પડું ત્યારે પાછા કયારે આવશો’ એ જ માત્ર તેમને પ્રશ્ન હોય. હવે આ પ્રશ્ન પૂછનાર કોઈ વડીલ ન રહ્યા. તેમની ખોટ આ રીતે મને જીવનના અન્ત સુધી સાલ્યા કરવાની. આવા એક દીર્ઘજીવી સુચરિત, સંસ્કારપ્રેમી સજજનને આપણ સર્વનાં અનેક વન્દન હો! તેમનું જ્ઞાન અને કર્મના સમન્વય સમું જીવન આપણા માટે પ્રેરણાસ્ત્રોત બની રહો! પરમાનંદ સામાજિક પ્રવૃત્તિઓને વાડાસીમિત ન રાખો! (પાલીતાણા ખાતે વર્ષોથી સાર્વજનિક સેવા કરતા જૈન સેવા સમાજ તરફથી છેલ્લાં ૨૮ વર્ષથી એક દવાખાનું ચાલે છે. તે દવાખાનાની પ્રવૃત્તિને વિસ્તારવાના હેતુથી મુંબઈ ખાતે પાલીતાણાવાસીઓની બનેલી એક સહાયક સમિતિએ બે લાખ જેટલી રકમનું ભંડોળ એકઠું કર્યું હતું અને તેના અનુસંધાનમાં તા. ૮-૧૦-૬૭ રવિવારના રોજ માટુંગા બાજુ આવેલા સન્મુખાનંદ હોલમાં શેઠ માણેકલાલ ચુનીલાલના પ્રમુખપણા નીચે એક સમારંભ યોજવામાં આવ્યું હતું. એ સમારંભમાં અતિથિવિશેષ તરીકે પધારેલા શેઠ પ્રતાપ ભોગીલાલે કરેલું પ્રવચન નવી વિચારદિશાનું પિષક હોઈને તેનું જરા ટુંકાવેલું તથા સંસ્કારેલું રૂપ નીચે આપવામાં આવે છે. અહિં જણાવતા આનંદ થાય છે કે સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી બાબુભાઈ ગુલાબચંદ શાહે ઉપર જણાવેલ ફાળામાં પ્રસ્તુત દવાખાના સાથે જોડવામાં આવનાર એકસરે સ્ક્રીનીંગના પ્રબંધ માટે રૂા. - ૧૨૫૦૧ના દાનની જાહેરાત કરી છે. આવી ઉદારતો માટે ભાઈશ્રી બાબુભાઈને હાર્દિક ધન્યવાદ ઘટે છે. પરમાનંદ) દરેક સામાજિક પ્રવૃત્તિ હંમેશાં અન્ય માટે જ હોય છે પણ સમયના વહેણ સાથે “અન્યની વ્યાખ્યા બદલાતી જાય છે. આપણા કેવળજ્ઞાની તીર્થકરોએ ‘અન્ય” માં ફકત જેન જ નહિ પણ સર્વ કોઈ મનુષ્યને અને તેથી આગળ વધીને ફકત માનવજાત જ નહિ પણ પશુ, પક્ષી અને એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય જીવે સુધી સર્વ જીવોને સમાવેશ કર્યો હતો. અસલનાં દાનમાં આથી સર્વ જીવોને ખ્યાલ કરવામાં આવતા. જેમ કે કીડીને કણ, કબુતરને ચણ, કુતરાને રોટલા, ગાયને ઘાસ અને ખેડાં ઢોર માટે પાંજરાપોળઆ સર્વ જુની દાનપ્રવૃત્તિઓ આ વિશાળ ભાવનાની પ્રતીકરૂપ હતી. દેરાસર, ધર્મશાળા, પૈષધશાળા, સદાવ્રત, વાવકૂવા અને સરેવોએ પણ દાનની બીજી પ્રચલિત પ્રથા જુના સમયમાં સર્વમાન્ય હતી અને આજે પણ તેનું મહત્ત્વ અમુક અંશે સ્વીકારવામાં આવે છે. “વધતી જતી સંપત્તિ છતાં, સમાજના જરૂરિયાતવાળા વર્ગની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે અને એટલા જ વેગથી એ વર્ગની જરૂરિયાત પણ વધી રહી છે. ગઈ કાલ સુધી જે સગવડો સામાન્ય માનવી માટે અલભ્ય લેખાતી તેને સૌ માટે સુલભ બનાવવા આપણે તત્પર બન્યા છીએ. પચાસ વર્ષ પહેલાં કોલેજમાં પિતાનાં છોકરાઓને ભણાવવાનું કે પરદેશ મોકલીને ઉચ્ચ શિક્ષણ અપાવવાને વિચાર સામાન્ય માનવીને ભાગ્યે જ આવતે. કેન્સર અને ક્ષયની સારવાર માટે હોસ્પીટલે ઊભાં કરવાનો ભાગ્યે જ કોઈને ખ્યાલ આવતે. આજે આવી સગવડો અનેકને મળવા માંડી છે અને તે માટે નવાં નવાં આજને થઈ રહ્યાં છે. મારી માન્યતા મુજબ ધર્મ અથવા તે સંપ્રદાયના વાડા વચ્ચે જ બધી સામાજિક પ્રવૃત્તિઓને પુરી રાખવાથી એ પ્રવૃત્તિનાં મૂળ ઊંડા જતાં નથી અને એ પ્રવૃત્તિને વિસ્તાર વધતું નથી, તેમ જ એવી સાંકડી રીતે વિચારવાથી સાચા ધર્મ સાથે આપણા જીવનનું અનુસંધાન થતું નથી. એથી ઉલટું જો દરેક સામાજિક પ્રવૃત્તિ “સર્વજનહિતાય, સર્વજનસુખાય’ એવા વિચાર અને ધ્યેયને વરેલી હોય અને તે ગમે તે સમાજની કે ' ની સંસ્થા દ્વારા ચાલતી હોય તે પણ–એવા વિશાળ ધ્યેયના સ્વીકારપૂર્વક ચાલતી પ્રવૃત્તિ ધર્મવૃત્તિની પિષક અને પ્રેરક બની શકે છે. - “હાલની પેઢીમાં જુની ચીલાચાલુ દાનની દિશાઓ પ્રત્યે એક પ્રકારની ઉદાસીનતા આવી છે અને માનપગી સામાજિક પ્રવૃત્તિઓ માટે વધુ ને વધુ આકર્ષણ પેદા થતું રહ્યું છે. મને લાગે છે કે જૈન સમાજનું વલણ બહુધા આવા વિશાળ ધારણ ઉપર ઢળી રહ્યું છે અને એ જરૂર આવકારદાયક છે. ફકત દેરાસર, ઉપાછા, ધર્મશાળાઓ, પાઠશાળાએ એટલા માત્રથી ધર્મ સબળ નથી બનતે, પણ ધર્માનુયાયી સમાજની બીજી જરૂરિયાતોને ખ્યાલ કરવામાં આવે તે જ સમાજમાં ધર્મ પ્રત્યેને ભાવ વધારે દઢ થઈ શકે છે. -
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy