________________
તા.૧૬-૧૦-૧૭
પ્રબુદ્ધ જીવન
મજબૂત રહેતું અને મારા સરકારી કામમાં હું ઘણી . સારી પ્રવૃત્તિ કરી શકતા. મારા પર આવી પડેલી આફતના વખતમાં શરૂઆતના થેડા દિવસ પછી કોઈપણ જાતની બીક અગર નબળાઈ આવી ન હતી અને તેથી બીજાઓને અજબ જેવું લાગતું હતું..
કુંડલિનીની જાગૃતિ મારામાં કેવી રીતે થઈ? એ એક વિચારણીય બાબત હતી. આ પ્રસંગ વગર જાણ્યે, વગર સમયે, વગર ઈચ્છાયે બનેલા હતા, એટલે એમ લાગતું હતું કે તે મારી યોગસાધનાનું ફળ હતું. બીજી બાજુ જેમહાત્માએ મને યોગસાધના કરવાની પ્રેરણા કરી તેની અદશ્ય કૃપાનું તે એ ફળ નહિ હોય એવા વિચાર પણ આવતા હતા, પરંતુ એ વસ્તુ સહેલાઈથી સમજી શકાય એવી ન હતી, કારણ કે એ કોઈ વખત મારી સાથે આ વસ્તુનું વિવેચન કરતા નહોતા. માત્ર હું જે નિવેદન કરું તે સાંભળતા અને જે થાય તેને અનુમાદન આપતા. છેવટે હું એવા વિચાર પૂર આવ્યો કે આ જાગૃતિ શરીર અને મનની શાંતિ – સમતા – સ્વસ્થતાનું પરિણામ છે.
મેં જયારથી ધ્યાનની શરૂઆત કરી, ત્યારથી મેં સતત નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કર્યા છે. વચ્ચે શરીર અને મનની નિર્બળતા આવી, છતાં હું મારી ક્રિયા કર્યું જતા હતા. ઉનાળામાં અમારે ` સવારની
ક્ચેરીએ હાય, ત્યારે સવાર તેમ જ બપોરના પણ ધ્યાનમાં બેસતા અને તે વખતે આખા શરીર અને મનની વૃત્તિઓનું સારી રીતે પૃથક્કરણ કરતો અને તેને જુદી જુદી દષ્ટિથી જોતા. તેમાં જે ખામીઓ દેખાય તે દૂર કરવા પ્રયત્ન કરતા, ધ્યાન માટે શરીર, વાયુ, મન અને બુદ્ધિનાં બંધારણ અને તેની વૃત્તિઓના અભ્યાસ કરતે. એમ કરવામાં કોઈ કોઈ વખતે અનેક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડતું, પણ આ બધા વખતમાં યોગશાસ્ત્રના દરરોજ રાતે સારો અભ્યાસ કરતા અને જુદી જુદી પદ્ધતિઓની માહિતી લેતો, એટલે ક્રિયા સાથે અભ્યાસથી મને ઘણી માહિતી મળતી, તેમ સરલતા પણ પ્રાપ્ત થતી. આ અનુભવ લગભગ દોઢથી બે વરસ ચાલ્યા અને તેમાં સારી સંતાષકારક સરળતા મળતી ગઈ.
આ ક્રિયાથી કેટલાક અતીન્દ્રિય જ્ઞાનશકિત વગેરે. મેળવે છે, પણ મારો વિચાર તેવા નહાતો. શાંતિ, સંતાપ અને સાત્ત્વિક આનંદ મંળે એ જ મારી મુખ્ય નેમ હતી અને સામાન્ય ધ્યાન અંગે જે લાભ મળે તે ઉપરાંત કુંડલિની જાગૃતિ વણમાગી જ આવી. હતી. એમ લાગે છે. આગળ"જણાવ્યું તેમ મારે ધ્યાન મૂકી દેવાના પ્રસંગ આવ્યો, છતાં હજી પણ મેરુદંડમાંથી પ્રવાહ નીકળતો દેખાય છે અને એની ટોચ ઉપર અટકે છે, પણ તે મન શાંત અને એકાગ્ર હોય ત્યારે જ. તે થોડો વખત રહે છે.
સાહિત્યના ક્ષેત્રે મેં ઘણી જાતનું વાંચન કર્યું હતું. વિવેકાનંદના રાજ્યોગ, શ્રી અરવિંદનાં લખાણા, પંચદશી, ગીતા અને થીઓસફીનાં ઘણાં પુસ્તકો મેં વાંચ્યાં હતાં. આ વખતે મેં ઘણાં પુસ્તકો ભેગાં કર્યાં હતાં અને તેને વખતોવખત ઉપયોગ કરતા હતા. પાછળથી પૉલ બ્રન્ટન, વિનોબાજીનાં પુસ્તક અને ખાસ કરીને કેદારનાથજીનું વિવેક અને સાધના’ મને ઘણું જ ઉપયોગી લાગ્યું. ના બધાં જુદી જુદી પદ્ધતિનાં લખાણાની અસર મન અને શરીર ઉપર થતી હતી. અને મનમાં ઉત્સાહ (Freshness) અને ઉમંગ રહેતા હતે..
આ વખતમાં મને મારી ક્રિયામાં ઘણી મુશ્કેલીઓ નડતી હતી. ધ્યાન હંમેશા સારૂ જ થાય એમ બનતું નહોતું. કોઈ કોઈ વાર સારૂ થાય, જ્યારે કોઈ વખતે મન બિલકુલ ચાંટે જ નહિ. આ વખતે બહારના સંયોગાની પણ અસર થતી; જેમ કે કોઈની સાથે કામ પ્રસંગે ઘણા વાદવિવાદમાં ઊતરવું પડયું હોય, કોઈ પ્રકારની ચિન્તા ઊભી થઈ હોય મનમાં થાક લાગ્યો હાય, કોઈ અમુક કાર્યમાં નિષ્ફળતા મળી હોય વગેરે. આમ છતાં પણ હું મક્કમ રીતે ડાગળ વચ્ચે જ જતા હતા. તેથી જ મને અનેક વિલક્ષણ અનુભવ થયા હતા અને સફળતા પ્રાપ્ત થઈ હતી.
પ
આ વખતમાં મે મારી નિત્ય નોંધ (ડાયરી) રાખી હતી. તે હાલ તપાસતાં માલૂમ પડે છે કે મે મારી સાધનામાં સતત પ્રયત્ન કર્યા હતા અને તે સાથે વિના પણ આવ્યાં હતાં. આમ છતાં મારા આખા જીવનના આ સારામાં સારા અનુભવ હતા. ભાગ ચોથા : ચાગસાધનાદશા
આ પ્રમાણે ક્રિયા અને તેના પરિણામે થયેલા અનુભવ લગભગ ૧૯૩૫ સુધી ચાલ્યા. પરંતુ છેવટના વખતમાં મહાત્માજી સાથેન પ્રસંગ ઓછા થતા ગયા. ખાસ કરીને તૅગ્ગાથી શીરોહી દરબારના ધર્મગુરુ થઈ શીરહી ગયા, તે પહેલાં કેટલાક પ્રસંગો એવા બન્યા કે જેથી જે સંબંધ અત્યાર સુધી હતા, તેમાં વિક્ષેપ પડવા માંડયેા અને આખરે અમે છૂટા પડયા. એઓશ્રી પણ ઘેાડા વખત પછી શીરોહીમાંથી છૂટા થયા હતા અને કોઈ એકાંત સ્થાનમાં જીવન ગાળતા હતા. ત
ΟΥ
આ વખતમાં મારા શરીરમાં એક બનાવ બન્યો, જેથી મારે યોગક્રિયામાંથી નીકળી જવું પડયું. મારા માથાના પાછલા ભાગમાં મગજના જ્ઞાનતંતુઓમાં ખેંચાણ થવા લાગ્યું. મન કામમાંથી છૂટે એટલે મગજના પાછલા ભાગની બે નસા એકદમ ખે’ચાવા માંડે, આ ખેંચાણ મારી યોગક્રિયામાંની શરૂઆતથી જ થતું હશે એમ લાગે છે, કારણ કે મનને શાંત કરવામાં આ નસેાનું ખેંચાણ મુખ્ય ભાગ ભજવે છે એમ મારું માનવું થયું છે. થોડા વખત પછી આ નસેના ખેંચાણને લીધે હું ભૂંજ વખતમાં મનમાં શાંતિ લાવી શકતા. પછીથી મને સમજાવવામાં આવ્યું કે આ નસા ખેંચાવાથી સારું પરિણામ આવતું નથી. તે પદ્ધતિ એવા સાધુઓને માટે છેકે જેઓ હઠયોગથી યોગસાધના જલ્દી કરવા માગે છે, પેાતાની શકિત વધારવા માગે છે અને પરિણામે કોઈ સાધન કરવું હેાય છે. તેમાં પણ સારા ગુરુ ન હોય અને તેમની સતત દેખરેખ ન હોય અને ઉદ્ભવેલી શક્તિનું સારી રીતે નિયમન ન થાય તે ખરાબ પરિણામ આવે. ગૃહસ્થને માટે આ આગ્રહી પદ્ધતિ બિનજરૂરી છે. તેમને માટે તે વિકાસાત્મક પદ્ધતિ એટલે મનની વિશાળતા કે જેમાં કોઈ કોઈ જાતનું નસાનું ખેંચાણ આવતું ન હોય તે જ જેઈએ. મારે માટે, આ ભૂલ જણાયા પછી ઘણા વખત સુધી નસાનું ખેંચાણ ચાલુ રહ્યું અને તે તદૃન નીકળી જતાં ઘણાં વર્ષો લાગ્યાં. સ્વામીજી સાથેના સંબંધ છૂટયા અને તેવામાં જ નસાનું ખે...ચાણ જણાયું, ત્યાર પછી યોગક્રિયા મારે છેડવી પડી, પણ એની અસર તો શરીર અને મન ઉપર આજ સુધી સારી રીતે રહી છે.
ક્રિયા છેાડયા પછી વાંચન તો મેં ચાલુ રાખ્યું, પણ ક્રિયા નહિ 'હાવાથી તેને પ્રત્યક્ષ મેળ· રહ્યો નહિ. માત્ર તેનો ખ્યાલ રહ્યો.
મહાત્માજી સાથેના મારા સંબંધ છૂટયા પછી મારે શ્રી ત્રિલોકચંદ્રજીની સાથે સારી રીતે સંબંધ જોડાયો અને તે લગભગ ત્રણચાર વરસ સુધી ચાલુ રહ્યો. એઓશ્રી વડોદરામાં આવીને થોડો વખત રહ્યા હતા. તેમણે મને સલાહ આપી કે મારા ધ્યાનની પદ્ધતિ મારે થોડો વખત છેડી દેવી. આ સલાહથી મને લાભ થયો.
'મને યોગના જેઅનુભવ થયા, તે શ્રી ત્રિલોચંદ્રજીને ઘણા ગમ્યા હતા. તેમણે મને એક વખત જણાવ્યું હતું કે હું પાંચમા ગુણસ્થાને પહોંચ્યો છું. આ શું છે તેની મને સમજ ન હતી. પાછનથી હું જાણી શક્યો કે જૈન ધર્મે આત્મવિકાસની ૧૪ ભૂમિકાએ બતાવી છે, તેમાંની આ પાંચમી ભૂમિકા છે.
મારો આ વિકાસ જોઈ એઓશ્રીએ મને એવી સૂચના કરી કે મારે હવે મારો સામાન્ય વ્યવસાય છેડી દેવા અને આત્મસાધનામાં જ જોડાવું, પરંતુ એઓશ્રીની આ સૂચના મને ગમી નહિ. હું માનું છું કે માણસે સમાજમાં રહીને ઘણું કામ કરવાનું છે, અને તે થાય તે જ પૂર્ણ વિકાસ કરવાને સાધન મળે. વળી આ સૂચના મારા