SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૦-૧૭ પ્રબુદ્ધ જીવન ૧૨૩ રીતસર આગમે પુસ્તકારૂઢ થયા એટલે કે પુસ્તકાકારે લિપિમાં લખાયાં, પણ તે પહેલાં કોઈ પુસ્તક નહીં લખેલું હોય એમ કહી શકાય એવું નથી. પ્રાચીન કાળમાં જયારે કાગળો શોધાયા ન હતા ત્યારે પુસ્તકે તાડપત્ર પર લખાતાં અને એ: તાડપત્ર, લાંબી સાઈઝનાં તથા ટૂંકી સાઈઝનાં પાનાવાળાં હતાં. તેને દેરીથી બાંધવાની પદ્ધતિ હતી. પણ તે પદ્ધતિ જરા જુદી હતી. પ્રત્યેક પાનાની વચ્ચે એક કાણું-છિદ્ર-રાખવામાં આવતું અને લાંબા પાના ઉપર બે કાણાં ચેડાં દૂર પણ સમાન લરીમાં રાખવામાં આવતાં. તે સમયે પુસ્તકો ઘણાં દુર્લભ હતાં, તેથી તેની સંભાળ વિશેષ રાખવાની જરૂર હતી. વાંચતી વખતે પુસ્તકો ઉપર થુંક ન પડે તે અંગે ખાસ ચીવટ રાખવામાં આવતી. ઘૂંક પડવાથી પુસ્તક બગડે, તેના અક્ષરે પણ ભૂંસાઈ જાય અને વારંવાર થુંક પડવાથી પુસ્તકની આવરદા ઓછી થતાં તેને નાશ જ થઈ જાય. તે તાડપત્રનાં પુસ્તકો વાંચતાં ભણતાં વંચાવતાં પાનું પકડવા માટે બે હાથ રોકાતાં એટલે વાંચનાર કે ભણનારનું મુખ વાંચતા ભણતાં ખુલ્લું રહે અને તેમાંથી શુંક ઉડવાને સંભવ ખરો. આ પરિસ્થિતિમાં ઉડતું થુંક રોકવાના ઉપાય તરીકે વાંચતી વખતે મુહપતી મુખ ઉપર બાંધી રાખવાની જરૂર જણાઈ હોય એ બનવાજોગ છે. મુખ ઉપર મુહપત્તી બાંધવાના બે પ્રકાર છે--એક તે મુહપનીના બન્ને છેડાને કાન પાસે કાનની ઉપર મજબૂત રીતે ભરાવી દેવા, જેથી મુખ ઉપરથી મુહ- પત્તી ખસી ન જાય. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે માત્ર પુસ્તકનો ઉપયોગ કરતી વખતે જ મુહપત્તીના ઉપગની જરૂર હતી, પણ આખે વખત-રાત અને દિવસ–બાંધી રાખવાની કલ્પના ન હતી. કેટલાક મુનિઓને કાનની બૂટમાં છેદ હોય છે. તે છેદમાં મુહપત્તીના બન્ને છેડા ભરાવી રાખીને પણ મુખ ઉપર મુહપરી બરાબર ટકાવી રખાતી. વર્તમાનમાં પણ મૂર્તિપૂજક પરંપરાના કેટલાક સાધુઓ માત્ર વ્યાખ્યાન વાંચતી વખતે કાનની બૂટમાં મુહપત્તીના બન્ને છેડા ભરાવીને મુખ ઉપર મુહપરી બાંધે છે. અહીં અમદાવાદમાં ડેલાને ઉપાશ્રય છે. તેમાં જે સાધુઓ વ્યાખ્યાન વાંચે છે તે વ્યાખ્યાન વાંચતી વખતેજ કાનની બૂટમાં મુહપત્તીના છેડા ભરાવીને વ્યાખ્યાન વાંચે છે. એ રિવાજ હજુ પણ પ્રચલિત છે. જ્યારે ખૂદ તીર્થંકર ભગવાન હયાત હતા ત્યારે તેમની વાણી સાંભળી લેક કૃતાર્થ થતા અને જ્યારે તીર્થંકર નિર્વાણ પામ્યા ત્યારે તેમની વાણીને તીર્થકર જેટલું મહત્ત્વ અપાતું અને એ વાણીને સાચવી રાખવાનું સાધન વિશેષત: પુસ્તક છે. એ પુસ્તકની કોઈ રીતે લેશ પણ અવમાનના ન થાય એ દષ્ટિને મુખ્ય રીતે વ્યા ખ્યાન આપવાના વખતે મુહપરી મુખ ઉપર બાંધવાનો રિવાજ ચાલુ થયેલ છે. આ રીતે મુહપત્તીની ઉત્પત્તિને સંબંધ. પુસતકોની ઉત્પત્તિ સાથે હોવાનું મને તે સયુકિતકે જણાય છે. પછી તો બેલતી વખતે કે કોઈની સાથે વાતચીત કરતી વખતે શ્રેતાના આદરની દષ્ટિએને પાસે બેઠેલા શ્રોતા ઉપર થુંક ન પડે એ દષ્ટિએ હાથમાં મુહપત્તી રાખી ચાને તેને મોઢા આડી ધરીને બેસવું એ વિશેષ સભ્યતાનું નિશાન છે એ રીતે મુહપત્તી હાથમાં રાખવાની પદ્ધતિ શરૂ થઈ ગઈ લાગે છે. ઘણી જુની એવી મુનિઓની મૂર્તિઓ મળે છે તથા ઘણાં જુનાં એવાં મુનિઓનાં ચિત્ર પણ મળે છે. તેમાં ક્યાંય મુખ ઉપર મુહપત્તીને બાંધેલી જોવામાં આવતી નથી. કાં તે હાથમાં રાખેલી હોય છે, કાં તે રજોહરણ સાથે મુકેલી હોય છે. આ રીતે વ્યાખ્યાન વાંચતી વખતે અને બોલતી વખતે મુહપત્તીના વપરાશની હકીકત પરિસ્થિતિવશાત્ ચાલુ થયેલ હોય એમ મને લાગે છે. પછી જ્યારે લોકશાહે મૂર્તિપૂજાની પદ્ધતિને ત્યાગ કર્યો અને અમૂર્તિપૂજક પરંપરા ચલાવી, ત્યારે પણ ખુદ લેકશાહ મુંહપતી બાંધતા ન હતા, જો કે તેઓ ભિક્ષા દ્વારા પોતાની સંયમયાત્રા ચલાવતા, પણ વેશમાં ખાસ ફેર નહીં રાખેલે. કદાચ નીચેનું વસ્ત્ર વચમાં છેડો પાછળ બેસેલે ન હોય એવી રીતે મદ્રાસી લોકો માફક પહેરતા એમ માલુમ પડે છે. પણ જ્યારે તેમના અનુયાયી મુનિએ થવા લાગ્યા ત્યારે વેશ કે રાખવો તે અંગે વિચારવાની જરૂર ઉભી થઈ. તે જમાનાના મુનિએ અને સાધ્વીઓ માત્રાળાં કપડાં પહેરતાં, એટલે આ મુનિઓએ પોતાનાં કપડાં ધોળાં રાખવાનું સ્વીકાર્યું, પણ, મૂર્તિપૂજક પરંપરાના મુનિએ મુહપત્તીને હાથમાં રાખતા ત્યારે આ નવા મૂનિઓએ દોર દ્વારા મુહપીને મુખ ઉપર બાંધી. એમ બીજાં બીજાં ઉપકરણો સાથે એક મુહપત્તીનું ઉપકરણ વધુ સ્વીકારી લીધું. અને રાતદિવસ સૂતાં બેસતાં પણ મુહાપત્તીને બાંધી રાખવાનું સ્વીકારી. તે વખતના ચાલુ મુનિવેશ કરતાં પિતાની જુદાઈ જણાવવા આ પગલું ભર્યું. હવે એ પરંપરામાંથી તેરાપંથી મુનિએની એક પરંપરા જુદી પડી, પણ તેમની મુહપની વર્તમાન સ્થાનકવાસી મુનિઓ કરતાં થોડી જુદી જણાય છે. આ અંગે મને પૂરો ખ્યાલ નથી, પણ તેમનેજોતાં એમ માલૂમ પડે છે કે સ્થાનકવાસીઓ કરતાં આ નવા પંથવાળાની મુહાપત્તીની લંબાઈ પહોળાઈમાં ઘેડો ભેદ રાખવામાં આવેલ છે, હવે તે આ નવા તેરાપંથી મુનિએ ચકચકિત મુહપરીને પણ બાંધતા દેખાય છે; તેઓએ મુહપીને ચશ્ચકિત કરવાની એક ખાસ પ્રક્રિયા શરૂ કરી છે. એથી આ નવા પંઘના કેટલાક મુનિએ પિતાના મુખ ઉપર ચકચકિત પ્લાસ્ટિક જેવી લાગતી મુહપત્તીઓને દેરા વડે બાંધે છે. મુહપત્તી મુખ ઉપર બાંધવાની પાછળને હેતુ ઉપર જણાવેલ છે, પણ હવે તે આ બાંધનારા અને હાથમાં રાખનાર મુનિએ એ પ્રાચીન હેતુ ઉપરાંત અહિંસાના પાલનને પણ એક હેતુ જણાવે છે. તેઓ કહે છે કે સૂક્ષ્મ જંતુઓની હિંસા ન થાય માટે મુખ પાસે મુહપત્તી રાખવામાં આવે છે અથવા કાયમ બાંધી રાખવામાં આવે છે. કહેવામાં આવે છે કે વાતાવરણમાં ઊડતા સૂકમજીવે મુખમાં પેસી ન જાય અને વાયુકાયના જીવોની હિંસા ન થાય એ માટે આ મુહપરીને ઉપયોગી છે. પણ આ વાત ઝટ ગળે ઉતરે એવી નથી. જ્યારે આ મુનિએ કે સાધ્વીઓ ચાલે છે ત્યારે તેમના બન્ને હાથ હાલતા જ હોય છે અને કપડાના છેડા પણ હાલતા જ હોય છે. એટલે એ વડે પણ વાયુકાયના જીવોની હિંસા થવાનો સંભવ નથી શું? જે ક્રિયાઓ અનિવાર્ય છે તેમને યતનાપૂર્વક વિવેકપૂર્વક સંયમ સાથે કરવાથી હિંસાને સંભવ નથી અને કદાચ એવી રીતે કોઈ હિંસા થઇ જાય તે પણ તેને બંધનકત હિંસા રૂપે સ્વીકારવામાં નથી આવેલી. એમ છતાં આ લેકે વાયુકાયની રક્ષાને વિચાર કરે છે તે મને તે સમજાતું નથી. મને તે એમ જણાય છે કે માત્ર વેશને ભેદ કરવા માટે આ પ્રવૃત્તિ શરૂ થયેલ છે પછીથી તેને વિશેષ આગ્રહ થયો અને છેવટે ત્યાં સુધી વાત આવેલ છે કે મુહપણી વિના સંયમન સંભવ નથી. એટલે કોઈ સગુણી ખરેખર સંયમી મુનિ મુહપરી છોડે કે તેને ભ્રષ્ટ અથવા અસંયમી માનવા સુધીની વાત આવી જાય છે. સ્થાનકવાસી પરંપરામાં અમુક મુનિ મુહપત્તી બાંધવાની પ્રથાનું કોઈ વિશેષ પ્રયોજન ન જોતાં હોય તો પણ તેમને સમાજના ભયથી, પોતાના નિર્વાહની દષ્ટિથી અને પોતાની પ્રતિષ્ઠા વગેરેના હેતુથી પણ મુહપત્તી બાંધી રાખવી જ પડે છે. આ કરુણતા નહીં તો બીજું શું કહેવાય ? - મુહપત્તી અંગે બીજી પણ એક વાત સૂઝે છે: “મુનિ' શબ્દ ઓછું બેલવાની અને વિશેષ મૌન રાખવાની પ્રવૃત્તિને સૂચવે છે. મૌન શબ્દ મુનિ' શબ્દ દ્વારા આવેલ છે. વિષેશ મનન ચિતન કરવું અને ઓછામાં ઓછું બોલવું એ મુનિનું વિષેશ લક્ષણ છે. એ દષ્ટિએ પણ મુહપરીને પ્રવેશ થવા સંભવિત લાગે છે. જેમ સાંખ્ય મુનિઓ લાકડાની પટ્ટી બાંધી રાખતા તેને હેતુ પણ મૌનવ્રત સાચવવાને જણાય છે અને કપડાની મુહપત્તીને પણ એ જ હેતુ હોવો જોઈએ પણ હવે તે એ હેતુ કોઈ પણ અંશમાં સચવાત જણાતું નથી.
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy