________________
Regd No. M H. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન’તુ નવસસ્કરણુ વર્ષ ૨૯ : અંક ૧૩
મુંબઈ, નવેમ્બર ૧, ૧૯૯૭, બુધવાર પરદેશ માટે શિલિંગ ૧૨
તંત્રી, પરમાનંદ કુંવરજી કાપડિયા
પ્રકીણ નોંધ
નવા વર્ષના મંગળ પ્રભાતે
‘પ્રબુદ્ધ જીવન”ને આ અંક જ્યારે તેના વાચકોના હાથમાં આવશે ત્યારે વિક્રમ સંવત ૨૦૨૩ની સમાપ્તિ થઈ ગઈ હશે અને વિક્રમ સંવત ૨૦૨૪ના પ્રારંભ થઈ ચુક્યો હશે. આ વર્ષસંક્રાંતિના ટાણે દેશની વર્તમાન પરિસ્થિતિનું તારણ કાઢવા અને ભાવીનું મૂલ્યાંકન કરવા સ્વાભાવિક રીતે મન પ્રેરાય છે.
ગત વર્ષ દરમિયાન સૌથી મહત્ત્વના બનાવ અખિલ ભારતીય ધારણે થયેલી ચૂંટણી અને તેનાં પરિણામોને લગતો છે. ચૂંટણી પહેલાં કેન્દ્રમાં તેમ જ ભારતના વિવિધ રાજ્યઘટકોમાં કૉંગ્રેસનું અબાધિત વર્ચસ્ હતું. ચૂંટણીએ કૉંગ્રેસની સાર્વભૌમ સત્તાન અંત આણ્યો છે. કેન્દ્રસ્થ લોકસભામાં કૉંગ્રેસની બહુમતી અને તે કારણે હકુમત કાયમ રહી છે, પણ ભિન્ન ભિન્ન રાજ્યોમાં ભિન્ન ભિન્ન પ્રકારની રાજ્યરચનાઓ નિર્માણ થઈ છે અને તેથી કેન્દ્ર અને રાજ્યઘટકો વચ્ચે જે એક પ્રકારની સંવાદિતા હતી તે નષ્ટ પામી છે અને એ કારણે દેશની રાજકીય સમસ્યા અનેક રીતે વધારે જટિલ બની છે. કેન્દ્રનું પ્રભુત્વ ઘટયું છે અને રાજ્યો માથાભારી બનતા રહ્યા છે. આ ઉપરાંત ધારાસભ્યો અવારનવાર એક યા બીજા કારણે પક્ષાન્તર કરતા હોઈને સમગ્ર રાજકારણી પરિસ્થિતિમ મુંઝવતી અસ્થિરતા પેદા થઈ છે.
દેશભરમાં અને ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મોટા મોટા કારખાનાની મેનેજમેન્ટની—વહીવટીતંત્રની આસપાસ ઘેરો ઘાલવાની પદ્ધતિએ એક નવા પ્રકારની અનવસ્થા અને અસ્થિરતા પેદા કરી છે. વળી દેશમાં જ્યાં ત્યાં કોમી સંઘર્ષો પેદા થઈ રહ્યા છે અને કોમી એકતા જોખમાવા લાગી છે. નાના નાના પ્રશ્નો ઉપર પણ લેકોના તોફાના ઊભાં થાય અને જાનમાલને પારાવાર નુકસાની પહોંચાડે છે. ચીજોના ભાવ-જરૂરિયાતની વસ્તુઓના ભાવ-ઊંચા ને ઊંચા ચઢતા જાય છે અને એ કારણે લોકોનો અસંતોષ વધારે ને વધારે ઉગ્ર બનતો જાય છે અને આ અસંતોષ જનતાના અનિયંત્રિત વર્તાવમાં પરિણમે છે.
આમ આપણે અશાન્તિ, અસ્થિરતા, અને તીવ્ર અસંતોષભર્યા વાતાવરણમાં નૂતન વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. સદ્ભાગ્યે ગયા વર્ષના ચામાસા દરમિયાન દેશભરમાં સર્વત્ર સારો વરસાદ પડયો છે અને આગળના બે વર્ષના દુષ્કાળની અપેક્ષાએ આ વર્ષ સારા સુકાળનું નીવડવા આશા બંધાઈ છે. પાક સારો નીપજ્યો હાવાના ચેાતરફથી સમચાર આવે છે અને પરિણામે વધતા જતા ભાવાની ભીંસમાંથી લોકોને સારી રાહત મળે એવી અપેક્ષા સેવાઈ રહી છે.
શ્રી મુંબઇ જૈન યુવક સ’ઘનુ... પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા
દેશની એકતા અખંડિત રહે અને લોકશાહી. સુરક્ષિત ટકી રહે—આ બે બાબતો આજે સૌથી વધારે અપેક્ષિત છે. આ બન્ને બાબતોને ઘાતક એવી ચોતરફ પરિસ્થિતિ સરજાઈ રહી છે.
✩
શિક્ષણ માધ્યમના પ્રશ્ને નવું વિકરાળ રૂપ ધારણ કર્યું છે નકસલબારીના પ્રકરણે નવું ભયસ્થાન પેદા કર્યું છે. અરાજકતાભર્યા આજના વિદ્યાર્થી માનસે એક નવી ચિન્તા પેદા કરી છે. આ બધું વિચારતાં આપણા ભાવી માર્ગ ભારે વિકટ અને અનેક ઝંઝાવાતાથી ભરેલા દિસે છે. જો દેશને આ સર્વ આંટીઘૂંટીમાંથી અને આધિવ્યાધિ અને ઉપાધિમાંથી ઉગારવા હોય, પાર કરવા હોય તે તે આપણા દરેકની પાસેથી ઉત્કટ પુરષાર્થ અને દુરંદેશી તથા શાણપણભર્યા નેતૃત્વની અપેક્ષા રાખે છે. ઈશ્વર આપણ સર્વને સન્મતિ આપે, સર્વોદયના માર્ગે સુદઢપણે વિચારવાની તાકાત આપે એ જ પ્રાર્થના ! એ જ અભ્યર્થના ! ! મોઢા આડે મુહપત્તીબંધન શા માટે? : ઉપસંહાર
આ વિષય ઉપર પંડિત બેચરદાસની માહિતી અને તર્કથી સમૃદ્ધ એવી સમાલાચના બાદ મારા માટે માત્ર એક બે મુદ્દાની જ . ચર્ચા કરવાની બાકી રહે છે. તેમાં પહેલા મુદ્દા એ છે કે માઢા આડે મુહપત્તી બાંધી રાખવાના સમર્થનમાં એક એવી માન્યતા વારંવાર આગળ ધરવામાં આવે છે કે બાલતી વખતે વાયુકાયના જીવાની હિંસા થાય છે, તે જીવાની મોઢા આડે મુહપત્તી બાંધવાથી રક્ષા થાય છે. આ માન્યતાના સંદર્ભમાં બે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. (૧) બાલવાથી વાયુકાયના જીવાની ખરેખર હિંસા થાય છે કે નહિ? અને (૨) બાલવાથી ખરેખર વાયુકાયના જીવોની હિંસા થતી હોય તે મોઢા આડે મુહપત્તી બાંધવાથી તે હિંસા ખરેખર અટકે છે ખરી?
મારી સમજણ મુજબ બાલવાથી વાયુકાયના જીવાની હિંસા થાય છે એ એક પ્રકારનો ભ્રમ છે. અવાજ કાઢવે એટલે ચાતરફ વહી રહેલી વાયુની લહરીઓમાં એક પ્રકારના થડકારો પેદા કરવા. એ થડકારાથી વાયુની લહરીઓમાં વધારે જોરદાર સ્પંદન પેદા થાય છે અને એ અવાજનું વહન કરતી પવનલહરીએ આપણા કાન સાથે અથડાય છે અને આપણને અવાજને -- શબ્દના – અનુભવ કરાવે છે. જેમ પાણીના પ્રવાહ ઉપર કોઈ એક બાજએથી જોરથી પવન ફુંકવામાં આવે તે પાણીની લહરીઓ વધારે જોરથી ઉછળવા માંડે, પણ તેથી અપકાયના જીવોની કોઈ વિરાધના થતી નથી, એમ જમાનવીના અવાજ અથવા તો શબ્દથી વાયુકાયના જીવોની વિરાધના થતી નથી એમ કહી શકાય. વાયુકાયની ખરી હિંસા અગ્નિ પ્રગટાવવાથી થાય છે અને એટલે જ અગ્નિને વાયુભક્ષી કહેવામાં આવે છે. આ વિચારના સમર્થનમાં દાખલા જોઈતા હોય તો અન્તિમ તીર્થંકર ભગવાન મહાવીરને આપી શકાય. તે નગ્ન વિચરતા હતા. મુહપત્તી જેવું કોઈ ઉપકરણ રાખતા નહોતા. તે ખુલ્લા મોઢે બોલતા હતા, ઉપદેશ આપતા હતા અને તેમને અનેક નરનારીઓ સાંભળતાં હતાં. તેમના આવા મુકત વાણીવ્યવહાર વિષે શું વિચારવું? તેમને અનુસરીને દિગંબર સાધુઓની આજ સુધી લાંબી