________________
પ્રભુપ્ત જીવન
ર૬
સ્વભાવને પણ બંધબેસતી હતી. મારા ગુરુભાઈએ આવું જીવન ગાળવા માંડતાં તેમને ચિત્તભ્રમ થયા હતા અને તેમની છેલ્લી સ્થિતિ બહુ વિષમ બની ગઈ હતી .
શ્રી ત્રિલોકચંદ્રજીને રૂબરૂ મળવાના પ્રસંગો ઓછા આવતા. પત્રવ્યવહાર સને ૧૯૩૮ સુધી ઘણા સારો ચાલ્યા. તેમની સલાહનો મને ઘણા લાભ મળ્યો. છેવટે તેમણે (ઉત્તર ગુજરાત દેહગામથી આસરે સાત માઈલ દૂર) ઉત્કંઠેશ્વરમાં એક આશ્રામ સ્થાપ્યો અને
ત્યાં જિજ્ઞાસુઓને ભણવા અને આરાધના કરવાની સગવડ કરી આપી. તેઓ સને ૧૯૪૩માં કાળધર્મ પામ્યા. પછી પણ એ સંસ્થા ચાલુ છે અને એમના અનુયાયીઓ તે સારી રીતે ચલાવી રહ્યા છે. એઓશ્રી પાસે એક હજાર ઉપરાંત પુસ્તકો હતાં, તે એમણે
આ
સંસ્થાને આપી દીધાં હતાં.
યોગાભ્યાસ છેાડયા પછીના કેટલાક અનુભવા ઈ. સ. ૧૯૩૮:
હું ઘણાં વર્ષોથી દર વર્ષે એક માસ રજા ઉપર જતા હતા, પણ સ. ૧૯૩૭ માં રિઝર્વ બેંકમાં જોડાયા પછી રજા પર જવાનું બન્યું નહોતું. એટલે સ. ૧૯૩૮ માં મગજ ઉપર કંઈક બાજા જેવું લાગતું હતું. આથી માર્ચ માસમાં આઠ દિવસની રજા લઈને માથેરાન ગયા હતા. આ આઠે દિવસ મેં તદૃન મૌન રાખ્યું હતું. બંગલાના માણસા સાથે કોઈ પણ જાતની વાતચીત કરી ન હતી. પરિણામે શરીર અને મનને ઘણા જ લાભ થયા હતો,
આ બધો વખત મન ઉપર કોઈ પણ જાતના બાજો ન પડે એનીમે' કાળજી રાખી હતી અને સહજ આનંદમાં હરવા ફરવામાં અગર જૂજ વાંચનમાં વખત ગાળતો હતો. પરિણામે છેવટના દિવસે શાર્લાટ તલાવની ઉપરથી નીચે ખીણમાં ઊતરતાં મેં એકદમ શ્રી કૃષ્ણને જોયા. એમની ચારે બાજુ વીજળીના દીવા જેવું ઝગઝગાટ તેજ દેખાયું. આ જોઈ હું સ્તબ્ધ થઈ ગયા અને ઊભા રહ્યો. એ દૃશ્ય આસ્તે આસ્તે ત્રણ ચાર મિનિટ બાદ નીક્ળી ગયું અને હું પણ એના પ્રકાશમાં આનંદ અનુભવતો બાજુના બાંકડા ઉપર કેટલાક વખત બેસી રહ્યો. એ દશ્ય હું હજી પણ ભૂલ્યા નથી.
સાત દિવસના મૌન અને આ પ્રકાશને પરિણામે મારી બિયત ઘણી જ સારી થઈ અને પ્રથમના યોગના અનુભવમાં કંઈક વધારો થયો.
ઈ. સ. ૧૯૪૫:
આ સાલમાં બંગાળની દુષ્કાળ તપાસ સમિતિમાં હું સભાસદ હતા, ત્યારે નિવેદન તૈયાર કરવા માટે અમારું કમીશન કુન્નુર ગયું હતું. અમારા ત્યાં રહેવાના છેવટના દિવસો દરમિયાન હું શ્રી પાલ બ્રટનને" અકસ્માત મળ્યા. તે પહેલાં પરોક્ષ રીતે એમને મારી સાથે ઓળખાણ થઈ હતી. તે એવી રીતે કે હું તેમનાં પુસ્તકોનો સારો અભ્યાસી હતો. અત્યાર પહેલાં મેં એમનાં ઘણાં ખરાં પુસ્તકો વાંચ્યાં હતાં અને એમાં છેલ્લું Quest of Overself હતું કે જેમાંથી મને ઘણું જ જાણવાનું કેવું હતું.
મેં તેમને મારા યોગના અનુભવની વાત જણાવી. એ વખતે એવું બન્યું કે મારા યોગના બધા અનુભવ એકદમ તાજો થયા અને અગાઉ મારા મનની જે સ્થિતિ હતી તે પાછી આવી. તેમના અનુભવ મુજબ તેમણે જણાવ્યું કે જે અનુભવ મને થયો છે, તે અત્યારે કદાચ ચાલુ દેખાય નહિ, પણ તે કદી વિસરાતા નથી. વખત જતાં તે પાછા આવશે અને તેમાં વધુ પ્રગતિ થશે. આવા પ્રસંગા ઘણા માણસને આવે છે, આથી મારે નાસીપાસ થવાનું કારણ નથી. દરેક
શ્રી પૉલ બ્રટન જેઓ પૂજ્ય સ્વ. રમણ મહર્ષિ સાથે ઘણા સમય રહ્યા હતા અને જેમણે તેમના પરિચય કરવાતા એક બહુ જાણીતા ગ્રંથ લખ્યો છે.
તા.૧૬-૧૦-૬૭
માણસની પ્રગતિ હંમેશાં સીધા - સરળ માર્ગે થતી નથી, પણ વાંકીટૂંકી હોય છે. માટે થયેલા અનુભવને બને ત્યાં સુધી તાજો રાખવા પ્રયત્ન કરવા.
બીજું એમણે એ પણ જણાવ્યું કે મે મારા મનને કાબૂમાં લાવવા હઠાત્મક પદ્ધતિ – મનમાં શાંતિ લાવવા નસાને ખેંચવાની પદ્ધતિ — લીધી તે બરાબર નહોતી. એ તો સાધુ વેરાગી કે જેમને હઠયોગથી જલ્દી આગળ વધવાનું હોય તેમના માટે છે. તમારા જેવાને માટે Expansion System વિકાસ પદ્ધતિ ઉપયોગી છે, જેથી કોઈ પણ વખત ખોટું પરિણામ આવે નહિ. આ પદ્ધતિ રાજયોગમાં ખાસ જાણીતી છે. એમાંથી માણસના મનમાં વિશાળતા આવે છે અને પરિણામે વિશ્વપ્રેમ પ્રાપ્ત થાય છે. આ એમની સાથેના થોડા પરિચયથી મને ઘણું જાણવાનું અને શીખવાનું મળ્યું. તે પછીનાં પાંચ છ વર્ષ દરમિયાન તેમની સાથે મને સારો સમાગમ થયા હતા અને આજથી પાંચ છ વર્ષ પહેલાં મુંબઈમાં મારા પરાણા તરીકે તેઓ મારી સાથે દસેક દિવસ રહ્યા હતા.
ઈ. સ. ૧૯૪૫ :
આ સાલમાં International Association of Agricultural Economicsની કૅૉન્ફરન્સ સ્ટ્રેસા ઈટાલીમાં હતી, ત્યારે હું ત્યાં ગયો હતો. તે કૉન્ફરન્સ પૂરી થયા પછી હું સૅન્ટ મેરીટ્ઝ (Switzerland) માં ગયા અને ત્યાંનીSuvrietta House નામની હાર્ટલમાં એકવીસ દિવસ રહ્યો. એ વખતે સિઝન પૂરી થવા આવી હતી, એટલે ઘણા જ ઓછા માણસો હોટેલમાં રહેતા હતા. અને તેથી ત્યાંનું વાતાવરણ તદૃન શાંત હતું. છેલ્લા દિવસોમાં તે! તે હોટેલ બંધ કરવાની હતી અને છેલ્લે પરોણા માત્ર હું હતા. આ એકવીસ દિવસેામાં પણ મે મૌન સેવ્યું હતું અને ડુંગરોની ઊંચી ટોચા પર સારી રીતે ફરવાનું રાખ્યું હતું. આખું વાતાવરણ શાંત અને સુંદર હતું. હવા પણ સારી ઠંડકવાળી હતી. આ વખતે મેં શ્રી પોલૢ બ્રટનનું Quest of the Overself ફરીથી બહુ જ શાંતિથી સમજીને વાંચવા માંડયું. પહેલાં પણ આ જ પુસ્તક ઘણી વાર વાંચ્યું હતું. આવાં પુસ્તકો એક સાથે વાંચવાનું બનતું નથી, એટલે કોઈ કોઈ વખતે અમુક ભાગ વાંચવાના રહી જતા. તેમાંથી હૃદયને Heat ને લગતો ભાગ આ જ વખતે મારા વાંચવામાં આવ્યો. ત્યારે જ મને સમજાયું કે મારા યોગના અભ્યાસમાં મન અને બુદ્ધિની શુદ્ધિ સાથે હૃદયના પણ પૂરો સમાવેશ કરવા જોઈતા હતા. જે તેમ થયું હોત તો મારો અનુભવ કંઈક જુદો જ થયો. હોત, કારણ કે માણસના અંતરના બંધારણમાં મન, બુદ્ધિ અને હૃદય એ ત્રણ જુદાં દેખાય છે, પણ વસ્તુત: તેઓ પરમ તત્ત્વના જ ભાગ છે અને તે ક્રિયામાં મન અને બુદ્ધિને હ્રદયમાં એક સાથે લાવવ જોઈએ કે જેથી ખાખા જીવનનું એક સ્વરૂપ દેખાય અને પરિણામે સત —ચિત —આનંદના અનુભવ સારી રીતે થાય.
એ પુસ્તકના આ ભાગ વાંચ્યા પછી મને ઘણો જ આનંદ થયા અને મારી ક્રિયામાં જે ન્યૂનતા રહેતી હતી, તેનો મને સારો ખ્યાલ આવ્યો, અને તે જ વખતે મનને હૃદયમાં લાવવા પ્રયત્ન કરતાં કેટલાક અંશે ફળીભૂત થયો, પરંતુ બુદ્ધિના સંબંધ હૃદય સાથે કેવી રીતે કરવા એ હું સમજી શકયો નહિ. આવા ત્રિસંગમ થાય તે જ આપણને શુદ્ધ અંતર ચેતનાને – hure consciousnessને!અનુભવ થાય.
શ્રી પાલ બ્રંટનનું હૃદય માટે જે મંતવ્ય છે, તે ખરું છે કે મનસ્વી? તે જાણવા માટે મેં બે – ત્રણ સારી વ્યકિતઓના અભિપ્રાય લીધા અને તેમણે એ મંતવ્યને ટેકો આપ્યા.
આ વખતે પણ 'ઘણુંખરું મૌન રાખેલું, તેથી શરીર અને મનને સારો લાભ થયો. મૌન યોગસાધનાનું એક આવશ્યક અંગ છે અને તે દરેક માણસે યથાશકિત સેવવા યોગ્ય છે.
૧૯૪૬ થી ૧૯૫૪-૧૫ સુધીમાં મારા મનને ઘણા જ ઉર્દૂ ગ થયો હતો. જ્યાં સારું કામ કરવાનું હતું, ત્યાંથી જ આ સ્થિતિ ઉદ્