________________
તા. ૩૧-૧૦-૬૭
પણ, શ્રી ચાગલાએ કહ્યું છે તેમ એ ભૂલ સૌથી વધુ ગંભીર પુરવાર થશે; કારણ કે એ એક એવી ભૂલ છે કે જેમાં આપણને ભૂલ સમજાય તયે તેમાંથી પાછી પાની કરવી અસંભવ બનશે. આ પગલાં દ્વારા એક પ્રદેશના રહેવાસી પેાતાના જ પાડોશી પ્રદેશમાં પરદેશી બની જશે, રાજ્ય રાજ્ય વચ્ચે શિક્ષકો તથા વિદ્યાર્થીઓનું આવાગમન અને આદાનપ્રદાન અઘરૂ બની જશે, વિચારોના વિનિમય મુશ્કેલ થશે, અને આથીયે વધુ ચિંતાજનક પરિણામ તો એ આવશે કે આજના સઘન બનતા જતા ઔદ્યોગીકરણને લીધે ઘણાં કુટુંબાને પરપ્રાન્તમાં વસવાટ કરવાની ફરજ પડશે અને એ પ્રાન્તમાં શિક્ષણનું માધ્યમ ત્યાંની પ્રાદેશિક ભાષા હોવાના કારણે ભાઈ- ભાઈને તો શું પણ માબાપાને પણ સંતાનોથી વિખૂટા થવું પડશે. અંગ્રેજી નહિ—
પ્રમુદ્ધ જીવન
આમ ઉચ્ચ કક્ષાએ શિક્ષણનું માધ્યમ સર્વ વિશ્વવિદ્યાલયામાં સમાન હોય એજ ઈષ્ટ છે. પણ આ ભાષા અંગ્રેજી કે હિંદી એ માટે મતભેદ છે. આ ભાષા અંગ્રેજી ન હોઈ શકે, કારણ એ પરદેશી ભાષા છે. ભારતની જનતાનું અતિ મોટું પ્રમાણ એથી અપરિચિત છે, એ ભાષા લોકોથી વિમુખ છે. વળી દુનિયાના સ્વતંત્ર દેશમાં આફ઼િકાના ઘેાડા દેશને બાદ કરતાં બીજે કયાંય પરદેશી ભાષા માધ્યમ તરીકે સ્વીકારવામાં નથી આવી. ફીલીપાઈન્સમાં અંગ્રેજી ભાષા શિક્ષણ માધ્યમ તરીકે કાયમ રહી છે ખરી, પણ ત્યાંની ભાષાપરિષદે એવા ચોક્કસ મત વ્યકત કર્યો છે કે દેશની ભાષાને સમૃદ્ધ બનાવવા પૂરેપૂરા અને તનતોડ પ્રયત્ન કરવા અને જેવી એ ભાષા તૈયાર થાય કે તરત જ અંગ્રેજીને બદલે દેશની ભાષાને જ માધ્યમ તરીકે સ્વીકારવી. વળી સ્વાતંત્ર્યસંગ્રામમાં આપણા નેતાએએ વિવિધ મંત્ર આપ્યો હતો. ‘સ્વરાજ, સ્વદેશી અને સ્વભાષાનો ’. આજે સ્વરાજ આવ્યે વીસ -વીસ વર્ષનાં વ્હાણાં વીતી ગયાં તે કે આપણે સ્વભાષા અંગે કોઈ નિર્ણય લઈ નથી શક્યા. સંપર્કભાષા, સખીભાષા વગેરેની ભૂલભૂલામણીમાં અટવાઈ ગયાં છીએ એ અત્યંત દુ:ખ અને શરમની વાત છે. —પણ હિંદી.
આમ આપણે અંગ્રેજીના માધ્યમની ભાષા તરીકે સ્વીકાર ન કરી શકીએ તો એક જ વિકલ્પ બાકી રહે છે હિંદીને ઉચ્ચ શિક્ષણના માધ્યમ તરીકે સ્વીકારવાના. હિંદી અંગે જાતજાતના વાંધાઓ તો . ઉઠાવવામાં આવે જ છે. એની વિરૂદ્ધની પહેલી દલીલ એ છે કે એ જોઈએ એટલી સંપન્ન ભાષા નથી, વિકસિત નથી. આ દલીલમાં બહુ તથ્ય નથી; કારણ અંગ્રેજી મીલ્ટન અને શેકસપીઅરની ભાષા છે તે હિંદી પણ સૂરદાસ, કબીરદાસ કે પ્રેમચંદ અને પ્રસાદની ભાષા છે. બીજી દલીલ એ કરવામાં આવે છે કે હિંદીએ કદાચ સાહિત્યક્ષેત્રે પ્રગતિ સાધી હશે, પણ વૈજ્ઞાનિક ક્ષેત્રે તો હજી એણે ઘણી મજલ કાપવાની છે. કદાચ આધુનિક વૈજ્ઞાનિક સિદ્ધાંતોની અભિવ્યકિત માટે અંગ્રેજી હિંદી કરતાં વધુ ઉપયુકત માધ્યમ હશે એ સાચું, પણ હિંદીમાં આ માટેની ક્ષમતા નથી એ કહેવું યોગ્ય નથી લાગતું. હિંદીની અને સર્વ ભારતીય ભાષાઓની જનની સંસ્કૃત ખૂબ સમૃદ્ધ ભાષા છે, પ્રાચીન જમાનામાં પણ એમાં સાઠથી વધારે કળાઓ અને ત્રીસથી વધારે વિજ્ઞાનનાં પુસ્તકો લખાયાં હતાં. એટલે હિંદીને સંસ્કૃતમાંથી જરૂરી પારિભાષિક શબ્દો મળી રહેશે. અને આમ છતાં યે મુશ્કેલી પડે તો વિજ્ઞાન, તાંત્રિક શિક્ષણ આદિ ક્ષેત્રેમાં આંતરરાષ્ટ્રીય શબ્દકોષ બનાવી એ શબ્દોને અપનાવી શકાય. આ બધું કરવું સહેલું નથી એ સાચું, પણ સર્વ વાતમાં અને ખાસ કરીને રાષ્ટ્રીય મહત્ત્વના પ્રશ્નોમાં ઉકેલ સહેલા જ હોય એવી આશા રાખવી અસ્થાને ગણાય. કારણ અહીં ઉકેલ સહેલા છે કે અઘરો એના કરતાં એ રાષ્ટ્રની દષ્ટિએ હિતાવહ છે કે નહિ એ જોવું વધુ આવશ્યક છે. આ ઉપરાંત એક જ માધ્યમ હોય તો આર્થિક દષ્ટિએ પણ એ વધુ ફાયદાકારક નીવડવાના જ.
સરકારે તે માધ્યમના પ્રશ્ન અંગે આખરી નિર્ણય લઈ લીધા છે. સ્નાતક કક્ષા સુધી પ્રાદેશિક ભાષાને માધ્યમ રાખવાના અને ઉપકુલપતિઓની પરિષદે આ નિર્ણયને બહાલી પણ આપી છે. આમ જ્યારે આ પ્રશ્ન અંગે વધુ ચર્ચા કરવી નિરર્થક છે ત્યારે સરકાર અને શિક્ષણસંસ્થાઓ માટેએક સાવધાનીનો સૂર તો જરૂર
૧૦૯
કાઢવા રહ્યો. તે એ કે પ્રાદેશિક ભાષા માધ્યમ તરીકે સ્વીકારાય -પણ ત્રિભાષાસૂત્રન ભૂલાય એની તકેદારી રાખવી અત્યંત આવશ્યક છે. પ્રદેશભાષા માધ્યમ બન્ને તે પણ દેશભાષા તરીકે હિંદી જ રહે અને રહેવી જોઈએ. એનાં શિક્ષણ માટે યોગ્ય અને સ્વરિત પગલાં લેવાવાં જોઈએ. સાથે સાથે એક વિદેશભાષા, પછી તે અંગ્રેજી હોય કે જર્મન, રશિયન હોય કે ફ્રેન્ચ, પણ વિદ્યાર્થી શીખે, એટલું જ નહિ પણ, એ ભાષાનાં પુસ્તકો સહેલાઈથી વાંચી અને સમજી શકે એ માટેની પણ વ્યવસ્થા થવી જોઈએ.
આ બાબતમાં સરકાર અને શિક્ષણસંસ્થાઓની જવાબદારી પણ કઈ ઓછી નથી. વિશ્વવિદ્યાલયા સ્વાયત્ત સંસ્થા છે. શિક્ષણને લગતી બધી બાબતામાં-પછી તે ઉપકુલપતિની નિમણુંક હોય કે પાઠયક્રમનું ઘડતર, શિક્ષણના ધારણના પ્રશ્ન હોય કે માધ્યમનાએમને પૂરી સ્વતંત્રતા મળવી જોઈએ. સરકારે એમાં કોઈ પણ જાતના હસ્તક્ષેપ કરી સરસ્વતીનાં મંદિરોને સત્તાનાં થાણાં બનાવવાના વ્યર્થ પ્રયત્ન ન કરવા જોઈએ. તે જ રીતે રાજકીય પક્ષાએ પણ વિદ્યાર્થીઓને રાજરમતનાં પ્યાદાં બનાવવાનાં માહમાંથી મુકત બનવું જોઈએ. આવાં પગલાં લેવાશે તે જ મા સરસ્વતીનું ઢેલનું આસન ફરીને સ્થિર થશે. અને આપણી શિક્ષણસંસ્થાઓ સાચા અર્થમાં સંસ્કૃતિ~તીર્થો બની રહેશે. ઉપકુલપતિઓની પરિષમાં વિશ્વવિદ્યાલયોની સ્વાયત્તતા પર તથા દરેક વિભાગ (Faculty) ને માધ્યમ બદલવા માટે—એની અવધિ માટે—સ્વતંત્રતા આપવાની વાત પર મૂકાયેલો ભાર એ શિક્ષણમાધ્યમ નક્કી કરનાર સરકારે ખાસ ધ્યાનમાં લેવાના રહે જ છે.
સરકાર અને શિક્ષણસંસ્થાઓના જેટલી જ કે કદાચ એથી યે વધુ જવાબદારી આ પ્રશ્ન અંગે પ્રજાએ અને વિશેષ કરી હિંદીભાષી પ્રજાએ ઉઠાવવી પડશે. પ્રથમ તે હિંદી - ભાષીઓએ વિશાળ દૃષ્ટિબિંદુ અપનાવી ભારતની બીજી ભાષાઓના તેમ જ અંગ્રેજીના પ્રચલિત શબ્દો અપનાવી હિંદી ભાષાને વધારે સમૃદ્ધ બનાવવાને તૈયાર રહેવું પડશે. તે જ રીતે રાજ્યભાષાભાષી પ્રાંતોની પ્રજા પર હિંદીનું પ્રભુત્વ જબરજસ્તીથી ઠોકી બેસાડવાનો પ્રયત્ન ન કરતાં પ્રેમ, ધીરજ અને સમજપૂર્વક હિંદી ભાષાના પ્રચાર માટેના પ્રયત્નો કરવા પડશે. અંગ્રેજી ભાષા પ્રત્યે દ્વેષની ભાવના કેળવી ‘અંગ્રેજી હટાએ’ જેવાં સૂત્રો કે તામીલ ભાષાનાં ચલચિત્રાના બહિષ્કાર કરવા જેવાં દેશને વિદીર્ણ કરતાં પગલાં ન લેવાના નિરધાર કરવા પડશે. આ સાથે જ એમણે પોતામાં, પોતાની ભાષામાં વિશ્વાસ પણ કેળવવા રહ્યો. કારણ હિંદી કોઈની દયા પર જીવતી ભિક્ષુણી ભાષા નિહ પણ આપબળે આગળ વધતી જીવંત, ગૌરવશાલિની ભાષા છે.
આમ સર્વ ક્ષેત્રે સમજ અને સહકારનું વાતાવરણ સર્જાશે તે ડહોળાયેલા શિક્ષણના માધ્યમના પ્રશ્નનું વ્હેલું મારું સંતાષકારક નિરાકરણ થશે, એટલું જ નહિ પણ, મા ભારતીનાં બાળકો ભિન્ન થતાં અટકી એક અવાજે ગાઈ શકશે કે ‘ ભારત જનની એક હૃદય હો!'
ઉષા મહેતા
✩ વેદમૃતિ પંડિત સાતવળેકરજી (તેમા પરિચય ૧૧૪ પાના ઉપર આપવામાં આવ્યો છે.)
✩