SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩s. પ્રબુદ્ધ જીવન : ' તા. ૧-૧૧-૬૭ પરંપરા ચાલતી આવી છે. તેઓ ઉપકરણમાં માત્ર મેરપીંછની પાંજણી અને જળપાત્ર રાખે છે. મુહપત્તીને તેમના ઉપકરણમાં કોઈ સ્થાન નથી. તેઓ પણ ઉપદેશ આપતા હોય છે તે તેમના વિશે આપણે શું વિચારવું?.. * હવે ધારો કે ખુલ્લા મોઢે બોલવાથી વાયકાના જીવોની ખરેખર હિંસા થાય છે તે પછી બીજો પ્રશ્ન આપણી સામે એ ઊભે થાય કે મેઢા આડે મુહપત્તી બાંધવાથી આ હિંસા અટકે છે.યા ઓછી થાય છે ખરી? મારી સમજણ મુજબ મુહપત્તી બાંધવાથી આ હિંસા કોઈ અંશમાં અટકતી નથી; કદાચ વધે છે. કારણ કે મોઢા આડે મુહપત્તી બાંધવામાં આવે તે પણ બોલવાથી હવામાં થડકારે પેદા થાય છે અને બેલનારને શબ્દ વાયુકાયના જીવને હણત હણતો સામેની વ્યકિતના કાન સુધી પહોંચે છે, બીજું મુહપનીની આડશ– પૂર્વક બોલનારને પિતાને અવાજ સામેની વ્યકિતના કાન સુધી પહોંચાડવા માટે વધારે જોરથી બોલવું પડે છે અને જે સામાન્ય રીતે બિલવાથી વાયુકાયના જીવ હણાતા હોય તો વધારે જોરથી બોલનાર વધારે વાયુકાયના જીવો હણે છે એમ માનવું રહ્યું. આમ બધી રીતે વિચારતાં મેઢા આડે મુહપત્તી બાંધવાની પ્રથાને વાયુકાયના જીવની રક્ષા સાથે જોડવાનો કોઈ અર્થ નથી. * આ પ્રથા સાથે જોડાયેલો એક બીજો મુદ્દે પણ વિચારી લઈએ. પૂર્વકાળમાં બોલતી વખતે સામી વ્યકિત ઉપર આપણું શુંક ન ઉડે તેમ જ આપણા શ્વાસમાં દુર્ગધ હોય તો તે દુર્ગધના કારણે સામી વ્યકિતના દિલમાં અણગમો પેદા ન થાય તેવા હેતુથી બોલતી વખતે મોઢા આડે ખેસ અથવા લુગડાને કકડો રાખવાની એક પ્રકારની સભ્યતા શિષ્ટસમાજમાં પ્રચલિત હતી. સાધુએના આચારમાં તેનું સ્થાન મુહપનીએ લીધું હોય અને છુટી મુહપત્તીની બોલતી વખતે ઉપેક્ષા થવાનો સંભવ, તેથી તેને ચાલુ મોઢે બાંધવાની પ્રથા પ્રચલિત બની હોય એમ અનુમાન થાય છે. પણ હવે એ સભ્યતા શિષ્ટ સમાજમાં રહી નથી અને તેથી એ સભ્યતાના અવશેષરૂપ આ મુહપત્તી બંધનને ચાલુ રાખવાની કોઈ જરૂર નથી. આમ છતાં પણ ઉપર જણાવેલ કારણે કોઈની સાથે નજીકમાં બોલતી વખતે મોઢા આડે મુહપત્તી ધરી રાખવાની કોઈ સાધુને જરૂર લાગતી હોય તો તે ભલે એમ કરે, પણ ચોવીસે કલાક સતત મોઢા આડે મુહપત્તી બાંધી રાખવાને કોઈ અર્થ નથી એટલી સમજણ મુહપત્તીની આ પ્રથાને સ્વીકારનાર જૈન સમાજમાં આવે એ આ આખી ચર્ચાને આશય છે. જ્યારે આપણે કોઈ જૈન મુનિના મૃતદેહના મેઢા આડે મુહપત્તી બાંધીને તેની સ્મશાનયાત્રા કાઢીએ છીએ ત્યારે આ પ્રથાની વિચિત્રતાને-absurdity –ખરો ખ્યાલ આવે છે. આ હકીકત એમ પુરવાર કરે છે કે મુહપત્તી મેઢા આડે બાંધવાને કોઈ તાત્વિક અર્થ નથી પણ તે જૈન મુનિના ગણવેશનું એક અંગ બની ગયેલ છે; અથવા તો તેમને એક ટેડ માર્ક એટલે કે તેમના વિશિષ્ટ વ્યવસાયનું સૂચક ચિ ન બની ગયું છે. આપણાં ધાર્મિક જીવનની પ્રક્રિયામાં આવી અનેક બાબતો પ્રવેશેલી છે જેને બુદ્ધિનો – તર્ક – ઔચિત્યવિવેકને – કોઈ પાયે નથી, જે કેવળ irrational છે, માનવીની બુદ્ધિમત્તાની વિરોધી છે. મૃહપત્તીની પ્રથાને તે એક નમૂનારૂપે અહિં આગળ ધરવામાં આવ્યા છે. તેમજણપૂર્વકને ધાર્મિક વિકાસ એ જેમના જીવનનું ધ્યેય હોવું જોઈએ એવી શિષ્ટ વ્યકિતઓએ આવી બાબતને ઊંડાણથી વિચાર કરવો જોઈએ, ધાર્મિક આચારમાં રહેલી બુદ્ધિ તર્ક અને ઔચિત્યવિચાર સાથે અસંગત એવી બાબતો તરફ પોતાના સમાજનું ધ્યાન ખેંચવું જોઈએ, અને સમાજના ધાર્મિક જીવનમાં રહેલી અસંગત બુદ્ધિવિરોધી પ્રક્રિયાઓને દૂર કરીને તેના સંત્વની સતત સંશુદ્ધિ કરવા તરફ પોતાના પુરુષાર્થને કેન્દ્રિત કરવો જોઈએ. - આ ચર્ચા હવે સમાપ્ત કરવામાં આવે છે. સ્વર્ગસ્થ શ્રી ડુંગરશી ધરમશી સંપટ ગયા ઓકટોબર માસની ૧૨મી તારીખે જૂની પેઢીના જાણીતા સાહિત્યકાર શ્રી ડુંગરશી ધરમશી સંપટનું મુંબઈ ખાતે ૮૭ વર્ષની પરિપકવ ઉમ્મરે અઠવાડિયા દશ દિવસની માંદગી બાદ અવસાન થયું. તેઓ ભાટિયા જ્ઞાતિના હતા, તેમને જન્મ ૧૮૮૦ની સાલમાં કચ્છમાં આવેલા અંજારમાં થયો હતો. તેમના પિતાશ્રી મુંબઈની શેઠ અમરચંદ માધવજીની કંપનીમાં ભાગીદાર હતા. પિતાના અવસાન બાદ તેમનું સ્થાન ડુંગરશીભાઈએ લીધું હતું. આ કંપનીની મુંબઈ ઉપરાંત કલકત્તા, કરાંચી, રંગુન અને કોલંબેમાં શાખાઓ હતી. ૧૯૨૬ની સાલ સુધી તેમણે કંપનીની જુદી જુદી શાખાઓમાં તે તે સ્થળોએ વસીને કંપનીનું કામ સંભાળ્યું હતું. ત્યાર બાદ કરાંચી શાખાના તેઓ માલીક થયા અને તેને મૂળરાજ લીલાધર કંપનીનું નામ આપીને ૧૯૪૭ સુધી તેમણે કરાંચીમાં વ્યાપારવ્યવસાય કર્યો. ૧૯૪૭માં દેશના ભાગલા થતાં તેઓ ત્યાંને વ્યાપારવ્યવસાય છોડીને સહકુટુંબ મુંબઈ આવી વસ્યા અને અશોકકુમાર મૂળરાજની કંપનીના નામથી તેમણે અને તેમનાં સંતાનેએ મુંબઈમાં વ્યાપાર શરૂ કર્યો, જે આજ સુધી ચાલે છે. વ્યાપારવ્યવસાય ઉપરાંત તેઓ ગુજરાતી સાહિત્યના એક મોટા ઉપાસક હતા. અનેક વિષયો ઉપર ગુજરાતી સામયિકોમાં તેમનાં લખાણો પ્રગટ થતાં હતાં. અર્થશાસ્ત્ર, ઈતિહાસ અને લોકસાહિત્યના તેઓ સારા અભ્યાસી હતા. માનવીના સાહસ અને પરાક્રમને લગતી તેમણે અનેક કથાઓ પ્રગટ કરી હતી. કુલ ૪૨ પુસ્તકો તેમણે લખ્યા હતાં, જેમાં સંસ્કારલક્ષ્મી, ઘરની રાણી, જીવન સખી, કલ્યાણમયી તથા સાગરકથાઓ–આ પુસ્તકોએ સારી લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. સીંધ મહાગુજરાત સભા તથા કરાંચીના ગુજરાતી નગરનિવાસીઓ તરફથી તેમની પુષ્ટીપૂર્તિ ઊજવવામાં આવી હતી.. આ ઉપરાંત કરાંચીના જાહેરજીવનમાં તેઓ અગ્રણી હતા. ૧૯૩૦માં કરાંચી ખાતે ભરાયેલા રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનની, સ્વાગત સમિતિના સભ્ય તરીકે તેમણે ખૂબ સેવા આપી હતી. ૧૯૩૮ માં કરાંચી ખાતે શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના પ્રમુખપણા. નીચે ગુજરાત સાહિત્ય પરિષદનું સંમેલન ભરાયું હતું, તેની સ્વાગત સમિતિના પ્રમુખ હતા. તેમનું વાંચન ગુજરાતી સાહિત્ય ઉપરાંત હિંદી, અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્ય સુધી વિસ્તરેલું હતું. ધર્મસાહિત્યમાં પણ હિંદુ ધર્મના ગ્રંથો ઉપરાંત બાઈબલ, કુરાન, અને જરથોસ્તી ગાથાઓનું પણ તેમણે પરિશીલન કર્યું હતું. મીરાં, નરસિહ મહેતે, સુરદાસ, તુલસીદાસ આદિ ભકતકવિઓનાં ભજનમાં તેમને ખૂબ રસ હતો અને તેમાંનાં કેટલાંક ભજને તેમને કંઠસ્થ હતાં. પ્રવાસના તેઓ ખૂબ શોખીન હતા. ભારતનાં મોટાં શહેરો, તીર્થો, ઉદ્યોગમથકો અને મહત્ત્વનાં સ્થાનકે તેમણે નજરે નિહાળ્યા હતાં. હિમાલયનાં જાણીતાં તીર્થસ્થાન - બદ્રીનાથ, કેદારનાથ, ગંગેત્તરી અને જશ્નોત્તરી - ની પગે ચાલીને તેમણે યાત્રા કરી હતી, અને એ તીર્થયાત્રાનું વર્ણન “હિમાલયના પુણ્ય પ્રદેશમાં’ એ નામથી પુસ્તકાકારે તેમણે પ્રસિદ્ધ કર્યું હતું. ૧૯૪૭માં તેઓ મુંબઈ આવીને વસ્યા તે પહેલાં સાહિત્ય લેખક તરીકે તેમને હું જાણતો હતો પણ ડુંગરશીભાઈના ભાણેજ અને કેરલના પ્રમુખ સર્વોદય કાર્યકર્તા તથા મારા વર્ષોજુના મિત્ર કલીકટવાસી શ્રી શામજી સુન્દરદાસદ્વારા તેમને પ્રત્યક્ષ પરિચય થયું હતું. તેઓ મારાથી ઉમ્મરમાં મોટા હતા પણ અનેક વિષયમાં સમાન રસ હોઈને અમારો સંબંધ અત્યન્ત નિકટવર્તી સ્વજન જેવો હતો. મારી ઉપર તેમની અપાર મમતા હતી.
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy