________________
૧૨૪
પ્રબુત જીવન
તા. ૧૬-૧૦-૧૭
એટલે મુહપની માત્ર શોભારૂપ જ દેખાય છે. બાંધનારા પણ બોલવાની પ્રવૃત્તિમાં વિશેષ અગ્રેસર માલુમ પડે છે. એટલે બાંધવાને એ હેતુ સરતા જણાતું નથી. આ સમગ્ર જૈન સંઘમ એકતાની વાતે જોરશોરથી ચાલી રહેલ છે અને ભગવાનના નિર્વાણને પચ્ચીસ વરસ પૂરાં થતાં એ એકતા સધાવી જોઈએ એવું પણ વાતાવરણ ઉભું થતું જણાય છે. જે એકતા કરવા ખરા અંત:કરણથી માનતા હોય અને ખરેખર આત્માર્થી હોય, જે એકતાના તેઓ ખરા હિમાયતી હોય છે તે સમજી લે કે પરસ્પર બાંધછોડ કર્યા વિના એકતાને સંભવ નથી. જ્યાં સુધી તમામ ફિરકાના મુનિઓ અને શ્રાવકો પોતપોતના આગ્રહમાં મક્કમ છે ત્યાં સુધી કોઈ કાળે એક્તાને સંભવ નથી. એટલે એકતા સાધવી હશે તે કેટલીક કેવળ બાહ્ય પ્રવૃત્તિમાં જરૂર કાપકૂપ કરવી પડશે અને એમાં આવી મુહપની બાંધવાની પ્રથા જેવી પરિસ્થિતિ અંગે ઉભી થયેલી પ્રવૃત્તિઓને પણ વિચાર કરવો પડશે. કોઈપણ બાહ્ય આચાર અવિચળ નથી અને અવિચળ રહેવાના નથી. વિજ્ઞાનનું પ્રાબલ્ય જોતાં હવે હાજીહાજીની રીત ચાલવાની જ નથી. ભલેને કોઈ મુનિ જંબુદ્વિપની એક લાખ જનની લંબાઈપહોળાઈ સમજાવવા કોઈ મોટું સંસ્થાની સ્થાપે, વિવિધ જાતના નકશા ધે વા ગમે તેવી યુકિતઓ દ્વારા પુસ્તકો લખીને છપાવે. એક લાખ જનનો જંબુદ્વીપ છે એ વાત વર્તમાનમાં જે સમગ્ર પૃવી છે તેની લંબાઈ - પહોળાઈ પ્રત્યક્ષ જોતાં પણ કોઈ રીતે ટકી શકવાની જ નથી, હાં, જૉ જનને અર્થ કોઈ જુદી રીતે કપવામાં આવે છે તે વાત ટકી શકે ખરી. વર્તમાનમાં એવા અનેક શેધકો છે જેઓ સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવ્યા છે અને પૃથ્વીની લંબાઈ – પહોળાઈ પ્રત્યક્ષ રીતે બતાવી શકવા સમર્થ છે. કોઈ જૈન ગૃહસ્થ કે મુનિ પણ આ હકીકતને પ્રત્યક્ષ જરૂર કહી શકે છે, પણ પોતાની હકીકતને મેળ ન બેસે તેમ હોય છતાં કદાગ્રહ ક્રીને તેને પકડી રાખવી અને સમાજમાં નાણાંને દુરુપયોગ કરવા કરાવવો એ તો વિશેષ અનર્થક્ય છે. જે સમાજના લોકો મોટા મોટા ઉદ્યોગો ચલાવી શકે છે અને વિશેષ બુદ્ધિમાન પણ છે એ લોકો કેવા વિચારથી આવી અશકી પુરવાર થયેલી– પાયા વિનાની વાતેની સાબીતી માટે પૈસા આપી શકે છે એ જ સમજાતું નથી. અતુ.
પરમાત્મા સૌને સન્મતિ આપે !
“મારા યોગના અનુભવો”
(ગતાંકથી ચાલુ) ભાગ ત્રીજેક અનુભવો શારીરિક અને માનસિક
જેમ જેમ યોગની ધ્યાનની ક્રિયામાં હું આગળ વધતું ગયું, તેમ તેમ તેનાં પરિણામ પણ જણાવા માંડયાં. આ દોઢ-બે વર્ષના અરસામાં હું સ્વામીજીની સૂચના મુજબ દર માસે એમને મુંબઈ નગર આબુ મળતા રનને મને થતા અનુભવોની હકીકત હેતે. એ સાંભળી એઓશ્રી એટલું જ કહેતા કે “પરિણામ સારું છે. આગળ ચાલુ રાખે.” એ સિવાય ભાગ્યે જ બીજું કંઈ કહેતા. - સવારના ધ્યાનમાં થોડા વખત પછી ઓમ શબ્દ નીસરી જતે અને શ્વાસમાં ઘણી વખત “કુંભક” થવા લાગતા. એ વખતે એમ જ લાગતું કે શ્વાસ ચાલતું જ નથી. યોગશાસ્ત્રમાં જણાવ્યું છે કે આ રિથતિ સારી ગણાય. માણસને આખા જીવનમાં અમુક શ્વાસ લેવાના હોય છે, તે લેવામાં વધારે વખત લાગે તે જીવન ઉપર સારી અસર થાય. ( જીવન લાંબું થાય.)
યોગાભ્યાસની શરૂઆત કર્યા પછી છએક માસમાં મારા શરીરમાં કંઈ નવા નવા ફેરફાર થતા દેખાયા.
૧. છએક માસ પછી શરીરમાં ઝણઝણાટ દેખાવા માંડો, અને એ ઘણું કરીને પીઠમાં – કરોડમાં જણાયો. થોડા વખત પછી લાગ્યું કે એ સળવળાટ કોડ નીચે મૂળાધારા (Solar Plexus) માંથી નીકળી રહ્યો છે. તે કરોડની પાછળ રહેલી શુષુમ્યા નાડી મારફતે નીકળી શેડમાં થઈ મેરુદંડની ટોચ ઉપર આવીને અટકતે. કોઈ વખતે એ ઝણઝણાટ આખા શરીરમાં લાગતે.
૨. તે પછી થોડા દિવસ ગળાના આગલા ભાગમાં Pituttary Gland છે, ત્યાં દુ:ખાવા લાગ્યું અને તે બે ત્રણ દિવસ રહીને મટી ગયો.
૩. તે પછી રાતના બાર-એક વાગતાં મારા માથામાં ટોચે. મધ્ય ભાગમાં એક જાતને ધું– ધૂને અવાજ થવા લાગ્યો. તે વખતે હું ઊંઘમાંથી ઊઠી જતા અને પાંચ - દશ મિનિટ પછી તે અવાજ બંથ થાય ત્યારે સૂઈ જતે. શરૂઆતમાં એમ લાગ્યું કે મહાભાજી મારા ઉપર કંઈ પ્રયોગ કરે છે, પણ પાછળથી સમજાયું કે મારામાં કુંડલિની જાગૃત થઈ છે અને તેને લીધે પીઠમાં, ગળામાં અને માથામાં બ્રહ્મરંધમાં શક્તિને પ્રચાર થાય છે. ' જ. આ જ વખતમાં એટલે કે બ્રહ્મરંધ્રમાં અવાજ આવતા ત્યારે કાન પાછળ માથાના પાછલા ભાગમાં નાદ સંભળાવા માંડયા. તે વખતોવખત આવતા અને કેટલાક મહિના સુધી ચાલતા.
૫. કોઈ વખતે ધ્યાનમાંથી ઊઠયા પછી હું બહાર આવી આરામ ખુરશીમાં બેસતે ત્યારે શરીરમાંથી ભૂરા રંગની વરાળ (વાયુ) નીકળતી જેતે. તે વખતે હું મારી પૂર્ણ જાગૃત અવસ્થામાં રહેતા નહિ, પણ કંઈક ઘેન હોય એમ લાગતું. યોગનાં પુસ્તકોમાં આને યોગનિદ્રા કહેવામાં આવે છે. આ નિદ્રા ઘણી જ ફ્લાદદાયક લાગતી.
૬, એક વખત આવી રીતે “ગનિદ્રા”ના છેવટના વખતમાં મને એમ લાગ્યું કે મારું શરીર મારાથી જુદું છે અને હું એને દષ્ટા છું. આ પ્રસંગ તે આ સાધના દરમિયાન એક જ વખત જણાય, પરંતુ આવા દશ હોવાના વિચારો મને ઘણી વખત આવતા અને તે અનુભવવા પ્રયત્ન પણ કરતે.
આ વખતમાં મેં . રેલેની Awakening of the Kundalini વાંચી, તેમ જ મિસિસ બીસેન્ટનું Voice of the Silenceનું પુસ્તક જોયું. આ અને એવાં જ બીજાં પુસ્તકોનાં વાંચનથી મને સમજાયું કે મારો બધે વિકાસ કુંડલિની શકિતની જાગૃતિમાંથી ઉદ્ભવે છે. , આ બધા વખતમાં શરીરની સ્વસ્થતા બરાબર રહેતી, મન
તમારો
બેચરદાસ એક ખુલાસો તા. ૧૬-૯-૬૭ ના પ્રબુદ્ધ જીવનમાં મુહપત્તીના વિષયને લગતી જે નોંધ આપવામાં આવી છે અને તેના પ્રારંભના પારીગ્રાફમાં બે તેરાપંથી મુનિએ સાથે થયેલી જે ચર્ચા અન્તર્ગત કરવામાં આવી છે તે ચર્ચાના અન્ત ભાગમાં જણાવ્યું છે કે “આ મારા કહેવાને એ સાધુઓ બીજો શું જવાબ આપે, સિવાય કે આ લાંબા કાળથી ચાલી આવતી પરંપરા અમારાથી કેમ છેડાય કે તેડાય? ” અહિં મારે સ્પષ્ટ કરવું જોઈએ કે એ મુનિએ ખરેખર આવે કોઈ શબ્દશ: જવાબ આપ્યો નહોતે, પરંતુ પરંપરાથી બંધાયેલા આવા સાધુઓ વિશે મારો જે અનુભવ છે તેને અનુરૂપ મારી કલ્પનાને આ જવાબ હતો. આમ છતાં, આ તેમને શબ્દશ: જવાબ હતો એમ માની લઈને તે મુનિઓએ પરિસ્થિતિવિવશતા દાખવવાપૂર્વક મારી વિચારણાનું જાણે કે આડકતરૂં સમર્થન કર્યું છે એવી તેમના વિશે કોઈ કોઈ ઠેકાણે ગેરસમજુતી પેદા થઈ છે એમ માલુમ પડતાં, તે દૂર કરવાના આશયથી આ ખુલાસે પ્રગટ કરવાની. મને જરૂર ભાસી છે.
પરમાનંદ